Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રીશ્રીએ ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ આ લોન્ચ સાથે સંકળાયેલી તમામ કંપનીઓને પણ અભિનંદન પાઠવ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

પીએસએલવી C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર @ISRO અને NSILને અભિનંદન. EOS-06 ઉપગ્રહ આપણા દરિયાઈ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે મદદ કરશે.”

ભારતીય કંપનીઓ @PixxelSpace અને @DhruvaSpace તરફથી 3 ઉપગ્રહોનું પ્રક્ષેપણ એક નવા યુગની શરૂઆત કરે છે, જ્યાં અવકાશ તકનીકમાં ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકાય છે. આ પ્રક્ષેપણમાં સામેલ તમામ કંપનીઓ અને દરેકને અભિનંદન.”

YP/GP/JD