Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

IALA નો દરજ્જો NGO માંથી આંતર- સરકારી સંસ્થા તરીકે બદલવાની બાબતને કેબિનેટની મંજૂરી


પ્રધાન ત્રીશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીયકેબિનેટે ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ મરાઈન એડ્ઝ ટુ નેવિગેશન એન્ડ લાઈટહાઉસ ઓથોરિટીઝનો (IALA) નો દરજ્જો બદલીને સ્વૈચ્છિક સંસ્થા (NGO) માંથી આંતર- સરકારી સંસ્થા (IGO) કરવાની મંજૂરી આપી છે. આ ફેરફારથી જહાજોની સલામત આર્થિક અને કાર્યક્ષમ હેરફેરમાં વૃધ્ધિને સુગમતા પ્રાપ્ત થશે. તેનાથી IALA નો દરજ્જો ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) ની સમકક્ષ બનશે.

પશ્ચાદ્દ ભૂમિકાઃ

સેંટ જર્મેનિયન લે (ફ્રાન્સ) ખાતે વડુ મથક ધરાવતી IALA ની સ્થાપના 1957માં ફ્રેન્ચ કાયદા હેઠળ કરવામાં આવી હતી. તેનું સંચાલન 83 રાષ્ટ્રિય સભ્યોની બનેલી જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવતું હતુ અને તેની કાઉન્સિલ એક્ઝિક્ટિવ બોડી તરીકે કામ કરતી હતી. IALA ની કાઉન્સિલમાં 24 રાષ્ટ્રિય સભ્યોનો સમાવેશ થતો હતો અને ભારત તેનું કાઉન્સિલ સભ્ય હતું અને તેનું પ્રતિનિધિત્વ ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઈટ હાઉસીસ અને લાઈટશીપ્સ (DGLL), વહાણવટા મંત્રાલય દ્વારા થતું હતું. DGLL જનરલ વોટર્સની સાથે સાથે AN&N અને લક્ષદ્વીપટાપુઓના સમૂહને લાઈટ હાઉસ એક્ટ 1927 મુજબ ભારતના સાગરકાંઠે નેવિગેશનને સહાય કરવાની કામગીરી કરે છે.

લા કોરૂના ખાતે મે, 2014માં યોજાયેલ તેની 12મી બેઠકમાં ઈન્ટનેશનલ એસોસિએશન ઓફ મરાઈન એડઝ ટુ નેવિગેશન એન્ડ લાઈટ હાઉસ ઓથોરિટીઝ (IALA), જનરલ એસેમ્બલીએ એવો ઠરાવ કર્યો હતો કે IALA નું NGOમાંથીIGO માં રૂપાંતર કરવાથી IALA ના 21મી સદીના ઉદ્દેશો હલ થશે.