Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

PGIMER, ચંદીગઢના 34માં દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


પોતાના જીવનની આજે એક નવી શરૂઆત કરવા જઇ રહ્યાં છે તેવા દરેક ચંદ્રક વિજેતા, ડિગ્રી મેળવનારા મિત્રો, ઉપસ્થિત દરેક મહાનુભાવ.

આજે 11 સપ્ટેમ્બર છે, 11 સપ્ટેમ્બર કહીએ ત્યારે કદાચ ધ્યાનમાં નથી આવતું પરંતુ 9/11 કહીએ ત્યારે તરત જ ધ્યાનમાં આવે છે. ઈતિહાસમાં 9/11 તારીખ કેવી રૂપે લખાયેલી છે. 9/11 એ દિવસ છે કે જ્યારે માનવતાને ધ્વસ્ત કરવાનો એક ખરાબ પ્રયાસ થયો. હજારો લોકોને મારી નાખવામાં આવ્યા અને આજે પણ એ જ 9/11 છે કે જ્યારે પીજીઆઈથી એવા નવયુવાનો સમાજમાં આવી રહ્યાં છે કે જેઓ અન્યોના જીવન બચાવવા માટે ઝઝૂમશે.

મારી નાખવાનું ખૂબ સરળ હોય છે પરંતુ કોઇકને જીવતા રાખવા માટે આખી જીંદગી આપી દેવી પડે છે. અને એનો અર્થ એ થયો કે આપના જીવનમાં આજનો આ 9/11 નો દિવસ વિશેષ મહત્વનો બન્યો છે. 9/11નું ઈતિહાસમાં એક અન્ય મહત્વ પણ છે. અંદાજે 120 વર્ષ એટલે કે 1893માં આપણા દેશનો એક મહાપુરુષે અમેરિકાની ધરતી પર પગલું મુક્યું હતું. 9/11 ની શિકાગો ખાતે યોજાયેલી ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રવચન આપ્યું. તેમના પ્રવચનનો આરંભ સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા (અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો) શબ્દથી થયો અને એ એક શબ્દ અને વાક્ય સાંભળીને આખા સભાગૃહમાં લાંબા સમય સુધી તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો હતો. એ ક્ષણે સંપૂર્ણ માનવતાને બંધુત્વ સાથે સાંકળવાનો અનુભવ કરાવ્યો હતો. એ એક વાક્ય સાથે માનવતાની સાથે દરેક માનવીય જીવન કેવા પ્રકારે ઉંચાઈઓને મેળવી શકે છે તેનો સંદેશ હતો. પરંતુ 9/11 1893 નો સ્વામી વિવેકાનંદનો એ સંદેશ જો આખી દુનિયાએ માની લીધો હોત, સ્વીકારી લીધો હોત તો 9/11ની અન્ય હોનારત પણ ના સર્જાત.

આજે એ સંદર્ભે મને 9/11 ના રોજ ચંદીગઢ પીજીઆઈમાં દીક્ષાંત સમારોહમાં આવવાનો અવસર મળ્યો છે. હું પીજીઆઈથી ખૂબ સારી રીતે પરિચિત છું. હું અહીં ઘણી વખત આવ્યો છે. મારા કોઇકને કોઇક પરિચિત વ્યક્તિ બીમાર હોય ત્યારે તેમને મળવા અહીં આવવાનું થતું હતું. જોકે હું અહીં ચંદીગઢમાં લાંબા સમય સુધી રહ્યો છું, ચંદીગઢ મારું કાર્યક્ષેત્ર રહ્યું છે એટલા માટે પણ પીજીઆઈથી હું સારી રીતે પરિચિત છું.

આજે આ સમારોહમાં જે જોવા મળ્યું છે તે અગાઉ નહીં જોયું હોય, સરકારી શાળાના અન્ડર પ્રિવિલેજ કેટલાક બાળકો અહીં બેઠા છે. મેં એક આગ્રહ રાખ્યો છે કે જ્યારે પણ મને કોન્વોકેશનમાં જવાની તક મળે છે ત્યારે હું આગ્રહ રાખું છું કે એ શહેરના ગરીબ વિસ્તારમાં જે સરકારી શાળા હશે ત્યાંના બાળકોને બોલાવીને આ કાર્યક્રમના સાક્ષી બનાવવામાં આવે. તેઓ આ દૃશ્ય જ્યારે નિહાળશે તો તેમની અંદર પણ એક પ્રેરણા જાગશે, તેમની અંદર પણ એક વિશ્વાસ પેદા થશે કે ક્યારેક અમે પણ અહીં હોઇશું.

આ દીક્ષાંત સમારોહમાં બે બાબત છે. એક કે જેમણે શિક્ષણ મેળવીને જીવનના એક નવા ક્ષેત્રમાં પગલું માંડવાનું છે તેઓ છે. અને દ્વિતિય બાબત એ છે કે જેઓ આ પગલે ચાલવા માટેનો કોઇ સંકલ્પ લઇને કદાચ આ દૃશ્ય નિહાળીને અહીંથી જશે. એક શિક્ષક જેટલું ભણાવી નથી શકતો તેનાથી વધારે એક દૃશ્ય મનમાં અંકિત થાય છે અને કોઇકના જીવનને બદલવા માટેનું કારણ બની શકે છે. આ અર્થમાં મારો આગ્રહ હોય છે કે કેવી રીતે આપણા ગરીબ પરિવારના બાળકો પણ આવા કાર્યક્રમમાં હાજર રહે. એ માટે હું પીજીઆઈનો આભારી છું કે તેમણે મારા સૂચનનો સ્વીકાર કર્યો અને આ નાના બાળકોને અહીં આ સમારોહમાં ઉપસ્થિત રહેવાની તક આપી. મારા મતે તો આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તેઓ છે, તેઓ આપણા સાચા ચીફ ગેસ્ટ છે.

જ્યારે દીક્ષાંત સમારોહ યોજાઈ રહ્યો છે તો હું વધુ બે શબ્દનો ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ, કે જ્યારે આ દીક્ષાંત સમારોહ થાય છે ત્યારે આપણા મનમાં એવો ભાવ તો નથી થતો કે આ શિક્ષાંત સમારોહ છે? ક્યારેક એવી લાગણી તો નથી થતી કે વિદ્યાંત સમારોહ છે? જો આપણા મનમાં એ લાગણી થાય છે કે શિક્ષાંત સમારોહ છે કે વિદ્યાંત સમારોહ છે તો સાચા અર્થમાં તે દીક્ષાંત સમારોહ નથી.

આ શિક્ષાંત સમારોહ નથી, અહીં શિક્ષણનો અંત નથી આવતો. આ વિદ્યાંત સમારોહ નથી, વિદ્યાની ઉપાસનાનો આ અંતકાળ નથી. આ દીક્ષાંત સમારોહ છે. આપણા માનવીય ઈતિહાસ પર એક નજર કરીએ તો ધ્યાનમાં આવે છે કે સૌથી પહેલું દીક્ષાંત સમારોહ અંદાજે 2500 વર્ષ અગાઉ યોજાયો હતો એવું લેખિત ઉલ્લેખ મળે છે. 2500 વર્ષ જૂની આ પરંપરા છે. તૈત્રેયી ઉપનિષદમાં સૌથી પહેલા દીક્ષાંત સમારોહનો ઉલ્લેખ છે એટલે કે આ ઘટના 2500 વર્ષથી ચાલી આવી રહી છે અને આ જ ભૂમિથી આ સંસ્કારની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

જ્યારે દીક્ષાંત સમારોહ થાય છે ત્યારે થોડીક ક્ષણો માટે લાગે છે કે ચાલો, બહુ થયું, કેટલા દિવસ પોસ્ટમોર્ટમ રૂમમાં ગાળતા હતા. કેવા હતા એ દિવસો, ચાલો હવે છુટકારો મળ્યો છે. ખબર નહીં લેબોરેટરીમાં કેટલો સમય જતો હતો અને ખબર નહીં આપણા સાહેબ પણ કેટલા હેરાન કરતા હતા. રાતોની રાતો ડ્યૂટી કરાવતા હતા. દર્દીને ખાંસી નહોતી આવતી હોવા છતાં દોડાવતા અને કહેતા જઇને જુઓ કે શું થયું છે.

તમને લાગતું હશે કે આ બધી મુશ્કેલીઓથી મુક્તિ મળી ગઇ છે. વાસ્તવમાં તમે જે શીખ્યું છે સમજી શક્યા છો, અનુભવ કર્યો છે તેની પરીક્ષા કરવાનો યોગ્ય સમય શરૂ થયો છે. કોઇ અધ્યાપક દ્વારા લેવામાં આવેલી પરીક્ષા અને તેના કારણે મળેલા ગુણ, તેના કારણે મળેલું પ્રમાણપત્ર અને તેના કારણે જીવનયાપન માટે ખુલેલો રસ્તો ત્યાંથી સમાપ્ત નથી થતો. એક પ્રકારે તો અહીંથી એક શરૂઆત થાય છે કે હવે દરેક પળે એક પરીક્ષા થશે. અગાઉ તમે દર્દી તપાસતા હતા ત્યારે વિદ્યાર્થી તરીકે હતા અને દર્દી ઓછો અને અભ્યાસક્રમ વધારે યાદ આવતું હતું કે પુસ્તકમાં લખ્યું હતું કે પલ્સ રેટ આટલું છે તો આવું થાય છે. ત્યારે આપણને દર્દી પણ યાદ આવતો નથી તેની પલ્સ પણ ધ્યાનમાં નથી રહેતી. પરંતુ શિક્ષકે જે બતાવ્યું કે આનું આવું કેવી રીતે થયુ જરા જુઓ પછી પુસ્તક જોતા હતા, દર્દીની પલ્સનું જે થવાનું હોય તે થાય પણ આપણે પુસ્તક જોતા હતા કે શું થયું છે.

એટલે કે આપણે કોઇક રીતે પોતાનો સમય પસાર કર્યો છે. પરંતુ હવે જ્યારે આપણે દર્દીની નાડી પકડીએ ત્યારે પુસ્તક ધ્યાનમાં નથી આવતું. એક જીવંત માણસ તમારી સામે બેઠો હોય છે, નાડીના ધબકારા ઉપર નીચે થયા તો તમારા ધબકારા પણ ઉપર-નીચે થઇ જાય છે. તેની સાથે એકાગ્રતા જોડાય છે અને પુસ્તકમાંથી બહાર નીકળીને જીવન સાથે જોડાવાના એક અવસરનો આજ અહીંથી પ્રારંભ થાય છે.

તમે એક ડૉક્ટર છો કોઇ મિકેનિક નથી. એક મીકેનિકનો પણ રોજગાર સાધનો સાથે થાય છે. આજકાલ તો ડૉક્ટરનો વેપાર પણ સાધનો સાથે થાય છે. દરેક સ્પેર પાર્ટની જાણકારી તેને હોય છે. ટેકનોલોજીએ દરેક સ્પેર પાર્ટનું શું કામ છે તે પણ બતાવી દીધું છે તેમ છતાં આપણે એક મશીન સાથે વેપાર નથી કરતા પણ એક જીવંત માણસ સાથે કરીએ છીએ એટલે જ ફક્ત જ્ઞાન પૂરતું નથી. દરેક ભાગ સંદર્ભે તેના કાર્ય અંગે આવેલા અવરોધ અંગે ફક્ત જ્ઞાન હોવું પૂરતું નથી આપણા માટે જરૂરી છે કે તેની સાથે માનવીય સંવેદનાઓના સેતુને પણ જોડીએ. તમે જોજો સફળ તબીબનો ઈતિહાસ તપાસજો બીમારી પર ધ્યાન આપનારા ડૉક્ટર ખૂબ ઓછા સફળ થાય છે પરંતુ બીમાર વ્યક્તિ પર ધ્યાન આપનારા ડૉક્ટર વધારે સફળ થાય છે. જે બીમારીમાં વધારે સપડાયેલું છે, જે ફક્ત બીમારીને જુએ છે તે દર્દીને સાજો કરી શકતો નથી અને પોતાના જીવનમાં પણ સફળતા મેળવી શકતો નથી. પરંતુ જે બીમારીને પકડે છે, તેની મનોવૈજ્ઞાનિક અવસ્થા પર ધ્યાન આપે છે, તે અંગે વિચારે છે, ગરીબમાં ગરીબ દર્દી આવે અને જાણે છે કે ફી નહીં આપી શકે. પરંતુ જો તબીબ એક બીમારને પહેલા જોશે અને બીમારીને પછી જોશે તો તમને જોવા મળશે તે 20 વર્ષ પછી પણ એ ગરીબ દર્દી મજૂરી કરીને તબીબના ઘર પાછો આવીને પોતાનો ઉધાર ચૂકતે કરશે. કેમ? કારણ કે તમે બીમારીને નહીં પણ બીમારને પોતાનો બનાવ્યો છે. એક વખત જ્યારે આપણે બીમારને આપણો કરી લઇએ છીએ ત્યારે બીમારીના કારણો જાણવા પણ સરળ બની જાય છે.

હાલના સમયે મેડીકલ સાયન્સ એક પ્રકારથી ટેકનોલોજી કરતાં વધારે શક્તિશાળી છે. આજે કોઇ ડૉક્ટર બીમાર માણસને જોવા જાય તો ચાર પ્રશ્ન પૂછીને તરત દવા નહીં આપે પણ કહેશે કે જાઓ પહેલા લેબોરેટરીમાં જઇને બ્લડ ટેસ્ટ કરાવો, યુરિન ટેસ્ટ કરાવો. આખરે જ્યારે ટેકનોલોજી એ માણસની ચીરફાડ કરીને કાગળ પર પરિણામ આપે ત્યારે ડૉક્ટર કહેશે કે એક કામ કરો આ લાલ રંગની દવા બે વખત લેવાની એવી સૂચના પોતાના કમ્પાઉન્ડરને આપશે. એટલે કે ડૉક્ટરને નિર્ણય લેવા માટે એટલી સરળતા રહેલી છે તેની પાસે અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે. અને થોડોક અનુભવ તેને એક્સપર્ટ બનાવવા માટે બળ પૂરું પાડે છે. જ્યારે મેં સાંભળવ્યું છે કે પીજીઆઈ એક ડિજિટલ ઈનિશિએટિવવાળી સંસ્થા છે તેનો અર્થ એ થયો કે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા પરિચિત ડૉક્ટર છો. જો તમે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા ડૉક્ટર હો તો હવે તમારા માટે દર્દીને સમજવા, તેની બીમારીને સમજવા, તે બીમારીની સારવાર નક્કી કરવા ટેકનોલોજી મદદ કરે છે.

આ જે બદલાવ આવ્યો છે તે આખા મેડિકલ સાયન્સમાં ઘણા પ્રકારે છે. મને વિશ્વાસ છે કે અહીં જે શિક્ષા-દીક્ષા તમે મેળવી છે..આપણે એ પણ સમજીએ કે આપણે ડૉક્ટર બની ગયા છીએ, આપણને સારા ડૉક્ટર કોણે બનાવ્યા, એટલે બન્યા કે આપણે બુદ્ધિશાળી છીએ, એન્ટ્રન્સ એક્સઝામમાં સારા માર્કસ મળ્યા હતા, તે સમયે આપણું કોચિંગ સારું હતું એટલા માટે જ આપણે ડૉક્ટર બની ગયા છીએ? આપણે ડૉક્ટર એટલા માટે બન્યા છીએ કે 5 વર્ષ, સાત વર્ષ જેટલો પણ સમય ગાળવાનો હતો તે ખૂબ સારી રીતે ગાળ્યો છે એટલે ડૉક્ટર બની ગયા છીએ જો આપણે આવું વિચારીએ છીએ તો કદાચ આપણે અધૂરા છીએ, એ વિચાર અધૂરો છે.

આપણને ડૉક્ટર બનાવવામાં એક વોર્ડ બોયની પણ ભૂમિકા રહેલી હશે. આપણને ડૉક્ટર બનાવવા માટે પરીક્ષાના સમયે મોડી રાત્રે જઇને આપણે ચા વેચનારને કહ્યું પણ હશે કે મોડી રાત સુધી વાંચવાનું હોય છે માટે ચા બનાવી આપો. તેણે કહ્યું હશે કે ઠંડી વધારે છે મને ઉંઘવા દો અને આપણે કહ્યું હશે કે નહીં ભાઈ ચા બનાવી આપ કાલે પરીક્ષા છે. ત્યારે એ ગરીબ વ્યક્તિએ, વૃક્ષની નીચે ઉંઘનાર એ માણસે જાગીને ચા બનાવી હશે, ચા પીવડાવી હશે અને રાત્રે તમે ફરીથી બે કલાક વાચ્યું હશે અને પછી બીજા દિવસે પરીક્ષા આપી હશે અને કેટલાક માર્કસ લાવ્યા હશે, શું એ ચા વેચનારાનો આમાં કોઇ ફાળો નથી?

એટલે જ આપણે જે કાંઈ બનીએ છીએ તેમાં ફક્ત આપણી મહેનત નથી રહેતી. સમાજના દરેક પ્રકારના લોકોનું તેમાં કંઇકને કંઇક યોગદાન રહેલું હોય છે. દરેકે કોઇક રીતે આપણા જીવનમાં બદલાવ લાવવા માટે ભૂમિકા ભજવી હશે. મતલબ એ થયો કે આપણે સરકારને કારણે ડૉક્ટર નથી બન્યા પણ સમાજને કારણે બની શક્યા છીએ. એટલે જ સમાજનું આ ઋણ ચૂકવવું એ આપણી ફરજ છે.

તમારામાંથી ઘણા લોકો એવા પણ હશે કે જેમના પાસપોર્ટ તૈયાર હશે. ઘણા એવા પણ હશે કે જેઓ વિઝાની અરજી પણ કરી આવ્યા હશે પણ આ દેશ આપણો છે. આજે આપણે જે કંઇ પણ છીએ તે માટે કોઇક ગરીબના અધિકારની ચીજ તેની પાસેથી લઇને આપણને આપવામાં આવી હશે ત્યારે આપણે આ મુકામે પહોંચી શક્યા છીએ. એટલા માટે જ જીવનમાં કોઇપણ નિર્ણય કરીએ ત્યારે, મહાત્મા ગાંધી હંમેશાં કહેતાં હતાં કે મારા જીવનનો નિર્ણય અથવા મારી સરકારનો કોઇપણ નિર્ણય – યોગ્ય કે ખોટું – જો હું મૂંઝવણમાં છું તો હંન એક વખત ક્ષણભર માટે સમાજના છેવાડાના માણસને જરાક યાદ કરી લઉં, તેના ચહેરાનું સ્મરણ કરી લઉં અને નક્કી કરું કે હું જે પણ કરવા જઇ રહ્યો છું તેમાં એની ભલાઈ છે કે નહીં. આ વિચારશો તો તમારો નિર્ણય સાચો બનશે. હું આજે પણ તમને આગ્રહ કરીશ કે દીક્ષાંત સમારોહમાં તમે જીવનની સૌથી મોટી જવાબદારી સ્વીકારવા જઇ રહ્યાં છો. તમે એક એવી વ્યવસ્થા સાથે સંકળાયેલા છો, તમે એક એવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો કે જ્યાં આજ પછી તમે ફક્ત પોતાના જીવનનો નિર્ણય નથી કરતાં પણ સમાજ જીવનની જવાબદારી લેવા અંગે પણ નિર્ણય કરો છો. એટલે જ જીવનમાં કોઇ પણ નિર્ણય કરવાની પળ આવે ત્યારે એવા કોઇ ગરીબ અંગે વિચારશો કે જેણે તમારી જીંદગી બનાવવામાં કોઇક રીતે ભૂમિકા ભજવી હોય. કોઇકે તમારી ચિંતા કરી હશે તમારા લીધે કોઇકને કોઇક કામ કર્યું હશે. તમે એકાદ પળ એને યાદ કરશો તો તમે સાચું કરી રહ્યાં છો કે ખોટું તેનો નિર્ણય તરત જ થઇ જશે. જો નિર્ણય લેવાની આ પ્રક્રિયા રહી તો હિન્દુસ્તાનને ક્યારેય પણ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

આપણા દેશમાં પરંપરાગત રૂપે હોલિસ્ટિક હેલ્થકેરનો યુગ છે. આજે દુનિયામાં ખૂબ મોટા ફેરફાર આવ્યા છે. હોલિસ્ટિક હેલ્થકેર, પ્રિવેન્ટીવ હેલ્થકેર અંગે લોકો સભાન થઇ રહ્યાં છે. તમે જુઓ આપણે હમણા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરી. કોઇ કલ્પના પણ કરી શકે છે કે સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસમાં બધા 193 દેશ જેનું સમર્થન કરે છે તેઓ એકસો દિવસની અંદર જ આ નિર્ણયને સમર્થન આપે છે અને આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો નિર્ણય લેવાય છે. યુએનના ઈતિહાસની આ એક સૌથી મોટી ઘટના છે. આવું કેમ થયું? આવું એટલા માટે થયું કારણ કે સમગ્ર વિશ્વ મેડિકલ સાયન્સથી પણ કંઇક અન્ય માગી રહ્યું છે. દવાગોળી ખાવાને બદલે સારા સ્વાસ્થ્યની ચિંતા કરવામાં લાગ્યા છે, જનમાનસમાં બદલાવ આવી રહ્યો છે.

ઈલનેસ તરફ ધ્યાન આપવાનો સમય જતો રહ્યો છે અને વેલનેસ તરફ ધ્યાન આપવાનો સમય આવ્યો છે. આપણે બીમારી તરફ ધ્યાન આપીશું કે આરોગ્યજીવન તરફ ધ્યાન આપીશું. હવે આપણે એક ચોક્કસ વિચાર સાથે આગળ વધવાનું છે. જેમાં ફક્ત ઇલનેસ નહીં પણ વેલનેસ તરફ ધ્યાન અપાશે. જ્યારે આ સમજાશે ત્યારે જાણ થશે કે લોકોને યોગ તરફ કેમ આકર્ષણ વધ્યું છે.

ક્યારેક ક્યારેક મને લાગે છે કે આપણા ફિજિયોથેરાપિસ્ટોને મારા મતે સફળ ફિજિયોથેરાપિસ્ટ થવા માટે સારા યોગ શિક્ષક હોવા પણ જરૂરી છે. તમે જોયું હશે કે તમારી ફિજિયોથેરાપી અને યોગની એક્ટિવિટી એટલી ચોક્કસપણે મળતી આવે છે કે જો ફિજિયોથેરાપીનો કોર્સ કરે છે તેની સાથે સાથે જો યોગ એક્સપર્ટ પણ બને અને કદાય શ્રેષ્ઠ ફિજિયોથેરાપિસ્ટ બની શકે છે.

કહેવાનો અર્થ એ છે કે સમાજ જીવનમાં એક ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. તેઓ દવાઓથી મુક્તિ ઇચ્છે છે. તેઓ સાઇડ ઇફેક્ટના ચક્કરમાં પડવા માગતા નથી. તેઓ ઈલનેસના ચક્કરથી બચીને વેલનેસની દિશામાં આગળ વધવા માગે છે. એટલા માટે જ આપણા આખા હેલ્થ સેક્ટરમાં આ બાબતોને ધ્યાનમાં રાખીને આવનારા સમયની નીતિ અને રણનીતિ બનાવવી પડે છે. મને વિશ્વાસ છે કે તમારા જેવા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા એ સંભવ બનશે.

હું આશા રાખું છું કે આજના આ દીક્ષાંત સમારોહથી નીકળનારા દરેક મહાનુભાવ કે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમને હું વિશેષ અભિનંદન પાઠવું છું. શક્ય છે કે કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ આનાથી દૂર રહ્યા હશે તેમને હું કહીશ કે નિરાશ થવાનું કોઇ કારણ નથી હોતું. ક્યારેક ક્યારેક નિષ્ફળતા પણ સફળતા માટે એક સારો શિક્ષક બની જાય છે. એટલે જેમણે એ વિચાર્યું હશે કે આ પ્રાપ્ત કરવું છે, આ બનવું છે, કેટલાક રહી ગયા હશે તેમને નિરાશ થવાની જરૂર રહેતી નથી. તેમણે તો એ જ વિશ્વાસ સાથે આગળ વધતા રહેવું જોઇએ. જેમને સફળતા મળી છે અને જીવનની નવી ઉંચાઈ સુધી પહોંચવાનો અવસર મળ્યો છે એ સહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના છે. તમે એ પદ પર છો જ્યાં તમને માત્ર દર્દી નહીં પણ આવનારા સમયમાં વિદ્યાર્થીઓને પણ તૈયાર કરવાની તક મળે. હું ઇચ્છીશ કે તમારા થકી એક સંવેદનશીલ ડૉક્ટર તૈયાર થાય, તમારા થકી હેલ્થ સેકટરમાં બદલાવ આવે. કારણ કે સામાન્ય માનવી માટે ભગવાનનું જે દૃશ્ય રૂપ છે તે એક ડૉક્ટર હોય છે. સામાન્ય માનવી ડૉક્ટરને ભગવાન માને છે કારણ કે તેણે ભગવાનને જોયા નથી પરંતુ કોઇકે તેનું જીવન બચાવી લીધું છે માટે તે માને છે કે એજ વ્યક્તિ તેના માટે ભગવાન છે.

તમે કલ્પના કરો કે તમે એવા ક્ષેત્રમાં છો કે જ્યાં સામાન્ય માનવી તમને ભગવાનના રૂપમાં નિહાળે છે અને એ જ તમારી પ્રેરણા છે, તે જ તમને જીવનમાં આગળ વધવા માટેની સૌથી મોટી ઊર્જા છે, એ ઊર્જા તરફ ધ્યાન આપીને આપણે આગળ વધીએ. મારા તરફથી આપ સહુને ખૂબ ખૂબ શુભકામના. ખૂબ ખૂબ ધન્યવાદ.

UM/AP//J.Khunt/GP