Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો


પ્રધાનમંત્રી કાર્યાલયે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છેલ્લા પંદર દિવસ દરમિયાન ચાલેલા ખાસ સ્વચ્છતા કાર્યક્રમની આજે પુર્ણાહુતી કરી. આ કાર્યક્રમના પરિણામે ૧૦,૦૦૦ થી વધુ ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો અને અગત્યના કીમતી દસ્તાવેજોને લગતી ૧૦૦૦ ફાઈલો નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાને મોકલી દેવામાં આવી.

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રાના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વૈચ્છિક અને સહયોગરૂપી પ્રયત્નોના પરિણામે પ્રધાનમંત્રી કાર્યાલયના પશ્ચિમ દરવાજા પાસેના ઘાસની સફાઈ કરવામાં આવી, નકામી ચીજવસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો અને ઈ-વેસ્ટને દુર કરવામાં આવ્યો.

શ્રી નરેન્દ્ર મોદીએ મે 2014માં પ્રધાનમંત્રી પદ સાંભળ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યાલયમાં સ્વચ્છતા જાળવવાનું સુચન કર્યું હતું જેથી કાર્યક્ષમતામાં વધારો થઇ શકે. શ્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા પછીનો આ પ્રકારનો આ ત્રીજો મુખ્ય કાર્યક્રમ છે.

પ્રધાનમંત્રીના સૂચનોને અનુસરીને સ્વચ્છતા અને ઉત્પાદકતાને લગતા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે, જેમાં ફાઈલો અને રીસીપ્ટની પ્રક્રિયાના માંનાકીકરણનો સમાવેશ થાય છે. ઓનલાઈન અરજીઓ અને કાગળ પર લખાયેલ અરજીઓને અલગ કરવામાં આવી છે અને એક “ઈલેક્ટ્રોનિક મેઈલ મેનેજમેન્ટ સીસ્ટમ” લોન્ચ કરવામાં આવી છે જેથી જાહેર અરજીઓની પ્રક્રિયાનો સમયગાળો એક મહિનાથી ઓછો થઈને એક દિવસ સુધીનો થઇ શકે. વધુમાં, ઓનલાઈન વીવીઆઈપી લેટર મોનીટરીંગ સીસ્ટમ (વીએલએમએસ), મીટીંગ મેનેજમેન્ટ સીસ્ટમ અને ડેશ બોર્ડ સીસ્ટમ પણ શરુ કરવામાં આવી છે જેણે પ્રક્રિયાની ગુણવત્તામાં વધારો કર્યો છે અને પ્રક્રિયામાં લગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

મે ૨૦૧૪ થી લઈને અત્યારસુધીમાં એક લાખથી વધુ ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે. પરિણામે વારાફરથી ઉપયોગ કરવા માટે બે રેકોર્ડ રૂમ ઉપલબ્ધ બન્યા છે. જૂની અને વપરાયા વગરની વસ્તુઓની હરાજી કરવાથી બે ઓરડાઓ ખાલી થયા છે. કાર્યસ્થળના વાતાવરણને પ્રગતિલક્ષી અને ગુણવત્તાયુક્ત બનાવવાના ભાગ રૂપે બે નવા કાર્ય સ્ટેશનો પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ પ્રયત્નોના ભાગ રૂપે પ્રધાનમંત્રી કાર્યાલયના સાઉથ બ્લોકમાં રહેલી ૧૮૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા ખાલી કરી શકાઈ છે. ખાલી થયેલી આ જગ્યામાં હવે પ્રધાનમંત્રી કાર્યાલયના પબ્લિક વિંગના 50 કર્મચારીઓનો સમાવેશ કરી શકાયો છે, જેમને અગાઉ સાઉથ બ્લોકમાં જગ્યાના અભાવે રેલ ભવનમાંથી કામ કરવું પડતું હતું.

આમ, પ્રધાનમંત્રી દ્વારા પ્રેરિત સ્વચ્છતા અને સીસ્ટમ સુધારણાને લગતા કાર્યક્રમોની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

J.Khunt/GP