Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સુધારેલું મરચન્ટ શિપિંગ બીલ 2016 સંસદમાં રજૂ કરવા માટે અને સમાંતરપણે મર્ચન્ટ શિપિંગ એકટ 1958 અને કોસ્ટીંગ વેસલ્સ એકટ 1838 રદ કરવાને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં મર્ચન્ટ શિપિંગ બિલ- 2016 સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મર્ચન્ટ શિપિંગ બિલ 2016એ મર્ચન્ટ શિપિંગ એકટ 1958ની સુધારેલી આવૃત્તિ છે. આ બિલમાં મર્ચન્ટ શિપિંગ એકટ 1958 અને સાથે સાથે કોસ્ટીંગ વેસલ્સ એકટ 1838 રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

મર્ચન્ટ શીપીંગ એક્ટ, 1958માં વખતો વખત હાથ ધરવામાં આવેલા વિવિધ સુધારાને પરિણામે વર્ષોથી આ કાયદો એક વિશાળ ભાગ બની ગયો હતો. 1966થી 2014ની વચ્ચે તેમાં 17 વખત સુધારા કરવામાં આવ્યા છે. તેના પરિણામે તેમાં કલમોની સંખ્યા વધતી જઈને 560થી વધુની થઈ છે. આ જોગવાઈઓને ચોકસાઈપૂર્વક ઘટાડીને 280 કલમ જેટલી કરવામાં આવી છે.

આ બિલની જોગવાઈઓમાં ભારતમાં મર્ચન્ટ શિપિંગના વ્યવસ્થાપન માટેના કાયદાનું સરળીકરણ કરવાનો ઈરાદો છે. વધુમાં બાકીની જોગવાઈઓમાંથી કેટલીક નિરર્થક જોગવાઈઓને રદ કરવામાં આવશે. અને બાકીની જોગવાઈઓ સરળ અને સુગઠિત બનશે અને આ કારણે બિઝનેસ હાથ ધરવામાં પ્રોત્સાહન રહેશે, પારદર્શકતા આવશે. અને અસરકારક રીતે સર્વિસીસ પૂરી પાડી શકાશે.

આ બિલ કાયદો બનશે ત્યારે જે સુધારા અમલમાં આવશે તે નીચે મુજબ છે.

ભારતીય ટનભારના પ્રોત્સાહનમાં વધારો/ નીચે દર્શાવેલા પરિબળોને કારણે ભારતમાં કોસ્ટલ શિપિંગનો વિકાસ થશે

અ) ભારતના લોકો દ્વારા તેમની માલિકીના જહાજોને તથા ભારત દ્વારા ચાર્ટર કરાયેલા બેરબોટ-કમ-ડીમાઈસ (BBCD) જહાજોને ઈન્ડિયન ફ્લેગ વેસલ તરીકે રજીસ્ટર કરાવી શકાશે

બ) એક અલગ કેટેગરી તરીકે ભારત દ્વારા નિયંત્રિત ટનભારને માન્યતા મળશે.

ક) સમુદ્રમાં સંચાલન માટે ભારતના ફલેગ વેસલ્સને પરવાના આપવાની પ્રથા તથા કસ્ટમ ઓથોરિટી દ્વારા પોર્ટ ક્લિયરન્સની પ્રથા રદ થશે.

ડ) કોસ્ટલ શિપિંગને પ્રોત્સાહન માટે કોસ્ટલ જહાજો માટેના અલગ કાયદા ઘડી શકાશે.

બ. સાગરખેડૂઓના કલ્યાણ માટે નીચે મુજબના પગલા લઈ શકાશે

અ) ચાંચીયાઓ દ્વારા બાનમાં રખાયેલા સાગરખેડૂઓને તેમને છૂટા કરાય અને ઘરે સલામત પહોંચે ત્યાં સુધીનું વેતન આપી શકાશે.

બ) ફીશીંગ, મિકેનિકલ સાધનો વગર જહાજ હંકારતા અને જેનું નેટ ટનભાર 15 ટનથી ઓછું હોય, તેવા જહાજોના કાફલાના સભ્યોના માલિકોએ ફરજીયાત વીમો લેવો પડશે. અને

ક) શિપિંગ માસ્ટર સમક્ષ કરારના મુસદ્દા ઉપર હસ્તાક્ષર કરવાની હવે પછી જરૂરિયાત રહેશે નહીં.

ક. જેમને કોઈ અન્ય કાયદાના નિયમો હેઠળ આવરી લેવાયેલા ન હોય તેવા બાકીની કેટેગરીના જહાજોએ પણ સલામતિ સંબંધી જોગવાઈઓ કરવાની રહેશે.

ડ. ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈજેશન (આઈએમઓ)ના ઠરાવો/ પ્રોટોકોલનો સમાવેશ કરીને ભારતીય કાયદાઓને સુસજજ બનાવાશે (તા. 1/1/2016થી અમલી બનેલા આઈએમઓ મેમ્બર સ્ટેટ ઓડિટ સ્કીમનું પાલન કરવાની પૂર્વશરત રહેશે.) અને નીચે મુજબના અલગ અલગ 7 ઠરાવો (કન્વેન્શન્સ)નું પાલન કરવાનું રહેશે, જે નીચે મુજબ છે.

અ) ઈન્ટરવેન્શન કન્વેન્શન 1969

બ) સર્ચ એન્ડ રેસ્ક્યુ કન્વેન્શન 1979

ક) મરાઈન પોલ્યુશન કન્વેન્શનના પરિશિષ્ઠ IV અનુસાર જહાજ પર પ્રદૂષણ નિવારણના પ્રોટોકોલને અનુસરવાનું રહેશે.

ડ) શીપ બેલાસ્ટ વોટર એન્ડ સેડીમેન્ટ, 2004નો નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગેનો ઠરાવ,

ઈ) નૈરોબી રેક રિમુવલ કન્વેન્શન, 2001

એફ) સાલ્વેજ કન્વેન્શન 1989 અને

જી) બંકર ઓઈલ પોલ્યુશન ડેમેજ, 2001 માટેનું ઈન્ટરનેશનલ કન્વેન્શન

આ ઉપરાંત હાલના કાયદામાં સર્વે, ઈન્સપેકશન અને જહાજોના સર્ટિફિકેશન અંગે છૂટા છવાયા ભાગોમાં દર્શાવેલી જોગવાઈઓને ભારતીય શિપિંગ ઈન્ડસ્ટ્રીની સુગમ વ્યવસ્થા માટે એક સાથે મૂકવામાં આવશે. નોન- મિકેનિકલી પ્રોપેલ્ડ જહાજો અંગેનો ધ કોસ્ટીંગ વેસલ એકટ 1938, જે એક બ્રિટિશ તંત્ર વખતનો જરીપૂરાણો કાયદો છે અને તેનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પૂરતું મર્યાદિત છે તેને મરચન્ટ શિપિંગ બિલ 2016 અમલી બનતાં રદ કરવાની દરખાસ્ત છે અને સમગ્ર ભારત માટે જહાજોનુ રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે.

AP/J.Khunt/TR/GP