Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

17માં આસિયાન – ભારત સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

17માં આસિયાન – ભારત સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન


નમસ્તે

મહાનુભાવ, પ્રધાનમંત્રી નુયેન સુવન ફુક,

મહાનુભાવો,
 

દર વર્ષની જેમ આપણે સૌ હાથ જોડીને આપણી પારંપરિક પરિવારની તસવીર ના લઈ શક્યા ! પરંતુ તો પણ મને, આનંદ છે કે આ વર્ય્ચૂઅલના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ.

સૌથી પહેલા હું આસિયાનના વર્તમાન  અધ્યક્ષ વિયેતનામ, અને આસિયાનમાં ભારતના વર્તમાન દેશના સંયોજક થાઈલેન્ડની પ્રશંસા કરવા ઈચ્છું છું. કોવિડની મહામારી ઉપરાંત તમે તમારી જવાબદારી ખૂબ સરસ નિભાવી છે.

મહાનુભાવો,
ભારત અને આસિયાનની વ્યૂહાત્મક ભાગીદારી, આપણી ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસા પર આધારિત છે. આસિયાન સમૂહ શરૂઆતથી આપણી એક્ટ ઈસ્ટ નીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

ભારતની “ઇન્ડો પેસિફિક મહાસાગરની પહેલ” અને આસિયાનના “આઉટલુક ઓન ઈન્ડો પેસિફિક”ની વચ્ચે ઘણી સમાનતાઓ છે. અમારું માનવું છે કે “બધા ક્ષેત્રની સલામતી અને વિકાસમાટે એક સુસંગત અને રિસ્પોન્સિવ આસિયાન” જરૂરી છે.

ભારત અને આસિયાન વચ્ચેના તમામ પ્રકારની કનેક્ટિવિટીને વધારવી – શારીરિક, આર્થિક, સામાજિક, ડિજિટલ, નાણાકીય, દરિયાઇ – એ અમારા માટે મુખ્ય પ્રાથમિકતા છે.

ગત કેટલાક વર્ષોમાં અમે આ દરેક ક્ષેત્રોમાં નજીક આવ્યા છીએ. મને વિશ્વાસ છે કે આજેની અમારી વાતચીત, પછી તે વર્ચ્યુઅલ માધ્યમથી થઈ રહી હોય, અમારી વચ્ચેનું અંતરને ઓછું કરવામાં લાભદાયક થશે.

હું એકવાર ફરી આપ સૌને આજની ચર્ચા માટે ધન્યાવાદ આપું છું.

 

SD/GP