તા. 31 ઓક્ટોબર, 2016ના રોજ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો પ્રારંભ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “સરદાર પટેલે આપણને એક ભારત આપ્યું હતું. 125 કરોડ નાગરિકો તરીકે આપણી એ પવિત્ર ફરજ રહે છે કે ભારતના લોકોએ એકત્ર થઈને તેને શ્રેષ્ઠ ભારત બનાવવું જોઈએ.” આ એક એવો વિચાર છે કે જેના વિશે શ્રી નરેન્દ્ર મોદીએ તેઓ પ્રધાનમંત્રી બન્યા પહેલા જ જણાવ્યું હતું
શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રનાં એવા વીર નાયકોનું સન્માન કરવામાં વિશ્વાસ ધરાવે છે કે જેમણે દેશની એકતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે તથા આપણા પ્રિય રાષ્ટ્રના વિકાસ માટે ઘણું બલિદાન આપ્યું છે. તેમનું માનવું છે કે આપણો ઇતિહાસ તથા આપણો વારસો આપણા રાષ્ટ્ર ગૌરવ અને ચેતનો એક ભાગ હોવો જોઈએ.
દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક તેનું એક ઉદાહરણ છે કે, જે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ તેમના 80 સત્યાગ્રહી સાથીદારો સાથે નિકળેલી 1930ની દાંડીકૂચની ભાવના અને ઊર્જાનું સન્માન કરે છે.
182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રકારની પ્રતિમા સ્થાપવાની કલ્પાના કરી હતી. આ પ્રતિમા ભારતને એકત્ર કરનારા લોબપુરુષ પ્રત્યેનું માત્ર સમર્પણ જ નથી, પરંતુ દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.
દાયકાઓ સુધી નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારે એવી માંગણી ચાલુ રાખી હતી કે તેમના જીવનની ઘટનાઓ સંબંધિત ફાઈલોને સાર્વજનિક કરવામાં આવે. પાછળની સરકારોએ આ પ્રકારનો નિર્ણય લેવાનો ઇન્કાર કર્યો હતો. ઓક્ટોબર 2015માં જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને નેતાજીના સમગ્ર પરિવારને આમંત્રણ આપ્યું ત્યારે જણાવ્યું હતું કે ”હું ઈતિહાસને રૂંધાવા દેવા માંગતો નથી.” તેમણે વધુમા જણાવ્યું હતું કે “જે લોકો ઈતિહાસને ભૂલી જાય છે તે લોકો ઈતિહાસ સર્જવાની શક્તિ પણ ગૂમાવી દે છે.” ત્યાર બાદ આ ફાઈલોને સાર્વજનિક કરી તેને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
1940ના દસકાનાં મધ્યમા લાલ કિલ્લા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ) સુનાવણીઓ થઈ હતી તેણે દેશને હચમચાવી મૂક્યો હતો. જે જગ્યાએ આ સુનાવણીઓ થઈ હતી તેને લાલ કિલ્લાનાં સંકુલમાં જ અંદર ભૂલાવી દેવામાં આવ્યું હતું. આ વર્ષે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ જ જગ્યાએ એક સંગ્રહાલયનું ઉદઘાટન કરીને નેતાજી તથા ઇન્ડિયન નેશનલ આર્મી પ્રત્યે સમર્પણ કર્યુ હતું. આ સ્મારક ચાર સંગ્રહાલયોના સંકુલનો એક ભાગ છે કે જેને ક્રાંતિ મંદિર તરીકેની ઓળખ આપવામાં આવી છે. આ સંગ્રહાલય 1857ની આઝાદીની લડાઈને તથા જલિયાવાલા બાગનો હત્યકાંડ કે જે આ સંગ્રહાલયના સંકુલનો હિસ્સો ગણાય છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીએ આપત્તિ રાહત કામગીરી સાથે સંકળાયેલા પોલિસ કર્મચારીઓનું સન્માન કરવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં એક પુરસ્કારની જાહેરાત કરી છે.
છેલ્લા 4 વર્ષમાં અન્ય ઘણાં સ્મારકો બનાવવામાં આવ્યા છે કે જે આપણા ઇતિહાસમાં મોટું યોગદાન આપનાર મહાન નેતાઓની સ્મૃતમાં રચાયા છે.
નરેન્દ્ર મોદીનો એક મહત્વનો વિચાર પંચતીર્થનો છે, જેમાં બાબા સાહેબ આંબેડકરને સમર્પિત 5 સ્મારકોનો સમાવેશ થાય છે. જેમાં મહુ ખાતેનું તેમનું જન્મ સ્થળ, યુકેમાં અભ્યાસ કરતી વખતે તે જ્યાં રોકાયા હતા તે લંડનનું સ્થળ, નાગપુરની શિક્ષા ભૂમિ, દિલ્હીનું મહાપરિનિર્વાણ સ્થળ અને મુંબઈની ચૈત્ય ભૂમિનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કચ્છમાં શામજી કૃષ્ણ વર્માની સ્મૃતમાં રચાયેલા એક સ્મારકનું ઉદઘાટન કર્યું હતું.
હરિયાણામાં તેમણે એક મહાન સમાજ સુધારક સર છોટુરામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
તેમણે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના સાગરકાંઠા નજીક શિવાજી સ્મારકનો પણ શિલાન્યાસ કર્યો છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીએ નેશનલ સાયન્સ સેન્ટર ખાતે સરદાર પટેલ ગેલેરીનું ઉદઘાટન કર્યું હતું.
તાજેતરમાં તેમણે રાષ્ટ્રીય પોલિસ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરીને રાષ્ટ્રની સેવા માટે પોતાના જાનની આહુતિ આપનાર 33 હજારથી વધુ સૈનિકોની હિંમત અને ત્યાગને બિરદાવ્યો છે.
થોડા સપ્તાહોમાં જ એક રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખૂલ્લુ મૂકવામાં આવશે. આ સ્મારક આઝાદી પછીના યુદ્ધોમાં તથા લશ્કરી કાર્યવાહિમાં પોતાનો જીવ ગૂમાવનાર સૈનિકોને સમર્પિત કરવામાં આવશે.
આ સ્મારકો આરણને એવા વીરલાઓનાં બલિદાનની ભાવનાની યાદ આપતા હોય છે કે જેમના યોગદાનને કારણે આપણે અત્યારે બહેતર જીવન જીવી શકીએ છીએ. આ વીરલાઓ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્રોત બની રહે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાયેલા આ સ્મારકો રાષ્ટ્ર ભાવનાનાં સ્મૃતિચિહ્નો સમાન છે અને ભારતની એકતા તથા ગૌરવ કે જેનું સંવર્ધન કરવાની જરૂર છે તેની યાદ અપાવે છે.
RP