સીસ્કોના ચેરમેન શ્રી જ્હોન ચેમ્બર્સે આજે (18-3-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી.
બેઠક દરમિયાન તેમણે પ્રધાનમંત્રીને સીસ્કોના કન્ટ્રી ડિજીટાઈઝેશન એક્સેલરેશન પ્રોગ્રામના ઘટકોની માહિતી આપી અને કેવી રીતે પ્રધાનમંત્રીના વિઝન અને ડિજીટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્માર્ટ સીટી અને સાયબર સિક્યુરીટીની પહેલો સાથે તે સંકળાયેલું છે તે સમજાવ્યુ.
પ્રધાનમંત્રીએ સીસ્કોની પહેલોની પ્રશંસા કરી અને તેમજ દૂરસ્થ શિક્ષણમાં તેને કારણે થતા ફાયદાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે એ પણ કહ્યું કે ડિજીટલ ટેકનોલોજીના ઉપયોગથી સબસીડીમાં રહેલી ઉણપો દુર કરવામાં મદદરૂપ થશે. સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ વિશે પણ તેમણે ચર્ચા કરી હતી.
AP/J.Khunt/GP
John Chambers of CISCO & I spoke about some of CISCO's initiatives & aspects relating to technology & Digital India. https://t.co/EdBqwqVcuY
— Narendra Modi (@narendramodi) 18 March 2016