પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં 6ઠ્ઠા BIMSTEC સમિટ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીને મળ્યા.
બંને નેતાઓએ ભારત અને નેપાળ વચ્ચેના અનોખા અને ગાઢ સંબંધોની સમીક્ષા કરી. તેમણે ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી, લોકો-થી-લોકોના જોડાણો અને ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ આપણા બંને દેશો અને લોકો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા.
નેપાળ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી(પાડોશી પ્રથમની નીતિ) હેઠળ પ્રાથમિકતા ધરાવતું ભાગીદાર છે. આ બેઠક બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા ચાલુ રાખશે.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Had a productive meeting with Prime Minister KP Sharma Oli in Bangkok. India attaches immense priority to relations with Nepal. We discussed different aspects of India-Nepal friendship, especially in sectors like energy, connectivity, culture and digital technology. We also… pic.twitter.com/Ygrj30VyfH
— Narendra Modi (@narendramodi) April 4, 2025