Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હિઝ રોયલ હાઈનેસ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સની ભારતની મુલાકાત પ્રસંગે ભારત અને સાઉદી અરેબિયાનું સંયુક્ત નિવેદન

હિઝ રોયલ હાઈનેસ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સની ભારતની મુલાકાત પ્રસંગે ભારત અને સાઉદી અરેબિયાનું સંયુક્ત નિવેદન

હિઝ રોયલ હાઈનેસ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સની ભારતની મુલાકાત પ્રસંગે ભારત અને સાઉદી અરેબિયાનું સંયુક્ત નિવેદન

હિઝ રોયલ હાઈનેસ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સની ભારતની મુલાકાત પ્રસંગે ભારત અને સાઉદી અરેબિયાનું સંયુક્ત નિવેદન


 

 

  1. પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી અને બે પવિત્ર મસ્જીદોના કસ્ટોડિયનના માર્ગદર્શન હેઠળ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદ, નાયબ મુખ્ય મંત્રી અને સાઉદી અરેબિયા દેશના સંરક્ષણ મંત્રીએ તા. 19 અને 20 ફેબ્રુઆરી,2019 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. અહીંના વિમાન મથકે તેમનુ મા. પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું હતું. આ મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2016માં સાઉદી અરેબિયા દેશની લીધેલી અધિકૃત મુલાકાત પછી બે પવિત્ર મસ્જીદોના કસ્ટોડિયનોએ આપેલા આમંત્રણ પછી હીઝ મેજેસ્ટી કીંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદે આ મુલાકાત લીધી છે.

 

  1. હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સનુ તા. 20મી ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હીઝ રોયલ હાઈનેસના માનમાં રાષ્ટ્રપતિ કોવિંદે ડીનરનુ આયોજન કર્યું હતું.

 

  1. પ્રધાનમંત્રી મોદી અને હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ સલમાન બિન અબ્દુલ અઝીઝ વચ્ચે તા. 20મી ફેબ્રુઆરી, 2019ના રોજ હૈદારાબાદ હાઉસમાં પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. વિદેશ મંત્રી શ્રીમતી સુષમા સ્વરાજ હિઝ રોયલ હાઈનેસને મળ્યા હતા.

 

  1. ભારત અને સાઉદી અરેબીયા સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે, જે સદીઓ જૂના આર્થિક અને સામાજીક તેમજ સાસંકૃતિક સંબંધોનું પ્રતિબિંબ પાડે છે. ભૌગોલિક દ્રષ્ટીએ નિકટતા, કુદરતી સામ્ય, સાંસ્કૃતિક સમાનતા, લોકોનો પરસ્પર એકબીજા સાથે સંપર્ક, સમાન પડકારો અને તકો આ બધાએ આ મજબૂત સંબંધોને ગતિશિલતા આપી છે.

 

  1. બંને દેશો અને તેમના આગેવાનો વચ્ચે મજબૂત મૈત્રીના ભાવ સાથે દ્વિપક્ષી ચર્ચાઓ યોજાઈ હતી. તેમણે ઉત્તમ પ્રકારની દ્વિપક્ષી ચર્ચાઓ, મૈત્રી અને સહયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે, એમાં વિશ્વાસ પરસ્પર સમજ અને શાખ તથા એકબીજા માટે સન્માનની ભાવના વ્યક્ત થઈ છે. બંને પક્ષોએ એપ્રિલ 2016માં પ્રધાનમંત્રીએ લીધેલી રિયાધની સિમાચિન્હરૂપ મુલાકાત પછી વેપાર, ઉર્જા, સલામતિ, અને સાંસ્કૃતિક બાબતો જેવાં વિવિધ ક્ષેત્રોમાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. આ મુલાકાતને કારણે આપણા સંબંધોમાં વૃદ્ધિ થઈ છે અને નવી ઉંચાઈ તરફ આગળ વધ્યા છે.

 

  1. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સાઉદી અરેબિયામાં સંતુલન અને ખુલ્લાપણુ લાવવાના હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સે તાજેતરમાં હાથ ધરેલા ફેરફારોને આવકાર્યા છે. જ્યારે હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સે ભારતની લાક્ષણિકતા, સમાવેશીતા, ભિન્ન મતનુ સહઅસ્તિત્વ અને સહિષ્ણુતા ધરાવતા મોડેલની તથા એ માટેની ભાવનાની કદર કરી છે.

 

  1. બંને પક્ષોએ ફેબ્રુઆરી 2010ના ‘રિયાધ ડેકલેરેશન’માં દર્શાવ્યા મુજબની તથા બે પવિત્ર મસ્જીદોના કસ્ટોડીયનોની મુલાકાત વખતે જેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો તે તથા ફેબ્રુઆરી 2014માં હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સની મુલાકાત વખતે જેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો તે તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એપ્રિલ 2016ની સાઉદી અરેબિયાની મુલાકાત વખતે થયેલી વિચારણા મુજબની ‘વ્યુહાત્મક ભાગીદારી’ ને મજબૂત કરવા માટેની ઉંડી નિષ્ઠા વ્યક્ત કરી છે.

 

  1. માનનીય પ્રધાનમંત્રી અને હીઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સની રચેલી અને મંત્રીઓનુ પ્રતિનિધિત્વ ધરાવતી હાલની વ્યૂહાત્મક ભાગીદારી કાઉન્સિલનું ઉચ્ચ સ્તરની મોનિટરીંગની વ્યવસ્થા ધરાવતી તેમજ વ્યૂહાત્મક ભાગીદારીના સમગ્ર વ્યાપને આવરી લેતી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે સંમતિ દર્શાવી છે.

 

  1. બંને પક્ષોએ તાજેતરમાં રિયાધ ખાતે યોજાયેલી નીતિ આયોગ અને અને સાઉદી સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ (SCISP)નાં તારણોને આવકાર્યાં છે. આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત સહયોગ અને મૂડીરોકાણની 40થી વધુ તકો ઓળખી કાઢવામાં આવી હતી.

 

  1. આ મુલાકાત દરમિયાન નીચે મુજબના સમજૂતિના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે :

 

  • નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ ઓફ ઈન્ડીયામાં મૂડીરોકાણ માટેનો સમજૂતિનો કરાર
  • પ્રવાસનાના ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતિનો કરાર
  • આવાસના ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતિનો કરાર
  • ઈનવેસ્ટ ઈન્ડીયા અને સાઉદી અરેબિયા જનરલ ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(SAGIA)વચ્ચે સહયોગના કાર્યક્રમનું માળખુ તૈયાર કરવું
  • ઓડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામ્સના વિનિમય તથા બ્રોડકાસ્ટીંગ અંગે સમજૂતિનો કરાર
  • માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીએ શરૂ કરેલા ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA)માં સાઉદી અરેબિયા જોડાય તે અંગેનો કરાર

 

  1. તાજેતરનાં વર્ષોમાં દ્વિપક્ષી વેપારમાં હકારાત્મક તરાહની નોંધ લઈને બંને પક્ષોએ વેપાર અને ખાસ કરીને ઓઈલ સિવાયનાં ક્ષેત્રોમાં વણખેડાયેલી જંગી ક્ષમતાની નોંધ લીધી હતી. બંને પક્ષોએ ફેબ્રુઆરી 2014માં રિયાધ ખાતે યોજાયેલી ઈન્ડીયા- સાઉદી જોઈન્ટ કમિશનની 12મી બેઠક દરમિયાન આર્થિક, વાણિજ્યિક, મૂડીરોકાણ સંસ્કૃતિ અને ટેક્નોલોજીના ક્ષેત્રે સહયોગ વધારવા અંગે થયેલી હકારાત્મક ચર્ચાઓની કદર કરી હતી.

 

  1. બંને દેશો વચ્ચે વેપારના કદમાં વધારો કરવા તથા નિકાસ કામગીરીમાં નડતા અવરોધો દૂર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

 

  1. બંને દેશોએ કીંગડમના વિઝન 2030 અને વેપાર અને મૂડીરોકાણ વધારવા માટેના વિઝનને એકસૂત્રતા વડે આગળ ધપાવવા અને ભારતની ફલેગશિપ પહેલ ‘મેક ઈન ઈન્ડીયા’, ‘સ્ટાર્ટ-અપ ઈન્ડીયા’, ‘સ્માર્ટ સીટીઝ’, ‘સ્વચ્છ ભારત’, અને ડીજીટલ ઈન્ડીયા જેવાં 13 વિઝન સાકાર કરવાના કાર્યક્રમને વ્યાપક બનાવવા માટે સંમતિ સાધવામાં આવી છે. સાઉદીના પક્ષે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તે સાઉદી અરેબિયામાં સ્થપાઈ રહેલા નવા મેગા પ્રોજેકટસમાં ભારતમાંથી ખાનગી/જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ અને નિપુણતા આકર્ષવા માટે સજ્જ છે. બંને પક્ષોએ ભારત અને સાઉદી અરેબિયાના અર્થતંત્રમાં આવેલા હકારાત્મક ફેરફારોની નોંધ લીધી હતી.

 

  1. બંને સરકારો મારફતે બિઝનેસ કરવામાં આસાની, સરલીકરણ, વર્તમાન કાયદાનુ તાર્કિકરણ અને મહત્વનાં ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ માટેના નિયમોમાં રાહત આપવા અંગે લેવામાં આવેલા મહત્વનાં પગલાંને આવકાર્યાં હતાં.

 

  1. બંને દેશોએ વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીની રિયાધની મુલાકાત વખતે ઇન્વેસ્ટ ઈન્ડીયા અને સાઉદી અરેબિયા જનરલ ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(SAGIA)વચ્ચે સહયોગના કરારનુ માળખુ નક્કી થયા પછી મૂડીરોકાણના ક્ષેત્રે આવેલા હકારાત્મક ફેરફારોને આવકાર્યા હતા. બંને પક્ષોએ પોતાના દેશના વેપારી સમુદાયને બંને દેશોમાં રહેલી મૂડીરોકાણની તકોનો ઉપયોગ કરવા અને ખાસ કરીને માળખાગત સુવિધાના ક્ષેત્ર, ખાણકામ, પુન:પ્રાપ્ય ઉર્જા, આહાર સલામતી, ટેક્નોલોજીની તબદીલીનો લાભ લેવા અનુરોધ કર્યો છે અને વધુમાં માહિતી ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, અને ટેલિકોમ્યુનિકેશન્સના ક્ષેત્રે કુશળ માનવ સંસાધનના સ્રોતોના ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે.

 

  1. સાઉદી અરેબિયા રાજ્યના ઔદ્યોગિક શહેરો અને બંદરો ખાતે ઉપલબ્ધ અતિ આધુનિક માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટીક્સ સેવાઓનો લાભ લેવા માટે હિઝ રોયલ હાઈનેસે સ્થાનિક અને પ્રાદેશિક બજાર હાંસલ કરવા માટે રાજ્યમાં ભારતીય કંપનીઓના મૂડીરોકાણને આવકાર્યું છે.

 

  1. પ્રધાનમંત્રીએ હિઝ રોયલ હાઈનેસની ભારતમાં ઉર્જા, રિફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ અને માળખાગત સુવિધાઓ, કૃષિ, ખનીજ અને ખાણકામ, મેન્યુફેક્ચરીંગ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે 100 અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ કરવાની જાહેરાતને આવકારી છે.

 

  1. બંને પક્ષોએ અંદાજે 44 અબજ યુએસ ડોલરના ખર્ચે સ્થપાનારા સંયુક્ત સાહસ વેસ્ટ કોસ્ટ રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પ્રોજેક્ટનું અમલીકરણ ઝડપી બનાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. આ રિફાઈનરી દુનિયાની સૌથી મોટી ગ્રીન ફીલ્ડ રિફાઈનરી બની રહેશે અને એક જ તબક્કામાં તેનું અમલીકરણ થશે. આ ઉપરાંત 10 અબજ ડોલરના જાહેર રોકાણ મારફતે રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત તેના ટેક્નોલોજી પાર્ટનર્સ અને અન્ય મૂડી રોકાણની તકો 26 અબજ ડોલરની મૂડી રોકાણની ક્ષમતા દર્શાવે છે.

 

  1. ભારતના પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયા દ્વારા નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) માં તથા ભારતમાં અન્ય મહત્વના ક્ષેત્રોમાં થનારા રોકાણને આવકાર્યું છે. આ સંદર્ભમાં બંને પક્ષોએ નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં (NIIF) મૂડી રોકાણ માટે કરાયેલા સમજૂતિના કરારની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેનાથી દ્વિપક્ષી આર્થિક સહયોગનો માર્ગ મોકળો થશે.

 

  1. પ્રધાનમંત્રી મોદીએ સાઉદીના પક્ષે ભારતમાં અને ખાસ કરીને ઉર્જા, રિફાઈનીંગ, પેટ્રો-કેમિકલ્સ, માળખાગત સુવિધાઓ, કૃષિ, ખનિજ અને ખાણકામ, મેન્યુફેક્ચરીંગ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે મૂડી રોકાણ કરવાના ઈરાદાને આવકાર્યો હતો.

 

  1. બંને પક્ષોએ આવાસ ક્ષેત્રે સહયોગ માટે કરાયેલા સમજૂતિના કરારને આવકાર્યો હતો અને ભારતીય કંપનીઓને સાઉદી અરેબિયામાં હાથ ધરાનારી આવાસ યોજનાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરી હતી.

 

  1. હિઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સે આપદા વખતે ટકી શકે તેવી માળખાગત સુવિધાઓના ક્ષેત્રે સહયોગના પ્રધાનમંત્રી શ્રીના પ્રયાસોને આવકાર્યા હતા અને તેને આપદા વ્યવસ્થાપન તરફનું મહત્વનું કદમ ગણાવ્યું હતું.

 

  1. વ્યૂહાત્મક સહયોગને ઉર્જા સુરક્ષાના એક મહત્વના સ્તંભ તરીકે ઓળખાવીને બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપાર માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સાઉદી અરેબિયાને ભારતના ઓઈલ અને ગેસના મહત્વના સપ્લાયર તરીકેની ભરોંસાપાત્ર તરીકેની નોંધ લીધી હતી. બંને પક્ષોએ ઈન્ડીયા-સાઉદી અરેબિયા એનર્જી કન્સલ્ટેશનને ચાલુ રાખવા માટે ઝોક દર્શાવ્યો હતો. બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રમાં ખરીદદાર-વિક્રેતા તરીકેના સંબંધોનું વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતર કરવા અને પેટ્રો-કેમિકલ સંકુલોમાં સંયુક્ત સાહસો તરીકે મૂડી રોકાણમાં ધ્યાન કેન્દ્રિત કરવા પર સંમતિ દર્શાવી હતી.

 

  1. હિઝ રોયલ હાઈનેસ ધ ક્રાઉન પ્રિન્સે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારતની વધતી જતી જરૂરિયાતો તરફ નિષ્ઠા દાખવી હતી અને અન્ય સ્રોતોમાં અવરોધ ઉભો થવાના કારણે જો તંગી ઉભી થાય તો તે પૂરી કરવા માટેનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

  1. પ્રધાનમંત્રીએ કીંગડમની ભારતની વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતો (SPRs)માં સહયોગને આવકાર્યો હતો.

 

  1. ભારતના પ્રધાનમંત્રીએ સાઉદીના પક્ષે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થવાના નિર્ણયને આવકાર્યો હતો. બંને પક્ષોએ માત્ર પુન:પ્રાપ્ય ઉર્જા જ નહીં, પરંતુ સંશોધન અને વિકાસ ક્ષેત્રે પણ સહયોગ આપવાની નોંધ લીધી હતી.

 

  1. બંને પક્ષોએ રિમોટ સેન્સીંગ, સેટેલાઈટ કોમ્યુનિકેશન અને સેટેલાઈટ આધારિત નેવિગેશન સહિતના અવકાશ સંશોધન, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં સહયોગ માટે સંમતિ દર્શાવી છે.

 

  1. બંને પક્ષોએ કૌશલ્ય વિકાસ અંગે સંયુક્ત વર્કિંગ ગ્રુપ સ્થાપવા માટે સંમતિ દર્શાવી છે, જેમાં બંને દેશોને મેન્યુફેક્ચરીંગ, માહિતી ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને પ્રોગ્રામીંગ જેવા મહત્વના ક્ષેત્રોને આવરી લઈને એક બીજાની ક્ષમતાનો લાભ મેળવશે.

 

  1. ફેબ્રુઆરી 2014માં હિઝ મેજેસ્ટી કીંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલસઉદની ભારતની મુલાકાત વખતે અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અંગે થયેલા સમજૂતિ કરાર પછીની તાજેતરની ગતિવિધિઓને આવકારી હતી. આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં રિયાધ ખાતે તા. 2 અને 3 જાન્યુઆરી, 2019ના રોજ યોજાયેલી સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અંગેની ચોથી સંયુક્ત સમિતિના પરિણામોને આવકાર્યા છે.

 

  1. બંને પક્ષોએ શક્ય તેટલા વહેલા નૌકાદળની પ્રથમ સંયુક્ત કવાયત યોજવા માટે સંમતિ દર્શાવી છે અને અન્ય ક્ષેત્રોમાં પણ દ્વિપક્ષી પ્રવૃત્તિઓ વિકસાવવા માટેની સંમતિ સધાઈ છે.

 

  1. બંને પક્ષો નૌકાદળ અને ભૂમિદળના સ્પેરપાર્ટસ ક્ષેત્રે ક્ષમતા અને પરસ્પરના લાભને ધ્યાનમાં લઈને સંયુક્ત સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ અને ભાગીદારી માટે સંમત થયા છે અને સાથે સાથે ‘મેક ઈન ઈન્ડીયા’ અને ‘વિઝન-2030’ અનુસાર સપ્લાય ચેઈન પદ્ધતિ વિકસાવવા માટેની સંમતિ સધાઈ છે.

 

  1. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય વેપારમાં સલામત માર્ગ માટે તથા બંને દેશોની સમૃદ્ધિ માટે હિંદ મહાસાગરના રીમ (RIM) દેશો સાથે મળીને કામ કરવા તથા મેરીટાઈમ સુરક્ષા વધારવા માટે સંમતિ સાધી છે.

 

  1. પ્રાદેશિક કનેક્ટીવિટી યોજનાઓ સંબંધે બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓને આધારે સાથી દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતા અને અખંડિતતા માટે સંમતિ દર્શાવી છે.

 

  1. બંને દેશોએ પ્રાદેશિક સ્થિરતા અને પડોશી દેશો સાથે સારા સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો છે. હિઝ રોયલ હાઈનેસે પ્રધાનમંત્રી મોદી દ્વારા મે 2014 થી હાથ ધરાયેલા સતત પ્રયાસોની કદર કરી છે, જેમાં પ્રધાનમંત્રીએ પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો માટે કરેલા વ્યક્તિગત પ્રયાસોની પણ નોંધ લીધી છે. આ સંબંધે બંને પક્ષો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી ઘનિષ્ઠ સંવાદ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી થાય તે આવશ્યક ગણાવ્યું છે.

 

  1. ઉગ્રવાદ અને આતંકવાદને તમામ રાષ્ટ્રો અને સમાજ માટે ભયરૂપ ગણાવીને બંને પક્ષોએ આ સાર્વત્રિક લાક્ષણિકતાને કોઈ ચોક્કસ જાતિ, ધર્મ કે સંસ્કૃતિ સાથે જોડવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે. બંને પક્ષોએ તમામ દેશોને અન્ય દેશો સામે આતંકવાદનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ ફગાવી દેવા અનુરોધ કર્યો છે. આતંકવાદનું માળખું જ્યાં પણ અસ્તિત્વ ધરાવતું હોય ત્યાં તેને ધ્વસ્ત કરવા અને અન્ય દેશોમાં પણ આતંકવાદી કાવતરા કરતા લોકોને નાણાંકિય સહાય પૂરી પાડવાની પ્રવૃત્તિ બંધ કરવા અનુરોધ કર્યો છે અને એ દ્વારા આવા કૃત્યો કરનારને ન્યાયતંત્ર સમક્ષ લઈ જવાની બાબત પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત બંને દેશોએ નોંધ લીધી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન (કોમ્પ્રીહેન્સીવ કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટેરરીઝમ)ને સત્વરે અપનાવવા માટે અનુરોધ કર્યો છે અને આતંકવાદીઓ અને તેમના સંગઠનોનો યુનો દ્વારા બહિષ્કાર કરવાની બાબત પર ભાર મૂક્યો છે.

 

  1. બંને પક્ષોએ તમામ દેશોને રાજ્યની નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. તેમણે તમામ દેશોને મિસાઈલ્સ અને ડ્રોન જેવા શસ્ત્રો મળતા અટકાવીને અન્ય દેશો સામે આતંકવાદથી દૂર રહેવા જણાવ્યું છે.

 

  1. પ્રધાનમંત્રી અને હિઝ રોયલ હાઈનેસે ખૂબ આકરી ભાષામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા ખાતે ભારતના સલામતી દળો પર તાજેતરમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે.

 

  1. બંને દેશોએ પરસ્પરના હિત ધરાવતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાં પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિના સમાન ઉદ્દેશથી પશ્ચિમ એશિયા અને મધ્ય- પૂર્વના દેશોમાં સ્થિરતા અને સલામતિની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોએ સિરિયા અંગેના સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન (2254) અને સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન (2216) ના જીસીસીના પ્રયાસો તથા યેમેન માટેના ઉપાય તરીકે યેમેની નેશનલ ડાયલોગના પરિણામો ઉપર ભાર મૂક્યો છે.

 

  1. બંને દેશોએ આરબ શાંતિ પહેલને આધારે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની અને ઘનિષ્ઠ શાંતિ દ્વારા ન્યાય પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી છે અને આ સંબંધે યુનો દ્વારા કરાયેલા ઠરાવો મુજબ પેલેસ્ટાઈનના લોકોના કાયદેસરના હક્કોની ગેરંટી માટે આશા વ્યક્ત કરી છે.

 

  1. આતંકવાદને નાથવા માટે સહયોગમાં વધારો કરવાના પ્રયાસો અને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સના આદાન-પ્રદાન વડે બંને પક્ષોએ એક બીજાને સહયોગ વધારવા માટે સંમતિ દાખવી છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના સ્તરે આતંકવાદને નાથવા માટે સંયુક્ત કાર્યકારી જૂથ સ્થાપવાની અને ‘ઘનિષ્ટ સુરક્ષા સંવાદ’ માટે સંમતિ દર્શાવી છે.

 

  1. પ્રધાનમંત્રી અને હિઝ રોયલ હાઈનેસે વિવિધ સુરક્ષાલક્ષી મુદ્દાઓ પર અને ખાસ કરીને મેરીટાઈમ સુરક્ષા, કાયદાનો અમલ, મની લોન્ડરીંગ રોકવાની પ્રવૃત્તિ, ડ્રગ ટ્રાફિકીંગ, માનવ તસ્કરી, ગેરકાયદે સ્થળાંતર અને એક દેશમાંથી બીજા દેશમાં આચરવામાં આવતા અન્ય ગૂનાઓ માટે હાલમાં પરસ્પરને અપાતો ઘનિષ્ટ સહયોગ ચાલુ રાખવા માટેનો પુનરોચ્ચાર કર્યો છે.

 

  1. વિનાશક અને આત્યંતિક વિચારધારાઓને આગળ ધપાવવા સાયબર સ્પેસના થઈ રહેલા દુરૂપયોગ અંગે બંને દેશોએ ગંભીર ચિંતા વ્યકત કરી છે અને સાયબર સ્પેસ અને સાયબર ક્રાઈમ સામે લડત આપવા માટે થયેલા ટેકનિકલ સહયોગ અંગેના સમજૂતિ કરારને આવકાર્યો છે. બંને પક્ષોએ સાયબર સ્પેસનો ઉપયોગ આતંક, ઉદ્દામવાદી પ્રવૃત્તિઓ અને સામાજીક સંવાદિતાને ખલેલ પહોંચે તે પ્રકારે થતી ઉશ્કેરણી રોકવા માટે સહયોગ માટેની સંમતિ આપી છે.

 

  1. મોટા પ્રમાણમાં ભારતીય સમુદાયને આશ્રય તથા તેમના કુશળતા અને કલ્યાણ માટેના સતત પ્રયાસો બદલ ભારતના પક્ષેથી સાઉદીના નેતૃત્વનો આભાર માનવામાં આવ્યો છે.

 

  1. પ્રધાનમંત્રીએ 32માં સાઉદી નેશનલ ફેસ્ટીવલ ઓફ હેરિટેજ એન્ડ કલ્ચર- જનાદ્રિયા 2018માં ભારતને ‘ગેસ્ટ ઓફ ઓનર’નું સ્થાન આપવા બદલ સાઉદીના નેતૃત્વનો આભાર માન્યો છે. બંને પક્ષોએ લોકોથી લોકો સુધીના સંપર્કો વધારવા માટે અને નિયમિત ગાળે સાંસ્કૃતિક સપ્તાહો-સાઉદી અરેબિયામાં ‘ઈન્ડીયા સપ્તાહ’ તથા ભારતમાં ‘સાઉદી અરેબિયા સપ્તાહ’નું આયોજન કરીને સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવાનો ઝોક દર્શાવ્યો છે.

 

  1. પ્રધાનમંત્રીએ છેલ્લી વસતિ ગણતરીના આધારે બે પવિત્ર મસ્જીદોના કસ્ટોડિયન અને હિઝ હાઈનેસ ધ ક્રાઉન પ્રિન્સનો હજ યાત્રીઓ માટે હજનો ક્વોટા વધારીને 2,00,000 કરવાના નિર્ણય બદલ આભાર માન્યો છે.

 

  1. પ્રધાનમંત્રીએ બે પવિત્ર મસ્જીદોના કસ્ટોડિયનો અને હીઝ રોયલ હાઈનેસનો સાઉદીની જેલોમાંથી 850 ભારતીય કેદીઓને મુક્ત કરવાના હુકમ બદલ આભાર માન્યો છે.

 

  1. બંને પક્ષોએ લોકોથી લોકો વચ્ચે પરામર્શ વધે અને બંને દેશો વચ્ચે પ્રવાસનનો વિકાસ થાય અને કોન્સ્યુલર અને ઈમિગ્રેશન સંબંધિત પડકારો હલ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

  1. ભારત સરકાર સાઉદી અરેબિયન એરલાઈન્સની દર મહિને 80,000 બેઠકોથી વધારીને દર મહિને 1,12,000 બેઠકો કરવા માટે સંમતિ દર્શાવી છે અને આ અંગે સંખ્યા જાળવી રાખવા માટેનો અભ્યાસ થઈ રહ્યો છે.

 

  1. બંને દેશોએ, બંને દેશોના સ્થળાંતર પ્લેટફોર્મ e-Migrate અને e-Tawtheeq ના સંકલન માટે આશાવાદ વ્યક્ત કર્યો છે, જેથી સ્થળાંતર માટે મજબૂત વાતાવરણ ઉભુ કરી શકાય.

 

  1. બંને પક્ષોએ સામાન્યપણે ભારતીય સમુદાય અને ખાસ કરીને હાજી/ ઉમરા યાત્રિકો માટે રૂપે (RuPAY) સહિતની ચૂકવણી વ્યવસ્થાઓના ક્ષેત્રે સહયોગની તકો તપાસવા સંમતિ દર્શાવી છે. પ્રધાનમંત્રીએ હિઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સનો ભારતીય શ્રમિકો માટેની “Iqamah” સમસ્યા માનવતાના ધોરણે હલ કરવા બદલ આભાર માન્યો છે. આ શ્રમિકોને તેમની કોઈપણ ભૂલ નહીં હોવા છતાં સહન કરવું પડ્યું છે.

 

  1. બંને પક્ષોએ UN, G-20, WTO સહિતના ભિન્ન પ્રવૃત્તિ ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે અને બહુપક્ષીય વલણ માટે નિષ્ઠા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ, WTO અને ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સિસ્ટમ્સ વગેરેના વૈશ્વિક વ્યવસ્થાના સ્વરૂપમાં ફેરફારોની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે.

 

  1. વૈશ્વિક પડકારો હલ કરવા માટેના મહત્વના પરિબળ તરીકે સમકાલિન વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ યુનોના અસરકારક બહુપક્ષીય વલણ પર ભાર મૂક્યો છે અને તેમણે સુરક્ષા પરિષદ સહિતના યુનોના મહત્વના સુધારા તાકીદના ધોરણે હાથ ધરવાનો અનુરોધ કર્યો છે.

 

  1. બંને પક્ષોએ સાથે મળીને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ અને સંગઠનો મારફતે ભાગેડુ આર્થિક ગુનેગારોની સમસ્યા હલ કરવા સાથે મળીને કામ કરવાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો છે.

 

  1. હિઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાને ભારતના લોકો અને સરકારનો તેમને તથા તેમની સાથેના પ્રતિનિધિ મંડળને આપવામાં આવેલા ઉષ્માપૂર્ણ આવકાર બદલ આભાર માન્યો છે.

 

J.Khunt