Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હરિયાણાની સુવર્ણ જયંતી ઉજવણીના શુભારંભ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

હરિયાણાની સુવર્ણ જયંતી ઉજવણીના શુભારંભ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

હરિયાણાની સુવર્ણ જયંતી ઉજવણીના શુભારંભ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


આજે હરિયાણા તેની સુવર્ણ જયંતીનો પ્રારંભ કરી રહ્યું છે. એવા મહત્વપૂર્ણ અવસર પર તમામ હરિયાણાવાસીઓને મારી ખૂબજ શુભકામનાઓ. જેવું મુખ્યમંત્રીજીએ જણાવ્યું કે સુવર્ણ જયંતીનો અવસર ન કોઈ પક્ષનો છે, ન કોઈ સરકારનો છે, આ અવસર દરેક હરિયાણવીનો છે.

વ્યક્તિના જીવનમાં પણ વર્ષગાંઠ મનાવવી, કંઈક વિશેષ અવસરોને ઉજવવા, વ્યક્તિને નવા સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. એ જ રીતે સમાજને અને રાજ્યને આ પ્રકારના અવસર કંઈક નવા સંકલ્પ કરવાની પ્રેરણા આપે છે.

આ સુવર્ણ જયંતીના કાળખંડમાં હું તમામ હરિયાણાવાસીઓને પ્રાર્થના કરીશ કે 1996માં હરિયાણા બનાવવા માટે જે વાતો મૂકવામાં આવી હોય, જે આંદોલન ચલાવ્યા હોય, જે વિચાર પ્રસ્તુત કરાયા હોય, એ સમયના અખબારો હોય, એ સમયની માહિતીઓ હોય, એક વખત સમગ્ર વાતોને લઈને દરેક હરિયાણવીએ વિચારવું જોઈએ કે કયા હેતુથી ચાલ્યા હતા, કયા રસ્તા પર ચાલ્યા હતા, કઈ મંજિલને મેળવવા નિકળ્યા હતા, ક્યાં સુધી પહોંચ્યા છીએ, હજુ વધુ કેટલું ચાલવું પડશે, જલદીથી પહોંચવા માટે શું કરી શકીએ છીએ, આ લેખા -જોખાં કરવાનો પણ સમય હોય છે.

વિતેલા 50 વર્ષનું ગૌરવ ગાન, વિતેલા 50 વર્ષનો દરેકનો પુરુષાર્થ-પરિશ્રમ, સંકલ્પ, તેણે આજે હરિયાણાને અહીં પહોંચાડ્યું છે. પરંતુ આજથી 10 વર્ષ પહેલા જે ગતિથી ચાલતા હતા, વાત ચાલી શકતી હતી. ગામમાં ખાટલા પર બેસીને, હલકા-ફૂલકા ટૂચકાની સાથે, હરિયાણાની વ્યક્તિ ખૂબ સચોટ વાતો જણાવવાની તાકાત રાખે છે. તે સ્પષ્ટપણે પોતાની ગ્રામીણ ભાષામાં મોટી ગહન વાત જણાવી દે છે.

મારું સૌભાગ્ય રહ્યું છે કે આપ લોકોની વચ્ચે વર્ષો સુધી કામ કરવાથી, અને તેથી હું બરોબર આ વાતોથી પરિચિત છું. હરિયાણા ભલે જ એક નાનકડો પ્રદેશ હોય, પરંતુ જીવનનું કોઈ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં હરિયાણાની વ્યક્તિના પરસેવાની મહેંક ન હોય. એમ તો કહેવાય છે કે હરિયાણાના લોકો મોટે ભાગે ખેતી કરનારા છે, પરંતુ હરિયાણાના લોકો જ્યાં વ્યપારમાં પહોંચ્યા છે, અને હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં છે, તેઓએ વેપારમાં પણ પોતાની શક્તિનો પરચો આપી દીધો છે.

લોકોને લાગે છે કે હરિયાણાના લોકો ગામમાં ખેતી કરે છે, પરંતુ આ દેશના દર દસ જવાનમાંથી સેનામાં એક જવાન હરિયાણાનો હોય છે. કોઈ વિસ્તાર એવો નહીં હોય જ્યાં હરિયાણાવાળાઓએ દેશ માટે બલિદાનની કોઈ ઉત્તમ પોતાની ઓળખ ન બનાવી હોય. અને હરિયાણાની એ પણ વિશેષતા છે કે સ્વામી દયાનંદ સરસ્વતીનો પ્રભાવ હરિયાણામાં ખૂબ ઊંડો છે. આપને સેંકડો પરિવાર મળશે જ્યાં આજે પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીનું સ્મરણ કરતા જ તેમની આંખોમાં ચમક આવી જાય છે. અને આ જ ધરતી છે જેના પર અનેક મહાપુરુષોના નામોની છાયા અંકિત છે.

વિશ્વમાં કદાચ યુદ્ધ તો ઘણા થયા હશે, પરંતુ કદાચ જ વિશ્વમાં કોઈ એવું યુદ્ધ હશે કે જ્યાં યુધ્ધની ભૂમિ પર જીવન-મૃત્યુનો ખેલ ચાલતો હોય, ત્યાં જ જીવનના આદર્શોની ઉત્તમમાં ઉત્તમ અને હજારો વર્ષો સુધી માર્ગદર્શન કરે, એવી ગીતાની રચના યુધ્ધભૂમિમાં થઈ હોય. આ અજોડ ઘટના છે, નહિતર ચિંતન મનનથી શાંતચિત્તે ખૂણામાં, અંદર ડૂબ્યા બાદ કોઈક વાત નિકળે છે, પરંતુ યુધ્ધભૂમિની વિશેષતા જોઈએ, યુધ્ધના મેદાનમાં પણ જીવનના આદર્શોનું તત્વજ્ઞાન પીરસી શકાય છે, એવી આ ધરતી છે. પરંતુ જેની જેટલી મહાનતા છે, એટલી જ તેની મહાન જવાદારીઓ પણ છે. મને હંમેશા એક વાતની પીડા રહેતી હતી, કે આવો સંસ્કારી પ્રદેશ, આવો સામર્થ્યવાન પ્રદેશ, દર વખતે નવી વાતને સ્વીકારનારો પ્રદેશ, શું કારણ છે કે માના ગર્ભમાં જ છોકરીઓની હત્યા કરી દેવામાં આવે છે?

હું મનોહરલાલજીને અભિનંદન આપવા માગું છું, હું હરિયાણાના લોકોને પણ અભિનંદન આપવા માગું છું, જ્યારે મેં બેટી બચાવો, બેટી પઢાવો માટે હરિયાણાની જનતાને છોકરીઓના જીવનની રક્ષાની ભીખ માગી હતી. અને આજે હું સંતોષની સાથે કહી શકું છું, કે હરિયાણાના લોકોએ આ ભાવનાનો આદર કર્યો. આજે સમગ્ર દેશમાં જાતિ પ્રમાણની સ્થિતિમાં જે સુધારો લાવવામાં, તેજ ગતિથી સુધાર કોઈ લાવી રહ્યું છે, તો એ હરિયાણા પ્રદેશ લાવી રહ્યું છે.

હું એ માતાઓને અભિનંદન આપવા ઇચ્છું છું કે, જેઓએ વહુના ગર્ભમાં જે બાળકી હતી, સાસુના નાતે, માના નાતે, તેની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે. હું એ વડિલોનો આદર કરું છું, જેઓએ હરિયાણામાં હવે બેટીઓ મરવા નહીં દઈએ, મારવા નહીં દઈએ, આ સંકલ્પને લઈને સ્થિતિને સુધારવાનું નેતૃત્વ કર્યું છે. સમાજના દરેક વર્ગને મારા માટે સ્વર્ણિમ જયંતીનો અવસર હરિયાણાના એ તમામ વડિલોને, વરિષ્ઠજનોને, માથું ઝુકાવીને નમન કરવાનો મારા માટે અવસર છે. અને આ હરિયાણાની તો બેટીઓ છે, જે માત્ર હરિયાણાના જ નહીં, સમગ્ર હિન્દુસ્તાનની આન-બાન-શાન બનેલી છે. આ સ્વર્ણિમ જયંતીમાં દરેક હરિયાણાના નાગરિકે સંકલ્પ કરવો જોઈએ કે બેટી બચાવવાના મામલામાં હવે હરિયાણામાં કોઈ ઊણપ નહીં રાખવામાં આવે, ન બાળકીને મારવા દેવાશે, બાળકીઓને જન્મ આપવાના અધિકારની રક્ષા દરેક હરિયાણવી કરશે. આનાથી મોટો સ્વર્ણિમ જયંતીનો કોઈ અવસર ન હોઈ શકે.

હું આજે શ્રીમાન મનોહર લાલજીની સરકારને આ વાત માટે અભિનંદન આપું છું કે તેઓએ આજે કેટલાક જિલ્લા ખૂલ્લામાં મળોત્સર્જન મુક્ત જાહેર કર્યા છે. આપ કલ્પના કરો કે 21મી સદીનો દોઢ દાયકો વિતી ચૂક્યો છે, અને આજે પણ આપણી માતાઓ, બહેનોને ગામમાં ખૂલ્લામાં શૌચ માટે જવું પડે છે, આનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે. અને તેઓ શરમને લીધે સુર્યના ઊગતા પહેલા જાય છે શૌચ માટે અથવા તો શૌચ પર જવા માટે સુર્યના આથમવાની રાહ જુએ છે. ગમે એટલી પીડા કેમ ન હોય દિવસભર શરમને લીધે ક્યાંય જઈ શક્તિ નથી, એનાથી મોટો જુલમ કયો હોઈ શકે, અને તેથી હું હરિયાણાવાળાઓ પાસેથી અપેક્ષા રાખું છું, હું હરિયાણા સરકારની પ્રશંસા કરું છું કે હવે અમારા ગામમાં પણ ક્યાંય પણ, કોઈને પણ ખૂલ્લામાં શૌચ પર જવા માટે મજબૂર નહીં થવું પડે. બની શકે તો હાલમાં જ આપણે આ સ્વર્ણિમ જયંતીમાં સમગ્ર હરિયાણા રાજ્યને ખૂલ્લામાં મળોત્સર્જન મુક્ત કરી દેવું જોઈએ, ખૂલ્લી રીતે આ ખૂલ્લામાં થનારા શૌચથી મુક્ત કરી દેવા જોઈએ, મને વિશ્વાસ છે કે હરિયાણા આ કરી શકે છે, કરી શકે છે.

આજે હરિયાણાએ સમગ્ર દેશને એક નવી દિશા પ્રદાન કરી છે. હું આના માટે મુખ્યમંત્રીજીનો, તેમની સમગ્ર ટીમને હ્દયપૂર્વક અભિનંદન આપું છું. તેઓએ કેરોસીન મુક્ત કેટલાક જિલ્લા બનાવ્યા જેમાંથી આઠ, આઠ જિલ્લા કેરોસિનથી મુક્ત બની ગયા. હવે એ સમજાતું ન હતું કે વીજળી આવી ગઈ છે, ઘરમાં ગેસનું જોડાણ છે, ગેસનું સિલિન્ડર છે તેમ છતા કેરોસિનનો ક્વોટા પણ ચાલી રહ્યો છે. એ તો કેરોસીન નથી લઈ રહ્યા, કોઈ બીજું લઈ જાય છે. કોઈ વચેટિયા, કોઈ દલાલ, તેની કાળાબજારીમાં ડૂબેલા છે. અને તેઓ કેરોસીનને ડિઝલમાં ભેળવી દે છે, વાહનો એમાં ચલાવે છે, પર્યાવરણને નુકશાન કરે છે, વિદેશી મુદ્રાનું નુકશાન થઈ રહ્યું છે.

મેં સમગ્ર દેશની તમામ સરકારોને આગ્રહ કર્યો છે કે આપ આ જે પણ કેરોસિન બચાવશો, એનાથી જેટલા પૈસા બચશે, તેનાથી વધુ પૈસા હું આપને આપી દઈશ, પરંતુ બચાવો. આજે હરિયાણાએ આઠ જિલ્લા સંપૂર્ણ રીતે કેરોસિન ફ્રિ કરી દીધા અને મને જણાવાયું છે કે માર્ચ મહિના સુધી સમગ્ર હરિયાણાને કેરોસિનના આ જે ગોરખધંધા ચાલી રહ્યા હતા, તેનાથી મુક્ત કરી દેવાશે. સ્વર્ણિમ જયંતીનો આનાથી મોટો કયો અવસર હોઈ શકે છે.

મને એ વાતનો આનંદ છે કે સ્વર્ણિમ જયંતીનો આ અવસર સરકારી કાર્યક્રમ બનાવાયો નથી. આને જનતાના એક સંકલ્પનો પર્વ બનાવી દેવાયો છે. જન-ભાગીદારીથી હરિયાણા કઈ રીતે આગળ વધે, દરેક હરિયાણવી કઈંકને કઈંક યોગદાન કરે. મારા હરિયાણાના પ્રિય ભાઈ-બહેનો, આ સ્વર્ણિમ જયંતીના અવસર પર જો હરિયાણાનો નાગરિક એક ડગલું આગળ વધે, એક ડગલું, તો હરિયાણા અઢી કરોડ ડગલાં આગળ વધી શકે છે. જો એક વખત હરિયાણા અઢી કરોડ ડગલા આગળ વધી જાય આ સ્વર્ણિમ જયંતીમાં, તો હિંદુસ્તાનમાં કોઈ રાજ્યમાં દમ છે કે જે હરિયાણાથી આગળ નિકળી શકે?

શું હરિયાણાના લોકોએ સંકલ્પ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આપણે હરિયાણાને નંબર એક બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ? આપણું જે સામર્થ્ય છે એમાં તો આપણે આગળ છીએ, પરંતુ ઘણી શક્તિઓ એવી છે, જેને હજુ આપણે ઓળખી શક્યા નથી, આપણી એ શક્તિઓને ઓળખીએ અને આપણે, માત્ર આપણે જ આગળ વધીએ એવું નહીં આ દિલ્હી, તેની ચારે તરફ આપ તો છો જ, અને જો આપ આગળ વધશો તો દિલ્હી થોડું પાછળ રહી જશે. આપની તાકાતનો લાભ, દિલ્હી પણ આગળ વધી જશે. અને જો દિલ્હી આગળ વધે તો, દેશનું પાટનગર છે, હિન્દુસ્તાનને આગળ વધવાનો અવસર આપવાની તાકાત, આ હરિયાણામાં છે.

ભૌગોલિક રુપથી આપ એવા સ્થાને છો, જ્યાંથી આપ દેશને તાકાત આપી શકો છો. અને તેથી આ સ્વર્ણિમ જયંતીનો અવસર એ નવા સીમા ચિહ્નોને પાર કરનારો બને, જન-સામાન્ય માટે સંકલ્પનો બને, બદલાવ આપણા ગામથી થાય, બદલાવ આપણા વિસ્તારથી થાય અને તેનું પરિણામ સંપૂર્ણ હરિયાણાને બદલાવથી પ્રભાવિત કરનારું હોય. જો આ ભાવને લઈને આ સ્વર્ણિમ જયંતીને આપણે ઉજવીશું, અનેક કાર્યક્રમ કરીશું, જન-ભાગીદારીથી કરીશું અને કાર્યક્રમ, કાર્યક્રમ માટે જ નહીં કરીએ, કંઈક ને કંઈક મેળવવા માટે કરીશુ, કંઈક ને કંઈક પૂર્તિ કરવા માટે કરીશું.

આપ જુઓ હરિયાણામાં એટલી તાકાત છે, એટલી તાકાત છે તે દેશને પણ આગળ લઈ જવા માટેનું એક ગ્રોથ એન્જિનના રુપે કામ કરી શકે છે.

હું ફરી એક વખત વિશ્વભરમાં ફેલાયેલા તમામ હરિયાણાવાસીઓને, હરિયાણામાં રહેનારા તમામ નાગરિકોને, આ સ્વર્ણિમ જયંતીના અવસર પર અનેક-અનેક શુભકામનાઓ આપતા એ અપેક્ષા કરું છું કે આપણે શાંતિ, એકતા, સદભાવનાના મંત્રને લઈને, ખભાથી ખભો મિલાવીને, આવનારી પેઢીઓના ભાગ્યને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય દિશામાં ચાલીએ.

જે સ્વપ્નોને લઈને હરિયાણા બનાવ્યું હતું, એ સ્વપ્નોને પૂરો કરવા માટે એક બહુ મોટો જંપ લગાવવાનો ઉદ્શ્ય લઈને ચાલીએ અને હરિયાણામાં તાકાત છે એ મારો પૂરો વિશ્વાસ છે. હરિયાણા આ કરી શકે છે, એનો મને પૂરો ભરોસો છે. અને જેના પર ભરોસો હોય છે તેની પાસેથી જ અપેક્ષા હોય છે. અને મને વિશ્વાસ છે કે સ્વર્ણિમ જયંતીના અવસર પર આપ આ નવી ઊંચાઈઓને પાર કરશો, મારી આપને ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.

J.Khunt/TR