Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ.15000 કરોડના વિશેષ અંદાજપત્રીય સ્રોતો (EBR) ઉભા કરવા તથા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે નીચેની બાબતો માટે મંજૂરી આપી છે :

  1. નાબાર્ડ મારફતે નાણાંકિય વર્ષ 2018-19 દરમિયાન સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે વિશેષ અંદાજપત્રીય સ્રોતો (ઈબીઆર) મારફતે (ભારત સરકારની સંપૂર્ણ સર્વિસ ધરાવતા બોન્ડ) બહાર પાડવા.
  2. આંતરરાષ્ટ્રીય પેયજળ ગુણવત્તા કેન્દ્ર નામની સોસાયટીની કામગીરીનો વ્યાપ વિસ્તારવો તથા તેને વર્ષ 2018-19 દરમિયાન સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે વિશેષ અંદાજપત્રીય ભંડોળ મેળવવાની પાત્રતા અને આ ભંડોળ રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ચૂકવણી કરી શકે તે માટેની પાત્રતા આપવી.
  3. આંતરરાષ્ટ્રીય પેયજળ ગુણવત્તા કેન્દ્રનું નામ બદલીને તેને રાષ્ટ્રીય પેયજળ સ્વચ્છતા અને ગુણવત્તા કેન્દ્ર (NCDWS&Q) એમ નવું નામ આપવુ

અસર:

આ નિર્ણયથી અંદાજે 1.5 કરોડ ગ્રામીણ પરિવારો સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) હેઠળ અને આ ઉપરાંત ગ્રામ પંચાયતો ઘન અને પ્રવાહી કચરાના નિકાલના વ્યવસ્થાપન માટેની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહનો મેળવવા પાત્ર બનશે. આ ભંડોળનો ઉપયોગ દેશભરના ગામડાને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાની સિદ્ધિ હાંસલ કરવા માટે કરવામાં આવશે.

કામગીરીમાં થનાર ખર્ચ:

સહમત થયેલ શરતો અને નિયમો મુજબ રૂ. 15000 કરોડની ધિરાણની રકમની લોનની વહેંચણીની તારીખથી દસ વર્ષના અંતે નાબાર્ડને એક વખતની ચુકવણી તરીકે આપવામાં આવશે.

EBR ભંડોળ (રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોકકસ જરૂરિયાતને ધ્યાનમાં લીધા પછી) નાબાર્ડ મારફતે ઉભુ કરવામાં આવશે અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોની અમલીકરણ એજન્સીઓ ચૂકવણી તથા ધિરાણ અને વ્યાજની રકમ રકમની ચુકવણીના સંબંધમાં સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે ભંડોળ મેળવવા રાષ્ટ્રીય પેયજળ સ્વચ્છતા અને ગુણવત્તા કેન્દ્ર ભંડોળ પ્રાપ્ત કરનારી એક એજન્સી તરીકે કામ કરશે.

આ પ્રકારે દ્વારા રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોને જરુર પૂરતું અને સમયસર ભંડોળ પૂરૂ પાડવામાં મદદ મળશે અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)નું ધ્યેય લક્ષિત સમય મર્યાદામા સિદ્ધ કરી શકાશે.

પૂર્વભૂમિકાઃ

તા. 2 ઓક્ટોબર, 2019 સુધીમાં સાર્વત્રિક સ્વચ્છતા હેઠળ ગ્રામીણ વિસ્તારોને આવરી લેવાના હેતુથી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. આ માટે આઈએચએચએલને રૂ. 12 હજાર કરોડના પ્રોત્સાહનો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વ્યક્તિગત પરિવારમાં શૌચાલયોનું નિર્માણ કરવા માટે પૂરૂ પાડવા આપવામાં આવ્યા હતા. આ ભંડોળની વહેંચણી નિર્ધારિત યોગ્યતા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરવામાં આવનાર હતી. એસએલડબલ્યુએમ (SLWM) પ્રવૃત્તિઓ માટે રૂ. 7/12/15/20 લાખની મર્યાદા અનુક્રમે 150/300/500 અને 500થી વધુ પરિવાર ધરાવતી ગ્રામ પંચાયતોને નાણાંકીય સહાય તરીકે પૂરી પાડવામાં આવી છે. આઈઈસી (IEC) માટે 5 ટકા સુધીનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રાજ્યો/જિલ્લા સ્તરે વાપરી શકાશે. વહિવટી ખર્ચ માટે પ્રોજેક્ટ ખર્ચની બે ટકા સુધીની રકમ આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે (પૂર્વોત્તરના રાજ્યો, જમ્મુ અને કાશ્મીર તથા વિશેષ વર્ગના રાજ્યોમાં 60:40) આ પ્રવૃત્તિઓ માટે આ ભંડોળની વહેંચણીની 90:10ના ભાગથી કરવામાં આવશે.

ગ્રામીણ ભારતમાં સ્વચ્છતાની પ્રવૃત્તિ આગળ વધારવા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા ઝડપી પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેનો વ્યાપ તા. 31-7-2018ની સ્થિતિએ ભારતમાં 88.9 ટકા જેટલો છે. તા. 2 ઓક્ટોબર, 2014થી શરૂ કરીને 7.94 કરોડથી વધુ શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે હેઠળ 4.06 લાખ ગામડાં, 419 જિલ્લા અને 19 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) જાહેર કરાયા છે. પ્રગતિની ગતિ સતત વધતી રહી છે અને ભારત ઓક્ટોબર 2019 સુધીમાં ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરવાના પંથે છે.

મંત્રીમંડળે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ને તા. 24 સપ્ટેમ્બર, 2014 ના રોજ મંજૂરી આપી છે અને તા. 2 ઓક્ટોબર, 2014થી તેનો અમલ શરૂ થયો છે. આ યોજનામાં તા. 2 ઓક્ટોબર, 2019 સુધીમાં ગ્રામીણ વિસ્તારોને સાર્વત્રિક સફાઈથી આવરી લેવાનું ધ્યેય છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નોંધપાત્ર પ્રગતિ હાંસલ થઈ ચૂકી છે અને આ મિશન આખરી લક્ષ્ય તરફ આગળ વધી રહી છે તેવું રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે.

વર્ષ 2018-19 ના અંદાજપત્રમાં નાણાંમંત્રીએ રૂ. 30,343 કરોડની ફાળવણી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની નાણાંકીય જરૂરીયાત પૂર્ણ કરવા માટે કરી હતી. આ રકમમાંથી રૂ. 15,343 કરોડની રકમ સામાન્ય અંદાજપત્રીય સહયોગ દ્વારા અને બાકીના રૂ. 15 હજાર કરોડ વિશેષ અંદાજપત્રીય સ્રોતો (EBR) દ્વારા મેળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ EBR માટે આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળ સંચાલન સમૂહની રચના કરવામાં આવી હતી. તેમણે વર્ષ 2018-19 દરમિયાન રૂ. 15 હજાર કરોડ સુધીની રકમ EBR મારફતે સ્વચ્છ ભારત મિશન માટે નાબાર્ડ દ્વારા ઉભા કરવા માટે ભલામણ કરી હતી.

RP