પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો.
‘બિલ્ડ બેક સ્ટ્રોન્ગર – હેલ્થ (આરોગ્ય)’ વિષય પરના આ સત્રમાં કોરોનાવાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વમાં આવી રહેલી રિકવરી તથા ભવિષ્યમાં આ પ્રકારની મહામારી સામેના રક્ષણને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને તે વિશે ચર્ચા કરાઈ હતી.
આ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતમાં કોરોના વાયરસની તાજેતરની લહેર વખતે G7 રાષ્ટ્રો તથા અન્ય આમંત્રિત દેશોએ આપેલા સહકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે આ પ્રસંગે મહામારી સામેની લડતમાં ભારતના એક સમાજ તરીકેના અભિગમ, સરકાર, ઉદ્યોગો તથા સમાજે એકત્રિત થઈને હાથ ધરેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કોરોનાના રોગીઓને પારખવા, પરિક્ષણ કરવા અને વેક્સિન મેનેજમેન્ટ માટે ડિજિટલના સાધનોનો ભારતે સફળતાપૂર્વક કરેલા ઉપયોગનું વર્ણન કર્યું હતું અને અન્ય વિકસતા દેશો સાથે પોતાના આ અનુભવ અને આવડતને શેર કરવાની ભારતની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક આરોગ્ય સંચાલનના સુધારા માટે ભારતના સહિયારા પ્રયાસ અંગે પ્રતિબદ્ધતા દાખવી હતી. તેમણે કોવિડ સંબંધિત ટેકનોલોજી માટેની ટ્રિપ્સમાં રાહત આપવા માટે ભારત અને સાઉથ આફ્રિકા દ્વારા WTO ખાતે કરાયેલી દરખાસ્તમાં સહકાર આપવા G7 સમક્ષ માગણી કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજની બેઠક મારફતે સમદ્ર વિશ્વ સમક્ષ “એક પૃથ્વી એક આરોગ્ય”નો સંદેશ વહેતો થવો જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની મહામારીને રોકવા માટે વૈશ્વિક એકતા, અખંડિતતા અને નેતાગીરીની હાકલ કરતાં પ્રધાનમંત્રીએ આ બાબતે લોકશાહી અને પારદર્શક સમાજની વિશેષ જવાબદારી હોવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી આવતીકાલે G7 શિખર મંત્રણાના અંતિમ દિવસે પણ ભાગ લેશે અને બે સત્રને સંબોધન કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Participated in the @G7 Summit session on Health. Thanked partners for the support during the recent COVID-19 wave.
— Narendra Modi (@narendramodi) June 12, 2021
India supports global action to prevent future pandemics.
"One Earth, One Health" is our message to humanity. #G7UK https://t.co/B4qLmxLIM7