Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હિન્દુસ્તાન સ્ટીલ વર્ક્સ કંસ્ટ્રક્શન લિમિટેડ નાણાકિય પુનર્ગઠન તથા રાષ્ટ્રીય ભવન નિર્માણ નિગમ લિમિટેડ દ્વારા તેના અધિગ્રહણને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હિન્દુસ્તાન સ્ટીલ વર્ક્સ કંસ્ટ્રક્શન લિમિટેડ (એકએસસીએલ) ના નાણાકિય પુનર્ગઠનને પોતાની મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ કેબિનેટે રાષ્ટ્રીય ભવન નિર્માણ નિગમ લિમિટેડ (એનબીસીસી) દ્વારા એચએસસીએલનું અધિગ્રહણ કરવાને પણ પોતાની મંજૂરી આપી દીધી છે. એનબીસીસી શહેરી વિકાસ મંત્રાલયને આધિન એક કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમ છે.

એચએસસીએલની વર્તમાન ચૂકતે ઇક્વિટી રકમ 117.1 કરોડ રૂપિયા છે. પ્રસ્તાવ અંતર્ગત, ભારત સરકારની ગૈર યોજના લોન તથા યોજના લોનની સાથે સાથે તેની પર સંચિત વ્યાજ તથા 1502.2 કરોડ રૂપિયાની બાકી રકમ ગેરન્ટી શૂલ્કને ઇક્વિટીમાં પરિવર્તિત કરવામાં આવશે તથા કંપનીની ઇક્વિટી રકમને વધારીને તે જ સ્તર પર પહોંચાડી દેવામાં આવશે. કંપનીની ચૂકતે ઇક્વિટી રકમ 1619.3 કરોડ રૂપિયા થઇ જશે. તેની એવજમાં 31 માર્ચ 2015 સુધીના 1585 કરોડ રૂપિયાના સંચિત નુકસાનને માંડવાળ ખાતામાં નાખી દેવામાં આવશે. સંચિત નુકસાનને માંડવાળ ખાતામાં નાખ્યા બાદ એચએસસીએલની ઇક્વિટી તથા ચૂકતે રકમ 34.3 કરોડ રૂપિયા થઇ જશે. એનબીસીસી 35.7 કરોડ રૂપિયાની રકમ એચએસસીએલમાં ઇક્વિટીના રૂપમાં નાંખવામાં આવશે. એચએસસીએલ ત્યાર બાદ એનબીસીસીની સહાયક કંપની બની જશે તથા તેમાં એનબીસીસીની ઇક્વિટી અંશભાગિતા 51 ટકા થશે.

એચસીએલમાં ભારત સરકરાની ભાગીદારી ઘટીને 49 ટકા રહી જશે. એચએસસીએલની ઇક્વિટી તથા ચૂકતા રકમ 70 કરોડ રૂપિયા થઇ જશે.

એનબીસીસી તથા એકએસસીએલ ભારત સરકારના ઉદ્યમો છે તથા તેની કારોબારી ગતિવિધિઓ એક જેવી છે. આ નિર્ણયથી એનબીસીસીને પોતાનો કારોબરી સ્તર વધારવામાં મદદ મળશે તથા તેની સાથે જ શ્રમબળનો વધુ સારો ઉપયોગ કરવામાં પણ મદદ મળશે. એબીસીસી તથા એચએસપીએલ એકબીજાના સંસાધનો તથા વિશેષજ્ઞતાથી લાભ ઉઠાવશે. એચએસીએલ પરિયોજનાઓની સાથો-સાથ મળેલા આદેશોના નિષ્પાંદનને પોતાની પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં સક્ષમ બની જશે.

ભારત સરકાર વાણિજ્યિક બેન્કો પાસેથી લેવામાં આવેલી ટર્મ લોનને પૂરી કરવા માટે 200 કરોડ રૂપિયાની એક વખતની સહાયતા પ્રદાન કરશે. આ 110 કરોડ રૂપિયા (લગભગ)ની આકસ્મિક દેનદારીનો બોઝ પણ ઓછો કરશે, જેમ કે વીઆરએસ દેનદારીઓ માટે વળતર અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારત સરકાર નાણાકિય વર્ષ 2015-16 માટે બેન્ક લોન પર લગભગ 44 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ (31 માર્ચ 2016) સુધીની સાથે સાથે એનબીસીસી દ્વારા એચએસસીએલના અધિગ્રહણની તારીખ સુધીના વ્યાજની રકમની પણ ચૂકવણી કરશે.

પૃષ્ઠભૂમિ :

એચએસસીએલને આધુનિક એકીકૃત ઇસ્પાત સંયંત્રોના નિર્માણ માટે વર્ષ 1964માં સ્થાપિત કરવામાં આવી હતી. બાદના વર્ષોમાં કંપનીએ અન્ય સિવિલ માળખાગત નિર્માણ પરિયોજનાઓના ક્ષેત્રમાં પણ પોતાનું વિવિધીકરણ કરી લીધું છે. એચએસસીએલ વર્ષ 1978 – 79થી જ ખોટમાં રહેવા લાગી, જેનું મુખ્ય કારણ ઘણા સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમોના મોટા શ્રમબળનો સમાવેશ કરવાનો તથા ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યાનું વર્ષ 1970ના 4100થી વધારીને વર્ષ 1979માં 26,537ના સ્તર સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા વર્ષ 1999માં મંજૂરી એચએસસીએલના પુનઉદ્ધાર પેકેજની સાથે સાથે બાદમાં પણ કંપનીના નાણાકિય પુનર્ગઠન માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ થઇ શક્યા નહોતા.

સચિવોની સમિતિએ જુલાઇ, 2015માં ભલામણો કરી હતી કે ઇસ્પાત મંત્રાલય સંબંધિત ક્ષેત્રના જ કોઇ તથા સીપીએસઇ દ્વારા એચએસસીએલના વિલય – અધિગ્રહણની સંભાવવાનો તાગ મેળવી શકાય છે. એચએસસીએલની આગળની રાહ પર એક કાગળ તૈયાર કરવા માટે સચિવોનો એક મોટો સમૂહ (જીઓએસ) ગઠિત કરવામાં આવ્યું હતું. જીઓએસની ભલામણો તથા ત્યાર બાદ સામાન્ય સહેમતિ હોવા પર એચએસસીએલના નાણાકિય પુનર્ગઠન તથા એનબીસીસી દ્વારા તેના અધિગ્રહણ કરવા પર એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી હતી.

J.Khunt