પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ટેલિકોમ વિભાગના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે જેમાં ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ની ભલામણોથી સ્પેકટ્રમ ટ્રેડિંગ માટે દીશા નિર્દેશ આપવા જણાવાયું છે. આશા છે કે અગાઉના નિર્ણયને સાથે ભેળવીને,એનાથી દૂરસંચાર ક્ષેત્રમાં સ્પેકટ્રમના ઉપયોગને સંપૂર્ણપણે બદલી શકાશે.
સ્પેકટ્રમ ટ્રેડિંગ નિયમોની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
1. માત્ર બે એક્સેસ સર્વિસ પ્રોવાઈડર વચ્ચે જ સ્પેકટ્રમ ટ્રેડિંગની પરવાનગી હશે. વિક્રેતાથી વિક્રેતાને સ્પેકટ્રમનો ઉપયોગ કરવા માટે માત્ર પ્રત્યક્ષ હસ્તાંતરણનો અધિકાર આપવામાં આવશે.
2. સ્પેકટ્રમ ટ્રેડિંગ સ્પેકટ્રમ આપવાની મૂળ અધિકૃતતાને નહીં બદલે, જેવું કે સ્પેકટ્રમના ટ્રેડેડ બ્લોક માટે લાગુ છે.
3. સ્પેકટ્રમ ટ્રેડિંગ માટે કોઈક સમજૂતી પર પહોંચતા પહેલા વિક્રેતાએ પોતાની સંપૂર્ણ બાકી રકમ ચૂકવવી પડશે. એ પછી હસ્તાંતરણની પ્રભાવિત તારીખ સુધી વસૂલાતને યોગ્ય કોઈ પણ બાકી રકમની જવાબદારી ખરીદનારની રહેશે. હસ્તાંતરણની પ્રભાવિત તારીખ બાદ જો કોઈ વસૂલાતને યોગ્ય રકમ જણાશે તો સરકાર પોતાની વિવેકબુધ્ધિથી આ રકમની વસૂલાત કરવાની હકદાર રહેશે જે અંગે હસ્તાંતરણ સમયે સંબંધિત પક્ષને જાણકારી નથી.
4. સ્પેકટ્રમમાં ટ્રેડ માટે લાયસન્સની પરવાનગી નહીં અપાય, જો એ સ્થાપિત થઈ ગયું હોય કે લાયસન્સધારકે લાયસન્સના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું છે અન લાયસન્સ આપનારાએ પોતાના લાયસન્સને રદ/સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
5. સ્પેકટ્રમ ટ્રેડિંગની પરવાનગી માત્ર પેન-એલએસએ (લાયસન્સ સર્વિસ એરિયા)ના આધારે જ આપવામાં આવશે. જો લાયસન્સ આપનારા વિક્રેતા દ્વારા આપવામાં આવેલા સ્પેકટ્રમ એલએસએ સુધી સિમિત કરાયું છે. આ સ્થિતિમાં ટ્રેડિંગ બાદ સ્પેકટ્રમ આપવાના સંબંધમાં એલએસએના બાકીના ભાગ માટે વિક્રેતાના અધિકાર અને જવાબદારી ખરીદનારને હસ્તાંતરિત થઈ જશે. આ ઉપરાંત એલએસએના હિસ્સામાં સ્પેકટ્રમ આપવાના સંબંધમાં એનઆઈએની મહત્ત્વપૂર્ણ જોગવાઈ કે જે સ્પેકટ્રમ ટ્રેડથી પહેલા વિક્રતા પર લાગુ છે એ સ્પેકટ્રમ ટ્રેડ પછી ખરીદનારને લાગુ પડશે. તમામ એક્સેસ બેન્ડ જેમને લાયસન્સ આપનારા દ્વારા એક્સેસ સેવાના રૂપે માનવામાં આવી છે એને ટ્રેડ કરવાને યોગ્ય સ્પેકટ્રમ બેન્ડ માનવામાં આવશે.
6. લાઇસેન્સર દ્વારા ઍક્સેસ સેવાઓ માટે કરવામાં આવેલા તમામ વપરાશ થતા સ્પેક્ટ્રમ બેન્ડને વેચાણપાત્ર સ્પેક્ટ્રમ બેન્ડ તરીકે ગણવામાં આવશે.
7. વિશેષ બેન્ડમાં માત્ર એજ સ્પેકટ્રમના ટ્રેડની મંજૂરી હશે જેને વર્ષ 2010 અથવા એ પછી હરાજી દ્વારા સોંપવામાં આવી છે અથવા જેના માટે સંચાર સેવા આપનારા પહેલાથી જ નિર્ધારિત બજાર મુલ્ય (સમય-સમય પર સરકાર દ્વારા નક્કી કરાયેલા)ની ચૂકવણી કરી દીધી છે. માર્ચ 2013માં થયેલી હરાજીમાં પ્રાપ્ત 800 મેગાહોટ્સ બેન્ડના સ્પેક્ટ્રમના સંબંધમાં સ્પેકટ્રમના ટ્રેડિંગની મંજૂરી ત્યારે જ મળશે કે જ્યારે સ્પેકટ્રમના ઉપયોગના અધિકારની બાકીની મુદતમાં યોગ્ય ગુણાંકના આધારે નવીનતમ હરાજી મુલ્ય અને માર્ચ, 2013ની હરાજીના મુલ્યના અંતરની ચૂકવણી કરી દેવાઈ હશે.
8. ખરીદનારને પોતાના પ્રવર્તમાન સ્પેકટ્રમની સાથે મળીને એજ બેન્ડમાં કોઈ પણ ટક્નોલોજી લગાવવા માટે 800 મેગાહોર્ટસ/1800 મેગાહોર્ટસમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમના ઉપયોગની મંજૂરી હશે એનાથી પહેલા તેણે પોતાના વર્તમાન સમગ્ર સ્પેકટ્રમને નક્કી કરાયેલા નિયમો અને શરતોના અનુસાર એ બેન્ડમાં મુક્ત સ્પેકટ્રમમાં બદલવું પડશે.
9. એનઆઈએ દસ્તાવેજમાં અપાયેલી જોગવાઈઓના અંતર્ગત સ્પેકટ્રમથી જોડાયેલા નિયમો અને શરતો સ્પેક્ટ્રમના હસ્તાંતરણ બાદ પણ લાગુ રહેશે. જોકે દિશા-નિર્દેશોમાં વિશેષ રૂપે તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પણ.
10. જો કોઈ ટીએસપી સોદો એક બેન્ડમાં સ્પેક્ટ્રમ હોલ્ડિંગનો હિસ્સો છે, બન્ને ખરીદનાર અને વિક્રેતાને ચૂકવણીના બાકીના હપ્તાની ચૂકવણી કરવી પડશે (જો વિક્રેતાએ હરાજી દ્વારા સ્પેકટ્રમ પ્રાપ્ત કર્યું છે અને વિલંબિત ચૂકવણીનો વિકલ્પ પસંદ કર્યો છે), સ્પેકટ્ર્મ ટ્રેડ બાદ સ્પેક્ટ્રમને સ્થગિત કરવામાં આવી હોય.
11. ખરીદનારે વખતો વખત નિર્ધારિત સ્પેક્ટ્રમ મર્યાદાઓનું પાલન કરવું પડશે. ટ્રેડિંગ દ્વારા પ્રાપ્ત સ્પેક્ટ્રમની ગણના ખરીદનારની સ્પેકટ્રમ હોલ્ડિંગને સાંકળીને થશે.
12. વિક્રેતાએ પોતાના સ્પેક્ટ્રમ ઉપયોગ મુલ્ય (એસયૂસી) અને તેના ચૂકવણીના હપ્તા (જો વિક્રેતાએ હરાજી દ્વારા સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું હોય અને વિલંબિત ચૂકવણીનો વિકલ્પ પસંદ કર્યો હોય), ટ્રેડની અસરકરતા તારીખ સુધી સ્પષ્ટ કરવી પડશે.
13. જ્યાં સ્પેક્ટ્રમ હસ્તાંતરણનો પ્રસ્તાવ કોઈ પણ કોર્ટ સમક્ષ ન્યાય માટે હોય, વિક્રેતાને એ નિશ્ચિત કરવું પડશે કે તેના અધિકાર અને દેવા કાયદાના અંતર્ગત નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ખરીદનારને હસ્તાંતરિત કરી દેવામાં આવે અને સ્પેક્ટ્રમના આ રીતના હસ્તાંતરણની મંજૂરી લાયસન્સ આપનારાના હિતને સુરક્ષિત કર્યા બાદ જ આપવામાં આવશે.
14. દૂરસંચાર સેવા આપનારે હરાજી દ્વારા પ્રાપ્તી અથવા સ્પેક્ટ્રમ ટ્રેડિંગ કે પછી પ્રશાસનિક રીતે સોંપવામાં આવેલા સ્પેક્ટ્રમને ટ્રેડ કરવાને યોગ્ય સ્પેકટ્ર્મમાં બદલવાની તારીખના બે વર્ષ બાદ જ ટ્રેડિંગ દ્વારા સ્પેકટ્રમ વેચવાની મંજૂરી આપવામાં આવશે.એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ધારિત બજાર કિંમતની ચૂકવણી કર્યા બાદ પ્રશાસનિક રૂપે સોંપવામાં આવેલા સ્પેકટ્રમને ટ્રેડ કરવાને યોગ્ય સ્પેકટ્રમમાં બદલવા પર સ્પેક્ટ્રમ સોંપવાની પ્રભાવિત તારીખથી બે વર્ષની ગણના કરવામાં આવશે.
15. સોદાની રકમના એક ટકા અથવા નિર્ધારિત બજાર કિંમતના એક ટકા પાછા નહીં આપવાને યોગ્ય હસ્તાંતરણ કિંમત જે પણ વધુ હશે તે તમામ સ્પેકટ્રમ ટ્રેડ લેવડ-દેવડ પર લાગુ થશે. હસ્તાંતરણ મુલ્યની ખરીદનાર દ્વારા સરકારને ચૂકવણી કરવામાં આવશે. ટ્રેડિંગમાંથી પ્રાપ્ત રકમ સમગ્રતઃ તમામ રાજ્યનો હિસ્સો હશે જે લાયસન્સ મુલ્યના લેણાં અને સ્પેક્ટ્રમ ઉપયોગ કિંમત માટે હશે.
16. લાયન્સધારકને સોપવામાં આવેલા કાર્યની અંદર ફ્રિકવેન્સી વિનિમય/આવર્તનને સ્પેક્ટ્રમનું ટ્રેડિંગ નહીં માનવામાં આવે. આ સ્થિતિમાં એનઆઈએ ફ્રિકવન્સી વિનિમય/આવર્તનનું સંચાલન કરશે.
17. સ્પેકટ્રમ ઉપયોગ મુલ્ય માટે વખતો વખત સરકાર દ્વારા નિર્ધારિત વર્તમાન દરો ખરીદનાર દ્વારા રખાયેલા સ્પેકટ્ર્મ પર લાગુ થશે જેમાં અન્ય વાતો ઉપરાંત ટ્રેડિંગ દ્વારા પ્રાપ્ત સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. સ્પેકટ્ર્મ ટ્રેડિંગ દ્વારા પ્રાપ્ત સ્પેકટ્ર્મને હરાજી દ્વારા પ્રાપ્ત સ્પેકટ્રમની બરોબર જ માનવામાં આવશે.
18. સ્પેક્ટ્રમનું ટ્રેડિંગ કરનારા બન્ને લાયસન્સ ધારકોને ટ્રેડિંગની પ્રસ્તાવિત પ્રભાવિત તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પૂર્વે સ્પેકટ્રમ ઉપયોગ કરવાના અધિકાર માટે પૂર્વ જાણકારી સંયુક્તરુપે આપવાની રહેશે. બન્ને લાયસન્સ ધરાવનારાઓએ એ જણાવવું પડશે કે તેઓ સ્પેકટ્ર્મ ટ્રેડિંગ અને લાયસ્ન્સની શરતો માટે દીશા-નિર્દેશોના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. જો એ સ્થાપિત થઈ જાય કે સ્પેકટ્રમના ઉપયોગના ટ્રેડિંગ અધિકાર માટે માહિતી આપતા સમયે કોઈ પણ લાયસન્સ ધરાવનારે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ અને લાયસન્સ માટે દીશા-નિર્દેશના સંબંધમાં નિયમો અને શરતોનું પાલન ન કર્યું હોય તો સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકે છે, જેમાં અન્ય વાતો ઉપરાંત ટ્રેડિંગ સમજૂતીને રદ કરવાનો પણ સમાવેશ થાય છે.
ડિસેમ્બર 2013માં તત્કાલિન સરકારે સ્પેક્ટ્રમ ટ્રેડિંગની સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી પરંતુ વિસ્તૃત દીશા નિર્દેશ જારી કર્યા નહતા અને તેથી આ નીતિને લાગુ કરી શકાઈ નહતી.
આ મુદ્દો વર્તમાન સરકાર સમક્ષ વિચારાધીન છે કેમ કે આ વ્યવસ્થાથી વધુ પ્રતિસ્પર્ધા થાય છે, નવીનતા માટે પ્રોત્સાહન પ્રદાન કરે છે, વધુ સારી ડેટા સેવાઓ મળે છે, ઉપભોગતાઓને સસ્તા દરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તક મળે છે અને વપરાશકારો પાસે વધુ સારો વિકલ્પ રહે છે.
પૃષ્ઠભૂમિઃ
ઐતિહાસિક રીતે મોટાભાગના દેશોમાં ટેલિકોમ સેક્ટર ઉચ્ચકક્ષાનું સંચાલિત સેક્ટર છે કે જેમાં સરકાર સ્પેક્ટ્રમની ફાળવણી માટે યોગ્ય પ્રક્રિયા હાથ ધરતી હોય છે. ટેલિકોમ્યુનિકેશન સવલતોના લાભોને જોતા છેલ્લા બે દાયકાથી સ્પેકટ્રમની માગમાં જોરદાર વધારો જોવા મળ્યો છે જેના લીધે સત્તાવાળાઓ આ સ્થિતિ સાથે કામ પાર પાડવામાં ઊણાં ઊતરી રહ્યા છે. લાયસન્સ ધરાવનાર સર્વિસ પ્રોવાઈડર્સને બજારની બદલાતી માગ અને ટેક્નોલોજીને નજરમાં રાખીને તેનો પ્રતિસાદ આપવા યોગ્ય ફેરફાર માટે લચિકતાની જરૂર રહે છે. ભારતમાં પણ સ્પેકટ્રમના કાયદામાં નવા ઉપાયો પર ધ્યાન અપાઈ રહ્યું છે કે જેથી ઉપભોક્તાને વધુ સારી સેવા માટે સ્પેક્ટ્રમનો અસરકારક ઉપયોગ કરીને વધુ લચિકતા સાથે બજારને અનુકૂળ અભિગમ અપનાવી શકાય.
ભારતમાં સ્પેકટ્રમના કરાર 20 વર્ષના ગાળા માટે થાય છે. આ ગાળા દરમિયાન કેટલાક ઓપરેટર્સ અન્ય ઓપરેટર્સની સરખામણીએ પુરતા ગ્રાહકો મેળવી લે છે અને ઝડપથી પ્રગતિ કરે છે. પરિણામે કેટલાક ખેલાડીઓ પાસે સ્પેક્ટ્રમ વપરાયા વગરનું ફાજલ પડી રહે છે જ્યારે અન્યોને મર્યાદિત સ્ત્રોત હોવાને લીધે સેવા આપવામાં ખેંચ પડે છે. અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં સ્પેક્ટ્રમની ઉપલબ્ધિ નાની છે. તેથી સ્પેકટ્રમનું સેરિંગ અને સ્પેકટ્રમનું ટ્રેડિંગ આ અસમાનતા ટાળવા માટે જરૂરી છે. આને લીધે સેવાની ગુણવત્તામાં તો સુધારો થશે જ વળી કોલ ડ્રોપ જેવા મુદ્દાનો નિવેડો લાવવામાં પણ મદદરૂપ મળશે.
સ્પેકટ્રમ ટ્રેડિંગના અંતર્ગત પક્ષકારોને તેમના સ્પેકટ્રમના અધિકારો અન્યને ટ્રાન્સફર કરવાની મંજૂરી તો મળે જ છે અને અન્ય પાર્ટીને મદદ પણ કરી શકાય છે. આના લીધે સ્પેક્ટ્રમનો વધુ સારો ઉપયોગ શક્ય બને છે અને એક સર્વિસ પ્રોવાઈડર બીજા સર્વિસ પ્રોવાઈડરને ટ્રાન્સફર કરે તેથી સ્પેક્ટ્રમની તંગી ટાળી શકાય છે. આ બાબત શક્ય બનતા ગ્રાહકોના સંતોષમાં વધારો થાય છે અને સર્વિસ પ્રોવાઈડરની સેવા સ્પેકટ્રમની ઉપલબ્ધતાને લીધે વધુ સારી બનાવે છે.
UM/J.Khunt/GP