પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7, રેસકોર્સ રોડ ખાતે યોજાયેલા એક સમારોહમાં સુવર્ણ અંગેની ત્રણ યોજનાઓની શરૂઆત કરી હતી.
આ અવસરે તેમણે પોતાના સંબોધનમાં આ યોજનાઓને ‘સોનામાં સુગંધનું’ ઉદાહરણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું – એવું કોઇ કારણ નથી કે ભારતને ગરીબ દેશ તરીકે ઓળખવામાં આવે, તેની પાસે 20,000 ટન સોનું છે. તેમણે કહ્યું કે ભારતમાં ઉપલબ્ધ સોનાને ઉત્પાદક ઉપયોગ માટે રાખવું જોઇએ અને આ યોજનાઓ આપણને આ લક્ષ્યને હાંસલ કરવા માટેનો માર્ગ દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સમાજમાં મોટે ભાગે સોનું મહિલાઓના સશક્તીકરણનો એક સ્રોત રહ્યો છે. અને આ યોજનાઓ સશક્તીકરણની ભાવનાને રેખાંકિત કરશે.
પ્રધાનમંત્રીએ ભારતમાં સોની પરિવારોને પ્રાપ્ત વિશ્વાસના વિશાળ બંધનની વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતીય ઝવેરીઓ આ યોજનાથી પરિચિત થઇ ગયા પછી તેઓ આ યોજનાના સૌથી મોટા એજન્ટ બની શકે તેમ છે.
શ્રી નરેન્દ્ર મોદીએ અશોકચક્રવાળા ભારતીય સુવર્ણસિક્કાની શરૂઆતને રાષ્ટ્રીય ગૌરવનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકોને હવે વધારે સમય સુધી વિદેશોમાં ઢાળેલા સુવર્ણ બુલિયન અથવા સિક્કા પર નિર્ભર નહિ રહેવું પડે.
પ્રધાનમંત્રીએ આ યોજનાઓ અંગેની એક વેબસાઇટ પણ શરૂ કરી અને પ્રારંભિક સ્તરના છ રોકાણકારોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલી, વાણિજ્ય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રીમતી નિર્મલા સીતારમન અને નાણા રાજ્યમંત્રી શ્રી જયંત સિંહા ઉપસ્થિત રહ્યા હતા.
AP/J.Khunt
PM speaking at launch of gold related schemes. https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
The reason behind the success of these schemes will be the women of India: PM @narendramodi https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
A golden day…the launch of 3 gold related schemes. Know more about these schemes on this website. https://t.co/CFOWQa2f04
— Narendra Modi (@narendramodi) November 5, 2015
Spoke on how gold schemes will contribute to women empowerment & need to integrate goldsmiths in these schemes. https://t.co/qabsZ4AsnP
— NarendraModi(@narendramodi) November 5, 2015
A moment of pride… launch of India Gold Coins, bearing the Ashok Chakra. pic.twitter.com/vlY9bErzaU
— NarendraModi(@narendramodi) November 5, 2015