Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

26 ફેબ્રુઆરી, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, શિયાળો હવે જવામાં છે. ઉનાળાની ઋતુએ બારણે ટકોરા દીધા છે. પાનખર પછી વૃક્ષોમાં નવા પાન આવવાં લાગ્યા છે. ફૂલ ખીલે છે. બાગ બગીચા હર્યાભર્યા થઇ જાય છે. પક્ષીઓનો કલરવ મનને બહુ જ પસંદ પડે છે. ફૂલ જ નહીં, વૃક્ષની ડાળીઓ પર રહેલાં ફળો તડકામાં ચમકતાં નજરે પડે છે. ગ્રીષ્મ ઋતુનાં ફળ કેરીના માંજર પણ વસંતમાં જ દેખાવા લાગે છે. બીજી તરફ ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ ખેડૂતોને આશા બંધાવે છે. કેસૂડાનાં ફૂલ હોળીનો આવવાનો સંકેત કરે છે. અમીર ખુસરોએ ઋતુના પરિવર્તનની પળોનું સુંદર વર્ણન કર્યું છે. અમીર ખુસરોએ લખ્યું છે :

ફૂલ રહી સરસોં સકલ બન

અમ્બવા ફૂટે, દેસૂ ફૂલે,

કોયલ બોલે, ડાર – ડાર

        જયારે પ્રકૃતિ ખુશ હોય છે, મોસમ સુંદર હોય છે તો માણસ પણ આ ઋતુનો ભરપૂર આનંદ ઉઠાવે છે. વસંતપંચમી, મહાશિવરાત્રી અને હોળીનો તહેવાર માણસના જીવનમાં ખુશીઓના રંગ ઉમેરી દે છે. પ્રેમ, ભાઇચારો અને માનવતાથી ઓતપ્રોત વાતાવરણમાં આપણે છેલ્લા મહિને ફાગણને વિદાય કરવાના છીએ. આમે નવા માસ ચૈત્રનું સ્વાગત કરવા તૈયાર બેઠા છીએ. વસંતઋતુ આ જ બે મહિનાનો તો સંયોગ છે.

        હું સૌથી પહેલા તો દેશના લાખો નાગરિકોનો એ વાત માટે આભાર માનું છું કે, મનની વાત માટે જયારે હું સૂચનો મંગાવું છું તો ઢગલાબંધ સૂચનો આવે છે. Narendra modiApp પર, Twitter પર, Facebook પર, ટપાલથી. હું તે માટે બધાનો આભારી છું.

        શોભા જાલને મને Narendra modiApp પર લખ્યું છે કે, ઘણી બધી જનતા ઇસરોની સિદ્ધિથી માહીતગાર નથી અને આથી તેમણે કહ્યું છ કે, હું 104 ઉપગ્રહો છોડવા અને ઇન્ટરસેપ્ટર મિસાઇલ વિશે કેટલીક જાણકારી આપું. શોભાજી તમારો ખૂબ ખૂબ આભાર કે, ભારતના ગર્વના પ્રસંગને તમે યાદ કર્યો. ગરીબી દૂર કરવાની હોય, બીમારીઓથી બચવાનું હોય, દુનિયા સાથે જોડાવાનું હોય, જ્ઞાન, માહિતી પહોંચાડવાની હોય, ટેકનોલોજી – વિજ્ઞાને દરેક જગ્યાએ પોતાનું સ્થાન ઉભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારતેપોતાનું સ્થાન ઉભું કર્યું છે. 15 ફેબ્રુઆરી 2017 ભારતના જીવનમાં ગૌરવવંતો દિવસ છે. આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વની સામે ભારતનું શીશ ગર્વથી ઉંચું કર્યું છે. અને આપણે બધા જાણીએ છીએ કે, ઇસરોએ કેટલાંક વર્ષોમાં અનેક અભૂતપૂર્વ મિશન સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. મંગળ ગ્રહ પર માર્સ મિશન – મંગળયાન મોકલવાની સફળતા પછી હમણાં ગત દિવસોમાં ઇસરોએ અંતરિક્ષના ક્ષેત્રમાં એક વિશ્વ વિક્રમ સર્જયો. ઇસરોએ મેગા મિશન દ્વારા એક સાથે અનેક દેશો જેમાં અમેરિકા, ઇઝરાયેલ, કઝાકસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, યુ.એ.ઇ. અને ભારત પણ છે. તેમનાં 104 ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા છે. એક  સાથે 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલીને ઇતિહાસરચનારો ભારત દુનિયાનો પહેલો દેશ બની ગયો. અને આનંદની વાત  પણ છે કે, પીએસએલવીનું આ 38મું સફળ લોંચ છે.માત્ર ઇસરો માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. ઇસરોનો આ કોસ્ટ ઇફેક્ટિવ એફિશિઅન્ટ સ્પેસ પ્રોગ્રામ સમગ્ર દુનિયા માટે અચંબા – અજાયબી જેવો બની ગયો છે અને વિશ્વએ મોકળા મને ભારતના વૈજ્ઞાનિકોની સફળતાને પ્રશંસી છે.

        ભાઇઓ, બહેનો આ 104 ઉપગ્રહોમાં એક બહુ જ મહત્વપૂર્ણ છે.  Carto sat 2D તે ભારતનો ઉપગ્રહ છે અને તેના માધ્યમથી ખેંચાયેલી (ઝડપાયેલી) તસવીરો, સંસાધનોનું મેપિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વિકાસનું આકલન અર્બન ડેવલપમેન્ટના પ્લાનિંગ માટે તેની ઘણી મદદ મળશે. ખાસ કરીને મારા ખેડૂત ભાઇઓ – બહેનોને, દેશમાં જે પણ જળસ્ત્રોત છે, તે કેટલો છે, તેનો ઉપયોગ કેવી રીતે થઇ શકે છે, શું – શું ધ્યાન રાખવું જોઇએ, તે બધા વિષયો પર આપણો આ નવો ઉપગ્રહ catro sat 2D ઘણી મદદ કરશે. આપણા ઉપગ્રહે જતાં જ કેટલીક તસવીરો મોકલી પણ દીધી. તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. આપણા માટે આનંદની વાત એ પણ છે કે, આ આખા અભિયાનનું નેતૃત્વ, આપણા યુવાન વૈજ્ઞાનિક, આપણી મહિલા વૈજ્ઞાનિકોએ કર્યું છે. યુવાનો અને મહિલાઓની આટલી જબરદસ્ત ભાગીદારી ઇસરોની સફળતાનું એક ગર્વપૂર્ણ પાસું છે. હું દેશવાસીઓ તરફથી ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

        સામાન્ય જનતા માટે, રાષ્ટ્રની સેવા માટે, અંતરિક્ષ વિજ્ઞાનને લાવવાના પોતાના ધ્યેયને તેમણે સદૈવ જાળવી રાખ્યું છે. અને નિત નવા નવા કિર્તિમાનો પણ તેઓ રચતા જઇ રહ્યા છે. આપણા આ વૈજ્ઞાનિકોને તેમની સમગ્ર ટીમને આપણે જેટલી વધામણી આપીએ તેટલી ઓછી છે.

        શોભાજીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે અને તે છે ભારતની સુરક્ષા સંદર્ભે, ભારતે આ સંદર્ભે એક ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વાતની અત્યારે બહુ મોટી ચર્ચા નથી થઇ, પરંતુ શોભાજીનું ધ્યાન આ મહત્વપૂર્ણ વાત પર ગયું છે. ભારતે સંરક્ષણના ક્ષેત્રમાં પણ બેલિસ્ટિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઇન્ટરસેપ્શન ટેકનોલોજીવાળી આ મિસાઇલે પોતાના પરીક્ષણ દરમિયાન જમીનથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઇ પર દુશ્મનની મિસાઇલને નષ્ટ કરીને સફળતા અંકિત કરી દીધી. સુરક્ષાના ક્ષેત્રમાં આ ઘણી જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અને તમને જાણીને આનંદ થશે, દુનિયાના ગણીને પાંચ કે પાંચ જ દેશને જેમણે આ સિદ્ધિ મેળવી છે, નિપુણતા પ્રાપ્ત કરી છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ કરીને દેખાડ્યું. અને તેની વિશેષતા એ છે કે, જો 2000 કિલોમીટર દૂરથી પણ, ભારત પણ આક્રમણ કરવા કોઇ મિસાઇલ આવશે તો આ મિસાઇલ અંતરિક્ષમાં જ તેને નષ્ટ કરી દેશે.

        જયારે નવી ટેકનોલોજી જોઇએ છીએ, કોઇ નવી વૈજ્ઞાનિક સિદ્ધિ મળે છે તો આપણને આનંદ થાય છે. અને માનવજીવનની વિકાસ યાત્રામાં જિજ્ઞાસાઓ બહુ મોટી ભૂમિકા નિભાવી છે. અને જે વિશિષ્ટ  બુદ્ધિ પ્રતિભા રાખે છે તે જિજ્ઞાસાને જિજ્ઞાસાના રૂપમાં રહેવા દેતા નથી, તે તેમની અંદર પણ પ્રશ્નો ઉભા કરે છે, નવી જીજ્ઞાસાઓ શોધે છે, નવી જિજ્ઞાસાઓ પેદા કરે છે. અને આ જિજ્ઞાસા જ નવી શોધનું કારણ બની જાય છે. તેઓ જયાં સુધી તેનો જવાબ ન મળે ત્યાં સુધી પગવાળીને બેસતા નથી. અને હજારો વર્ષની માનવજીવનની વિકાસયાત્રાનું જો આપણે અવલોકનકરીએ તો આપણે કહી શકીએ કે માનવજીવનની આ વિકાસયાત્રાનો કયાંય પૂર્ણવિરામ નથી. પૂર્ણવિરામ અસંભવ છે. બ્રહ્માંડને, સૃષ્ટિના નિયમોને, માનવના મનને જાણવાનો પ્રયાસ નિરંતર ચાલતો રહે છે. નવું વિજ્ઞાન, નવી ટેકનોલોજી તેમાંથી પેદા થાય છે. અને દરેક ટેકનોલોજી, દરેક નવું વિજ્ઞાન એક નવા યુગને જન્મ આપે છે.

        મારા પ્રિય યુવાન મિત્રો, જયારે આપણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના કઠોર પરિશ્રમની વાત કરીએ છીએ તો ઘણીવાર મેમન કી બાતમાંએ વાતને કહી છે કે, આપણી યુવાનપેઢીનું વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ વધવું જોઇએ. દેશને ઘણાબધા વૈજ્ઞાનિકોની જરૂરિયાત છે. આજનો વૈજ્ઞાનિક ભવિષ્યના યુગોમાં આવનારી પેઢીઓના જીવનમાં એક સ્થાયી પરિવર્તનનું કારણ બની જાય છે.

        મહાત્મા ગાંધી કહેતા – No science has dropped from the skies in a perfect form. All sciences develop and are built up through experience.

        પૂજય બાપુએ એમ પણ કહ્યું હતું – I have nothing but praise for the zeal, industry and sacrifice that have animated the modern scientist in the pursuit after truth

        વિજ્ઞાન જયારે સામાન્યજનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે સિદ્ધાંતોનો સહજ ઉપયોગ કેવી રીતે હોય, તે માટે માધ્યમ શું હોય, ટેકનોલોજી કઇ હોય, કારણ કે, સામાન્ય માનવ માટે તો તે સૌથી મોટું મહત્વપૂર્ણ યોગદાન મનાય છે. ગત દિવસોમાં નીતિ આયોગ અને ભારતના વિદેશ મંત્રાલયે 14મા પ્રવાસી ભારતીય દિવસ વખતે એક ખૂબ જ અદ્વિતિય પ્રકારની સ્પર્ધાની યોજના કરી હતી. સમાજ ઉપયોગી શોધો (ઇનોવેશન) માટે આમંત્રણ અપાયું હતું. આવી શોધોને ઓળખવી, દર્શાવવી, લોકોને જાણકારી આપવી અને આવી શોધો સામાન્ય જન માટે કેવી રીતે કામમાં આવે, જંગી ઉત્પાદન કેવી રીતે થાય, તેનો વ્યાવસાયિક ઉપયોગ કેવી રીતે થાય અને મેં જોયું કે, કેટલાં મહત્વપૂર્ણ કામ કર્યાં છે. જેમ કે હમણાં એક શોધ મેં જોઇ જે આપણા માછીમાર ભાઇઓ માટે કરાઇ છે. એક સામાન્ય મોબાઇલ એપ બનાવી છે. પરંતુ તેની તાકાત એટલી છે કે, માછીમાર જ્યારે માછલી પકડવા જાય છે તો કયાં જવું, સૌથી સારો માછલી વિસ્તાર કયાં છે, હવાની દિશા કઇ છે, ગતિ કેટલી છે, મોજાંની ઉંચાઇ કેટલી છે, અર્થાત્ એક મોબાઇલ એપ પર બઘી જાણકારી પ્રાપ્ત અને તેનાથી આપણા માછીમાર ભાઇઓ ઘણા જ ઓછા સમયમાં જયાં વધુ માછલીઓ છે, ત્યાં પહોંચીને પોતાનું અર્થ ઉપાર્જન કરી શકે છે.

        ઘણી વાર સમસ્યા પણ સમાધાન માટે વિજ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરે છે. મુંબઇની અંદર વર્ષ 2005માં વરસાદ થયો, પૂર આવ્યું, સમુદ્રમાં પણ ભરતી આવી અને ખૂબ જ તકલીફો આવી, સંકટ આવ્યું, અને જયારે કોઇ પણ પ્રાકૃતિક સંકટ આવે છે તો સૌથી પહેલું સંકટ ગરીબ પર આવે છે. બે ભાઇઓએ ખૂબ જ મન દઇને તે અંગે કામ કર્યું, અને તેમણે એક એવી મકાનની રચના વિકસાવી જે આવા સંકટથી બચાવે છે. ઘરમાં રહેનારાઓને બચાવે છે, પાણી ભરાવાથી પણ બચાવે છે, પાણીજન્ય રોગોથી પણ બચી શકાય છે. ઘણી બધી શોધો તેમાં હતી.

        કહેવાનું તાત્પર્ય એ છે કે, સમાજમાં, દેશમાં આ પ્રકારની ભૂમિકાના લોકો બહુ ઓછા હોય છે. અને આપણો સમાજ પણ ટેકનોલોજી આધારિત બનતો જાય છે. વ્યવસ્થાઓ પણ ટેકનોલોજી આધારિત બનતી જાય છે. એક રીતે ટેકનોલોજી આપણા જીવનનો અતૂટ હિસ્સો બની રહી છે. ગત દિવસોમાં ડિજી-ધન પર બહુ મહત્વ અપાતું નજરે પડ્યું. ધીરે ધીરે લોકો રોકડામાંથી બહાર આવીને ડીજીધન ચલણ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતમાં પણ ડીજીટલ લેતીદેતી ઘણી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને યુવાનપેઢી પોતાના મોબાઇલ ફોનથી ડીજીટલ પેમેન્ટ કરવાની ટેવ ધરાવવા લાગી છે. હું તેને શુભસંકેત માનું છું. આપણા દેશમાં ગત દિવસોમાં લકી ગ્રાહક યોજના” “ડીજીધન વ્યાપાર યોજનાને ભારે સમર્થન મળ્યું છે. લગભગ બે મહિના થઇ ગયા છે. પ્રતિદિન 15 હજાર લોકોને એક હજાર રૂપિયાનું ઇનામ મળે છે. અને આ બંને યોજનાઓ દ્વારા ભારતમાં ડીજીટલ ચૂકવણીને એક જનઆંદોલન બનાવવાની પહેલનું સમગ્ર દેશમાં સ્વાગત થયું છે. અને ખુશીની વાત એ છે કે, અત્યાર સુધીમાં   ડીજીધન યોજના હેઠળ દસ લાખ લોકોને તો ઇનામ મળી ગયું છે, પચાસ હજારથી વધુ વેપારીઓને ઇનામ મળી ગયું છે અને અંદાજે દોઢ સો કરોડથી પણ વધુ રકમ આ ઇનામમાં, આ મહાન અભિયાનને આગળ વધારનાર લોકોને મળી છે. આ યોજના હેઠળ સૌથી વધુ ગ્રાહકો એવા છે જેમને એક એક લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. ચાર હજારથી વધુ વેપારીઓ છે જેમને પચાસ પચાસ હજાર રૂપિયાના ઇનામ મળ્યા છે. ખેડૂત હોય, વેપારી હોય, નાના ઉદ્યોગકાર હોય, વ્યાવસાયિક હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, બધા આ યોજનામાં ઉત્સાહથી ભાગ લે છે. તેમને લાભ પણ મળી રહ્યો છે. જયારે મેં તેનું વિશ્લેષણ પૂછયું કે, તેમાં માત્ર યુવાનો જ આવે છે કે, પછી મોટી ઉંમરના લોકો પણ આવે છે તો મને આનંદ થયો કે, ઇનામ મેળવનારાઓમાં 15 વર્ષના યુવાન પણ છે અને પાંસઠ સિત્તેર વર્ષના વૃદ્ધ પણ છે.

        મૈસૂરથી શ્રીમાન સંતોષજીએ હર્ષપૂર્વક નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, તેમને લકી ગ્રાહક યોજના હેઠળ એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું. પરંતુ તેમણે સૌથી મોટી વાત લખી છે તે મારે તમને જણાવવી જોઇએ. તેમણે કહ્યું કે, મને એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું અને તે જ સમયે મને ખબર પડી કે, એક ગરીબ વૃદ્ધ મહિલાના ઘરમાં આગ લાગી હતી. સામાન સળગી ગયો હતો તો મને લાગ્યું કે, મને જે ઇનામ મળ્યું છે, કદાચ તેના પર આ ગરીબ વૃદ્ધ માતાનો હક છે, તો મેં હજાર રૂપિયા તેમને આપી દીધા. મને ખૂબ જ સંતોષ મળ્યો. સંતોષજી, તમારૂં નામ અને તમારૂં કામ આપણને બધાને સંતોષ આપી રહ્યું છે. તમે ખૂબ ઉમદા પ્રેરક કામ કર્યું.

        દિલ્લીના 22 વર્ષીય કારચાલક ભાઇ સબીર, હવે તેઓ નોટબંધી પછી પોતાના કામકાજમાં ડીજીટલ કારોબાર સાથે જોડાઇ ગયા અને સરકારની જે  લકી ગ્રાહક યોજના હતી તેમાં તે એક લાખ રૂપિયાનું જે ઇનામ મળી ગયું. હવે આજે તેઓ કાર ચલાવે છે. પરંતુ એક રીતે તે યોજનાના એમ્બેસેડર બની ગયા છે. બધા ઉતારૂને બધો સમય આ ડીજીટલનું જ્ઞાન આપતા રહે છે. એટલા ઉત્સાહથી વાતો કહેતા રહે છે, બીજાને પણ પ્રોત્સાહિત કરે છે.

        મહારાષ્ટ્રની એક યુવા સાથી પૂજા નેમાડે જે પી.જી.ની વિદ્યાર્થીની છે, તેમણે પણ Rupay card, ઇ-વોલેટનો ઉપયોગ પોતાના પરિવારમાં કેવી રીતે થઇ રહ્યો છે અને તે કરવામાં કેટલો આનંદ આવે છે, તેનો પોતાનો અનુભવ તેના સાથીઓને જણાવતી રહે છે, અને એક લાખ રૂપિયાનું ઇનામ તેના માટે કેટલું મહત્વ ધરાવે છે, પરંતુ તેણે આને પોતાના ધ્યેય તરીકે લીધું છે ને તે બીજાને પણ  કામ માટે પ્રેરિત કરે છે.

        હું દેશવાસીઓને, ખાસ તો દેશના યુવાનોને અને આ લકી ગ્રાહક યોજના અથવા તો “ડીજીધન વ્યાપાર યોજના” તેમને જે ઇનામ મળ્યું છે, તેમને હું અનુરોધ કરીશ કે તમે પોતે જે તેના દૂત બનો. આ આંદોલનનું તમે નેતૃત્વ કરો. તમે તેને આગળ વધારો અને તે કામની એક રીતે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકરો છે. એક રીતે તમે નૈતિકતાના સૈનિક છો. તમે જાણો છો કે, લકી ગ્રાહક યોજનાના સો દિવસ જયારે પૂરા થશે ત્યારે 14 એપ્રિલે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનું પર્વ છે. યાદગાર દિવસ છે. 14 એપ્રિલે એક ઘણોમોટો કરોડો રૂપિયાના પ્રાઇઝનો ડ્રો થશે. હજુ લગભગ ચાળીસ – પિસ્તાળીસ દિવસ બાકી છે. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને એક કામ તમે કરી શકો ? હમણાંહમણાંબાબાસાહેબઆંબેડકરની 125મી જયંતિ ગઇ. તેમનું સ્મરણ કરતા તમે ઓછામાંઓછા 125 લોકોને ભીમ એપ ડાઉનલોડ કરતા શીખવો. તેનાથી લેવડદેવડ કેવી રીતે થાય છે, તે શીખવો અને ખાસ કરીને તમારી આસપાસના નાના નાના વેપારીઓને શીખવો. આ વખતની બાબાસાહેબ આંબેડકરની જયંતિ અને ભીમ એપ, તેને વિશેષ મહત્વ આપો ને આથી હું કહેવા ઇચ્છીશ, ડૉ.બાબાસાહેબે નાખેલા આધારપાયાને આપણે મજબૂત બનાવવાનો છે. ઘેરઘેર જઇને બધાને જોડીને 125 કરોડ હાથો સુધી ભીમ એપ પહોંચાડવાની છે. ગત બે ત્રણ મહિનાથી આ ચળવળ ચાલી છે તેનેઅનેક ટાઉનશીપ, અનેક ગામ, અનેક શહેરોમાં ઘણી સફળતા પ્રાપ્ત થઇ છે.

 

મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની અર્થવ્યવસ્થાના મૂળમાં કૃષિનું મોટું યોગદાન છે. ગામની આર્થિક તાકાત, દેશની આર્થિક ગતિને તાકાત આપે છે. હું આજે બહુ જ ખુશીની વાત આપને કહેવા માંગુ છું. આપણા ખેડૂત ભાઈ-બહેનોએ સખત મહેનત કરીને અન્નનો ભંડાર ભરી આપ્યો છે. આપણા દેશમાં ખેડૂતોના પરિશ્રમથી આ વર્ષે રેકર્ડ અન્નનું ઉત્પાદન થયું છે. દરેક સંકેતો એમ કહી રહ્યા છે કે આપણા ખેડૂતોએ જૂના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખેતરોમાં આ વખતે એવો પાક લહેરાયો છે કે રોજ એવું લાગતું હતું કે પોંગલ અને બૈસાખી આજે જ મનાવાઈ છે. આ વર્ષે દેશમાં લગભગ બે હજાર સાતસો લાખ ટનથી પણ વધારે ખાદ્યાન્નનું ઉત્પાદન થયું છે. આપણા ખેડૂતોને નામે જે છેલ્લો રેકોર્ડ અંકિત થયો છે તેનાથી પણ આ 8 ટકા વધુ છે. તો આ એક અભૂતપૂર્વ સિદ્ધી છે. હું વિશેષ રૂપથી દેશના ખેડૂતોનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. ખેડૂતોનો ધન્યવાદ એટલા માટે પણ કરવા માગું છું કે તેમણે પરંપરાગત પાકની સાથે સાથે દેશના ગરીબોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દાળોની પણ ખેતી કરે. કારણ કે દાળથી જ ગરીબોને સૌથી વધુ પ્રોટીન પ્રાપ્ત થાય છે. મને ખુશી છે કે મારા દેશના ખેડૂતોએ ગરીબોનો અવાજ સાંભળ્યો અને લગભગ બસો નેવું લાખ હેક્ટર જમીન પર વિવિધ દાળોની ખેતી કરી. આ માત્ર દાળનું જ ઉત્પાદન નથી, ખેડૂતો દ્વારા કરાયેલી મારા દેશના ગરીબો માટેની સૌથી મોટી સેવા છે.  મારી એક પ્રાર્થનાને, મારી એક વિનંતીને મારા દેશના ખેડૂતોએ જે રીતે તેમના શિરે બેસાડીને મહેનત કરીને રેકોર્ડ ઉત્પાદન કર્યું, તેના માટે મારા ખેડૂત ભાઈ-બહેન વિશેષ ધન્યવાદને પાત્ર છે.

મારા દેશવાસીઓ, આ આપણા દેશમાં સરકાર દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, સંગઠનો દ્વારા, દરેક લોકો દ્વારા સ્વચ્છતાની દિશામાં કંઈકને કંઈક ચાલતું જ રહે છે. એક પ્રકારથી દરેક કોઈને કોઈ રૂપથી સ્વચ્છતાના સંબંધમાં જાગૃત વ્યવહાર કરતા નજરે પડી રહ્યા છે. સરકાર નિરંતર પ્રયાસ કરતી રહે છે. ગત દિવસોમાં water and sanitation નું જે ભારત સરકારનું મંત્રાલય છે પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય. અમારા સચીવના નેતૃત્વમાં 23 રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓનો એક કાર્યક્રમ તેલંગાણામાં યોજાયો. અને તેલંગાણા રાજ્યના વારાંગલમાં માત્ર બંધ ઓરડામાં સેમિનાર નહીં પરંતુ પ્રત્યક્ષ સ્વચ્છતાના કામનું મહત્વ શું છે, તેનો પ્રયોગ કરીને કરવાનો હતો. 17-18 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં toilet pit emptying exercise નું આયોજન કરાયું. છ ઘરના toilet pits ખાલી કરીને તેની સફાઈ કરવામાં આવી અને અધિકારીઓએ જાતે જ દેખાડી દીધું કે twin pit toilet ના ઉપયોગ થઈ ચૂકેલા ખાડાને ખાલી કરીને પુનઃ પ્રયોગમાં લાવવામાં આવી શકે છે. તેમણે એ પણ દેખાડી દીધું કે નવી ટેકનીકના શૌચાલય કેટલા સુવિધાજનક છે અને તેને ખાલી કરવામાં સફાઈને લઈને કોઈ અસુવિધા પડતી નથી, કોઈ જ સંકોચ થતો નથી, જે psychological barrier હોય છે તે પણ આડે નથી આવતા. અને આપણે પણ સામાન્ય સફાઈ કરીએ છીયે તેવી જ રીતે એક ટોઈલેટના ખાડા સાફ કરી શકીએ છીએ. અને આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે દેશના માધ્યમોએ આનો બહોળો પ્રચાર કર્યો, તેને મહત્વ પણ આપ્યું અને સ્વાભાવિક છે જ્યારે એક IAS અધિકારી પોતે ટોઈલેટના ખાડાની સફાઈ કરતો હોય તો દેશનું ધ્યાન તેની તરફ જવું સ્વાભાવિક છે. અને આ જે Toilet pit ની સફાઈ છે તેમાંથી જેને આપણે કચરો માનીએછીએ, પરંતુ ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો તે એક કાળા સોના બરાબર હોય છે. Waste થી wealth શું હોય છે તે આપણે જોઈ શકીએ છીયે. અને આ સિદ્ધ થઈ ચૂક્યું છે. છ સભ્યોના પરિવાર માટે એક standard ‘Twin Pit Toilet’, એ મોડલ લગભગ પાંચ વર્ષમાં ભરાઈ જાય છે. ત્યારબાદ કચરાને સરળતાથી દૂર કરીને બીજા pit માં redirect કરી શકાય છે. છથી બાર મહિનામાં pitમાં જમા થયેલો કચરો પૂરી રીતે decompose થઈ જાય છે. આ decomposed કચરો handle કરવામાં બહુ સુરક્ષિત હોય છે. અને ખાતરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ખાતર ‘NPK’. ખેડૂતો બહુ સારી રીતે NPK થી પરિચિત છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ – એ પોષક તત્વોથી પૂર્ણ હોય છે. અને કૃષિના ક્ષેત્રમાં બહુ જ ઉત્તમ ખાતર માનવામાં આવે છે.

જેવી રીતે સરકારે આ પહેલ હાથ ધરી છે,અન્યોએ પણ ઘણી પહેલોજેવા પ્રયોગો કર્યા હશે. અને હવે તો દૂરદર્શનમાં સ્વચ્છતા સમાચાર એક વિશેષ કાર્યક્રમ આવે છે. તેમાં આવી વાતો જેટલી પણ ઉજાગર થશે તેટલો વધુ લાભ થશે. સરકારમાં પણ વિવિધ વિભાગો સ્વચ્છતા પખવાડીયું મનાવે છે. માર્ચ મહિનાના પ્રથમ પખવાડીયામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, તેમની સાથે જનજાતિ વિકાસ મંત્રાલય –tribal affairs ministry, આ સ્વચ્છતા અભિયાનને વેગ આપશે. અને માર્ચના બીજા પખવાડિયામાં વધુ બે મંત્રાલય, શીપીંગ મંત્રાલય, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર મંત્રાલય, આ મંત્રાલયો પણ માર્ચમાં છેલ્લા બે સપ્તાહ સ્વચ્છતા અભિયાનને આગળ વધારશે.

આપણે જાણીએછીએ કે આપણા દેશનો કોઈ પણ ગરીબ નાગરિક જ્યારે પણ કંઈક સારું કરે છે તો આખો દેશ એક નવી ઉર્જાનો અનુભવ કરે છે, આત્મવિશ્વાસ વધારે છે. રીયો પેરાલિમ્પિકમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું, આપણે સૌએ તેનું સ્વાગત કર્યુ હતું. આ જ મહિનામાં આયોજિત બ્લાઈંડ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનીને દેશનું ગૌરવ વધાર્યું. દેશના આપણા આ દિવ્યાંગ સાથીઓની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. હું એ હંમેશા માનું છું કે દિવ્યાંગ ભાઈ-બહેન સામર્થ્યવાન હોય છે, દ્રઢ નિશ્ચયી હોય છે, સાહસિક હોય છે, સંકલ્પવાન હોય છે. દરેક વખતે આપણને એમની પાસેથી કંઈને કંઈક શિખવાનું મળે છે.

વાત રમતની હોય કે હોય અંતરિક્ષ-વિજ્ઞાનની, આપણા દેશની મહિલાઓ કોઈનાથી પાછળ નથી. કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે અને તેમની ઉપલબ્ધિઓથી દેશનું નામ રોશન કરી રહી છે. ગત કેટલાક દિવસોમાં એશિયાઈરગ્બી સેવેન્સ ટ્રોફીમાં આપણી મહિલા ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યો. તે દરેક ખેલાડીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા.

8 માર્ચ આખું વિશ્વ મહિલા દિવસ મનાવે છે. ભારતમાં પણ બાળકીઓને મહત્વ આપવા તેમજ પરિવાર અને સમાજમાં તેમના પ્રતિ જાગૃતિ વધે, સંવેદનશિલતા વધે. ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ આ આંદોલન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે આ માત્ર સરકારી કાર્યક્રમ જ નથી રહ્યો, આ એક સામાજિક સંવેદનનું, લોકશિક્ષાનું અભિયાન બની ગયુ છે. ગત બે વર્ષ દરમિયાન આ કાર્યક્રમે સામાન્ય જનમાનસને જોડી લીધું છે. દેશના દરેક ખૂણામાં આ જ્વલંત મુદ્દાએ લોકોને વિચારવા કરવાપર મજબૂર કર્યા છે અને વર્ષોથી ચાલતા આવતા જૂના રીત-રિવાજો પ્રતિ લોકોના વિચારોમાં બદલાવ લાવ્યો છે. જ્યારે એ સમાચાર મળે છે કે બાળકીના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવ્યો, ત્યારે ઘણો જ આનંદ આવે છે. એક પ્રકારથી બાળકીઓ પ્રતિ સકારાત્મક વિચાર સામાજિક સ્વિકૃતિનું કારણ બની રહ્યું છે. મેં સાંભળ્યું છે કે તમિલનાડુ રાજ્યના કડલૂર જિલ્લામાં એક વિશેષ અભિયાન હેઠળ બાળ-લગ્ન પર પ્રતિબંધ લગાડાયો છે. અત્યારસુધી લગભગ 175 થી પણ વધારે બાળ-લગ્ન રોકવામાં આવ્યા છે.  જિલ્લા પ્રશાસને ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત 55-60 હજારથી પણ વધુ બાળકીઓના બેન્ક ખાતા ખોલ્યા છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં કન્વર્જન્સ મોડેલ હેઠળ બધા વિભાગોને બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં જોડવામાં આવ્યા છે અને ગ્રામ-સભાઓના આયોજનની સાથેસાથે જિલ્લા પ્રશાસન દ્વારા અનાથ બાળકીઓને દત્તક લેવી, તેમનું ભણતર નિશ્ચિત કરવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ અંતર્ગત ગામડે-ગામડે, ઘરે-ઘરે બાળકીઓના ભણતર માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાને ‘અપના બચ્ચા અપના વિદ્યાલય’ અભિયાન ચલાવીને જે બાળકીઓનું ડ્રોપ આઉટ થયું હતું તેમને ફરીથી શાળામાં દાખલ કરાવી, ફરીથી ભણવા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ ના આ આંદોલને અનેક રૂપ ધારણ કર્યા છે. આખું આંદોલન જન-આંદોલન બન્યું છે. નવી નવી કલ્પનાઓ તેની સાથે જોડાયેલી છે. સ્થાનિક આવશ્યકતાઓ મુજબ તેને ઢાળવામાં આવ્યું છે. હું તેને એક સારી નિશાની માનું છું. જ્યારે આપણે 8 માર્ચે મહિલા દિવસ મનાવવાના છીએ, ત્યારે આપણે એક જ ભાવ છે…

 

“મહિલા એ શક્તિ છે, સશક્ત છે, એ ભારતની નારી છે,

ન વધુમાં, ન ઓછામાં, એ દરેકમાં બરાબરની અધિકારી છે”

 

મારા પ્રિય દેશવાસીઓ, આપને મન કી બાતમાં વિવિધ સમય પર કંઈકને કંઈક સંવાદ કરવાનો અવસર મળે છે. આપ પણ સક્રિય થઈને તેની સાથે જોડાઓ છો. તમારા તરફથી મને ઘણું જાણવા મળે છે. ધરતી પર શું ચાલી રહ્યું છે, ગામ, ગરીબના મનમાં શું ચાલી રહ્યું છે, તે મારા સુધી પહોંચે છે. તમારા યોગદાન બદલ હું આપનો ખૂબ આભારી છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.