મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
પ્રધાન સેવકના રૂપમાં હું આજે ફરી એકવાર આપ સૌની વચ્ચે છું. પરંતુ તેના પહેલા પણ આ દમણ હોય, દીવ હોય, સેલવાસ હોય, અહિંના ગામડાઓ હોય એ બધુ મારા માટે કઈ નવું નથી. અનેક વાર આવવાનો મોકો મળ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ, દીવના માર્ગો પર ક્યારેક સ્કૂટર પર ફરવાનો મોકો મળતો હતો. અહિં ખાણીપીણી, અહિયાંની નાગલી, આ બધું જ જ્યારે પણ અહિં આવું છું તો જૂની વાતો યાદ આવે છે. તમારા પ્રેમે મને અભિભૂત કર્યો છે.
સાથીઓ, 2017માં જ્યારે એપ્રિલના મહિનામાં હું તમારી વચ્ચે આવ્યો હતો તો અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. મને ખુશી છે કે આટલા ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને તેમાંથી અનેકનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આજે એકવાર ફરી તમારી વચ્ચે છું તો અહિં 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આ પરિયોજનાઓ, અહિં કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય અને શિક્ષણ, પર્યટન, સંસ્કૃતિ, વિરાસત આ બધા જ અનેક પાસાઓ સાથે જોડાયેલી, અહિંના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આજે અહિં નવી ઔદ્યોગિક નીતિઓ અને નવી આઈટી નીતિ પણ જાહેર કરવામાં આવી છે. નવા વર્ષ પર આ ભેટ સોગાદો માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.
ભાઈઓ અને બહેનો, સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર પર ચાલી રહેલી કેન્દ્રની સરકાર વિકાસની પંચધારા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. બાળકોને શિક્ષણ, યુવાનોને કમાણી, વડીલોને દવાઓ, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણી એ અમારા માટે વિકાસનો રાજમાર્ગ છે. મને જોઈને પણ ખુશી થાય છે કે ગયા પાંચ વર્ષોમાં દમણ, દીવ અને દાદરા નગર હવેલીનો વિકાસ નવી ઊંચાઈ પર પહોંચ્યો છે. આ બંને ક્ષેત્રોની એક નવીન ઓળખ બની છે. અનેક વિષયોમાં આ બંને કેન્દ્રીય સંઘ પ્રદેશ વ્યવસ્થાઓની અપૂર્ણતાથી બહાર નીકળીને પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. આજે દમણ, દીવ અને દાદરા નગર હવેલી બંને પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી ચૂક્યા છે. આજે બંને ક્ષેત્રોના દરેક ઘરમાં એલપીજી જોડાણો છે અને બંને કેરોસીન મુક્ત જાહેર થઇ ચૂક્યા છે. આજે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ ઘરોમાં વીજળીના જોડાણો છે. પાણીના જોડાણો છે આજે આ બંને ક્ષેત્રોમાં રહેનારા તે ગરીબ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર મેળવવા માટે લાયક હતા, તેમને ઘરોની મંજૂરી આપી દેવામાં આવી છે. આજે બંને ક્ષેત્રોના તે લોકો જેમને આયુષમાન ભારત યોજનાનો લાભ મળ્યો છે તેમને ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે.
સાથીઓ, જો હું વીતેલા ત્રણ વર્ષોની વાત કરું તો હાલના દિવસોમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ નવ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. નવ હજાર કરોડ, તમે કલ્પના કરી શકો છો હવે આપણું ક્ષેત્ર ક્યાંથી ક્યાં પહોંચી રહ્યું છે. આ રકમ વડે અનેક પરિયોજનાઓ શરુ કરવામાં આવી છે. અનેકને પૂરી કરી દેવામાં આવી છે. એ જ શ્રુંખલામાં આજે અહિં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટનું લોકાપર્ણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તમારી એક ઘણી જૂની માંગણી પણ પૂરી થઇ છે. દાદરા નગર હવેલી દમણ અને દીવને આઝાદીના આટલા દાયકાઓ પછી પોતાની પ્રથમ મેડિકલ કોલેજ મળી છે. આજ સુધી બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને વર્ષમાં માત્ર 15 બેઠકો જ જુદી-જુદી જગ્યાઓ પર મળતી હતી. હવે 150 બેઠકો સાથે એક જ જગ્યા પર આ નવી મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. તેનો અર્થ એ નથી કે આગળ જતા દોઢસો સુધી જ અટકી જશે. જેવું કામ વધશે, વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે.
ભાઈઓ અને બહેનો, પ્રયત્ન એ પણ થઇ રહ્યો છે કે સમય વેડફ્યા વિના એક વૈકલ્પિક ઈમારતમાં આ જ વર્ષથી મેડિકલ કોલેજ શરુ કરવામાં આવે. મને પણ જણાવવામાં આવ્યું છે કે મેડિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સેલવાસમાં પેરા મેડિકલના આશરે અઢીસો અને દમણમાં નર્સિંગની 50 બેઠકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રયત્નો વડે યુવાન સાથીઓને તો લાભ મળશે જ પરંતુ સાથે-સાથે અહિયાંની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સારી બનાવવા માટે પણ મદદ મળશે.
સાથીઓ, 200 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ કોલેજ સિવાય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આ જે નેટવર્ક અહિં બનાવવામાં આવી રહ્યું છે, તેનાથી સામાન્ય બીમારીઓનો શ્રેષ્ઠ ઈલાજ પણ ઘરની પાસે શક્ય બની શકશે. આયુષમાન ભારત યોજના અંતર્ગત 15 ડઝન એવા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું પણ લોકાર્પણ અહિં કરવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો, થોડા સમય પહેલા અહિં આયુષમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેના કેટલાક લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા છે. દુનિયાની આ સૌથી મોટી આરોગ્ય કાળજી યોજનાની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. લોકો તેને મોદીકેર કહી રહ્યા છે. કારણ એ છે કે આ યોજના અંતર્ગત દરરોજ દેશમાં લગભગ 10 હજારથી પણ વધુ ગરીબોને મફત ઈલાજ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. હજુ તેને 100 દિવસથી થોડો વધુ જ સમય થયો છે. આટલા ઓછા સમયમાં જ લગભગ સાત લાખ ગરીબ દર્દીઓનો દવાખાનામાં ઈલાજ થઇ ચૂક્યો છે.
સાથીઓ, દવાની સાથે સાથે શિક્ષણની સુવિધાનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા અહિં શિક્ષણ સાથે જોડાયેલા નવા સંસ્થાનો તમને સમર્પિત કરવામાં આવ્યા છે. દીવનું શિક્ષણ કેન્દ્ર તેની તમામ વ્યવસ્થાઓ અહિંના યુવાનોને ઘરની આસપાસ જ સારું શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે.
ભાઈઓ અને બહેનો, દવા અને શિક્ષણની સાથે-સાથે સરકાર એ બાબતની પણ ખાતરી કરી રહી છે કે કોઈ પણ ગરીબ બેઘર ન હોય. છાપરા વગરની તેની જિંદગી ન હોય, તેને રહેવા માટે પાકુ ઘર હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોના ગરીબોને પોતાનું પાકુ ઘર અપાવવાનું એક વ્યાપક અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આ સંકલ્પ તરફ એક પગલું આગળ વધારતા દાદરા નગર હવેલી અને દીવ દમણમાં આજે અનેક ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે સિવાય નવા ઘરોના નિર્માણકાર્યનો શિલાન્યાસ પણ થોડા સમય પહેલા કરવામાં આવ્યો છે. જેમાં દમણના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરનારા કારીગરોનાં પરિવારો માટે બનેલ આવાસ પરિયોજના પણ સામેલ છે. આજે જેમના ઘરનું સપનું પૂરું થયું છે અને જેમના ઘર બનવાના શરુ થયા છે તેમને મારા તરફથી ખૂબ-ખૂબ હૃદયપૂર્વક અભિનંદન. નવાવર્ષમાં નવા ઘરનું તેમનું સપનું પૂરું થયું છે.
સાથીઓ, વીતેલા સાડા ચાર વર્ષોમાં દાદરા નગર હવેલી જેવા નાનકડા ક્ષેત્રમાં એક હજારથી વધુ શહેરી ગરીબી આવાસ માટે કામ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવી ચૂક્યા છે. વીતેલા સાડા ચાર વર્ષોમાં જે કટિબદ્ધતાની સાથે જે ભંડોળ અને વ્યાપ પર ગરીબોના ઘર બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે અભૂતપૂર્વ છે. પહેલાની સરકાર જ્યાં પોતાના 5 વર્ષની અંદર માત્ર 25 લાખ ઘર બનાવી શકી હતી, ત્યાં જ અમારી સરકાર હવે 5 વર્ષમાં એક કરોડ 25 લાખથી વધુ ઘરોનું નિર્માણકાર્ય પૂર્ણ કરી ચૂકી છે. ક્યાં 5 વર્ષમાં 25 લાખ અને ક્યાં 5 વર્ષમાં એક કરોડ 25 લાખથી પણ વધુ.
ભાઈઓ અને બહેનો, આ પણ માત્ર ચાર દીવાલો જ નથી, તેમાં સૌભાગ્ય યોજના અંતર્ગત વીજળીનું મફત જોડાણ પણ મળે છે. શૌચાલય પણ હોય છે. રસોડામાં ઉજ્જવલા યોજના અંતર્ગત મફત એલપીજી ગેસના જોડાણો પણ આપવામાં આવે છે. દાદરા નગર હવેલીની વાત કરું તો અહિં 13 હજાર બહેનોને મફત ગેસના જોડાણો આપવામાં આવી ચૂક્યા છે. આ પ્રકારની તમામ સુવિધાઓ ગરીબના આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરવામાં સહાયક સિદ્ધ થઇ રહી છે. સાથીઓ, સામાન્ય માનવીનું જીવન સરળ અને સુગમ હોય તેની માટે દેશની સ્માર્ટ વ્યવસ્થાઓનું નિર્માણ થઇ રહ્યું છે. સેલવાસ અને દીવ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. અહિં રસ્તાઓ હોય, ગલીઓ હોય, ગટરવ્યવસ્થા હોય અને પાણીની વ્યવસ્થા હોય, સાફ સફાઈની સુવિધા હોય દરેક સ્તર પર કામ થઇ રહ્યું છે. થોડા સમય પહેલા સ્માર્ટ સિટી સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.
સાથીઓ, સેલવાસ તો આ સમગ્ર ક્ષેત્રની આર્થિક ગતિવિધિઓનું ઊર્જા કેન્દ્ર છે, અનેક ઉદ્યોગ અહિં આગળ છે અને ભવિષ્યમાં પણ અહિં ઉદ્યોગો માટે અનેક સંભાવનાઓ છે. સેલવાસ નગર નિગમનું ભવન હોય, ગટર વ્યવસ્થા ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, જોડાણને સુગમ કરવા માટેનો પ્રોજેક્ટ હોય, આ બધું જ અહિંના જીવનને સરળ બનાવશે.
સાથીઓ, સેલવાસની સાથે-સાથે દમણ અને દીવ પણ વિકાસને ગતિ આપવામાં આવી છે. દમણ ગંગા પર બનેલા નવા પુલ, નવી ગટર વ્યવસ્થા અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓ વડે દમણવાસીઓનું જીવન સુગમ બનવાનું છે. ત્યાં જ મોટી દમણમાં બનેલ સી વોલ હવે દરિયાના મોજાથી તમારી રક્ષા કરશે. તેનાથી માટીના ધોવાણની ખૂબ મોટી સમસ્યા ઓછી થઇ જશે. સાથીઓ, ગઈ વખતે જ્યારે હું અહિં આવ્યો હતો તો અનેક આદિવાસી પરિવારોને જમીનના પટ્ટા વહેંચવામાં આવ્યા હતા. આજે પણ કેટલાક સાથીઓને જમીનના અધિકાર પત્ર સોંપવાનો મને અવસર મળ્યો છે.
ભાઈઓ અને બહેનો, જમીન હોય, જંગલની પેદાશ હોય, ભણતર ગણતર હોય, ખેલ સાથે જોડાયેલી પ્રતિભા હોય, દરેક સ્તર પર આદિવાસીઓના કલ્યાણ માટે વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વનધન યોજના અંતર્ગત જે જંગલની ઉપજ છે તેમાં મૂલ્યવર્ધન અને યોગ્ય પ્રચાર-પ્રસાર માટે દેશભરમાં કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જંગલમાંથી જે પેદાશો આદિવાસી બહેન ભાઈઓ એકઠી કરતા હોય છે તેનું સાચું મૂલ્ય મળી શકે એટલા માટે સમર્થન મૂલ્યની સીમા વધારવામાં આવી છે.
સાથીઓ, આદિવાસીની કમાણીની સાથે-સાથે સંસ્કૃતિના સંરક્ષણ માટે પણ ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે. આજે પણ અહિં ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટની શરૂઆત થઇ છે. સાંસ્કૃતિક કેન્દ્ર હોય, જૂના કિલ્લાનું સંરક્ષણ હોય, દીવમાં આઈએનએસ ખુખરી સાથે જોડાયેલ સ્મારક સ્થળ હોય, તે નિશ્ચિતપણે સ્થાનિક સાંસ્કૃતિક સંરક્ષણ અને તેના પ્રચાર પ્રસારમાં સિદ્ધ સાબિત થવાનું છે.
સાથીઓ, સંસ્કૃતિ અને ગૌરવ, ઇતિહાસના આ સ્મારક આપણી ભાવનાઓના પ્રહરી તો છે જ, યુવાનો માટે રોજગારના અનેક અવસર પણ બનાવનારા છે. તે પ્રવાસનને તાકાત આપે છે. દાદરા અને નગર હવેલીમાં પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. આ ક્ષેત્રને પ્રવાસનના નકશા પર લાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. સેલવાસમાં બનેલા દમણ ગંગા રીવર ફ્રન્ટની પાછળની ભાવના પણ એ જ છે. હવે અહિં આવનારા પર્યટકો માટે તે એક વધુ આકર્ષણનું કેન્દ્ર બનીને તૈયાર છે. એ સિવાય અહિં 200 ચોરસ કિલોમીટરનો સંરક્ષિત જંગલ વિસ્તાર પણ છે. આ જંગલ વિસ્તાર પ્રવાસન ઉદ્યોગ માટે વરદાન છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિને વધારવામાં આવી શકે છે. દાદરા અને નગર હવેલીની ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ વધુ સારી થાય તેના માટે અહિંના મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને મહત્વની જગ્યાઓ પર મફત વાઈફાઈની સુવિધાઓ આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
સાથીઓ, પ્રવાસનની સાથે-સાથે પારંપરિક રોજગારના સાધનો અને સંસાધનોને પણ મજબૂતી આપવામાં આવી રહી છે. વાદળી ક્રાંતિ (બ્લુ રિવોલ્યૂશન) યોજના અંતર્ગત માછીમારોની આવક વધારવા માટે સરકાર કામ કરી રહી છે. માછીમારો બહેન-ભાઈઓની માટે માછલી પકડવી સરળ બને, માર્કેટ સુધીની પહોંચ સરળ બને તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માછીમારોની પારિવારિક નાવને આધુનિક મોટર બોટ્સમાં બદલવાનું કામ ચાલી રહ્યું છે. માછલીના ઉત્પાદનથી લઈને વેપાર સુધીની વ્યવસ્થાઓને વધુ સારી બનાવવા માટે માછીમારોને સરળ અને સસ્તા ધિરાણ માટે એક વિશેષ ભંડોળ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળના માધ્યમથી આશરે સાડા સાત હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો આજે ગરીબો માટે આદિવાસીઓ માટે, મધ્યમ વર્ગ માટે જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે તેના મૂળમાં સૌનો સાથ, સૌનો વિકાસ એ જ અમારી પ્રેરણા રહી છે, જ્યારે તે દળ કે જેણે દાયકાઓ સુધી દેશમાં સરકાર ચલાવી, તે દરેક કામમાં પોતાની કે પોતાના પરિવારની સંભાવનાઓને જોતો હતો. એ જ કારણ છે કે ત્યાં આગળ કામ કરતા વધારે નામ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સાથીઓ, આ જૂના સરકારી સંસ્કારોને આદતોને અમે બદલી છે. અમે નામને બદલે કામ પર ધ્યાન આપ્યું છે. આજે સરકારી યોજનાઓનું શું નામ હોય છે આયુષમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એવી તમામ યોજનાઓ છે, પરંતુ ક્યાંય પણ મોદીનું નામ નથી. તે જ દર્શાવે છે કે અમારી નીતિ જનતાના વિકાસની છે, પરિવારના વિકાસની અમારી ન તો સંસ્કૃતિ છે, ના અમારો ઈરાદો છે અને મારા માટે તો આ સવા સો કરોડ દેશવાસીઓ એ જ મારો પરિવાર છે અને આ સવા સો કરોડ દેશવાસીઓનું કલ્યાણ એ જ મારા માટે કલ્યાણનો માર્ગ છે.
સાથીઓ, આ જ સાફ નીતિ અને સ્પષ્ટ ઈરાદો જરા તેમને ખટકી રહ્યો છે. મોદી સરકારોને જૂના સંસ્કારોને શું બદલી રહ્યો છે તેનાથી તેમને તકલીફ થઇ રહી છે. તેમને તકલીફ છે કે મોદી ભ્રષ્ટાચારની વિરુદ્ધ આટલી કડક કાર્યવાહી કેમ કરી રહ્યો છે. કરવી જોઈએ કે ના કરવી જોઈએ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવું જોઈએ કે ના લડવું જોઈએ? દેશને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવી જોઈએ કે ના અપાવવી જોઈએ? તેમને તકલીફ છે કે સત્તાની ગલીઓમાં ફરનારા વચેટીયાઓને મોદીએ બહાર કેમ કાઢી નાખ્યાં છે. તેમને ગુસ્સો આવી રહ્યો છે કે મોદી ગરીબોનો અધિકાર છીનવી લેનારા, તેમનું કરિયાણું, તેમનું પેન્શન, તેમને મળનારા હક તેને હડપનારા વચેટિયા દલાલોને બહાર શું કામ કાઢી રહી છે અને પોતાના આ જ ગુસ્સાને કારણે હવે આ લોકો એક મહાગઠબંધન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે જેઓ પહેલા કોંગ્રેસનું પાણી પી પીને કોસતા હતા, તેઓ પણ એક મંચ પર આવી ગયા છે.
સાથીઓ આ મહાગઠબંધન માત્ર મોદીના વિરુદ્ધમાં જ નથી, તે દેશની જનતાના વિરુદ્ધ પણ છે. હજુ તો આ સંપૂર્ણપણે બધા આવ્યા પણ નથી, ભાગીદારી કેવી રીતે તેના ભાવતાલ ચાલી રહ્યા છે, લેખા-જોખા ચાલી રહ્યા છે, લેવડ-દેવડ ચાલી રહી છે તે પણ દેશનો નવયુવાન, દેશનો ખેડૂત, દેશની મહિલાઓ, પ્રથમ વખત વોટ નાખનાર આપણા દેશનો યુવાન આ બાબતોને ખૂબ ઝીણવટપૂર્વક જોઈ રહ્યો છે અને આ લોકોની આંખમાં કોઈ ધૂળ નહિં નાખી શકે.
સાથીઓ, આ લોકોની દુનિયા મોદીને નફરત કરવાથી શરુ થાય છે અને મોદીને ગાળો આપીને ખતમ થઇ જાય છે. મારી દુનિયા, મારી સવાર સવા સો કરોડ દેશવાસીઓના કલ્યાણના સંકલ્પની સાથે થાય છે અને દિવસભર પરસેવો વહાવીને જ્યારે રાત્રે સુવા જાઉં છું, આજે કેટલું સારું કામ કર્યું તેના પર જ લાગેલો રહું છું. મારો આદિ પણ એ જ છે અને અંત પણ એ જ છે. તેમની દુનિયા પોતાના પરિવારને પોતાના ભાઈઓ ભત્રીજાઓને આગળ વધારવા ઉપર કેન્દ્રિત છે અને એ પણ ઘણા ગર્વની સાથે જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાઈઓ બહેનો, મારી દુનિયા તો મારા સવા સો કરોડ દેશવાસી આગળ વધે, તેમાં જ સમાહિત છે. તેમની દુનિયામાં ભારતના વિકાસ માટે કોઈ વિઝન નથી. ભારતના ભવિષ્યની કોઈ વાત નથી, ત્યાં બીજી બાજુ મારો પ્રયાસ ભારતને 21મી સદીમાં દુનિયાનો શ્રેષ્ઠતમ દેશ બનાવવાનો છે.
ભાઈઓ અને બહેનો પોતાના પરિવાર, પોતાની સલ્નતને બચાવવા માટે તેઓ ગમે તેટલા ગઠબંધનો બનાવી લે, પોતાના કર્મોથી તેઓ નહિં ભાગી શકે, તેમના કુકર્મ ડગલે ને પગલે તેમનો પીછો કરી રહ્યા છે, તેઓ બચી નહિં શકે. માત્ર મોદીનો વિરોધ તેમના સ્વાર્થની રાજનીતિને છાપાઓમાં જગ્યા આપી દેશે, મીડિયામાં ચમકતું રહેશે પરંતુ દેશની જનતાના દિલોમાં, દેશને બરબાદ કરનારાઓ ક્યારેય જગ્યા નહિં બનાવી શકે. ભાઈઓ બહેનો તમને કદાચ ખબર નથી જે લોકો જનતાની સામે પડે છે, જનતા જ્યારે તેનો મિજાજ બદલી નાખે છે, જ્યારે તેમના પગ નીચેથી ધરતી ખસવા લાગે છે તો તેઓ આકુળ-વ્યાકુળ થઇ ઊઠે છે. હમણાં કલકત્તામાં જ તમે જુઓ… પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો માત્ર એક જ એમએલએ છે, માત્ર એક, કેટલા? એક પરંતુ ત્યાં ભાજપથી બચવા માટે સમગ્ર હિન્દુસ્તાનના બધા જ લોકો એકઠા થઇ ગયા છે. એક એમએલએવાળી પાર્ટીએ, તેની ઊંઘ હરામ કરીને મૂકી દીધી છે કારણ કે અમે સત્યના માર્ગ પર ચાલનારા લોકો છીએ. એક એમએલએ હોવા છતાં પણ હિન્દુસ્તાનની બધી જ જમાત ત્યાં આગળ એકઠી થઇને બચાવો, બચાવો, બચાવોના નારા લગાવી રહી છે. હું પશ્ચિમ બંગાળની જનતાને અભિનંદન આપુ છું, હું પશ્ચિમ બંગાળની ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું એક એકલા એમએલએએ, આટલી નાનકડી પાર્ટીએ ખોટા કામ કરનારા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે, તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે, બીકના માર્યા ભેગા થઇ રહ્યા છે.
ભાઈઓ બહેનો આ લોકો તાનાશાહ જ નથી, પશ્ચિમ બંગાળ હોય, કેરળ હોય, ડગલે ને પગલે જુલમશાહી છે. જે પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષને તેનો કાર્યક્રમ કરવા માટે અટકાવી દેવામાં આવતા હોય. દરેક પ્રકારની લોકશાહી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. લોકશાહીનું ગળુ દબાવી દેવામાં આવતું હોય પછી ત્યાં એકઠા થઇને લોકશાહીને બચાવવા માટેના ભાષણો આપે છે, એવા સમયે મારે એટલું જ કહેવાનું છે, જ્યારે સમગ્ર પશ્ચિમ બંગાળનું ચિત્ર જોઉ છું તો હું તો એટલું જ કહીશ કે, લોકશાહીનું ગળુ દબાવનારા, પંચાયતની ચૂંટણીમાં નામાંકન કરાવનારાઓને મોતના ઘાટ ઉતારનારા, જ્યારે લોકશાહી બચાવવાની વાતો કરે છે ત્યારે દેશના મોંઢેથી નીકળી જાય છે, “વાહ ક્યા સીન છે!” સાથીઓ, આ લડાઈ હકારાત્મક વિચારધારા અને નકારાત્મક અભિગમ વચ્ચેની છે. આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચારની વચ્ચેની છે, આ લડાઈ જનતા અને મહાગઠબંધન વચ્ચેની છે. ભાઈઓ અને બહેનો હકારાત્મક વિચારધારાની સાથે સાચા પ્રયાસો જ નવા ભારતના નિર્માણનો રસ્તો છે. એ જ રસ્તા પર આપણે સૌને દેશના જન-જનને ઝડપી ગતિએ ચાલવાનું છે. આ હકારાત્મકતા નવા વર્ષમાં આપણા મન મસ્તિષ્કમાં દેશના ખૂણે-ખૂણામાં વધી રહી છે. એ જ કામના સાથે દેશને નવી ઉંચાઈઓ પર લઇ જવાના નિર્ણયની સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને ભાઈઓ બહેનો તમે જોઈ રહ્યા છો હું સવારથી ચાલી નીકળ્યો છું. ભારતની સેનાને ‘મેઇક ઇન ઇન્ડિયા’નો લાભ મળે, ભારતની સેનાની પાસે મજબૂત ટેંક દેશમાં બનેલી હોય, ક્યારેક સવારે જઈને તેની ચિંતા કરું છું દેશની સેના, તાકાત વધારવા માટે તો આજે હમણાં અહિં દીવ દમણમાં આવીને અહિંની જન સુરક્ષાની માટે, અહિંયાની યુવા પેઢીને મેડિકલ કોલેજ મળે તેની માટે કામ કરી રહ્યો છું. ભાઈઓ-બહેનો કોલકાતામાં લોકો મળીને પોતાના દળને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને હું તમારી વચ્ચે આવીને દેશને આગળ વધારવા માટે દિલથી લાગેલો છું. આ તફાવત સ્પષ્ટ છે મિત્રો. આ તફાવત સ્પષ્ટ દેખાય છે. તેઓ પોતાને બચાવવા માટેના સહારા શોધી રહ્યા છે, હું દેશને આગળ વધારવા માટે સૌના સાથ, સૌના વિકાસને લઈને ચાલી નીકળ્યો છું અને આજે આટલા નાનકડા દીવ દમણમાં લાખોની સંખ્યામાં આવીને તમે મને જે આશીર્વાદ આપ્યા, જે પ્રેમ આપ્યો તે જ હિંદુસ્તાનનો મિજાજ છે. આ દીવ દમણ આ લઘુ ભારત છે. હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નથી જેના લોકો અહિં નહી રહેતા હોય. હું હમણાં આવી રહ્યો હતો, હું ગાડીમાંથી આવી રહ્યો હતો પરંતુ બંને બાજુ એક લઘુ ભારત મેં જોયું, હિન્દુસ્તાનના દરેક રાજ્યના લોકો પોત પોતાના પહેરવેશની સાથે ઉભેલા હતા, હું પગે ચાલીને તેમને પ્રણામ કરીને તમારી વચ્ચે પહોંચી ગયો ભાઈઓ, કારણ કે અમારે દેશને આગળ વધારવાનો છે.
ભાઈઓ બહેનો દળને માટે મર-મીટનારા ઘણા હશે, દેશને માટે મર-મીટનારા અમે તમારા સપનાઓને પૂર્ણ કરવા માટે તમને સમર્પિત છીએ. તમારા આશીર્વાદ માટે ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરીને મારી સાથે સંપૂર્ણ તાકાત સાથે બોલો…
ભારત માતાની જય
ભારત માતાની જય
ભારત માતાની જય
ખૂબ-ખૂબ આભાર!
NP/J.Khunt/GP/RP
The progress made by the Union Territories of Dadra and Nagar Haveli, as well as Daman and Diu in the last four years will make you very happy! pic.twitter.com/NhD1D0oIFT
— Narendra Modi (@narendramodi) January 19, 2019
Entire Opposition hates me because my ‘crimes’ are:
— Narendra Modi (@narendramodi) January 19, 2019
Waging the toughest war against corruption.
Stopping the reign of middlemen from the corridors of power.
Giving the poor what belongs to them in the first place but was denied for years. pic.twitter.com/EK8DrHeAhO
Their day begins with Modi, ends with Modi.
— Narendra Modi (@narendramodi) January 19, 2019
All they want to do is further their own dynasties.
They have zero vision for India.
Our approach is different.
For us, India is everything, 130 crore Indians are everything. pic.twitter.com/9aEOSwYhRh
They got together in Kolkata with no agenda but to stop BJP.
— Narendra Modi (@narendramodi) January 19, 2019
They talk of democracy in a state where the ruling party does not even allow local elections democratically.
130 crore Indians are watching their games with great amusement.
India will give them a befitting reply!