Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

17 ઓગસ્ટ 2017ના રોજ નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”ના ઉપક્રમે યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રધાનમંત્રીના સંબોધનનો મુળપાઠ

17 ઓગસ્ટ 2017ના રોજ નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”ના ઉપક્રમે યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રધાનમંત્રીના સંબોધનનો મુળપાઠ

17 ઓગસ્ટ 2017ના રોજ નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમ “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ”ના ઉપક્રમે યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રધાનમંત્રીના સંબોધનનો મુળપાઠ


મિત્રો, આજે મારું કામ તમને લોકોને સાંભળવાનું હતું, તમને લોકોને સમજવાનું હતું. તમને સાંભળવા અને તમને સમજવા એટલા માટે જરૂરી છે કે હું સાર્વજનિક રૂપે પણ એવું કહેતો રહું છું અને તે મારું જોડાણ પણ છે. કેટલો મોટો દેશ, જો સરકાર એવા ભ્રમમાં હોય કે તે ચલાવી રહી છે તો તે ક્યાં જશે એ કહેવું અઘરું છે. એક શૈલ ચતુર્વેદી નામના વીતેલી પેઢીના કવિ હતા. તેમણે એક ખુબ જ રસપ્રદ હાસ્ય – વ્યંગ્ય લખ્યો હતો – હવે તેઓ કહેતા હતા કે એક નેતાજી કારમાં જઈ રહ્યા હતા, અને નેતાજીએ ડ્રાઈવરને કહ્યું, આજે કાર હું ચલાવીશ. તો ડ્રાઈવરે કહ્યું સાહેબ, તો હું ઉતરી જઈશ. નેતાજીએ પૂછ્યું, કેમ? તો ડ્રાઈવરે કહ્યું સાહેબ, આ કાર છે, સરકાર નહી, જે કોઈપણ ચલાવી લે. અને એટલા માટે અને આપણા દેશમાં આ કોઈ નવી કલ્પના નથી. થોડા પાછળ જઈએ આપણે, વધારે નહી, 50 વર્ષની આસપાસ. તો આપણા ધ્યાનમાં આવશે કે સરકારની હાજરી ખુબ ઓછી જગ્યા પર હતી. સામાજિક રચના જ એવી હતી કે જે સમાજ વ્યવસ્થાને બળ પૂરું પાડતી હતી. હવે કોઈ મને જણાવે કે આ સ્થાન પર જે ગ્રંથાલયો બનેલા આપણે જોઈએ છીએ, તે શું સરકારોએ બનાવ્યા હતા? સમાજના કેટલાક મુખીઓ જેની પણ અંદર જે લોકોની રૂચી હતી, તે કામને તેઓ ઉભું કરતા હતા. શિક્ષણ પણ, આપણા દેશમાં જ્યારે શિક્ષણ અને તેની સાથે રૂપિયા પૈસા અને વ્યાપાર અને વ્યવસાય જોડાઈ ગયો, ત્યારે તેના રૂપ રંગ બદલાઈ ગયા. પરંતુ એક જમાનો હતો જયારે સમાજમાં દાન પ્રવૃત્તિ કરવાવાળા લોકોએ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાઓને વિકસિત કરી હતી. અને લગભગ લગભગ સમર્પિત ભાવથી કરી હતી. જે વિસ્તારોમાં પાણી નહી હોય ત્યાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુદ્ધા સામાજિક વ્યવસ્થા હેઠળ કરવામાં આવતી હતી. આપણે રાજસ્થાન, ગુજરાત તરફ જઈશું તો વાવડી જોઈશું. તે કોઈ સરકારી પ્રકલ્પ નહોતા. જન-સામાન્ય આ આંદોલનોને ચલાવતા હતા. અને સમાજના જે મુખીઓ હતા, તેઓ આ કામ કરતા હતા. અને એટલા માટે આપણા દેશમાં સરકારો દ્વારા વ્યવસ્થાઓ બનતી હશે, પરંતુ વિકાસ તો તેઓ હંમેશા સમાજની ભિન્ન ભિન્ન રચનાઓ દ્વારા તેમની શક્તિઓ દ્વારા, તેમના સામર્થ્ય દ્વારા, તેમના સમર્પણ દ્વારા પ્રાપ્ત થતો રહ્યો છે.

હવે સમય બદલાઈ ગયો છે, અને એટલા માટે બદલાયેલા સમયમાં આપણે વ્યવસ્થાઓ પણ બદલવી પડશે. આ તે દિશાના પ્રયાસો છે કે સમાજમાં આ પ્રકારની શક્તિ રાખનારા કોઈ ધન સંપન્ન હશે તો કોઈ જ્ઞાન સંપન્ન હશે, તો કોઈ અનુભવ સંપન્ન હશે. આ જે શક્તિઓ છે, વિખેરાયેલી પડી છે. જો એકવાર તેમને એક દોરામાં પરોવી દેવામાં આવે તો એક એવી ફૂલમાળા બની શકે છે કે જે ફૂલમાળા મા ભારતીને વધારે સુશોભિત કરી શકે છે. તો તે એક એવો જ પ્રયાસ છે કે સમાજમાં એવી જેટલી પણ શક્તિઓ છે, તેમને કેવી રીતે જોડવામાં આવે?

જો તમે ઝીણવટથી સરકારના કામો જોતા હશો, જે મીડિયામાં આવતા નથી, કારણકે ઘણી બધી વસ્તુઓ હોય છે, જે મીડિયાને લાયક નથી હોતી, પરંતુ ઘણી લાયક હોય છે. તમે જોયું હશે કે સરકારમાં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ, આ પદ્મ પુરસ્કારો, આપણા દેશમાં પદ્મ પુરસ્કારો કેવી રીતે મળતા હતા? તમે જો પ્રયત્ન કર્યો હશે તો તમને રસ્તો ખબર હશે. કોઈ નેતા સિફારિશ કરી દે, સરકાર સિફારિશ કરી દે મતલબ કે તે પણ રાજકારણી હોય છે, તે સિફારિશ લગાવી દે, અને ખાસ કરીને તો જે રાજકારણીઓના ડોક્ટર હોય છે, તે જ પદ્મ પુરસ્કાર માટે લાયક હોય છે.

અમે નાનકડું પરિવર્તન કર્યું તેમાં, અમારે સિફારિશ કરવા માટે કોઈની જરૂર નથી. ઓનલાઈન કોઈપણ વ્યક્તિ પોતાની માટે, કોઈ બીજા માટે વિગતો મોકલી શકે છે. કોઈએ ક્યાંક છાપામાં વાંચ્યું હોય, તો તે મોકલી શકે છે. ભાઈ જુઓ આવા કોઈ પણ વ્યક્તિ વિષે મેં જાણકારી મેળવી હતી. અને હજારોની સંખ્યામાં આવા લોકોની જાણકારીઓ આવી. આ યુવાન ટીમ પ્રગટ રૂપે કોઈને નહોતી જાણતી, ચહેરો નહોતી ઓળખતી. જે પડેલું છે તેમાંથી તેણે શોધવાનું શરુ કર્યું છે અને તારવ્યા છે. પછી જે સમિતિ બની હતી તેણે કામ કર્યું અને તમે જોયું હશે, એવા એવા લોકોને પદ્મ શ્રી મળી રહ્યા છે હાલના દિવસોમાં, કે જેઓ અજાણ્યા નાયકો છે. હવે તમે જોયું હશે કે બંગાળનો એક મુસ્લિમ છોકરો, જેને આ વખતે પદ્મશ્રી આપવામાં આવ્યો. શું હતું? તો તેની મા મૃત્યુ પામી, અને કારણ શું હતું તો ચિકિત્સા સારવાર શક્ય નહોતી. અને તે માના મૃત્યુથી તેનું મન હલી ઉઠ્યું અને તેણે એક મોટર સાયકલ પર લોકોને ક્યાય દર્દીઓ છે તો તેમને ઉપાડીને ડોક્ટર સુધી લઇ જવા માટે પોતાનું કામ શરુ કર્યું. પોતે પણ પેટ્રોલ ખર્ચતો હતો, ઘણી બધી મહેનત કરતો હતો. અને તે આખા વિસ્તારમાં એમ્બ્યુલન્સ અંકલના નામે તે ઓળખવા લાગ્યો. હવે તે પોતાની જાતે જ સેવા કરી રહ્યો હતો, આસામના, બંગાળના તે વિસ્તારોમાં. સરકારની નજરમાં આવ્યું, આવા લોકોને પદ્મશ્રી આપવામાં આવ્યા. કહેવાનો અર્થ એ છે કે સરકારની કોશિશ છે કે દેશના પ્રત્યેક ખૂણામાં, દરેક વ્યક્તિની પાસે કંઇક ને કંઇક છે આપવા માટે. અમે તેને જોડવા માંગીએ છીએ. અને સરકારને ફાઈલોમાંથી બહાર કાઢીને જનજીવન સાથે જોડવા માંગીએ છીએ, આ દ્વિમાર્ગી અમારો પ્રયાસ છે. અને તેના જ ફળસ્વરૂપે એક વ્યવસ્થા અમે બનાવી છે, તે સારી છે, તેમાં દરેકને લાગતું હશે કે ભાઈ ના તે આવ્યો હોત તો સારું થાત, તેને બોલાવ્યો હોત તો સારું હતું. અનેક સલાહો હશે. પરંતુ આ પહેલો પ્રયાસ હતો. સંપૂર્ણ રીતે સરકારી રૂપનો પ્રયાસ હતો અને એટલા માટે આમાં ખામીઓ પણ ઘણી હોઈ શકે છે. અમારા વિચારવાની રીતમાં પણ ઘણી ખામીઓ હોઈ શકે છે,પરંતુ હું ઇચ્છુ છું કે આ જે પ્રયોગ છે તેને આપણે સંસ્થાગત રૂપ કઈ રીતે આપી શકીએ? તેને વાર્ષિક કાર્યક્રમ કઈ રીતે બનાવી શકીએ? અને તેને એક રીતે સરકારના વિસ્તાર ક્ષેત્રના રૂપમાં જેમ તમે લોકોએ 6 સમૂહો બનાવ્યા હતા, 6 સમૂહોમાં પણ એક સમુહમાં પાંચ પાંચ અલગ અલગ વિષયો ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું, જુદી જુદી વાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

હવે મારા મનમાં વિચાર આવી રહ્યો છે કે શું તે જ સમૂહ તે સંલગ્ન મંત્રાલય સાથે કાયમી રૂપે જોડાઈ શકે છે ખરો? જેમણે ડીજીટલ ઉપર કામ કર્યું, તે જ જો પોતાનો સમય આપે છે તો હું સરકારમાં જે ડીજીટલ ઇન્ડિયાનું કામ તમે જોઈ રહ્યા છો, તે અધિકારીઓ સાથે, તે મંત્રીઓ સાથે એક ટુકડી બનાવી આપું. દર મહીને તેઓ બેસે, નવી નવી વાતો ઉપર ચર્ચાઓ કરે, કારણકે જેમ અહિયાં આગળ યાદી જણાવવામાં આવી હતી કે લોકોને, ભાઈ મને તો ખબર નથી, હું તો નથી જાણતો કે ડીજીટલ શું હોય છે. આ માત્ર સામાન્ય માનવીનું નથી, સરકારમાં પણ છે જી. સરકારમાં ડીજીટલનો અર્થ છે હાર્ડવેર ખરીદવા. સરકારમાં ડીજીટલનો અર્થ છે કે પહેલા જેમ ફૂલદાની રાખતા હતા, હવે એક સરસ મજાનું લેપટોપ રાખવાનું. જેથી કોઈ પણ મુલાકાતી આવે તો લાગે કે ભાઈ અમે મોડર્ન છીએ. તો એવા વિચારોવાળી સરકાર હોય છે કે હવે 50-55 પછી તેઓ ભારત સરકારમાં તે લોકો આવે છે, હવે તમે 30ની નીચેનું મગજ રાખતા હોય, હું તે બંનેને મળવા માંગું છું. આ તેની શરૂઆત છે. અને મારી માટે એ ખુશીની વાત છે કે આજે સરકારમાં જે મારી ટીમ છે, સચિવોની, મંત્રીઓની, જો માની લો કે એક 200 લોકોની ટીમ હું માની લઉં, મારો તેમની સાથે સતત સંપર્ક હોય છે અને પ્રધાનમંત્રીના રૂપમાં નથી હોતો.

હું સહકર્મચારીની જેમ તેમની સાથે પોતાનો સમય પસાર કરું છું. હવે પાછલા ત્રણ વર્ષના અનુભવ પછી હું કહી શકું છું કે જે રીતે તે ખેડૂત ખેતર ખેડે છે ને, વરસાદ આવશે, ક્યારે આવશે ખબર નથી, કયો પાક કેવો થશે, ખબર નથી, પાક થશે તો બજારમાં તેની કિંમત મળશે, પરંતુ તેમ છતાં પણ તે ખેતર ખેડતો રહે છે. મેં પણ મારા 200 લોકોને મગજમાં જોતરવાનું કામ ઘણું કર્યું છે. અને હું અનુભવથી એ કહી શકું છું કે આજે તેઓ કોઈપણ વિચાર બીજને સ્વીકારવા માટે લાલાયિત છે, ઉત્સાહિત છે, અને સંપૂર્ણ રીતે તેની સાથે જોડાવા માટે તૈયાર છે. તે પોતાનમાં જ હું સમજુ છું કે ઘણો મોટો બદલાવ છે. સરકારની મારી વરિષ્ઠ ટીમ પ્રત્યેક નવી વસ્તુને શોધવા અંતે સમજવા માટે, સ્વીકારવા માટે અવરોધ બનવાને બદલે તેમાં તક શોધતી રહે છે, અને પ્રયાસ કરી રહી છે. એ જ એક કારણથી મારી હિમ્મત વધી છે, તમને લોકોને મારી સાથે જોડવાની. જો તે જ અવરોધ હોત, તો હું ના કરી શકત, વિચારી પણ ના શકત. કારણકે આજે તમે લોકો જ અહિયાં 6 મહિના પછી જઈને નકારાત્મકતાનું સૌથી મોટું કારણ બની જાય. હવે હું કહેતો, કે છોડો યાર, બધા વાતો તો ઘણી કરે છે, બધા આવા જ છે. પરંતુ આ હું હિમ્મત એટલા માટે કરું છું કે મને ખબર છે કે મારી મુખ્ય ટીમ છે, તે નવી વસ્તુઓને સ્વીકારવા માટે ઘણી ઉત્સાહિત છે. તમે જેટલી પણ વાતો કહી છે, તમે કાલે પણ તેમની સાથે ચર્ચા કરી છે આજે પણ તે લોકો ત્યાં બેઠેલા છે, કેટલાક લોકો તેમાંના. તો એ પ્રયાસ આપણે વધારે લાંબો ચલાવવો પડશે, આપણે આગળ વધારવાનો છે.

તમને લોકોને પણ મારો આગ્રહ છે કે તમારામાંથી ઘણા લોકો છે કે જેઓ એક બીજાને પહેલી વાર રૂબરૂ મળ્યા હશે. કદાચ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, સોશ્યલ મીડિયામાં જાણ્યું હશે કે કોઈ એક સજ્જન છે કે જે આ દિશામાં આવું કઈક કરી રહ્યા છે. હવે તમારો એક પરિચય થયો છે, તમારી એક ટીમ બની રહી છે. બની શકે છે કે બધા જ 212 લોકોની નહી બની હોય, પરંતુ જે 30-35નો જે સમૂહ બન્યું હશે, તેમને જે જરૂરથી પરિચય થયો હશે, વિચારવાની રીત કઈ હશે સામેવાળાની, યોગદાન શું છે, બધું તમે માપ્યું હશે.

કોઈએ વધારે સમય ખાઈ લીધો તે પણ તમને ખબર પડી હશે. કોણ અહિયાં પોતાના વ્યવસાય માટે, નેટવર્કિંગમાં સમય લગાવી રહ્યું છે, તો તે પણ તમને ખબર પડી ગઈ હશે. બધું જ તમારા ધ્યાનમાં આવી ગયું હશે. અને એટલા માટે તમને બધા પ્લસ માઈનસ પોઈન્ટ ખબર છે. મને વિશ્વાસ છે કે તમે તેના દ્વારા પોતાની રીતે આ જ વિષયો; વિષયો ના છોડશો; અને નવા દુનિયાભરમાં અચાનક કોઈપણ ઘટના આવી જાય તો તેમાં ના પડશો. આ જે વસ્તુઓ ઉપર તમે કામ કર્યું છે, જેમ જેમ વસ્તુઓ બદલાતી જશે તો તેમાં જોડતા રહેશો શું? અને તેને તમે સુધારશો, અને વધારે ધારદાર બનાવશો, ઘણી એકાગ્રતા, હવે તે વિચારો છે. શું તમે વિચારો સાથે રોડમેપ પણ બનાવી શકો છો ખરા? સિદ્ધિ માટે તમે આ વસ્તુના સંસાધનો કયા હશે. સંસ્થાગત વ્યવસ્થાઓ કઈ હશે, સરકાર છે તો નિયમોથી ચાલે છે તો નિયમો બદલવાના છે, તો નિયમો કેવી રીતે બદલીશું, કેવા નિયમો હોવા જોઈએ. સરકાર કાગળ પર ચાલે છે. જ્યાં સુધી વસ્તુ કાગળ ઉપર ના ઉતરે, સરકારમાં કોઈ વસ્તુ નીચે નથી ઉતરતી તેની માટે તમે શું કરી શકો છો? કેવી રીતે જોડી શકો છો? શું તમારામાંથી કોઈ નેતૃત્વ લઈને, ભાઈ ચલો એક મહિના પછી ફરીવાર ક્યાંક બેસીશું. તમે જુઓ, તમે ઘણું મોટું યોગદાન આપી શકો છો. તમે એક તમારી રીતે એક ડીજીટલ પ્લેટફોર્મ તૈયાર કરી શકો છો. તમારી જ ટીમમાંથી કોઈ નેતૃત્વ લે, અને તે ડીજીટલ પ્લેટફોર્મથી તમે તમારી રીતે નવા નવા લોકોને આમંત્રણ આપો. બની શકે છે કે તમે મહિનામાં એક વાર ગૂગલ હેંગઆઉટ વડે કોન્ફરન્સ પણ કરો, ચર્ચા પણ કરો, ક્યારેક વર્ષમાં એકાદ વાર મળવાનું કરો. જો આ વસ્તુ તમે કરી, અને આ મંથન ચાલતું રહ્યું, તો તમને સરકારમાં સમય પર વસ્તુઓ આપવાની એક તાકાત આવશે. અને સમય પર જયારે વસ્તુઓ આવે છે તો ઘણો મોટો બદલાવ આવી જાય છે જી.

કયારેક કયારેક સરકારી તંત્રોની કેટલીક પોતાની મુશ્કેલીઓ પણ હોય છે, પોતાની ખૂબીઓ પણ હોય છે. તે મુશ્કેલીઓની વચ્ચે તમે ક્યારેક મદદરૂપ થઇ શકો છો. અને આપણો દેશ એવો નથી કે કોઈ ખુબ મોટી એક્સ્ટ્રા ઓર્ડીનરી વસ્તુઓની આપણે જરૂર હોય. નાની નાની વસ્તુઓ ઘણું મોટું પરિવર્તન લાવે છે જી. અને પ્રયત્ન આ તમે, તમે તમારો થોડો જ સરકાર કામને જોશે, નાના નાના આટલા પરિવર્તનો થયા છે, અને જે બધી જ વ્યવસ્થાઓને બદલી નાખે છે. હવે એક જેમ કે એક સાવ સરળ વ્યવહાર, તમે મને કહો કે મારા દેશનો સામાન્ય નાગરિક સરકારે તેની ઉપર ભરોસો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? સાચો અને સીધે સીધો જવાબ છે કે જી હા, કરવો જોઈએ.

પરંતુ સરકાર ચૂંટાયેલા કોર્પોરેટર પર ભરોસો કરે છે, ચૂંટાયેલા એમએલએ પર ભરોસો કરે છે, સરકાર ગેઝેટેડ અધિકારી પર ભરોસો કરે છે. અને તે કાયદો શું હતો કે જો તમારું કોઈ પ્રમાણપત્ર છે અને તમારે ક્યાય અરજી કરવી છે તો તેને પ્રમાણિત કરવા માટે તેના ઘરે જવું પડશે, તે એક સિક્કો મારી દેશે અને તે તો જોતો પણ નથી. બહાર એક છોકરો બેઠો હોય છે, જે પણ આવે તેને સિક્કો લઈને થપ્પો મારતો રહે છે અને તમે પ્રમાણપત્ર લઈને પછી સરકારને મોકલી આપો છો. મેં આવીને કહ્યું કે ભાઈ, શું જરૂર છે? સ્વયં પ્રમાણિત કરવા દો ને, સેલ્ફ અટેસ્ટ કરવા દો ને, કાઢી નાખ્યું. વસ્તુ નાની છે પરંતુ તેમાં સંદેશ ઘણો મોટો છે કે મને મારા દેશના લોકો ઉપર ભરોસો છે. વચ્ચે, વચમાં કોઈ વ્યવસ્થાની જરૂર નથી, હા જયારે આખરમાં તમને ઇન્ટરવ્યુનો ફોન આવે, અથવા જયારે નિર્ણય કરવાનો હોય, તો તમારા અસલી પ્રમાણપત્રો બતાવી દો તે દિવસે. આમ તમને કદાચ આ સરકારમાં ત્રણ વર્ષમાં હજારો વસ્તુઓ મળશે, કે જેણે વસ્તુઓને, હવે જુઓ, આપણે અહિયાં ભ્રષ્ટાચારની ચર્ચા થઇ રહી હતી, અને કુલીન બતાવી રહ્યો હતો કે આપણે ન્યાય વ્યવસ્થાને સરખી કરીશું તો બધું સરખું થઇ જશે. કુલીન કરી શકે છે.

વાસ્તવમાં, જુઓ આપણે પરિવારમાં રોકડા રાખીએ છીએ અથવા દાગીના રાખીએ છીએ, તાળું મારીએ છીએ. શું એ તાળું ચોરની માટે હોય છે ખરું? ડાકુની માટે હોય છે શું? તે તો આખે આખી તિજોરી ઉપાડીને લઇ જવાની તાકાત રાખે છે, તમારું તે તાળું તોડવાની પણ તાકાત ધરાવે છે. એ તેની માટે નથી, તે એટલા માટે છે કે ઘરમાં બાળકોને આદત ના પડી જાય, પોતાની જાતે ખોલીને કંઇક લેવાની આદત ના પડી જાય, અને ખિસ્સામાં નાખીને બહાર ફાલતુંની આદતો ના પડી જાય. આપણે આપણી વ્યવસ્થાઓને આપણી જાતને શિસ્ત માટે વ્યવસ્થા વિકસિત કરીએ છીએ. ભ્રષ્ટાચાર પણ દુર્ભાગ્યથી સંસ્થાગત બની ગયો છે. જ્યાં સુધી તમે પ્રતિ સંસ્થાગત વ્યવસ્થા ઉભી નહી કરો, તમે તેને રોકી નહી શકો.

હવે જેમ કે આપણા દેશમાં આટલા દલાલો છે જી, કેમકે એમને પણ તો રોજી રોટી જોઈએ ને. તે પણ એક રોજગારનું ક્ષેત્ર છે અને એવા લોકો જે બેકાર થઇ ગયા છે, તેઓ ખુબ બુમો પાડી રહ્યા છે હાલના દિવસોમાં, રોજગાર નથી, રોજગાર નથી. ગરીબ ઘરોમાં એવા અનેક લોકો જાય છે કે બસ 50 હજાર રૂપિયા આપી દો, દીકરાને પટાવાળાની નોકરી અપાવી દઈશ, બસ 20 હજાર રૂપિયા આપી દો. આ વેકેશનમાં હું કામચલાઉ નોકરી અપાવી દઈશ, એવા દલાલો ફરતા રહે છે. અમે આવીને નક્કી કર્યું કે ક્લાસ ૩ અને 4 માં. કોઈ મને કહે કે શું તર્ક છે ઇન્ટરવ્યુ લેવાનો. અને એવું કયું વિશ્વમાં મનોવિજ્ઞાન તૈયાર થયેલું છે કે જે કોઈ ઓરડામાં એક વ્યક્તિ આ બાજુથી ઘૂસે છે, ત્રણ લોકોની પેનલ બેઠી છે, તે 30 સેકન્ડમાં ત્યાંથી પસાર થાય છે, તેઓ જુએ છે કોઈને ફુરસત છે તો પૂછે છે, સારું સારું, ઇન્ટરવ્યુ થઇ ગયું.

 

મેં સાહેબ, હવે એવું તો ક્યાય કૌભાંડ વાંચ્યું કે સાંભળ્યું નથી. તેનો અર્થ તો એ થયો કે તે ગરબડબાજી છે. આ સરકારે આવીને નિર્ણય કરી નાખ્યો, સરકારે 65% થી વધુ રોજગાર આ લોકોનો હોય છે. મેં બધા જ ઇન્ટરવ્યુ ખતમ કરી નાખ્યા. તમારા મેરીટ લીસ્ટ ઉપર કોમ્પ્યુટર નક્કી કરશે, જે ટોપ મેરીટમાં હશે તેને નોકરી મળી જશે. બની શકે છે કે 2%, 5% એવા પણ લોકો આવી જશે કે જેઓ લાયક નથી, પરંતુ ઇન્ટરવ્યુમાં તો 80% આવા લોકો આવતા હતા.

કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આ એક એવી સરકાર છે, જે આવી સંસ્થાગત વ્યવસ્થાઓમાં લાગેલી છે કે જેના કારણે વ્યક્તિ જો થોડો પણ ગરબડ હોય, વ્યવસ્થા બાબતોને સંભાળી લેશે. અને ક્યારેક કયારેક વ્યક્તિનું લપસવું શક્ય પણ છે, વ્યવસ્થાઓ પરિસ્થિતિને બચાવી રાખવા માટે ખુબ કામ આવે છે. આજની દુનિયા, એક પ્રકારે જ્યાં ગેપ ત્યાં એપ. બધી જગ્યાએ એપ ભરાઈ રહી છે. એક રીતે જોઈએ તો જોડાણની જગ્યા ખતમ થઇ રહી છે. અને તેમાં હવે એવા લોકો પણ ઘુસી રહ્યા છે કે જે, જેમની માટે છેતરામણી કરવી ખુબ સરળ છે. એક એપ પર દુનિયાભરનું કામ કરીને બીજા મહીને બીજી એપમાં નાખી દેશે અને પોતાની ગાડી ચલાવતા રહેશે, પરંતુ એ સંભાવના હોવા છતાં પણ ટેકનોલોજી ક્રાંતિ જે છે, તેની માનવીય જીવન પર ઘણી અસર અને એક સ્વીકૃત પ્રભાવ પેદા થયો છે. આજે ટેકનોલોજીની માટે અડચણ નથી. અને જે લોકો કહે છે કે આ ટેકનોલોજી સમજણ નથી પડતી, તેમાં મોટાભાગે પુરુષો હોય છે, મહિલાઓ નથી હોતી. તમે જુઓ, સૌથી આધુનિક ટેકનોલોજીથી સજ્જિત સાધન જે હશે, તે સૌથી વધુ ક્યાય તરત જ બજારમાં ચાલ્યું જાય છે, પહોંચી જાય છે રસોડામાં મહિલાઓની પસંદની જેમ. બધી જ મહિલાઓ એટલે કે એક અભણ મહિલામાં, જે કામ કરવાવાળી, રસોડામાં કામ કરવાવાળી મહિલા હશે, તેને પણ ઓવન કેવી રીતે ચલાવવું, ઢીંકણું કેવી રીતે ચલાવવું, બધી જ ટેકનોલોજી ખબર પડી જાય છે.

યુઝર ફ્રેન્ડલી ટેક્નોલોજીએ જીવન બદલી નાખ્યું છે. શું સંચાલનમાં ટેકનોલોજી સરકારની સ્ટાઇલને બદલી શકે છે? શું? તમે લોકો અલગ અલગ ફિલ્ડમાં છો. એક વાત નક્કી છે કે ઇનોવેશન જ જીવન બદલી શકે છે.  જો ઇનોવેશન નથી તો એક અવરોધ છે. અને જ્યાં પણ અવરોધ છે ત્યાં ગંદકી છે. ઇનોવેશનથી જ પરિવર્તન આવે છે. તમે એ ફિલ્ડમાં છો, શું તમે ઇનોવેશનને પ્રમોટ કરી રહ્યા છો. અને કોઈ હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રમાં માર્કેટિંગનું કામ કરે છે પણ શું તેમણે હેન્ડીક્રાફ્ટ બનાવનારાને કોઈ ટેકનોલોજીની સાથે વૈશ્વિક જરૂરિયાત મુજબ તે હેન્ડીક્રાફ્ટને આધુનિક સમયમાં તેમાં સુધારણા કરવાનું કોઈએ શીખવ્યું છે શું?  જો તે ટ્રેનિંગ પણ સાથે સાથે કામ કરે છે તો આપણે આપણા ગરીબ વ્યક્તિને હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રમાં કામ કરે છે તેને એક પ્રકારની મૌખિક ટ્રેનિંગ કહો કે કૌશલ્યની ટ્રેનિંગ કહો. ટેકનોલોજીકલ ટ્રેનિંગ કહો, તેને માર્કેટની સમજ કેવી છે, તેને સમજાવ્યું તો તે થોડું વધારીને આપે છે. બાંબુનું ફર્નિચર બનાવનારી વ્યક્તિ પણ જો આપણે માર્કેટને અને બદલાયેલા યુગને ધ્યાનમાં રાખીને અને સવલતને ધ્યાનમાં રાખીને ચીજ બનાવવા માટે તેને પ્રેરિત કરીશું તો તેને આપોઆપ અવસર મળી જશે.

આપણે ત્યાં ગ્રામ્ય અર્થતંત્ર છે, આપણી સમગ્ર ગ્રામ્ય ઇકોનોમીને માત્ર ખેતી સાથે ના જોડો, ખેતી સિવાય પણ ગ્રામ્ય ઇકોનોમી સાથે ઘણું બધું છે. આપણે આ વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કેવી રીતે બળ પૂરું પાડીશું? એક સમય હતો જ્યારે ગામડાનો લુહાર ગામની તમામ વાતોને સાંકળી લેતો હતો અને તેને ગામની બહાર જવાની જરૂર પડતી ન હતી. ગામડાનો એક મોચી આખા ગામની જરૂરિયાત પૂરી કરી દેતો હતો, ગામની બહાર જવાની જરૂર પડતી ન હતી. અર્થતંત્ર એવી રીતે બદલાઈ ગયું કે સૌથી મોટો લુહાર બની ગયો– TATA, સૌથી મોટો મોચી બની ગયો BATA, અને ગામ રહી ગયું ખોટ (ઘાટા)માં. તો આ જે જે પરિવર્તન આવ્યા, પરિવર્તન ખરાબ બાબત નથી તેને આપણે વિકેન્દ્રીકરણ વ્યવસ્થા સાથે કેવી રીતે સાંકળીશું? જો આપણે તેને સાંકળી શકીએ તો એક એવી તાકાત બનાવી દઇશું, એવી વ્યવસ્થા વિકસીત કરી દઇશું, જે દેશની ઇકોનોમીને ટકાવી રાખવા માટે કામ આવે છે. શું તમે સ્ટાર્ટ અપ જાણો છો. આ સ્ટાર્ટ અપ એવી કોઈ ફેશનેબલ ચીજ નથી. તમે જોયું હશે કે એક ડીજિટલ સોફ્ટવેરની દુનિયા જે સ્ટાર્ટ અપ વર્લ્ડ છે તે જ આ છે. પરંતુ બીજા જે સ્ટાર્ટ અપ બન્યા છે તેણે સામાન્યમાં સામાન્ય સમસ્યાના ઉકેલ શોધ્યા છે અને ગ્રામ્ય પાયાને પકડ્યો છે.

હું હમણા સિક્કિમ ગયો હતો, એકાદ વર્ષ અગાઉની વાત છે. હિન્દુસ્તાનમાં સિક્કિમ પહેલું ઓર્ગેનિક રાજ્ય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે. આખુ રાજ્ય ઓર્ગેનિક છે. અને 13-14 વર્ષ સતત મહેનત કરીને તેમણે ઓર્ગેનિક રાજ્ય બનાવ્યું છે. અને આપણા દેશના તમામ હિમાલયન રાજ્યમાં ઓર્ગેનિક રાજ્ય બનવાની સંભાવનાઓ પડેલી છે. હું એક વાર સિક્કિમ ગયો તો આ ઓર્ગેનિક તહેવાર માટે ત્યાં ગયો હતો. એ દિવસે દેશમાં સિક્કિમને દેશના ઓર્ગેનિક રાજ્યના રૂપમાં સમર્પિત કરવાનો કાર્યક્રમ હતો. ત્યાં મને બે નવયુવાન મળ્યા, એક છોકરો અને એક છોકરી. તેઓ IIM અમદાવાદથી સીધા પાસ આઉટ થઈને ત્યાં પહોંચ્યા હતા. અમારો પરિચય થયો તો મને લાગ્યું કે પ્રવાસી તરીકે ત્યાં આવ્યા હશે. મેં પૂછ્યું તો કહે ના, અમે તો અહીં જ રહીએ છીએ અને છેલ્લા છ મહિનાથી અહીં રહીએ છીએ. પૂછ્યું શું કરો છો? તો કહે અમે અહીંના જે ઓર્ગેનિક ચીજો છે તેનું ગ્લોબલ માર્કેટિંગ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને ઘણા થોડા સમયમાં જ અમારો બિઝનેસ વધી ગયો છે.

હવે આ જૂઓ, નવી દુનિયા છે. આપણા જે સ્ટાર્ટ અપ છે તેમણે આ ચીજો પકડી છે. આપણે તેને કેવી રીતે જોર આપીએ? આપણે તેને કેવી રીતે તાકાત આપીએ? તેમાં આપણે નવી ચીજો કેવી રીતે લાવીએ? Waste to Wealth. ભારતમાં તમે કલ્પના નહીં કરી શકો કે આવડું મોટું ઇકોનોમી ક્ષેત્ર છે આ Waste to Wealth. તેમાં ટેકનોલોજી છે, તેમાં ઇનોવેશન છે, તેમાં રિસાઈક્લિંગ છે તેમાં તમામ ચીજો છે અને ભારત માટે આવશ્યક પણ છે. જો આપણે તેની ઉપર ભાર મૂકીએ તો ભારતમાં રિસાઇક્લિંગ કોઈ નવી ચીજ નથી. ભારતમાં પુરાણા જમાનામાં આ ચીજો લોકોની આદત હતી. પરંતુ પરિવર્તન આવી ગયું, વચ્ચે કડી તૂટી ગઈ. હવે આપણે તેને વ્યવસ્થિત રીતે કરવું પડશે. જો આપણે આ ચીજો કરી શકીએ છીએ તો પરિવર્તન લાવી શકીએ છીએ.

શિક્ષણ, હવે એ વાત સાચી છે કે શિક્ષણના ક્ષેત્રમાં હવે IIMમાં એવા કેમ્પસ પ્લેસમેન્ટ થાય છે. એક કરોડ, બે કરોડ, ત્રણ કરોડ એમ બોલી બોલીને લોકોને નોકરી માટે ઉપાડી લેવામાં આવે છે. શું આપણે એ સ્વપ્ન જોઈ શકીએ નહીં કે જે શિક્ષક છે તેના પણ કેમ્પસ પ્લેસમેન્ટ થાય, અને તે પણ એક કરોડ, બે કરોડ,ત્રણ કરોડ કે પાંચ કરોડમાં ફેરવાઈ જાય. આ શક્ય છે, હા શક્ય છે. તમે ભારતમાં કોઈ પણ વ્યક્તિને મળો, અમીરમાં અમીર વ્યક્તિને મળો, ગરીબમાં ગરીબ વ્યક્તિને મળો, સૌથી વધુ ભણેલાને મળો, સૌથી અભણને મળો અને એક સવાલ કરો, એક જવાબ સામાન્યપણે આવશે તેને જીવનનો હેતુ શું છે? બાળકોને સારું શિક્ષણ. કોઈને પણ પૂછો, તમારા ડ્રાઇવરને પૂછો, ભાઈ શું વિચારે છે? ના સાહેબ, મારા બાળકને સારું શિક્ષણ મળી જાય, મારું જીવન તો ડ્રાઇવરીમાં પૂર્ણ થઈ ગયું પણ તેને કાંઇક બનાવવા માગું છું.

સાહેબ હું ઘણાને પૂછું છું ગરીબ વ્યક્તિ ડ્રાઇવર હશે, લિફ્ટમેન હશે, ટૂંકમાં હું પૂછી રહ્યો છું કે ભાઈ, દેવું તો નથી ને? તો કહે છે કે ના સાહેબ દેવું તો છે. શેનું દેવું છે?  બાળકને શાળામાં ભણાવવા માટે દેવું કરેલું છે. તો તેનો અર્થ એ થયો કે દેશમાં સૌથી વધારે માંગ કોઈની છે તો તે શ્રેષ્ઠ શિક્ષકની છે. આપણે આ શ્રેષ્ઠ શિક્ષકનું નિર્માણ કરવાનું છે અને સામાન્ય વ્યક્તિને લાગે કે ભાઈ, શિક્ષક બનવું તે ગૌરવપૂર્ણ કામ છે અને હું ઘણું બધું યોગદાન આપી શકું તેમ છું. અને હવે ઘણા નવા મોડેલ આવી રહ્યા છે, પ્રેક્ટિકલ મોડેલ આવી રહ્યા છે, અને ઘણા સારા મોડેલ હોય છે. હવે ટેકનોલોજી તેમાં મોટી ભૂમિકા અદા કરી શકે છે.

આપણે આટલા સેટેલાઇટ છોડીએ છીએ, ગર્વની વાત છે. પણ ઘણા ટ્રાન્સપોન્ડર એવા હતા જે ઉપયોગ વિના જ હવામાં લટકેલા પડ્યા છે. અમે આવીને આ સિલસિલો તોડ્યો, સ્પેસને, શિક્ષણને, ટેકનોલોજીને તમામને એકત્રિત કર્યા.  હમણા જ મેં 32 ટ્રાન્સપોન્ડર માત્ર શિક્ષણ અર્થે રજૂ કર્યા છે અને તે તમારા ઘરમાં, ઘરમાં શિક્ષણની એક રીતે વિનામૂલ્યે ડીલિવરી આપી શકે છે. તમારા બાળકો માટે. એટલે કે ગુણવત્તાસભર શિક્ષણ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના કે કોઈ મહેનત વિના સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ટેકનોલોજી ગરીબ લોકો સુધી પહોંચાડી શકાય છે. આપણે ટેકનોલોજી દ્વારા શિક્ષણની ગુણવત્તામાં પરિવર્તન કેવી રીતે લાવી શકીએ? જો શિક્ષણની ગુણવત્તામાં નીચેથી પરિવર્તન આવશે તો શિક્ષક પર દબાણ આવશે અને શિક્ષકે પણ બદલાવું પડે તેવી સ્થિતિ આવી રહી છે.  અને તેથી જ આ સરકારનો પ્રયાસ એ છે કે ચીજોમાં તમારા જેવા લોકો, જેની પાસે દુનિયાને અલગ અલગ રીતે નિહાળવાનો મોકો છે, એક છઠ્ઠી ઇન્દ્રિય છે, ઉમંગ છે, ઉત્સાહ છે, ઇનોવેશન છે, વિચાર છે, આઇડિયા છે. આ ચીજો સાથે સરકારને કેવી રીતે સાંકળવી છે. આ મારો પ્રયાસ છે અને આ પ્રયાસનો એક ભાગ છે.

આ જ રીતે તમે અને તમારા જેવા દેશવાસીઓ, ઘણા લોકો જો જો કે સરકારની યોજનાઓથી આપણે ન્યૂ ઇન્ડિયા બનાવી દઇશું. આ વિચાર ના તો મારો છે કે ના તો સરકારનો છે. સવા સો કરોડ દેશવાસીઓ જ્યાં સુધી ન્યૂ ઇન્ડિયાનો સંકલ્પ લેશે નહીં, ન્યૂ ઇન્ડિયા માટે પોતાના માટે કામ નહીં શોધે, તે કામને જાતે જ પ્રયત્ન કરીને પૂર્ણ નથી કરતાં, તો તે કામ અધૂરું જ રહેશે. અને તેના માટે આપણો પ્રયાસ એ રહેવો જોઇએ અને તમારી પાસેથી પણ મારી એ અપેક્ષા છે કે તમે જ્યાં છો ત્યાં તમે આ પરિવર્તનમાં એક વાત, જેવી તમારી, તમારા જેટલા પણ, તમારે ત્યાં 20 કર્મચારી હશે, 50 હશે કે 100 કે હજાર કર્મચારી હશે. શું ક્યારેય તેમને બેસાડીને વાત કરશો? કે કહો ભાઈઓ, આપણે દેશને 2022 સુધી લઈ જવાનો છે તમે કઈ જવાબદારી લેવા માગો છો? તમે શું કરી શકો છો? અને દરેક વ્યક્તિ ઘણું બધું કરી શકે છે. આ વાતાવરણ આપણે પેદા કરી શકીએ છીએ.

ક્યારેક ક્યારેક મને યાદ છે, હું જ્યારે રાજકારણમાં ન હતો, ત્યારે એક મોટા ઉદ્યોગપતિ, અત્યારે તો મોટા ભાગે ગાંધીવાદી જીવન જીવે છે, સેવાભાવમાં રહે છે, તેમના પરિવારની એક વ્યક્તિ રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલી હતી. તો મારો રામકૃષ્ણ મિશન સાથે નાતો હોવાને કારણે મારો એ પરિવાર સાથે પણ સંબંધ રહેતો હતો. તેમણે એક બંધ પડેલી બિસ્માર હાલતની એક ફેક્ટરી ખરીદી લીધી. હવે તે બંધ કેમ પડી ગઈ હતી, હડતાળ અને યુનિયનબાજીને કારણે તેની આ હાલત થઈ હતી. મેં તેમને પૂછ્યું કે આવું જોખમ તમે શા માટે લીધું? અને આખરે શું થયું, પરિણામ શું આવ્યું? તો તેમને મને આસાનીથી કહ્યું, બસ, કાંઈ નહીં, અમે લઈ લીધું અને મેં પહેલા દિવસથી જ ત્યાં જવાનું શરૂ કરી દીધું અને નક્કી કર્યું હતું કે છ મહિના સુધી નિયમિતપણે ત્યાં જઇશ. અને મેં મજૂરો માટેની કેન્ટીન હતી ત્યાં જઇને જમવાનું શરૂ કરી દીધું. ત્યાં બેસતો હતો, ત્યાં જ ખાતો હતો. મારા આ નાનકડા નિર્ણયથી તમામ મજૂરોનો મારા પ્રત્યેનો વિચાર બદલાઈ ગયો. તેમને હું માલિક લાગતો ન હતો મને તેઓ મજૂર લાગતા ન હતા. તેઓ જે ખાતા હતા તે હું તેમના ટેબલ પર બેસીને ખાતો હતો અને સાઇકોલોજીકલ પરિવર્તન એ આવ્યું કે તેઓ મારા પરિવારના સદસ્ય બની ગયા અને છ મહિનામાં તો મેં જે ડૂબેલી ફેક્ટરી લીધી હતી તે કમાવા લાગી, નફો કરવા લાગી. કહેવાનો અર્થ એ છે કે તમે પણ તમારા સાથીઓને જઈને કહો કે તમારે ત્યાં કામ કરનારા લોકો છે તેમના ઘરે પણ 12 વર્ષનો, 15 વર્ષનો, 18 વર્ષનો બાળક હશે. શું વર્ષમાં એકા- બે વાર તેમને એકત્રિત કર્યા છે? તેમને ભેગા બોલાવીને તેમને પ્રોત્સાહિત કરનારી વાતો કરી છે? દેશની ટીકા કરવી જોઇએ નહીં આવું કાંઈ સમજાવ્યું છે શું?

હવે જૂઓ, જેવા તમે તેમના બાળકો સાથે સંબંધ જોડશો તે સાથે જ તેમને ઇન્ક્રિમેન્ટ મળે કે ન મળે, બોનસ મળે કે ન મળે પણ તેઓ તમારા માટે જીવન સમર્પિત કરી દેશે, તમે જોતા રહી જશો. મારે આ પરિવર્તન લાવવું છે. તમે મને કહો કે સરકારીની વીમાની જે વ્યવસ્થા છે એક દિવસનો એક રૂપિયો. એક વીમો એવો છે જેમાં મહિનાનો એક રૂપિયો છે. શું તમે તમારા કર્મચારીને ભારત સરકારનું આ સૌથી મોટું પેકેજ આપેલું છે. આટલી સારી પ્રોડક્ટ છે. જો તમે તેના ખાતમાં 500 રૂપિયા જમા કરી દીધા ફિક્સ ડિપોઝિટ તરીકે તો તેની વાર્ષિક વીમાની ફી થઈ જશે. અને તેના જીવનમાં કાંઈ થયું તો બે લાખ રૂપિયા અને બંને વીમા છે તો ચાર લાખ રૂપિયા આપોઆપ જ એ ગરીબના ઘરે પહોંચી જશે.

સરકારની યોજનાઓ જે સીધે સીધી તમારા કામ સાથે અને કામ કરનારાઓ સાથે સંકળાયેલી છે શું તમે તેને વેગ આપી શકો છો? સવારે આપણા ગૌરવે ડિજિટલ પ્લેટફોર્મ જે સરકારના, તેના વિષયમાં તમને જાણકારી આપી હશે. તમારામાંથી ઘણા લોકો ડિજિટલ દુનિયામાં હશે પરંતુ આ ખાસ બાબતમાં પ્રવેશ્યા નહીં હો. શું તેમાં બહોળા પ્રમાણમાં પ્રવેશીને તમે ખુદ સરકારને આગળ લાવી શકો છો ખરા? તમે સરકારને ડ્રાઇવ કરવામાં ભાગીદાર બની શકો છો? જેટલો આપણો નાતો જોડાશે તેટલો જ હું માનું છું કે આપણે પરિવર્તનની દિશામાં જ્યાં જવા માગીએ છીએ ત્યાં અત્યંત મજબૂત તાકાત સાથે જઈ શકીશું. અને આપણે જે કોઈ છીએ પણ હિન્દુસ્તાનના નાગરિક છીએ. કયા હોદ્દા પર છીએ, કઈ વ્યવસ્થામાં છીએ, કઈ દુકાનમાં છીએ, કયો ઉદ્યોગ ચલાવી રહ્યા છીએ પરંતુ આપણે તમામ મળીને એક હિન્દુસ્તાન છીએ. સવા સો કરોડ દેશવાસીઓમાં આ ભાવના પેદા કરવાનો મારો પ્રયાસ છે અને તેમાં મને તમારા સૌનો સહકાર જોઇએ છીએ.

એ ઠીક છે કે હું જેટલી ચીજો વિચારું છું, બધી કરી શકીશ, પ્રધાનમંત્રી છું એટલે થઈ જ જાય તેવું નથી. મારે પણ વ્યવસ્થાની વચ્ચે રહીને આગળ ધપવાનું હોય છે. એટલે બની શકે છે કે તમારા 59 સૂચનોમાંથી 40 સૂચનો આગળ ન પણ વધે. પણ દસ સૂચન પણ આગળ વધી ગયા તો દેશને તમારું મૂલ્યવાન યોગદાન મળી રહેશે. આ ભાવના સાથે આપણો પ્રયાસ જારી રહેવો જોઇએ, આમ ક્યારેય નિરાશા આવવી જોઇએ નહીં. યાર, વાતો તો ઘણી થાય છે, વિચારે તો ઘણું છે પરંતુ મેં કહ્યું તે ન થયું, તેં કહ્યું તે ન થયું પરંતુ તારામાંથી જે કહેવાયું, ઘણા લોકોએ કહેલું, ઘણું  બધું થયું જેને કારણે પરિવર્તન આવ્યું છે. આપણે આ કરવાનું છે. બની શકે છે કે ક્યારેક કયારેક ઘણી ચીજો ઉમદા હોવા છતાં વ્યવસ્થા માટે તેને સ્વિકારવાની ક્ષમતા ન હોય પરંતુ ધીમે ધીમે તેની પાચનશક્તિ વધશે તો સારી સારી નવી યોજનાઓ પણ આવશે, નવી યોજનાઓ સ્વિકારવામાં આવશે. જો આ મૂડમાં તમે અમારી સાથે રહેશો.

અને હું ઇચ્છું છું કે તેને વાર્ષિક ધોરણે એક સિસ્ટમ બનાવવી છે તો તેને વધુ સારી કેવી રીતે બનાવી શકાય તેના માટે તમે ફીડબેક આપનારા છો. તમે પાછળથી ઇમેલ પર પણ ઘણા સૂચનો કરી શકો છો. તમે વ્યક્તિઓની સમજણમાં પણ સૂચન કરી શકો છો, તમે આ કાર્યક્રમની પ્રક્રિયા અંગે પણ સૂચન કરી શકો છો પરંતુ મને વિશ્વાસ છે કેમ કે કાલે પણ હું સાંજે આવ્યો હતો અને તમને બધાને મળવાનું થયું હતું. આજે પણ મને મને તમારા તમામના વિચારો જાણવાની તક મળી છે, કેટલી નવી રીતે તમે ચીજોને જોઈ શકો છો અને કેટલી નવી રીતે તમે ચીજો રજૂ કરી શકો છો.

સરકારમાં જે ચીજો, હમણાં મેં એક નાનકડો પ્રયોગ કર્યો. અમે હેકેથોનનો પ્રયોગ કર્યો. કોલેજના વિદ્યાર્થીઓ સાથે કર્યો અને તમામ વિદ્યાર્થી IITના હતા તેમને અમે આમંત્રિત કર્યા હતા. પહેલા રાઉન્ડમાં અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મેં સરકારમાં કહ્યું કે ભાઈ તમારે ત્યાં કામ કરવામાં જે તકલીફ પડતી હતી, જે સમસ્યા આવતી હતી તેનો ઉકેલ તમારી પાસે નથી તો એવી ચીજોની યાદી બનાવો. શરૂઆતમાં તો તેઓ ખચકાતા હતા. સમસ્યા એ હતી કે હું સેક્રેટરી છું, હું જોઇન્ટ સેક્રેટરી છું, હું ડાયરેક્ટર છું, હું કેવી રીતે કહી શકું કે મારે ત્યાં સમસ્યા છે અને હું કેવી રીતે કહી શકું કે મારે ત્યાં સમસ્યાનું સમાધાન નથી. આમ કરીશ તો તો મારી આબરું જશે. તો પ્રારંભમાં જાહેર કરવું પણ મુશ્કેલ હતું. તો ત્યાં અમારી ઓફિસના લોકો હતા જેમણે એવા 400 મુદ્દા અલગ તારવી લીધા કે જેનો ઉકેલ લાવવો જઇએ. પહેલા તો તેમને લાગતું જ ન હતું કે કોઈ સમસ્યા છે. જ્યારે મેં એ 400 મુદ્દા એ બાળકોને આપી દીધા, વિદ્યાર્થીઓને આપી દીધા કે તમે લોકો આ ઉકેલ લાવવા માટે હેકેથોન કરો. તેમણે 40-40 કલાક સુધી યુનિવર્સિટી કેમ્પસમાં સતત કામ કર્યું લગભગ 16 થી 18 વર્ષના જૂથના 40 હિન્દુસ્તાનીઓએ દિમાગ દોડાવ્યું અને તમને જાણીને આનંદ થશે કે તેમણે ઉમદા ઉકેલો આપ્યા હતા. રેલવે વાળાઓએ બીજે જ દિવસે બેઠક બોલાવી અને તેમાંથી કેટલીક ચીજને અપનાવી તથા રેલવેની સિસ્ટમમાં લાગુ કરી દીધી. તમામ વિભાગે પોતાને ત્યાં આ ઉકેલને સામેલ કરવાનો પ્રયાસ કર્યો.

જો મારા દેશના 16 થી 18 વર્ષનો યુવાન જેના પિતાજીને પૂછો કે તે શું કરે છે તો માયનસ દસ માર્ક આપી દેશે પરંતુ તે જ નવયુવાન મારા દેશ માટે આટલો કામમાં આવી શકે છે. આ મારો પ્રયાસ છે. 40 હજાર આ નવયુવાનોના કામમાં. તમારામાં પણ આ ક્ષમતા છે. અને હું નથી માનતો કે મારી અને તમારી દેશભક્તિમાં કોઈ ફરક છે. આપણા તમામમાં સમાન દેશભક્તિ છે. આપણા તમામના મનમાં, આપણો દેશ આગળ વધે તેવી તમામની ઇચ્છા છે. અને કામ કરવાની તકો ઘણી છે.

આપણે મળીને કામ કરીશું તો ઘણું ઉત્તમ પરિણામ મળશે. આ મારો વિશ્વાસ છે. હું ફરી એક વાર તમને કહું છું કે સમય ઘણો મૂલ્યવાન છે. અન્યને હોય કે નહીં પણ રૂપિયા-પૈસાની દુનિયાવાળાને તો જરૂર છે. અને તેમ છતાં તમે સમય આપ્યો છે, મૂલ્યવાન સમય આપ્યો છે તેના માટે હું સરકાર તરફથી હૃદયપૂર્વક તમારો આભાર માનું છું પરંતુ હું આશા રાખું છું કે તમે સંકળાયેલા રહેશો. આપણી કહાની આગળ વધારતા આપણે આગળ ધપીશું. ફરી ક્યારેક વિષય મુજબ આપણે મળી શકીએ છીએ, ક્યારેક કારણવશાત મળી શકીએ છીએ, આપણે અલગ અલગ રીતે મળી શકીએ છીએ. પરંતુ દરેક ચીજને આગળ ધપાવી શકીએ છીએ. મારી તમને તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.

 

AP/J.Khunt/GP/TR