Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM 17 નવેમ્બરે 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 નવેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.

અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (AIPOC), ભારતમાં વિધાનસભાઓની સર્વોચ્ચ સંસ્થા, 2021 માં તેના સો વર્ષની ઉજવણી કરી રહી છે. AIPOCના શતાબ્દી વર્ષની ઉજવણી કરવા માટે, અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની 82મી આવૃત્તિ, 17-18 નવેમ્બર 2021ના રોજ શિમલામાં યોજાશે. પ્રથમ પરિષદ પણ 1921માં શિમલામાં યોજાઈ હતી.

આ પ્રસંગે લોકસભાના સ્પીકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હાજર રહેશે.

SD/GP/JD