Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હૈદરાબાદની જીનોમ વૈલીમાં જૈવ ઔષધીય અનુસંધાન માટે રાષ્ટ્રીય સંસાધન સુવિધાના ગઠનને કેબિનેટની અનુમતિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ અંતર્ગત જૈવ ઔષધીય અનુસંધાન માટે હૈદરાબાદની જીનોમ વેલીમાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ દ્વારા રાષ્ટ્રીય સંસાધન સુવિધાનું ગઠન કરાશે. પરિયોજનાનો કુલ ખર્ચ 338.58 કરોડ રૂપિયા છે તેમજ આનો 2018-19 સુધી ક્રિયાશીલ થવાની સંભાવના છે.

આધારભૂત તેમજ પ્રયુક્ત જૈવ ઔષધીય અનુસંધાનના વિસ્તારમાં આ સંસ્થાન પોતાની તરફથી એકલી સંસ્થાન હશે.

સંસ્થાને પશુઓ જેવા કે વાનર તેમજ મૂળ પેરાલક્ષી તેમજ જનુકીય રીતે સંશોધિત ઉંદર, જેની શોધ તેમજ વિકાસ ઉત્પાદોના પરીક્ષણમાં પ્રયોગ થાય છે, જેને પ્રજનન તેમજ આવાસનની એક વિશ્વ સ્તરીય સુવિધા તરીકે વિકસિત કરાશે. સંસ્થાનમાં આધુનિક જૈવ ઔષધીય અનુસંધાનને આગળ વધારવા માટે કેટલીક પ્રયોગશાળા-પશુ તેમજ સંબંધિત તકનીકોની વ્યવસ્થા કરાશે, ખાસ કરીને આયુર્વિજ્ઞાન મહાવિદ્યાલયો તેમજ એકેડમીક સંસ્થાનો, વિશ્વવિદ્યાલયો તેમજ જૈવ પ્રૌદ્યોગિકી / જૈવ ઔષધ કંપનીઓમાં શોધને સુસાધ્ય બનાવવા માટે.

કેન્દ્રમાં જૈવ ઔષધીય અનુસંધાનના વિશિષ્ટ કાર્યક્ષેત્રોમાં કાર્મિકોના પ્રશિક્ષણની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારના ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદને હૈદરાબાદની જીનોમ વેલીમાં જૈવ ઔષધીય અનુસંધાન માટે રાષ્ટ્રીય પશુ સંસાધન સુવિધા બનાવવા હેતુ 102.69 એકર જમીન મફત ફાળવાશે.

UM/J.Khunt/GP