Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

GeM પોર્ટલના 8 વર્ષ પૂર્ણ; પ્રધાનમંત્રીએ હિતધારકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મના તમામ હિતધારકોને 8 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ કહ્યું કે આ મંચે SC, ST અને OBC સમુદાયના લોકોને તકો પૂરી પાડી છે અને મહિલા સશક્તિકરણને આગળ વધારવામાં પણ ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“8 વર્ષ પૂરા કરી રહેલા પ્લેટફોર્મ પર @GeM_Indiaના તમામ હિતધારકોને અભિનંદન. આ પ્લેટફોર્મે લગભગ રૂ. 10 લાખ કરોડનું પ્રભાવશાળી સંચિત વેચાણ હાંસલ કર્યું છે. પરંતુ, સૌથી મહત્ત્વની વાત એ છે કે તે ઉદ્યોગસાહસિકોને, ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા અને એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકોને તકો પૂરી પાડી છે. GeM એ મહિલા સશક્તિકરણને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com