પ્રધાનમંત્રીના કટોકટીની સ્થિતિમાં નાગરિક સહાય અને રાહત (PM CARES) ભંડોળ ટ્રસ્ટ દ્વારા દેશમાં સાર્વજનિક આરોગ્ય સુવિધાઓની અંદર વધારાના 162 સમર્પિત પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ સ્થાપિત કરવા માટે રૂ. 201.58 કરોડ ફાળવવામાં આવ્યા છે.
કુલ પરિયોજના ખર્ચમાં પ્લાન્ટ્સના પૂરવઠા અને નિયુક્તિ તેમજ કેન્દ્રીય તબીબી પૂરવઠા સ્ટોર (CMSS)ની સંચાલન ફી પેટે રૂ. 137.33 કરોડ અને વ્યાપક વાર્ષિક જાળવણી કોન્ટ્રાક્ટ માટે અંદાજે રૂપિયા 64.25 કરોડની રકમ સામેલ છે.
આ માટેની ખરીદી કેન્દ્રીય તબીબી પૂરવઠા સ્ટોર (CMSS) દ્વારા કરવામાં આવશે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે.
32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 162 પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે જેની કુલ ક્ષમતા 154.19 MT રહેશે [પરિશિષ્ટ-I].
જે સરકારી હોસ્પિટલોમાં આ પ્લાન્ટ્સ સ્થાપિત કરવાના છે તેને સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિચારવિમર્શ દ્વારા ઓળખી કાઢવામાં આવી છે.
આ પ્લાન્ટ્સની પ્રથમ 3 વર્ષ માટેની વૉરંટી રહેશે. ત્યારપછીના 7 વર્ષ માટે, આ પરિયોજનામાં CAMC (વ્યાપક વાર્ષિક જાળવણી કોન્ટ્રાક્ટ) સામેલ છે.
નિયમિત O&M હોસ્પિટલ/રાજ્યો દ્વારા કરવામાં આવશે. CAMCના સમયગાળા પછી, સમગ્ર O&Mની જવાબદારી સંબંધિત હોસ્પિટલો/રાજ્યો દ્વારા વહન કરવામાં આવશે.
આ વ્યવસ્થાતંત્રથી સાર્વજનિક આરોગ્ય પ્રણાલી વધુ મજબૂત થશે અને ઓછા ખર્ચમાં તબીબી ઓક્સિજનની ઉપલબ્ધતામાં લાંબાગાળે પદ્ધતિસર વૃદ્ધિ થઇ શકશે. કોવિડ-19ના સામાન્ય અને ગંભીર કેસોના વ્યવસ્થાપન માટે તેમજ અન્ય વિવિધ તબીબી અવસ્થાઓમાં જ્યારે જરૂર પડે ત્યારે પૂરતા પ્રમાણમાં અને વિના અવરોધે ઓક્સિજનનો પૂરવઠો જળવાઇ રહે તે પૂર્વ–જરૂરિયાત છે. સાર્વજનિક આરોગ્ય સુવિધાઓમાં PSA ઓક્સિજન સાંદ્રક પ્લાન્ટ્સ સ્થાપિત કરવાનો નિર્ણય, સંગ્રહ અને પૂરવઠા પ્રણાલીમાં આરોગ્ય સુવિધાઓની નિર્ભતા ઓછી કરવા માટે તેમજ આ સુવિધાઓને તેમની પોતાની ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાનું નિર્માણ કરવા માટે સમર્થ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ઓક્સિજન જથ્થાની ઉપલબ્ધતામાં તો વધારો થશે જ, સાથે-સાથે આ સાર્વજનિક આરોગ્ય સુવિધાઓમાં દર્દીઓને સમયસર ઓક્સિજન સપોર્ટ પણ પૂરો પાડવાની સુવિધા ઉભી થશે.
પરિશિષ્ટ-I
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અનુસાર PSA O2 સાંદ્રક પ્લાન્ટ્સની વિતરણ સંખ્યા
1. |
આસામ |
6 |
2. |
મિઝોરમ |
1 |
3. |
મેઘાલય |
3 |
4. |
મણીપુર |
3 |
5. |
નાગાલેન્ડ |
3 |
6. |
સિક્કિમ |
1 |
7. |
ત્રિપુરા |
2 |
8. |
ઉત્તરાખંડ |
7 |
9. |
હિમાચલ પ્રદેશ |
7 |
10. |
લક્ષદ્વીપ |
2 |
11. |
ચંદીગઢ |
3 |
12. |
પુડુચેરી |
6 |
13. |
દિલ્હી |
8 |
14. |
લદાખ |
3 |
15. |
જમ્મુ અને કાશ્મીર |
6 |
16. |
બિહાર |
5 |
17. |
છત્તીસગઢ |
4 |
18. |
મધ્યપ્રદેશ |
8 |
19. |
મહારાષ્ટ્ર |
10 |
20. |
ઓડિશા |
7 |
21. |
ઉત્તરપ્રદેશ |
14 |
22. |
પશ્ચિમ બંગાળ |
5 |
23. |
આંધ્રપ્રદેશ |
5 |
24. |
હરિયાણા |
6 |
25. |
ગોવા |
2 |
26. |
પંજાબ |
3 |
27. |
રાજસ્થાન |
4 |
28. |
ઝારખંડ |
4 |
29. |
ગુજરાત |
8 |
30. |
તેલંગાણા |
5 |
31. |
કેરળ |
5 |
32. |
કર્ણાટક |
6 |
|
કુલ |
162 |
અનુક્રમ નંબર | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ |
PSA O2 સાંદ્રક પ્લાન્ટ્સની
કુલ સંખ્યા |
---|
નોંધ: બાકી રહેલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને હજુ તેમની PSA જરૂરિયાત સબમિટ કરાવવાની બાકી છે.
SD/GP/BT