પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની અધ્યક્ષતામાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR)માં હવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવો, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, કૃષિ, માર્ગ, પેટ્રોલિયમ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો/ મંત્રાલયોના સચિવોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લણણીનો સમય આવે અને શિયાળુ મોસમની શરૂઆત થાય તે પહેલાં જ આ બેઠક બોલાવવા પાછળનો મૂળ ઉદ્દેશ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર કારણોને દૂર કરવા માટે સમયસર અને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં તકેદારીના પગલાં અને નિવારાત્મક પગલાં લેવાનું સુનિશ્ચિત કરવાનો છે.
વાયુ પ્રદૂષણના મુખ્ય સ્રોતની સમીક્ષા, અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં અને રાજ્ય સરકારો તેમજ વિવિધ મંત્રાલયોએ આ દિશામાં કરેલી પ્રગતિ વગેરે બાબતોને આ બેઠકમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવી હતી. બેઠકમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં 50% કરતાં વધારે ઘટાડો નોંધાયો છે અને સારા AQI દિવસોની સંખ્યામાં પણ વધારો થયો છે
પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ દ્વારા પરાળ સળગાવવાની ઘટનાઓને નિયંત્રણમાં લાવવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી જેમાં પાયાના સ્તરે નિયુક્તિ અને પરાળના મૂળ સ્થળે જ તેના વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ મશીનરી જેવી બાબતો પણ સમાવી લેવામાં આવી હતી.
એવું ધ્યાનમાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ અંતર્ગત પરાળ (અવશેષ) આધારિત ઉર્જા/ઇંધણ પ્લાન્ટ્સના તાજેતરમાં કરવામાં આવેલા સમાવેશ બાદ, રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોએ આવા એકમોને ઝડપથી નિયુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં સંયુક્ત રીતે કામ કરવું જોઇએ. પાકના વૈવિધ્યકરણ અને પૂરવઠા શ્રૃંખલાને મજબૂત કરવા સંબંધિત પગલાં અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અગ્ર સચિવે હાલમાં અસ્તિત્વમાં રહેલી રાજ્યોના કૃષિ મંત્રાલયો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સ્થળ પર જ પાક અવશેષના વ્યવસ્થાપનની યોજનાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, વર્તમાન વર્ષમાં નિયુક્ત કરવામાં આવનારી નવી મશીનરી લણણીની મોસમ શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો સુધી પહોંચી જાય. કૃષિ મંત્રાલયને આ સંબંધે જરૂરી હોય તેવા તમામ પ્રકારે સહકાર આપવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.
પરાળ સળગાવવા પર નિયંત્રણ લાવવા માટે, ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, પાયાના સ્તરે સંખ્યાબંધ ટીમો નિયુક્ત કરવી જોઈએ અને તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, ક્યાંય પરાળ સળગાવવાની ઘટના ના બને. ખાસ કરીને, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું. આ રાજ્યોએ ખાસ કરીને સંબંધિત જિલ્લાઓમાં વધારના પ્રયાસો કરવાની અને યોગ્ય પ્રોત્સાહનો આપવાની જરૂર છે.
GNCT- દિલ્હીની સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, તેઓ પ્રદૂષણના સ્થાનિક સ્રોતો પર નિયંત્રણ લાવવા માટે યોગ્ય પગલાં લે. અગ્ર સચિવે ઉલ્લેખ કર્યો હતો કે, ખુલ્લામાં કચરો સળગાવવાની ઘટનાઓને નિયંત્રણમાં લેવા, રસ્તાના સફાઇ કામદારોની કામગીરી પર દેખરેખ રાખવા માટે IT આધારિત વ્યવસ્થાતંત્ર, બાંધકામ અને ડીમોલેશનના કચરાનો સુધારાપૂર્વક ઉપયોગ, ઓળખી કાઢવામાં આવેલી જગ્યાઓ પર એક્શન પ્લાન લેવા માટે ચોક્કસ સ્થળ આધારિત અમલીકરણ વગેરે માટે ટીમોની નિયુક્તિ કરવા અંગે પણ વિશેષ ભાર મૂકવાની જરૂર છે. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હરિયાણા અને ઉત્તરપ્રદેશ NCR હેઠળ આવતા તેમના વિસ્તારોમાં આવા જ ચોક્કસ સ્થળ આધારિત એક્શન પ્લાન તૈયાર કરશે અને તેનો અમલ કરશે.
અગ્ર સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તીવ્ર સ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં જ નક્કી કરવામાં આવેલા વિવિધ પગલાં લેવા જોઈએ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગો દ્વારા ઉત્સર્જનના ધોરણોનું અનુપાલન કરવામાં આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
SD/GP/BT