Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વિસ કન્ફેડરેશનનાપ્રમુખની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (31 ઓગસ્ટ, 2017)

સ્વિસ કન્ફેડરેશનનાપ્રમુખની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (31 ઓગસ્ટ, 2017)


 

મહામહિમ, રાષ્ટ્રપતિ મહોદયા, વિશિષ્ટ અતિથિગણ,

મીડિયાના પ્રતિનિધિઓ,

રાષ્ટ્રપતિ મહોદયાઅને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા મને અતિ આનંદ થાય છે.

મહામહિમ,

ભારતની મુલાકાત લેવી તમારા માટે નવી વાત નથી. તમે અગાઉ પણ ઘણી વખત ભારત આવ્યાં છો. પરંતુ પ્રમુખ સ્વરૂપે તમારી આ યાત્રા ચાલુ વર્ષે મહત્વપૂર્ણ છે, કારણ કે અમે ભારતની આઝાદીના 70 વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ વર્ષે Indo-Swiss Treaty of Friendship & Establishmentના સાત દાયકા પણ પૂર્ણ થઈ રહ્યા છે. અમને આશા છે કે તમારી આ મુલાકાતમાં તમને એ ઉષ્મા, ઉત્સાહ અને આતિથ્ય સત્કારનો અનુભવ થશે, જે અમને વર્ષ 2016માં સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાત દરમિયાન થયો હતો.

મને એ જોઈને આનંદ થાય છે કે, બંને પક્ષોની ઇચ્છા તમામ સ્તરે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરવાની છે.

મિત્રો,

આજે અમે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક વિષયો પર વ્યાપક અને સાર્થક ચર્ચા કરી છે. આ મુલાકાતથી આપણા મજબૂત દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે.

 

ભૌગોલિક પ્રસાર અને નિશસ્ત્રીકરણ જેવા વિષય ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ બંને માટે અતિ મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં અમે MTCRમાં સામેલ થવા સ્વિટ્ઝર્લેન્ડનું સમર્થન મેળવવા બદલ આભારી છીએ.

 

અમે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસીએશન વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારી સમજુતી પર પણ ચર્ચા કરી છે. આ સમજુતીની જોગવાઈઓ પર અગાઉ વાતચીત શરૂ થઈ ગઈ છે. આ અતિ આવકારદાયક પગલું છે. બંને પક્ષોએ આ સમજુતીપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અત્યારે દુનિયા સામે નાણાકીય વ્યવહારોમાં પારદર્શકતાચિંતાનો વિષય છે. પછી એ કાળું નાણું હોય, ડર્ટી મનીહોય, હવાલાહોય કે હથિયારો અને ડ્રગ્સ સાથે સંબંધિત નાણાં હોય. આ વૈશ્વિક અભિશાપમાંથી મુક્તિ મેળવવા સ્વિટ્ઝર્લેન્ડની સાથે અમારો સહયોગ ચાલુ છે.

 

ગયા વર્ષે અમે કરવેરા સાથે જોડાયેલી જાણકારીના ઓટોમેટીકઆદાનપ્રદાનમાટે એક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરિક પ્રક્રિયા પૂર્ણ થતા માહિતીઆપણીસાથે ઓટોમેટીક ધોરણે વહેંચવામાં આવશે. આપણા આર્થિક સંબંધોમાં વિદેશી સીધું રોકાણ મહત્વપૂર્ણ આધાર છે અને ભારત સ્વીસ રોકાણકારોનું વિશેષ સ્વરૂપે સ્વાગત કરે છે. આ સંદર્ભમાં આપણે એક નવી દ્વિપક્ષીય સમજૂતી પર વાતચીત ચાલુ રાખવાની જરૂરિયાત પર સંમત થયા છીએ. ભારતની વૃદ્ધિ અને વિકાસમાં સહભાગી બનવા માટે સ્વિટ્ઝર્લેન્ડની કંપનીઓ પાસે અનેક તકો ઉપલબ્ધ છે.

 

અત્યારે બંને દેશોના ઉદ્યોગ અગ્રણીઓની સાથે અમારી વાતચીત દરમિયાન અમે અનુભવ્યું છે કે તેમાં પરસ્પર લાભ માટે વેપારથી વેપાર સહયોગ સતત વધારવાની ઘણી ઇચ્છા છે. ભારતીય પરંપરાગત ઔષધિઓ, ખાસ કરીને આયુર્વેદ, સ્વાસ્થ્યઅને વેલનેસને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. મને ખુશી છે કે, સ્વિટ્ઝર્લેન્ડે આયુર્વેદને માન્યતા આપી છે તથા આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં વધારે સહયોગ માટે ઉત્સુક છે.

 

વોકેશનલ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રમાં ભારતનો લાભ ઉઠાવવા માટે SkillSonicsની સંયુક્ત પહેલ કરવામાં આવી હતી,જે અંતર્ગત 5,000થી વધારે ભારતીયોએ લાભ મેળવ્યો છે. આ મોડલનો વિસ્તાર કરવાની દિશામાં અમે વધારે સહયોગ કરવા ઇચ્છીએ છીએ.

 

સાથીઓ,

 

જળવાયું પરિવર્તન એક મોટો પડકાર છે, જેનો સામનો તમામ દેશ કરી રહ્યા છે. સામાન્યપરંતુ વિભિન્ન જવાબદારીઓના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અમે પેરિસ સમજૂતીને લાગુ કરવાની જરૂરિયાત પર અને તેના અમલીકરણની રીતો વિકસાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા. ભારતને વધતી સ્વચ્છ ઉર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ન્યુક્લિઅરસપ્લાયર ગ્રુપના સભ્યપદથી મદદ મળશે. આ સંદર્ભમાં NSGના સભ્યપદ માટે સ્વિટ્ઝર્લેન્ડના સતત સમર્થન બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

 

આંતરરાષ્ટ્રીય સૌર જોડાણજેવી પહેલ અને 2022 સુધી 175 ગીગાવોટનવીનીકરણીય ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવાનો અમારો પ્રયાસ સ્વચ્છઉર્જાઅને ગ્ર્રીન ભવિષ્ય પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 

મહામહિમ,

મને ખાતરી છે કે તમારી આ મુલાકાત આપણા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં સહાયક પુરવાર થશે. અત્યંત સાર્થક ચર્ચા માટે હું રાષ્ટ્રપતિ મહોદયાનો આભાર માનું છું અને આગામી મહિનાઓમાં તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.

 

હું ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ભારતમાં તમારો પ્રવાસ ફળદાયક નીવડે એવી શુભેચ્છા આપું છું.

 

તમારો ખૂબ-ખૂબ આભાર !

 

J.Khunt/TR