મિત્રો,
શરૂઆતમાં સૌપ્રથમ આપ સૌને હું વર્ષ 2020ની શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષ આપના જીવનમાં સમૃદ્ધિનો અને તમારી પ્રયોગશાળાઓમાં ઉત્પાદકતાનોસંચાર કરે. વિશેષ રૂપે મને ખુશી એ બાબતની છે કે નવા વર્ષ અને નવા દાયકાની શરૂઆતમાં મારાપ્રથમ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ સાથે સંકળાયેલો છે. છેલ્લે હું બેંગલુરુ ત્યારે આવ્યો હતો જ્યારે સમગ્ર દેશની નજર ચન્દ્રયાન – 2 ઉપર મંડાયેલી હતી. તેસમયે, જે રીતે આપણા દેશે વિજ્ઞાન, આપણાઅવકાશ કાર્યક્રમ અને આપણા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી કરી હતી તે બાબત હંમેશા મારી સ્મૃતિનો હિસ્સો બનીને રહેશે.
મિત્રો,
બગીચાઓનું શહેર, બેંગાલુરુ, એ હવે સ્ટાર્ટ અપ્સ માટેનું એક અદભૂત ક્ષેત્ર બની ગયું છે. સમગ્ર વિશ્વ નવીન આવિષ્કાર માટે અહિયાં આવી રહ્યું છે. સંશોધન અને વિકાસનું એક એવું વ્યવસ્થાતંત્ર આ શહેરે વિકસિત કર્યું છે જેની સાથે જોડાવું એ દરેક યુવાન વૈજ્ઞાનિક, દરેક નવીનીકરણ કરનાર, દરેક એન્જિનિયરનું સપનું હોય છે. પરંતુ આ સપનાનો આધાર શું માત્ર પોતાની પ્રગતિ છે, પોતાનું કેરિયર છે? ના. આ સપનું જોડાયેલું છે દેશની માટે કંઇક કરી બતાવવાની ભાવના સાથે, પોતાની સિદ્ધિને દેશની સિદ્ધિ બનાવવા સાથે.
અને આથી, જ્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વડેસંચાલિત વિકાસની હકારાત્મકતા અને આશાવાદ સાથે વર્ષ 2020ની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આપણા સપનાને પૂરું કરવામાં એક કદમ આગળ વધીએ છીએ.
મિત્રો,
મને જણાવવામાં આવ્યું છે કે સહકર્મી દ્વારા સમીક્ષા પામેલ વિજ્ઞાન અને એન્જિનિયરીંગ પ્રકાશનોની સંખ્યામાં વૈશ્વિક સ્તર પર ભારત ત્રીજા સ્થાન પર ઉન્નતી પામ્યું છે. તે વિશ્વની આશરે 4%ની સરેરાશની સરખામણીએ 10% જેટલું વૃદ્ધિ પામી રહ્યું છે. મને એ વાત જાણીને પણ ખુશી થઇ કે ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ ભારતનો ક્રમાંક સુધરીને 52 સુધી પહોંચ્યો છે. અગાઉના 50 વર્ષની સરખામણીએ છેલ્લા પાંચ વર્ષમાં આપણા કાર્યક્રમોએ વધુ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સનું નિર્માણ કર્યું છે! આ સિદ્ધિઓ માટે હું આપણા વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છું.
મિત્રો,
ભારતની વિકાસગાથા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેની સિદ્ધિઓ ઉપર નિર્ભરકરે છે. ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના પરિદ્રશ્યમાં ક્રાંતિ સર્જવાની જરૂરિયાત છે. આ દેશમાં ઝડપથી આગળ વધી રહેલા યુવા વૈજ્ઞાનિકો માટે મારો ધ્યેય-“નવીન આવિષ્કાર, પેટન્ટ, ઉત્પાદન અને સમૃદ્ધિ”નો રહ્યો છે. આ ચાર પગલા આપણા દેશને ગતિશીલ વિકાસ તરફ દોરી જશે. જો આપણે નવીન આવિષ્કારો કરીશું, તો આપણે તેની પેટન્ટ નોંધાવીશું અને બદલામાં તે આપણા ઉત્પાદનને વધુ સરળ બનાવશે અને પછી જ્યારે આપણે આ ઉત્પાદનોને આપણા દેશના લોકો સુધી લઇ જઈશું તો તેઓ સમૃદ્ધ બનશે. લોકો માટે અને લોકો દ્વારા નવીનીકરણ એ આપણા ‘ન્યુ ઇન્ડિયા’ની દિશા છે.
મિત્રો,
ન્યુ ઇન્ડિયાને ટેકનોલોજી પણ જોઈએ છે અને તાર્કિક સ્વભાવ પણ, જેથી આપણા સામાજિક અને આર્થિક જીવનના વિકાસને આપણે નવી દિશા આપી શકીએ. મારો એ હંમેશાથી મત રહ્યો છે કે ભારતના સમાજને જોડવાના કામમાં, અવસરોની સમાનતા લાવવામાં, વિજ્ઞાન અને ટેકનોલોજીની મોટી ભૂમિકા રહી છે. હવે જેમ કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીના વિકાસે, ભારતમાં જ બની રહેલા સસ્તા સ્માર્ટ ફોન અને સસ્તા ડેટાએ, એક બહુ મોટા વિશેષાધિકારને ખતમ કર્યો છે. તેનાથી આજે સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ વિશ્વાસ થયો છે કે તે અલગનથી, તે પણ સીધો સરકાર સાથે જોડાયેલો છે, તેનો અવાજ સીધો સરકાર સુધી પહોંચી રહ્યો છે. આવા જ પરિવર્તનોને આપણે વધુ પ્રોત્સાહિત કરવાના છે, મજબૂત કરવાના છે.
સાથીઓ,
આ વખતે તમે, ગ્રામીણ વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર ચર્ચા રાખી છે, એટલા માટે હું આ જ ક્ષેત્ર અંગે થોડી વધુ વિસ્તૃત રીતે વાત કરીશ. વીતેલા 5 વર્ષોમાંગ્રામીણ વિકાસની દેશના સામાન્ય માનવીએ અનુભૂતિ કરી છે, અનુભવ કર્યો છે. સ્વચ્છ ભારત અભિયાનથી લઈને આયુષ્માન ભારત સુધી, વિશ્વની સૌથી મોટી યોજનાઓ, જે આજે અસરકારક અમલીકરણ માટે પ્રશંસા મેળવી રહી છે તેમની પાછળની શક્તિ છે- ટેકનોલોજી અને સારા અસરકારક શાસન માટેની અમારી પ્રતિબદ્ધતા.
સાથીઓ,
આજે દેશમાં શાસન માટે જેટલા મોટા પાયા પર વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે તેટલો આજથી પહેલા ક્યારેય નથી થયો. ગઈકાલે જ અમારી સરકારે દેશના 6 કરોડ ખેડૂતોને એક સાથે પીએમ ખેડૂત સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. આ બધું કઈ રીતે શક્ય બન્યું? આધાર સક્ષમ ટેકનોલોજીની મદદ વડે.
સાથીઓ,
જો દેશના દરેક ગામ સુધી ગરીબ પરિવાર સુધી શૌચાલય પહોંચ્યું છે, વીજળી પહોંચી છે, તો તે ટેકનોલોજીના કારણે જ શક્ય બની શક્યું છે. આ ટેકનોલોજી જ છે જેના કારણે સરકાર તે 8 કરોડ ગરીબ બહેનોની ઓળખ કરી શકી, જેમનું જીવન લાકડાના ધુમાડામાં બરબાદ થઇ રહ્યું હતું. ટેકનોલોજીના ઉપયોગ વડે લાભાર્થીની ઓળખ તો થઇ જ, સાથે સાથે નવા વિતરણ કેન્દ્રો ક્યાં અને કેટલા બનાવવાના છે તે પણ અમે ખૂબ ટૂંકા સમયમાં નક્કી કરી શક્યા. આજે ગામડાઓમાં રસ્તાઓ સમયસર તૈયાર થઇ રહ્યા છે, ગરીબોની માટે 2 કરોડથી વધુ મકાન જો સમયસર તૈયાર થઇ રહ્યા છે તો તેની પાછળ ટેકનોલોજી જ છે. જીયો ટેગિંગ અને ડેટા સાયન્સનો ઉપયોગ થવાથી હવે પ્રોજેક્ટ્સની ગતિ વધુ ઝડપી થઇ રહી છે. રીયલ ટાઈમ મોનીટરીંગની વ્યવસ્થા વડે યોજના અને લાભાર્થીની વચ્ચેનું અંતર હવે ખતમ થવા લાગ્યું છે. સમય પર કામ પૂરું થવાના કારણે વધુ પડતા ખર્ચ અને અધૂરા પ્રોજેક્ટ્સને જ પાસ કરવાની જે ફરિયાદો આવતી હતી તે પણ હવે ખતમ થઇ રહી છે.
મિત્રો, ‘વિજ્ઞાન માટેની સરળતા’ની ખાતરી આપવા અને રેડ ટેપને ઘટાડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવાના અમારા પ્રયત્નોને અમે ચાલુ રાખ્યા છે. આજે, ખેડૂતો વચેટિયાઓની રાહ-રહેમ ઉપર નિર્ભર રહ્યા વિના પોતાના ઉત્પાદનોને સીધા જ બજારમાં વેચવા માટે સક્ષમ બન્યા છે. ડીજીટલાઈઝેશન, ઈ-કોમર્સ, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓગ્રામીણ વસ્તીને નોંધપાત્ર રીતે મદદરૂપ થઇ રહી છે. આજે, અનેકઈ-ગવર્નન્સની પહેલોના માધ્યમથી ખેડૂતો વાતાવરણ અને હવામાનની આગાહી અંગેની જરૂરી જાણકારીઓ આંગળીના વેઢે મેળવી રહ્યા છે.
સાથીઓ,
ભારતના વિકાસમાં, ખાસ કરીનેગ્રામીણ વિકાસમાં ટેકનોલોજીની ઉપયોગીતાને આપણે વધુ વ્યાપક બનાવવાની છે. આવનારો દાયકો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત શાસન માટે એક નિર્ણયાત્મક સમય બનવાનો છે. ખાસ કરીને સસ્તી કૃષિ અને ખેતરથી ગ્રાહક વચ્ચે પુરવઠા શ્રુંખલાને લઇને અભૂતપૂર્વ સંભાવનાઓ ટેકનોલોજી લાવવાની છે. તેનો સીધો લાભ ગામડાઓને થવાનો છે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને મળવાનો છે. આપ સૌને એ જાણકારી પણ છે કે ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક બહુ મોટું અભિયાન- જળ જીવન મિશન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનની તાકાત પણ ટેકનોલોજી છે. હવે એ તમારી જવાબદારી છે કે પાણીનું રીસાયકલીંગ અને પુનઃઉપયોગ માટે અસરકારક અને સસ્તી ટેકનોલોજી કઈ રીતે વિકસિત કરવામાં આવે. એક રીતે જળ શાસન તમારી માટે એક નવું ક્ષેત્ર છે. ઘરની અંદરથી નીકળનારા પાણીને ખેતરોમાં સિંચાઈ માટે ઉપયોગમાં લઇ શકાય તેની માટે સસ્તા અનેઅસરકારક સમાધાન તમારે તૈયાર કરવાના છે. આપણે એવા બિયારણ પણ તૈયાર કરવાના છે જે પોષણથી ભરપુર હોય અને પાણીનો ઉપયોગ ઓછો કરે. દેશભરમાં જે સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે, તે માહિતીનો ઉપયોગ રોજબરોજની ખેતીવાડીના કામમાં કઈ રીતે થાય, તે અંગે પણ નવીન રીતે શરૂઆતથી જ વિચાર કરવો પડશે. સૌથી મહત્વનું એ છે કે પુરવઠા શ્રુંખલામાં જે નુકસાન આપણા ખેડૂતોને થાય છે તેનાથી બચાવવા માટે ટેકનીકલ સમાધાન ખૂબ જરૂરી છે.
સાથીઓ,
ગામડાની અર્થવ્યવસ્થાની એક અન્ય મહત્વપૂર્ણ કડી છે આપણા લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈપરિવર્તન પામતા સમયમાં તેમની મજબુતી પણ આપ સૌ સાથીઓ સાથે જોડાયેલી છે. હવે જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકની જ વાત કરીએ. દેશે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લીધો છે જેથી કરીને આપણા પર્યાવરણને, આપણા પશુઓને, આપણી માછલીઓને, આપણી માટીને આપણે બચાવી શકીએ. પરંતુ પ્લાસ્ટિકનો સસ્તો અને ટકાઉ અન્ય કોઈક નવો વિકલ્પ તો તમારે શોધવો જ પડશે. ધાતુ હોય, માટી હોય કે પછી ફાયબર, પ્લાસ્ટિકનો વિકલ્પ તમારી પ્રયોગશાળામાંથી જ નીકળશે. પ્લાસ્ટિક કચરાની સાથે સાથે ઈલેક્ટ્રોનિક કચરામાંથી ધાતુને કાઢવા અને તેના પુનઃઉપયોગને લઇને પણ આપણને નવી ટેકનોલોજી, નવા સમાધાનની જરૂર છે.
તમે જે સમાધાન આપશો, તે સમાધાન આપણા આ લઘુ ઉદ્યોગ, આપણા આ માટીના કલાકારો, લાકડાના કલાકારો, બજારમાં ઉતારી શકશે. તેનાથી પર્યાવરણ પણ બચશે અને આપણા લઘુ ઉદ્યોગોનો વિકાસ પણ થશે.
સાથીઓ,
ગામડાઓમાં ગ્રીન સર્ક્યુલર અને સંતુલિત અર્થતંત્ર માટે, ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે સમર્પિત સ્ટાર્ટ અપ્સની માટે વ્યાપક સંભાવનાઓ છે. પાકોના અવશેષ અને ઘરોમાંથી નીકળતો કચરો પણ પ્રદુષણ અને ગંદકીને લઇને પડકાર ઉભો કરી રહ્યા છે. આ કચરાને પણ આપણે સંપત્તિમાં બદલવા માટેઝડપથી પ્રયાસ કરવો જ પડશે. અમારો પ્રયાસ છે કે વર્ષ 2020 સુધી આપણે કાચા તેલની આયાતને ઓછામાં ઓછી 10 ટકા જેટલી ઓછી કરી શકીએ. પરિણામે બાયોફ્યુઅલ ઇથેનોલ નિર્માણના ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ્સ માટે ઘણી સંભાવનાઓ છે.
આવા સમયે ઉદ્યોગ આધારિત સંશોધનને આપણે વધુ પ્રોત્સાહન આપવું પડશે, પ્રત્યેક શેર ધારકની વચ્ચે સંવાદને આપણે વિકસિત કરવો પડશે. યાદ રાખજો, તમારું સાચું યોગદાન ભારતને 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.
મિત્રો,
કૃષિ પદ્ધતિને મદદ કરી રહેલ ટેકનોલોજીમાં ક્રાંતિ લાવવાની જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે, શું આપણે ખેતરમાં દાંડી બાળવાની સમસ્યાનું ખેડૂત કેન્દ્રી કોઈ સમાધાન શોધી શકીએ ખરા? શું આપણે ઓછા ઉત્સર્જન અને વધુ ઉર્જા સક્ષમતા માટે આપણી ઇંટોના ભઠ્ઠાઓને ફરીથી ડીઝાઇન કરી શકીએ છીએ ખરા? આપણે સમગ્ર દેશમાં સ્વચ્છ પીવાના પાણીની સમસ્યા માટે વધુ સારું અને વધુ ઝડપી સમાધાન શોધવાની જરૂર છે. કઈ રીતે આપણેઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણી અને પ્રવાહોને આપણી જમીનને બરબાદ કરતા અને આવનારા અનેક વર્ષો સુધી ભૂગર્ભ જળના ટેબલને ખરાબ કરતા અટકાવી શકીએ?
મિત્રો,
અન્ય એક મહત્વનો મુદ્દો જે હું રજૂ કરવા માંગું છું તે છે આપણા લોકોની તપાસમાં આધુનિકતા લાવવા માટે મેડીકલ સાધનોમાં મેઇક ઇન ઇન્ડિયાનું મહત્વ છે.
મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું, “વાસ્તવમાં જે આરોગ્ય છે તે જ સાચી સંપત્તિ છે, સોના અને ચાંદીના ટુકડાઓ નહી.” આરોગ્ય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે, આપણે માત્ર કેટલીક ચકાસાયેલ પારંપરિક પદ્ધતિઓનો જ ઉપયોગ ના કરવો જોઈએ પરંતુ સાથે સાથે આધુનિક સાધનો અને સમકાલીન બાયોમેડીકલ સંશોધનના ખ્યાલને જાહેર કરી સતતપણે તેની સંભાવનાના ક્ષેત્રને પણ વિસ્તારિત કરવું જોઈએ.
આપણું લક્ષ્ય નીપાહ, ઇબોલા વગેરે જેવા ખતરનાક ચેપી રોગોના ભયથી લોકોને બચાવવાનું હોવું જોઈએ. આપણે 2025 સુધીમાં ટ્યુબરક્યુલોસીસને નાબૂદ કરવાના વચનને પૂરું કરવા માટે વધુ કામ કરવું જ જોઈએ. વૈશ્વિક સ્તરે ભારત રસી પુરવઠામાં આગેવાની કરે છે. અમે 2024 સુધીમાં ભારતને વિશ્વ કક્ષાના 100 બિલીયન અમેરિકી ડોલરના બાયો-મેનુફેક્ચરીંગ કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. આ બાબત સાચી નીતિગત પહેલો સાથે અને ઇનોવેટીવ સંશોધન, માનવ સંસાધન વિકાસ અને ઉદ્યોગસાહસિક વ્યવસ્થાતંત્રના માધ્યમથી જ શક્ય બની શકશે.
મિત્રો,
ભારતે સંતુલિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર વ્યવસ્થા તથા ઉર્જા સંગ્રહ વિકલ્પ માટે પણ એક લાંબા ગાળાનો રોડમેપ તૈયાર કરવો પડશે. જ્યારે આપણે આપણા પુનઃપ્રાપ્ય ઉર્જાના જથ્થાને વિસ્તૃત કરીએ છીએ ત્યારે ગ્રીડ મેનેજમેન્ટ માટે ઉર્જા સંગ્રહ ક્ષમતા એ મહદઅંશે નોંધપાત્ર બની જાય છે. તેની માટે નવા પ્રકારની બેટરી વિકસાવવાની જરૂર પડશે કે જે વિપુલ માત્રામાં પૃથ્વી આધારિત હોય, પર્યાવરણની દ્રષ્ટીએ અનુકૂળમટિરિયલ કે જે મોનોપોલિસ્ટીક ન હોય, જે 100 ગીગા વોટના સ્કેલ ઉપર પણ સસ્તીપડે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશો માટે અનુકૂળ હોય.
મિત્રો,
હવામાન અને વાતાવરણની સચોટ આગાહીના આર્થિક અને સામાજિક લાભ અનેક છે. હવામાનની આગાહી અને ચેતવણીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં. કુદરતી આપદાઓમાં મોટા પાયે થયેલ ઘટાડો એ તેની સાબિતી છે. અવકાશ સંશોધનમાં આપણી સફળતાઓ હવે ઊંડા દરિયાના નવા ક્ષેત્રોમાં પ્રતિબિંબિત થવી જોઈએ. આપણે જળ, ઉર્જા, ખોરાક અને ખનીજોના વિશાળ સામુદ્રિક સંસાધનોને શોધવાની, તેમને માપવાની અને જવાબદારીપૂર્ણ રીતે તેને વિકસાવવાની જરૂર છે. તેની માટે માનવસહિત સબમર્સીબલ્સમાં ઊંડી ક્ષમતાનું નિર્માણ કરવાની, ઊંડા દરિયાની ખનન વ્યવસ્થાતંત્ર અને સ્વાયત્ત પાણી નીચેના વાહનોને વિકસવાની જરૂર છે. મને આશા છે કે આ બાબત અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ડીપ ઓશન મિશન’ના માધ્યમથી શક્ય બનશે.
મિત્રો,
હું વૈજ્ઞાનિકો પાસેથી શીખ્યો છું કે સક્ષમ ઉર્જા, ઉર્જાનું શાંત સ્વરૂપ, જો તેને ગતિની ગતિશીલ ઉર્જામાં ફેરવી દેવામાં આવે તો તે પહાડોના પહાડોને સ્થાનાંતરિત કરી શકે છે. શું આપણે ગતિમાં વિજ્ઞાનનું નિર્માણ કરી શકીએ? યોગ્ય ટેકનોલોજી, નવીનીકરણ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગોના માધ્યમથી આપણી વૈજ્ઞાનિક ક્ષમતાને એક અભૂતપૂર્વ સામાજિક-આર્થિક વિકાસમાં સંપૂર્ણ રીતે પરિવર્તિત કરવાની પ્રચંડ અસરની જરા કલ્પના કરી જુઓ. શું આપણી પાસે તકોથી સભર ન્યુ ઇન્ડિયાને માર્ગ ચીંધવા અને જોડવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું આ પ્રકારનું હાઈ પ્રેશર સંચાલિત હાઈ સ્પીડવાળું એન્જીન હોઈ શકે ખરું?
સાથીઓ,
ટેકનોલોજી સરકાર અને સામાન્ય માનવીની વચ્ચેનો સેતુ છે. ટેકનોલોજી ઝડપી વિકાસ અને સાચા વિકાસમાં સંતુલનનું કામ કરે છે. ટેકનોલોજીનો પોતાનો પૂર્વગ્રહ, પોતાનો પક્ષ નથી હોતો, તે નિષ્પક્ષ હોય છે. આ જ કારણ છે કે જ્યારે માનવીય સંવેદના એ આધુનિક ટેકનોલોજીનું સંકલન વધે છે તો અભૂતપૂર્વ પરિણામો જોવા મળે છે.મને પૂરો વિશ્વાસ છે કે નવા વર્ષમાં નવા દાયકામાં, ન્યુ ઇન્ડિયાના નવા વલણ, નવી પહોંચને આપણે સાથે મળીને સુદ્રઢ કરી શકીશું. એક વાર ફરી આપ સૌને, સંપૂર્ણ વૈજ્ઞાનિક સમુદાયને અને તમારા પરિવારને નવા વર્ષની મંગળકામનાઓ. ખૂબ
ખૂબ આભાર!
NP/GP/DS
I am particularly happy that one of my first programmes in the start of a new-year and new decade is linked to science, technology and innovation.
— PMO India (@PMOIndia) January 3, 2020
This programme is happening in Bengaluru, a city linked with science and innovation: PM @narendramodi
When we start year 2020 with positivity and optimism of science and technology driven development, we take one more step in fulfilling our dream: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2020
I am also happy to learn that India’s ranking has improved in the Innovation Index to 52. Our programs have created more technology business incubators in the last five years than in the previous 50 years!
— PMO India (@PMOIndia) January 3, 2020
I congratulate our scientists for these accomplishments: PM @narendramodi
My motto for the young scientists in this country has been -"Innovate, Patent, Produce and Prosper”.
— PMO India (@PMOIndia) January 3, 2020
These four steps will lead our country towards faster development: PM @narendramodi
आज देश में Governance के लिए, जितने बड़े पैमाने पर साइंस एंड टेक्नोलॉजी का इस्तेमाल हो रहा है, उतना पहले कभी नहीं हुआ: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2020
We are continuing our efforts to ensure the ‘Ease of doing Science’, and effectively using Information Technology to reduce red tape: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2020
Plastic Waste के साथ-साथ Electronic Waste से मेटल को निकालने और उसके Reuse को लेकर भी हमें नई तकनीक, नए समाधान की ज़रूरत है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2020
There is a need for revolution in technologies assisting agricultural practices.
— PMO India (@PMOIndia) January 3, 2020
Can we find farmer-centric solutions to the problem of stalk burning for instance?
Can we also redesign our brick kilns for reduced emissions and greater energy efficiency: PM @narendramodi
Another important point I wish to make is the significance of "Make in India" in medical devices to bring the fruits of advances in diagnostics to our people.
— PMO India (@PMOIndia) January 3, 2020
Mahatma Gandhi once said, "It is health that is the real wealth and not pieces of gold and silver": PM @narendramodi
Our successes in space exploration should now be mirrored in the new frontier of the deep sea.
— PMO India (@PMOIndia) January 3, 2020
We need to explore, map and responsibly harness the vast oceanic resources of water, energy, food and minerals: PM @narendramodi
We know from science that the potential energy, the silent form of energy, can move mountains by its conversion to the kinetic energy of motion.
— PMO India (@PMOIndia) January 3, 2020
Can we build a Science in Motion: PM @narendramodi