અફઘાનિસ્તાનમાં આવીને મને અત્યંત આનંદની લાગણી થઈ રહી છે, અમારી પેઢીના એ લોકોમાં સામેલ થવાને લીધે મને સન્માનનો અનુભવ થઈ રહ્યો છે, જે લોકો સાહસના માપદંડ સ્થાપિત કરે છે. ભારત માટે પ્રેમના વિશાળ મહાસાગરમાં તમારી દોસ્તીની ઊંચી લહેરો જોઈને મને તમારા બધાના અપાર પ્રેમ પ્રત્યે અત્યંત આનંદ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનની પ્રગતિના પથ પર મોટું પગલું સાબિત થશે. સાથે જ ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોમાં આ એક ઐતિહાસિક પળ પણ છે.
મને અફઘાનિસ્તાન આવવાનું નિમંત્રણ પાઠવવા અને આ બંધનું નામ ભારત-અફઘાનિસ્તાન મિત્રતા બંધ રાખવા માટે હું રાષ્ટ્રપતિનો આભાર માનું છું. અફઘાનિસ્તાનના આ ઉદાર ભાવનાની અમે સાચા હૃદયથી સન્માન કરીએ છીએ. વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ નદીઓને કાંઠે વિકસિત થઈ છે. નદીઓના ધારાપ્રવાહમાં માનવીય વિકાસના કાળ સમાયેલા છે. પવિત્ર કુરાનમાં નદીઓને જન્નતની છબી કહેવામાં આવી છે. ભરતના પ્રાચિન ગ્રંથોમાં નદીઓને જીવનદાયીની કહેવામાં આવી છે અને અફઘાનિસ્તાનની કહેવત છે કે ‘કાબૂલ બી જર બશા બી બર્ફ ની’ એનો અર્થ છે કે કાબૂલ સોના વગર રહી શકે છે પણ બરફ વગર નહીં. બરફ નદીઓનું પોષણ કરે છે અને નદીઓ જીવન અને કૃષિને જાળવી રાખે છે. એટલે આજે આપણે માત્ર એવી પરિયોજનાનો શુભારંભ નથી કરી રહ્યા જે ફક્ત જમીનની સિંચાઈ કરશે અને ઘરોને પ્રકાશિત કરશે. આપણે એક ક્ષેત્રનો પુનરોદ્ધાર, આશાને પુનઃસ્થાપિત કરવી અને અફઘાનિસ્તાનના ભવિષ્યને પુરર્ભાષિત કરી રહ્યાં છીએ. આ બંઘ માત્ર વીજળી ઉત્પન્ન કરનાર જ નથી, અફઘાનિસ્તાનના ભવિષ્યમાં આશાવાદ અને વિશ્વાસ પેદા કરનાર છે.
આ પરિયોજનાથી ચિશ્તે, ઓબે, પશ્તુન, જારગન, કારોખ, ગોજારા, ઈંજિલ, જીંદજાન, કોહસન અને ઘોરેયાન ગામોના 640 ગામોના ખેડૂતોની જમીનની માત્ર સિંચાઈ જ નહીં થાય, તદ્ઉપરાંત આ ક્ષેત્રના લગભગ 250 હજાર ઘરોને પણ પ્રકાશિત કરશે. ગત વર્ષે ડિસેમ્બરમાં કાબુલમાં મને અફઘાનિસ્તાનની સંસદની નવી ઈમારતનો શુભારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જે અફઘાનિસ્તાનનું ભવિષ્ય હિંસા અને બંદુકને બદલે વોટ અને ચર્ચાના માધ્યમથી ઘડવા માટે અફઘાનિસ્તાનના મહાન સંઘર્ષને એક શ્રદ્ધાંજલી હતી. આજે ગરમીના દિવસોમાં, આપણે હેરાતમાં સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ પ્રત્યે અફઘાનિસ્તાનની પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા અને તેનો ઉત્સવ મનાવવા માટે એકત્ર થયા છીએ. ભારત અને અફઘાનિસ્તાને 1970ના દાયકામાં આ સપનું સેવ્યું હતું. વિતેલો દાયકો આપણને લાંબા ચાલેલા યુદ્ધ વિનાશની ગાથા કહે છે. આ અફઘાનિસ્તાનના નિર્માણની લડાઈ ન હતી, પરંતુ આ છે લડાઈ હતી જેણે અફઘાનિસ્તાનની સમસ્ત પેઢીઓના ભવિષ્યને બરબાદ કરી દીઘું હતું અને જ્યારે 2001માં પરિસ્થિતિઓ બદલાઈ તો અમે પરિયોજના પર ફરીથી કામ શરૂ કરી દીધું.
સંયમ અને સંકલ્પ, સાહસ અને વિશ્વાસની સાથે અંતર અને અવરોધ, ધમકીઓ અને હિંસાઓ પર એક થઈને વિજય પ્રાપ્ત કર્યો છે. આજે અફઘાનિસ્તાનની પ્રજા વિનાશ અને મૃત્યુ, ખંડન અને ક્રુરતા અને શક્તિઓને એ સંદેશ આપી રહી છે કે હવે આ નહીં ચાલી શકે. તે અફઘાનિસ્તાનના સ્વપ્ના અને આકાંક્ષાઓના માર્ગમાં નહીં આવે. એ ધરતી જ્યાં ઉત્તમ ફળો અને કેસરની ખેતી કરવામાં આવે છે તે ફરી એકવાર નદીના જળથી પુનર્જીવિત થશે. એ ઘરો જે ભયની કાળી રાત્રીના અંધકારમાં જીવતા હતાં તે હવે આશાના કિરણથી પ્રકાશિત થશે. પુરૂષ અને મહિલાઓ ખેતરોમાં મળીને કામ કરશે અને સુરક્ષાના વાતાવરણમાં સખત પરિશ્રમની સાથે વેપાર કરશે. એ ખભાઓ જે ક્યારેક બંદૂકનો ભાર ઉંચકતાં હતાં તે હવે ઘરતીની હરિયાળી માટે હળનો ભાર ઉઠાવશે. બાળકોના ભણતર અને ભાવિ તકોની શક્યતાઓમાં ફરીથી વિશ્વાસ સ્થપાશે.
કોઈ અન્ય યુવા કવયિત્રીને પીડા, અસ્વિકાર્યતા અને ઉપેક્ષાનું જીવન જીવવાની જરૂર નહીં રહે. હેરાતે ઉત્કૃષ્ટ સમય અને દુખદ વિધ્વંશને જોયા છે અને એ શહેર જેના પર ક્યારેક જલાલુદ્દીન રૂમીનું શાસન હતું ફરી એકવાર ઉભરશે. એ શહેર જે પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય એશિયાનું પ્રવેશદ્વાર હતું, ફરી એકવાર એવું કેન્દ્ર બનશે કે જે સમૃદ્ધ, શાંતિપૂર્ણ વાતાવરણમાં ક્ષેત્રોને એક કરવાનું કામ કરશે. તેથી અફઘાનિસ્તાનની સરકાર અને હેરાતના પ્રશાસનને હું તમારા સહયોગ, સંયમ અને પરસ્પર સમજ અને સૌથી વધુ અમારામાં રહેલા તમારા વિશ્વાસની અંતકરણથી પ્રશંસા કરૂં છું.
આ બંધ માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલો નથી, પરંતુ આપણી મિત્રતાના વિશ્વાસ તથા ભારત અને અફઘાનિસ્તાનના સાહસથી બન્યો છે અને આ મહત્વપૂર્ણ ક્ષણે આપણે એ લોકો માટે જેમણે અફઘાનિસ્તાનના લોકોના ભવિષ્ય માટે પોતાના જીવનના બલિદાન આપ્યા છે તેમના માટે દુખ અને સન્માન સાથે ઉભા છીએ. આ ભૂમિમાં એ લોકોના અશ્રુઓ અને રક્ત સામેલ છે, જે આ ભૂમિની માટીમાં વેરાયેલા છે અને તે આપણને એક અતૂટ બંધનમાં બાંધે છે. આ બંધન ભારત અને આ ક્ષેત્ર વચ્ચેના પ્રાચિન સંબંધોની યાદ અપાવે છે. હરીરૂદ્ર નદીનો સંબંધ પ્રાચિન કાળથી છે. આજે વિશ્વ હરીરૂદ્ર નદીને ભવિષ્યની સહભાગી પ્રગતિ માટે આપણી પ્રતિબદ્ધતાના સ્વરૂપે જોશે અને આ મિત્રતા બંધ આપણને એવા મજબૂત બંધનમાં બાંધે છે જેમ કે સૈકાઓ પહેલાં ચિશ્તી શરીફે બાંધ્યા હતાં.
અહીંથી જ ચિશ્તી શ્રૃંખલા એટલે કે ચિસ્તી પરંપરા ભારત પહોંચી. તેમની મહાન પરંપરા અને સંદેશ અજમેર, દિલ્હી અને ફતેહપુર સીકરીની દરગાહોના માધ્યમથી મળે છે. એ બધાજ ધર્મોને માનનારા લોકો વચ્ચે પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સદ્ભાવના ઈશ્વર દ્વારા નિર્મિત તમામ પ્રાણીઓ માટે આદર, માનવતાની સેવા સાથે બધા જ લોકોમાં વ્યાપ્ત છે. ભારત અને અફઘાનિસ્તાન એ જાણે છે કે આ સિદ્ધાંત અફઘાનિસ્તાનને એવો દેશ કે જેમાં શાંતિ અને ભાઈચારાનો પ્રેમ અને આધ્યાત્મિક પરંપરાની કવિતાઓથી ભરેલો છે એવા દેશ તરીકે પરિભાષિત કરે છે નહિં કે ચરમપંથ અને હિંસા. આ સિદ્ધાંત અફઘાનિસ્તાનના લોકોને પોતાના જ લોકોને જેમણે હિંસાનો માર્ગ અપનાવ્યો છે અને એવા એવા લોકોને જે તેમનું સમર્થન કરે છે એવા લોકોને શાંતિની અપેક્ષા કરવા માટે ધૈર્ય અને સાહસ પ્રદાન કરે છે.
પોતાના વિશ્વાસની આ શક્તિ સાથે કે પોતાની સ્વતંત્રતા માટે જે રીતે તેઓ સંઘર્ષ કરી શકે છે, આ પૃથ્વી પર બીજું કોઈ કરી શકતું નથી. અફઘાનિસ્તાન આ પથ પર ચાલી રહ્યું છે. આ જ સિદ્ધાંતોના પાયા પર ભારત અફઘાનિસ્તાનને એક બીજાની જરૂર છે નહીં કે એક બીજાના વિરોધીઓને શરણ આપવા માટે. ભારતમાં ચિશ્તી પરંપરાથી પહેલાં સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનું કહેવું હતું કે માનવ જાતિના લોકોએ સૂર્ય, નદીઓની ઉદારતા અને ભૂમિ પ્રત્યે સન્માન હોવું જોઈએ. તેમના મનમાં ના તો ફક્ત પોતાની પૈતૃક ભૂમિના દર્શનીય પરિદ્રશ્યો હતા પરંતુ તે અફઘાન નાગરિકોને પરિભાષિત પણ કરતાં હતાં. તેથી જ હું જ્યારે ડિસેમ્બરમાં કાબુલ આવ્યો હતો અને તમારા શાનદાર સ્વાગતમાં મેં તમારા દિલોની ઉદારતા જોઈ, તમારી આખોમાં ભારત પ્રત્યોનો તમારો ઉંડો પ્રેમ જોયો હતો. તમારા સ્મિતમાં મેં આ સંબંધો પ્રત્યે તમારો ઉત્સાહ જોયો હતો. તમારા દ્રઢ આલિંગનથી મેં આ સંબંધોમાં વિશ્વાસ અનુભવ્યો હતો અને એ મહત્વપૂર્ણ ક્ષણોમાં ભારતે ફરી એકવાર તમારા સભ્યતા, આ ધરતીની સુંદરતા અને એક રાષ્ટ્રની મિત્રતાનો અનુભવ કર્યો હતો. આજે હું 1.25 કરોડ લોકોના આભાર અને વિશ્વાસ સાથે અને આપણી મિત્રતાને નવા પરિમાણ આપવાની પ્રતિજ્ઞા સાથે પાછો આવ્યો છું.
આપણી ભાગીદારીએ મળીને ગ્રામીણ સમુદાયો માટે શાળાઓ, સ્વાસ્થ્ય કેન્દ્રો અને સિંચાઈનું નિર્માણ કર્યું છે. આ ભાગીદારીએ અફઘાનિસ્તાનના ભવિષ્યની જવાબદારી ઉઠાવવા માટે મહિલાઓને કૌશલ્ય અને યુવાઓને શિક્ષણની સાથે સશક્ત બનાવવાનું કાર્ય કર્યું છે. આપણે જારંજથી દેલારામ સુધી રસ્તાઓ અને પુલ બનાવવા અને સંપ્રેક્ષણ લાઈન કે જે તમારા ઘરો સુધી વીજળી પહોંચાડવાનું કામ કરશે તેના માટે પરસ્પર ગઠબંધન કર્યું છે. હવે ઈરાનમાં ચાબહાર પોર્ટમાં ભારતનું રોકાણ અફઘાનિસ્તાન માટે વિશ્વ અને સમૃદ્ધિના નવા માર્ગો ખોલી આપશે અને આ હેતુના અમલીકરણ માટે ગત મહિને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે રાષ્ટ્રપતિ ગની અને ઈરાનના રાષ્ટ્રપતિ રોહાની અને મેં ચાબહાર વ્યાપાર અને પરિવહન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે.
આપણી મિત્રતાનો લાભ ફક્ત કાબુલ, કંધાર, મજાર અને હેરાત સુધી જ સીમિત નથી. આપણા સહયોગનો અફઘાનિસ્તાનના દરેક ક્ષેત્ર સુધી ફેલાવો થશે. આપણી ભાગીદારીથી અફઘાન સમાજના દરેક વર્ગને ફાયદો થશે કારણ કે પોતાની જટિલ ભૂગોળ, તેની વિવિધતાથી જુદી પુશ્તોં, તાકિજ, ઉજબેક અને હજારાના સ્વરૂપે પોતાની ઓળખથી પણ આગળ વધતાં અફઘાનિસ્તાને એક જ રાષ્ટ્ર તરીકે જીવવું અને સમૃદ્ધ થવું જોઈએ. અફઘાનની પ્રજામાં વિભાજનને કારણે એ લોકોને મદદ મળશે જેઓ આ રાષ્ટ્ર પર હાવી થવા ઈચ્છે છે. જ્યારે આપણે એક સાથે કામ કરીએ ત્યારે આપણે અન્ય લોકોની વિચારસરણીથી આપણી ગહન ભાગીદારીની રક્ષા કરવા માટે આપણી વચનબદ્ધતાથી શક્તિ અને વિશ્વાસ પ્રાપ્ત થાય છે.
જ્યારે અમારા લોકો પર હુમલાઓ થઈ રહ્યા હતાં ત્યારે બહાદુર અફઘાનોએ પોતાના હોય તેમ અમારી રક્ષા કરી. તેમણે સ્વયંને આગમાં હોમી દીધા જેથી તેમના ભારતીય મિત્રો સુરક્ષિત રહે. આ તમારા દિલની વિશાળતા છે અને તમારી મિત્રતાની શક્તિ છે. મેં આને એક પ્રધાનમંત્રી તરીકે પદ ગ્રહણ કરતાં સમયથી જ જોયું છે. એ દિવસે,જ્યારે આતંકવાદીઓએ હેરાત શહેરમાં આપણા દૂતાવાસ પર મોટો હુમલો કર્યો ત્યારે આપણા કર્મિઓની બહાદુરીએ અનેક લોકોના જીવ બચાવ્યા અને એક મોટી દુર્ઘટના થતી અટકાવી હતી.
રાષ્ટ્રપતિ મહોદય અને મારા મિત્રો,
અફઘાનિસ્તાનની સફળતા માટે ભારતનો દરેક નાગરિક ઊંડી આશા અને ઈચ્છા રાખે છે. આ ભાવના અફઘાનના લોકો માટે અમારા હૃદયમાંથી ઉભરતો પ્રેમ અને પ્રશંસા છે. અમે એ જોવા ઈચ્છીએ છીએ કે તમારા લોકતંત્રના મૂળ ખુબ જ ઊંડા હોય, તમારી જનતા એકસંપ થઈને રહે અને તમારૂં અર્થતંત્ર સમૃદ્ધ હોય. અમે તમારી કળા, સંસ્કૃતિ અને કવિતાને ખીલતી જોવા ઈચ્છીએ છીએ. અમે તમારા ક્રિક્ટરોને ટેસ્ટ ખેલાડીની શ્રેણીમાં સામેલ થતા અને આઈપીએલમાં પ્રસિદ્ધિ પામતા જોવા ઈચ્છીએ છીએ.
પરંતુ, એવી પણ માન્યતા છે કે જ્યારે અફઘાનિસ્તાન સફળ થશે, ત્યારે જ વિશ્વ વધુ સુરક્ષિત અને વધુ સુંદર બની જશે. જ્યારે અફઘાનોંને પરિભાષિત કરનારા મૂલ્યો પ્રબળ બનશે ત્યારે આતંકવાદ અને બળવાખોરીને પીછેહટ કરવી જ પડશે.
અમે જાણીએ છીએ કે બળવાખોરી અને આતંકવાદ તમારી સીમા પર નથી ટકી શકતાં કે અમારા ક્ષેત્રની સીમા પર સમાપ્ત નથી થઈ શકતાં તેથી જ અમારા સમયમાં અશાંતિના સમયે દુનિયા અફઘાની પ્રજાના બહાદુરીથી પરિપૂર્ણ એ સંઘર્ષને નહીં ભૂલી શકે જે તેઓ પોતાના માટે અને વિશ્વ માટે લડી રહ્યા છે. ભારત નાતો આને ભૂલશે કે ના તે આનો ઈન્કાર કરશે. જેમ કે મેં ત્યારે પણ કહ્યું હતું અને અને હું ફરી એકવાર કહેવા ઈચ્છું છું કે તમારી મિત્રતા અમારા માટે સન્માનની વાત છે અને તમારા સ્વપ્નો અમારૂં કર્તવ્ય છે. ભારતની ક્ષમતા સીમિત હોઈ શકે છે પરંતુ અમારી પ્રતિબદ્ધતાની કોઈ સીમા નથી. અમારા સંસાધનો મામૂલી હોઈ શકે છે, પરંતુ અમારી ઈચ્છા અસીમિત છે. અન્યો માટે તેમની પ્રતિબદ્ધતામાં સૂર્યાસ્ત થઈ શકે છે પરંતુ અમારા સંબંધોમાં સમયનું કોઈ બંધન નથી. અમે ભૂગોળ અને રાજનીતિની અડચણોનો સામનો કરી શકીએ છીએ પરંતુ અમે અમારા હેતુઓની સ્પષ્ટતાથી પોતાનો માર્ગ પરિભાષિત કરીએ છીએ. આપણે અન્યના પ્રતિકાર અને શંકાઓને જોઈએ છીએ, પરંતુ અમારા સંકલ્પ બહુ જ મજબૂત છે અને તમારી આસ્થા અને વિશ્વાસ અમને આગળ વધવામાં માર્ગદર્શન આપે છે.
જ્યાં કેટલાક લોકોને તમારા ભવિષ્ય પ્રત્યે શંકા છે, ત્યાં અમે એ બાબતે નિશ્ચિત છીએ કે કોઈ શક્તિ કે તાકાત અફઘાનના લોકો દ્વારા પસંદ કરાયેલ નિયતિને અવગણી નહીં શકે. ભલે આની યાત્રા કેટલી પણ લાંબી કે મુશ્કેલ કેમ ના હોય. તેથી જ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય ફોરમમાં આપણે એક શાંતિપૂર્ણ, સમૃદ્ધ, એકસંપ, સમાવેશી અને લોકશાહી દેશ માટે અફઘાનના લોકોના અધિકારો માટે એક અવાજે વાત કરીશું અને એવા ભવિષ્ય માટે આપણે ક્ષેત્રોમાં, ગામડાઓમાં અને અફઘાનિસ્તાનના શહેરોમાં હળીમળીને કાર્ય કરીશું.
એક અજવાળા અને એક અંધકારની પળમાં જે કંઈપણ થાય છે તેનો આપણને અનુભવ થશે. હેરાતનાં મહાન સૂફી કવિ હાકિમ જામીએ જેમ કહ્યું છે કે ‘તાજગી ઔર ખુશી દોસ્તોં કી મંદ-મંદ બયારમેં બસતી હૈ’.
આ સન્માન,આ સ્નેહ અને મિત્રતા માટે આભાર.
આભાર.
J.Khunt
Inauguration of the Afghan India Friendship Dam is a historic moment of emotion & pride in the relations between Afghanistan and India.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
This is a project that will irrigate lands & light up homes. The dam is a generator of optimism & belief in the future of Afghanistan.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
The brave Afghan people are sending a strong message that the forces of destruction & death, denial and domination, shall not prevail.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
India cherishes the friendship with Afghanistan. In Afghanistan, we want to see democracy strike deep roots, people unite & economy prosper.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
Today, we are reviving a region, restoring hope, renewing life and redefining Afghanistan’s future. https://t.co/GKy6K7JeK8
— Narendra Modi (@narendramodi) June 4, 2016