Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેપક ટકરા વર્લ્ડ કપ 2025માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પુરુષોની રેગુ ટીમને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સેપક ટકરા ટુકડીને સેપક ટકરા વર્લ્ડ કપ 2025માં તેમના અસાધારણ પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. તેમણે ભારતનો પહેલો ગોલ્ડ મેડલ ઘરે લાવવા બદલ ટીમની પ્રશંસા પણ કરી.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

સેપક ટકરા વર્લ્ડ કપ 2025માં અસાધારણ પ્રદર્શન દર્શાવવા બદલ આપણી ટુકડીને અભિનંદન! આ ટુકડી 7 મેડલ ઘરે લાવી છે. પુરુષોની રેગુ ટીમે ભારતનો પહેલો ગોલ્ડ મેડલ ઘરે લાવીને ઇતિહાસ રચ્યો.

આ શાનદાર પ્રદર્શન વૈશ્વિક સેપક ટકરા ક્ષેત્રમાં ભારત માટે આશાસ્પદ ભવિષ્ય સૂચવે છે.”

AP/IJ/GP/JD