Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હિન્દુસ્તાન ફર્ટીલાઇઝર કોર્પોરેશન લિમિટેડની બરૌની બ્રાન્ચના પુરુત્થાન માટે નાણાકિય સહાયતા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હિન્દુસ્તાન ફર્ટીલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (એચએફસીએલ)ના નાણાકિય નવીનીકરણને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે તેને ભારત સરકાર તરફથી આપવામાં આવેલા 1916.14 કરોડ રૂપિયા (31.01.2015)ની લોન અને તેની પર લાગનારા વ્યાજ (31.03.2015 સુધી વ્યાજની રકમ હતી 7163.35 કરોડ રૂપિયા)ને છોડવાનો (માફ કરવાને) મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે એચએફસીએલ પર બિહાર રાજ્ય વિદ્યુત ઉત્પાદન કંપની લિમિટેડની બાકી રકમની ચૂકવણી માટે બરૌની બ્રાન્ચની 56 એકર જમીનને સ્થાનાંતરિત કરવાને પણ મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળની મંજૂરીથી એચએફસીએલને બીઆઇએફઆરના પંજીકરણથી અળગ હોવામાં મદદ મળશે અને આ તેના માટે સકારાત્મક થશે. એનાથી એચએફસીએલના ઝડપી પુનરુત્થાનનો રસ્તો સાફ થશે. આ બ્રાન્ચ અત્યારે નિષ્ક્રિય પડેલી છે અને જાન્યુઆરી 1999થી તેનું સંચાલન બંધ છે. અહીં એ બતાવવું જરૂરી હશે કે દેશના પૂર્વી ભાગમાં ફક્ત નામરૂપ (અસમ)માં બે નાની બ્રાન્ચને છોડી દઇએ તો, યૂરિયા ઉત્પાદનની કોઇ પણ બ્રાન્ચ નથી.

દેશમાં યૂરિયાની વાર્ષિક ખપત 320 એલએમટી છે જેમાં 245 એલઅમટીનું ઉત્પાદન દેશમાં થાય છે જ્યારે બાકી આયાત કરવામાં આવે છે. બૈરોનીમાં નવી બ્રાન્ચ લગાડવાથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં યૂરિયાની વધતી માંગને પૂરી કરી શકાશે. એનાથી પશ્ચિમી તથા મધ્ય ક્ષેત્રોથી યૂરિયા લાવવા માટે રેલવે તથા સડક વ્યવહાર પર પડનારા ભારણને પણ ઓછો કરી શકાશે અને એનાથી સરકારી સબ્સીડીમાં પણ બચત થશે. આ યૂનિટથી 400 પ્રત્યક્ષ અને 1200 અપ્રત્યક્ષ રોજગારના અવસર પેદા થશે.

બૈરોની બ્રાન્ચ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લીમિટેડ (ગેલ) દ્વારા બિછાવવામાં આવતી જગદીશપુર – હલ્દીયા ગૈસ પાઇપલાઇન માટે પણ મુખ્ય બ્રાન્ચ તરીકે કામ કરશે. જે પૂર્વી ભારતમાં વિકાસ તથા આર્થિક ઉન્નતિ અને માળખાકિય વિકાસ માટે ઘણી મહત્વની છે.

J.Khunt