Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ECOSOC ચેમ્બરમાં “નેતૃત્વ મહત્ત્વપૂર્ણઃ સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રસ્તુતતા” વિષય પર કાર્યક્રમ યોજાયો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં ECOSOC ચેમ્બર ખાતે સાંજે 6.30 કલાકે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની 74મી બેઠકની સાથે શાંતિ અને અહિંસાનાં આંતરરાષ્ટ્રીય દૂત મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવા એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરર્સ, પ્રજાસત્તાક કોરિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મૂન જે-ઇન, પ્રજાસત્તાક સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિઆન લૂંગ, પ્રજાસત્તાક બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી શેખ હસીના, જમૈકાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્ડ્ર્યુ હોલ્નેસ અને ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી સુશ્રી જસિન્ડા આર્ડર્ન ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં સામેલ થયેલા અન્ય મહાનુભાવોમાં ભુતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોતે ત્શેરિંગ, પ્રજાસત્તાક કોરિયાનાં પ્રથમ મહિલા મહામહિમ સુશ્રી કિમ જુંગ-સૂક, સંયુક્ત રાષ્ટ્રનાં વરિષ્ઠ અધિકારીઓ અને સભ્ય દેશોનાં રાજદૂતો સામેલ હતાં.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આવકાર પ્રવચન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલયમાં ગાંધી સોલાર પાર્ક (સંયુક્ત રાષ્ટ્રને ભારત સરકાર તરફથી પ્રદાન કરવામાં આવ્યો છે), ઓલ્ડ વેસ્ટબ્યુરીમાં ન્યૂયોર્ક કોલેજની સ્ટેટ યુનિવર્સિટીમાં ગાંધી પીસ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા તેમજ સંયુક્ત રાષ્ટ્રનાં પોસ્ટલ વહીવટીતંત્ર દ્વારા Gandhi@150 પોસ્ટેજની ખાસ સ્મૃતિ ટપાલ ટિકિટનું લોકાર્પણ કરવા સહભાગી મહાનુભાવો એકમંચ પર આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ એમનાં મુખ્ય સંબોધનમાં 20મી સદીમાં માનવજાતની બૃહદ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા મહાત્મા ગાંધીનાં યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ તમામનાં કલ્યાણ પર ભાર મૂક્યો હતો (સર્વોદય), તેઓ વંચિતોનાં ઉત્થાન (અંત્યોદય) માટે પ્રતિબદ્ધ હતાં તેમજ પર્યાવરણનાં ભવિષ્યને લઈને ચિંતિત હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી સામૂહિક ઇચ્છાશક્તિમાં વિશ્વાસ ધરાવતાં હતાં, સહિયારી નિયતિમાં માનતાં હતાં, નૈતિક ઉદ્દેશનાં આગ્રહી હતાં. તેમણે સમકાલીન સમયમાં જનઆંદોલન અને વ્યક્તિગત જવાબદારીને મહત્ત્વપૂર્ણ ગણાવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હિંસક ઘર્ષણ, આતંકવાદ, આર્થિક અસમાનતા, સામાજિક-આર્થિક વંચિતતા, રોગચાળો અને જળવાયુ પરિવર્તનનું વર્તમાન જોખમ લોકો, દેશો અને સમાજોને અસર કરે છે. આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે નેતૃત્વ મહત્ત્વપૂર્ણ છે તથા ગાંધીવાદી મૂલ્યો નેતૃત્વ માટે નૈતિક માપદંડ તરીકે અગત્યનાં છે.

મહાસચિવ જનરલ ગુટેરર્સે જણાવ્યું હતું કે, ગાંધીજીએ આપણને કોઈ પણ નીતિ અને કોઈ પણ કામગીરીનું મૂલ્યાંકન કરવા એક ચમત્કારિક મંત્ર આપ્યો છો. તેમનો મંત્ર હતો કે – જો પ્રસ્તાવિત કામગીરી જીવનની ગુણવત્તા વધારે, આપણે મળ્યાં હોય એ દરિદ્રનારાયણનું સન્માન વધારે તો એ નીતિ અને કામગીરીમાં આગળ વધવું. એમડીજી અને એસડીજી તૈયાર થયા એનાં ઘણાં વર્ષો અગાઉ ગાંધીજીનાં જીવન અને કવનને સ્વચ્છતા, માતાનું સ્વાસ્થ્ય, પ્રાથમિક શિક્ષણ, જાતિય સંતુલન, મહિલા સશક્તીકરણ, ભૂખમરામાં ઘટાડો તથા વિકાસલક્ષી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો આધાર માનવામાં આવ્યો હતો. હકીકતમાં સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) ગાંધીવાદી દર્શનનું જ સ્વરૂપ છે.

આ પ્રસંગે સહભાગી થયેલા નેતાઓએ ગાંધીવાદી વિચારસરણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીનો વારસો આગામી પેઢીઓમાં જળવાઈ રહેશે. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીનું નામ જાતિ, વંશ, ધર્મ અને દેશથી પર છે. તેમનું દર્શન એકવીસમી સદી માટે અસરકારક માધ્યમ બની ગયું છે, તેમની વાણી ઈશ્વરીય સંદેશ બની ગયો છે. ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા હતાં. તેઓ રાષ્ટ્રવાદી અને આંતરરાષ્ટ્રવાદી, પરંપરાઓને માનવા છતાં વ્યવહારિક સુધારક, રાજકીય નેતા હોવાની સાથે આધ્યાત્મિક માર્ગદર્શક, લેખક અને વિચારક તથા શાંતિદૂત હતાં. તેઓ સામાજિક સુધારા અને સમાજમાં પરિવર્તન લાવવા સક્રિય હતાં. દુનિયા મહાત્માને અહિંસા અને માનવતામાં વિશ્વાસ ધરાવતાં મહાત્માની સાથે જાહેર જીવનમાં પુરુષ અને મહિલાઓની કસોટીઓ કરવા માટેનો માપદંડ, રાજકીય વિચારો અને સરકારી નીતિઓ માટેનો માપદંડ અને આપણી પૃથ્વી માટેની સહિયારી ઇચ્છાઓ અને આશાઓ માટેનો માપદંડ બની ગયા છે.

NP/J.Khunt/GP/RP