Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સુખબીરસિંહ બાદલના નિવાસસ્થાને ગુરૂ નાનક જયંતિની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આપ સૌને ગુરૂ પર્વની અનેક અનેક શુભેચ્છાઓ, કદાચ આ ગુરૂ નાનક દેવજીના આશીર્વાદ છે, મહાન ગુરૂ પરંપરાના આશીર્વાદ કે, મારા જેવી એક સામાન્ય વ્યક્તિનાં હસ્તે કેટલાંક સારા પવિત્ર કાર્યો કરવાનુ સૌભાગ્ય મને પ્રાપ્ત થાય છે અને એટલા માટે જે કાંઈ પણ સારૂ કામ થઈ રહ્યું છે તે એવા ગુરૂ જનોના, સંતજનોના આશીર્વાદને કારણે શક્ય બન્યું છે. આપણે લોકો કંઈ નથી અને એટલા માટે સન્માનનો અધિકારી હું નથી. સન્માનના અધિકારી એ બધા મહાપુરૂષો છે, એ તમામ ગુરૂજનો છે કે જે જેમના સદીઓના ત્યાગ અને તપસ્યાની મહાન પરંપરાએ આ આ દેશને બનાવ્યો છે, આ દેશને બચાવ્યો છે.

મારૂ એ સૌભાગ્ય રહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી અને તે પહેલાં જ્યારે ગુજરાતના કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો, તો, કચ્છના લખપતમાં જ્યાં ગુરૂ નાનક દેવજી રહ્યા હતા અને આજે પણ જ્યાં ગુરૂ નાનક દેવજીની પાદુકાઓ છે, ભૂકંપના કારણે તે સ્થળ ધ્વસ્ત થઈ ગયું હતું. હું જ્યારે મુખ્યમંત્રી બનીને ગયો ત્યારે મારી સામે પહેલુ કામ કચ્છના ભૂક્પ પિડીતોનુ પુનઃવસન કરવાનું હતું. હું ધ્વસ્ત થઈ ગયેલા ગુરૂદ્વારામાં પણ ગયો હતો અને એ સમયે કદાચ પરંપરાના આશીર્વાદથી મારા માટે આદેશ થયો કે મારે કોઈક કામ કરવાનુ છે અને તેનુ પુનઃનિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ ચિંતા એ હતી કે જેવુ હતું, જે પ્રકારની માટીથી બનાવવામાં આવ્યું હતું. તેના માટે યોગ્ય લોકોને શોધી કાઢવામાં આવે. એવી માટી લાવવામાં આવે અને તેનાથી બનાવવામાં આવે અને એ પછી તેનુ પુનઃનિર્માણ કરવામાં આવ્યું. આજે તે સ્થળ હેરિટેજમાં પોતાનુ સ્થાન બનાવી શક્યું છે.

અમે ઉડાન યોજના લઈ આવ્યા. ઉડાન યોજના વડે વિમાન પ્રવાસ સસ્તો કરવાની યોજના બનાવવામાં આવી, તો તરત આદેશ થયો અને વિચાર આવ્યો કે ઉડાન યોજના જે પહેલાં બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી તેમાં એક નોંદેડ સાહેબથી શરૂઆત કરવામાં આવે. મારૂ એ સૌભાગ્ય રહ્યું છે કે નાંદેડ સાહેબના મારા પર આશીર્વાદ રહ્યા છે. મને ઘણાં વર્ષો સુધી પંજાબમાં કામ કરવાની તક મળી છે અને તાના કારણે હું જે બાબત કદાચ ગુજરાતમાં રહીને સમજી શકતો ન હતો તે પંજાબમાં આપ સો લોકોની સાથે રહીને, બાદલ સાહેબના પરિવારની નજીક રહીને જાણી અને સમજી શક્યો છું અને હું હંમેશાં એવુ અનુભવતો રહ્યો છું કે ગુજરાત અને પંજાબને વિશેષ સંબંધ છે. કારણ કે જે પહેલા પંચ પ્યારા હતા તેમાંથી એક ગુજરાતના દ્વારકાના હતા. આથી જ દ્વારકા જે જિલ્લામાં આવેલુ છે તે જામનગર જિલ્લામાં અમે ગુરૂ ગોવિંદસિંહજીના નામે એક મોટી હોસ્પિટલ બનાવી છે, કારણ કે કલ્પના એવી હતી કે દેશના દરેક ખૂણામાંથી મહાપૂરૂષોએ દેશને એકતાનો મંત્ર આપ્યો છે અને ગુરૂ નાનક દેવજીની વાતોમાં આપણા દેશની સમગ્ર પરંપરાઓનો એક નિચોડ છે, જે આપણને ગુરૂવાણીમાં અનુભવવા મળે છે. આપણે પોતાપણુ અનુભવી શકીએ છીએ કે દરેક શબ્દમાં તેમણે એટલી સરળ રીતે બધી બાબતોમાં આપણને માર્ગદર્શન પૂરૂ પાડયુ છે. ઊંચ-નીચનો ભેદભાવ, એ સમાજની સમસ્યા હતી, ખરાબીઓ હતી, ખૂબ જ સરળતાથી તેનું સમાધાન કર્યું ઊંચ-નીચનો ભાવ ખતમ થાય, જતિવાદનો ભેદભાવ ખતમ થાય અને લોકો એકતાના સૂત્ર વડે બંધાય. ઈશ્વર તરફ શ્રદ્ધા અને સન્માનની ભાવના હોય અને એવી મહાન પરંપરા આપણને સૌને પ્રેરણા આપી રહી છે. દેશની એકતા અને અખંડિતતા માટે ગુરૂવાણી, ગુરૂ નાનકજીનો આદેશ અને સંદેશ એનાથી વધુ આપણા માટે કંઈ ન હોઈ શકે અને આપણી પાસે દેશની એકતા અને અખંડિતતા માટે એ જ સૌથી વધુ સામર્થ્યવાન સંદેશ છે.

હું માનુ છું કે કરતારપુરનો સંદેશ,1947માં જે કંઈ થયુ તે થયું કેટલીક એવી બાબતો છે કે જેના નિર્ણયો સરકારો અને સેનાઓ વચ્ચે લેવાઈ જતા એનો રસ્તો કેવી રીતે નીકળશે તે તો હવે સમય બતાવશે. પરંતુ લોકોનુ લોકો સાથેનુ જોડાણ, પીપલ ટુ પીપલ કનેક્ટ, તેની એક તાકાત હોય છે. કોણે વિચાર્યું હશે કે બર્લિનની દિવાલ તૂટી શકે છે. કદાચ ગુરૂ નાનક દેવજીના આશીર્વાદથી કરતારપૂરનો કોરીડોર એ માત્ર કોરિડોર નથી પણ લોકોને લોકો સાથે જોડવાનુ એક ખૂબ મોટુ કારણ બની શકે છે. ગુરૂવાણીનો એક-એક શબ્દ આપણને તેના માટેની શક્તિ આપે છે. આ જ તાકાત લઈને આપણે, કારણ કે આપણે વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માનનારા લોકો છીએ. પૂરી દુનિયા એક પરિવાર છે તેવા આદર્શો વચ્ચે આપણું પોષણ અને વિકાસ થયો છે. આપણે એવા લોકો છીએ કે જે ક્યારેય પણ કોઈનુ ખરાબ ઈચ્છતા નથી અને તમે વિચાર કરો કે સાડા પાંચસો વર્ષ પહેલાં કે જ્યારે કોઈ સાધન પણ ન હતાં ત્યારે ગુરૂ નાનક દેવે દેશના ખૂણે-ખૂણે પદ યાત્રા કરી હતી. ક્યાં આસામ અને ક્યાં કચ્છ, પદ યાત્રા કરીને તેમણે પૂરા હિન્દુસ્તાનને પોતાની અંદર સમાવી લીધુ હતુ. આવી તપસ્યા, આવી સાધના આજના ગુરૂ પર્વના પ્રસંગે આપણા સૌના માટે એક નવી પ્રેરણા નવી ઊર્જા અને નવા ઉત્સાહનું કારણ બનીને દેશની એકતા અને અખંડિતતા માટે આપણને એક શક્તિ આપે છે અને આપણે બધાં સાથે મળીને… કારણ કે સંગતની તેની પોતાની એક તાકાત છે, મહાન પરંપરા છે, આ લંગર, એ ખાવા પીવાની સામાન્ય વ્યવસ્થા નથી. લંગર એક સંસ્કાર છે, લંગર એક વારસો છે. તેમાં કોઈ ભેદભાવ નથી. આ કેટલુ મોટુ યોગદાન સરળ પદ્ધતિથી પૂરૂ પાડવામાં આવ્યું છે અને એટલા માટે આજના આ પવિત્ર પર્વ પ્રસંગે આ પવિત્ર વાતાવરણની વચ્ચે હું ગુરૂ ગ્રંથ સાહેબની હાજરીમાં હું આ મહાન પરંપરાને પ્રણામ કરૂ છું. ગુરૂ જનોના મહાન ત્યાગ અને તપસ્યાને નમન કરતા તમે જે મારૂ સન્માન કર્યું છે તે મારૂ સન્માન નથી પણ આ મહાન પરંપરાનુ સન્માન છે. આપણે બધા જેટલુ કામ કરી શકીએ તેટલુ ઓછુ છે. આપણને શક્તિ મળે કે જેથી આપણે સારા કામો કરી શકીએ. હું વધુ એક વાર તમારા સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

RP