Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી મોદીએ 27 ઓગસ્ટ,2015ના રોજ કહ્યું કે સૂફી સંતોની વિચારધારા ભારતીય સંસ્કૃતિનું આંતરિક અંગ છે, તથા તેને ભારતમાં અનેકતાવાદી, બહુ-સાંસ્કૃતિક સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. દેશના વિભિન્ન ભાગોના 40 બરેલવી સૂફી વિદ્વાનોના શિષ્ટમંડળ સાથે 25 ઓગસ્ટ,2015ની સાંજે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે કટ્ટરપંથી વિચારધારાઓ આજે સૂફી વિચારધારાને નબળી કરી રહી છે. તેમણે કહ્યું કે સૂફી સંતો અને વિદ્વાનો માટે સોશિયલ મીડિયા સહિત વિભિન્ન માધ્યમો દ્વારા આ તાકાતોનો સામનો કરવો ખુબ જરૂરી છે, જેનાથી કટ્ટરપંથી વિચારધારા ભારતમાં પગ પેસારો ન કરી શકે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સૂફી વિચારધારા જ્યાં પણ પ્રસરી તેણે બુરાઈ ને દુર રાખી છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં મુસલમાન સમુદાયને કેન્દ્ર સરકારની કૌશલ્ય વિકાસની યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે આશ્વાસન આપ્યું કે સદસ્યો તરફથી ઉઠાવાયેલા વકફ સંપતિના મુદ્દા પર વિચાર કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સૂફી સંસ્કૃતિ અને સંગીતને પ્રત્યેક રાજ્યમાં ઉપયુક્ત પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ.
આ પહેલા પ્રધાનમંત્રી સાથેની વાતચીત દરમિયાન શિષ્ટમંડળના સદસ્યોએ જણાવ્યું કે ઇસ્લામ નફરત કે કટ્ટરવાદ નથી શીખવતો. તેમણે એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી કે કેટલીક તાકાતો નથી ઈચ્છતી કે ભારતના મુસલમાન સમુદાય સાથે પ્રધાનમંત્રીના સારા સંબંધો હોય. તેમણે કહ્યું કે અત્યાર સુધી વોટ બેન્કની વિભાજનકારી રાજનીતિને કારણે મુસલમાન સમુદાય સરકાર સાથે માત્ર મધ્યસ્થો દ્વારા જ વાત કરતો રહ્યો છે પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે પ્રધાનમંત્રી મુસલમાનો સહિત ભારતની જનતા સાથે સીધો સંબંધ સ્થાપિત કરે. તેમણે પ્રધાનમંત્રીને અનુરોધ કર્યો કે લોકોના વિકાસ માટે કાર્ય કરવામાં આવે , જે જાતિ, સમુદાય કે ધર્મનો ભેદભાવ કર્યા વગર કરાવા જોઇએ.

શિષ્ટ મંડળે કહ્યું કે ઇસ્લામ ના નામે આતંકવાદનો ફેલાવો દુનિયા ભરમાં શાંતિ માટે ખતરો છે તથા સામાજિક, આર્થિક અને રાજનીતિક વીચારધારા માટે જિહાદને પ્રોત્સાહન આપી રહેલી તાકાતોને કિનારે કરવા માટે ત્વરિત કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે મુસલમાન સમુદાયને જાગૃત બનાવવાની જરૂરીયાત છે કે, આઇએસઆઇએસ અને અલ કાયદા જેવા જૂથ ઇસ્લામની રાહનું પ્રતિનિધિત્વ નથી કરતા.

સદસ્યોએ ભારતમાં સૂફી વિચારધારા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અનેક ઉપાયો પણ સૂચવ્યા. તેમણે ઉપાયો સૂચવ્યા કે, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સૂફી સર્કિટ બનાવાય તથા ભારતમાં સૂફી મજારો અને સ્થળોના જીર્ણોદ્ધાર માટે પગલાં ઉઠાવાશે.
શિષ્ટ મંડળના સદસ્યોમાં નીચેનાનો સમાવેશ છેઃ

• હજરત સૈયદ મોહમ્મદ અશરફ કિછોવછીવી, અધ્યક્ષ અને સંસ્થાપક, ઑલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશૈખ બોર્ડ (એઆઈયૂએમબી)

• હજરત સૈયદ જલાલુદ્દીન અશરફ, ચેરમેન, મખદૂમ અશરફ મિશન, કોલકાતા

• હજરત સૈયદ અહમદ નિઝામી, સજ્જાદા નશીં, દરગાહ હજરત નિજામુદ્દીન ઔલિયા, નઈ દિલ્હી

• શૈખ અબૂબકર અહમદ મુસલિયાર, મહાસચિવ, ઑલ ઈન્ડિયા મુસ્લિમ સ્કોલર્સ એસોસિએશન

• હજરત સૈયદ મહેંદી ચિશ્તી, દરગાહ-એ-ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી, અજમેર શરીફ કે પદાધિકારી

• જનામ નસાર અહમદ, શિક્ષાવિદ

AP/J.Khunt/GP