પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે સેન્ટ્રલ ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (CIWTC) ના વિસર્જનની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. CIWTC માટેની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તા. 24.12.2014ના કેબિનેટના ઠરાવ મુજબ વર્ષ 2015માં અમલમાં મુકવામાં આવી હતી. સેન્ટ્રલ ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના, અગાઉની રિવર સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડની જવાબદારીઓ તથા અસ્કયામતો હસ્તગત કરીને કોલકતા હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી યોજના હેઠળ, ભારત સરકાર દ્વારા વર્ષ 1956માં કરવામાં આવી હતી. અંતર્ગત મર્યાદાઓ અને માળખાગત સુવિધાઓના અવરોધોને કારણે સેન્ટ્રલ ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ક્યારેય અર્થક્ષમ કંપની બની શકી ન હતી. અને પ્રારંભથી જ ખોટ કરી રહી હતી. કંપની હાલમાં માત્ર પાંચ કર્મચારી ધરાવે છે.
કેન્દ્ર સરકાર હેઠળના જાહેર ક્ષેત્રના માંદા એકમોને શક્ય હોય તે કિસ્સામાં મજબૂત બનાવવાની તથા જો તેમ કરવું શક્ય ન હોય તેવા કિસ્સામાં સ્થાયી અને અસ્થાયી અસ્કયામતોનો નિકાલ કરીને કંપનીને સમેટી લેવાના સરકારના નિર્ણય મુજબ આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે કંપનીની અસ્કયામતો બહેતર ઉપયોગ માટે મુક્ત બનશે. તેની ઘણી અસ્કયામતો ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બ્રહમ્પુત્રા નદીને સર્વિસીસ પૂરી પાડવા માટે હસ્તગત કરવામાં આવી છે (NW-4).
AP/TR/GP