Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન

સીઓપી – 21, પેરિસમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટન અવસર પર પ્રધાનમંત્રીનું સંબોધન


મારા મંત્રીમંડળના સહયોગી શ્રી પ્રકાશ જાવડેકરજી, શ્રી પીયૂષ ગોયલ જી, સમ્માનિત અતિથિગણ.

મને ભારતીય પેવેલિયનનું ઉદ્ધાટન કરતા પ્રસન્નતા થઇ રહી છે.

પેરિસમાં ઐતિહાસિક સંમેલનનો આ પહેલો દિવસ છે.

અમે અહીં પેરિસ તથા ફ્રાન્સ સાથે તેમના સંકલ્પ તથા સાહસની પ્રશંસામાં એકજૂટ થઇને ઉભા છીએ.

સમગ્ર વિશ્વ, 196 દેશ, આ વિશ્વના ભવિષ્યને નિખારવા તથા આપણા ગ્રહની સેહત માટે એક સાથે આવ્યા છે.

આ સંમેલન ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે.

આ પેવેલિયન આપણી વિરાસત, આપણી પ્રગતિ, આપણી પરંપરા, આપણી ટેક્નોલોજી, આપણી આકંક્ષાઓ તથા આપણી ઉપલબ્ધીઓની બારી છે.

ભારતની નવી આર્થિક ગતિ આંતરરાષ્ટ્રીય આકર્ષણનો વિષય તથા વૈશ્વિક અવસરનો સ્ત્રોત છે. આપણી પ્રગતિ ફક્ત માનવતાના છઠ્ઠા ભાગની જિંદગી જ નહીં બદલે. તેનો અર્થ વધુ અધિક સફળ તથા સમૃદ્ધ વિશ્વ પણ છે.

આ પ્રકારે વિશ્વની પસંદની આપણા વિકાસ પર અસર પડશે.

જળવાયુ પરિવર્તન પ્રમુખ વૈશ્વિક પડકાર છે.

પરંતુ આ જળવાયુ પરિવર્તન આપણું બનાવેલું નથી. આ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે જે ફોસિલ ઇંઘણથી ઉર્જા પ્રાપ્ત કરીને ઔદ્યોગિક યુગની સમૃદ્ધિ તથા પ્રગતિથી આવી છે.

પરંતુ અમે આજે ભારતમાં તેના પરિણામોનો સામનો કરી રહ્યા છીએ. અમે તેનાથી અમારા ખેડૂતો માટે ખતરાના રૂપે, વાતાવરણની રીતમાં ફેરફારના રૂપમા તથા પ્રાકૃતિક આપદાઓની તીવ્રતાના રૂપે જોઇ રહ્યા છીએ.

અમે ઉભરતા સમુદ્રને લઇને ચિંતિત છીએ. તેનાથી અમારી 7500 કિલોમીટરની તટીય રેખા તથા 1300 દ્વીપોને ખતરો પેદા થશે. હિમનદી સરકી જાય તેની અમને ચિંતા છે. એ હિમનદીઓથી જ અમારી નદીઓને ભોજન મળે છે તથા એનાથી જ અમારી સભ્યતા આગળ વધે છે.

એટલા માટે પેરિસમાં પરિણામ મહત્વપૂર્ણ છે.

એટલા માટે અમે અહીં છીએ.

અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આવશ્યકતાની સાથે કામ કરે. અમે એક વ્યાપક, સમાન, ટકાઉ કરાર ઇચ્છીએ છીએ જે અમને માનવતા તથા પ્રકૃતિ વચ્ચે તથા અમને જે વિરાસતમાં મળ્યું છે અને અમે જે પાછળ છોડી જઇશું તેની વચ્ચે સમતુલન બનાવવાની તરફ લઇ જાય.

એના માટે એક ભાગીદારી કરવી પડશે. જેમાં અમારી પંસદવાળા તથા ટેક્નોલોજી ક્ષમતા, સંપન્ન પોતાનું કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનું આયોજન કરશે.

તેમની પ્રતિબદ્ધતાની સીમા તથા તેમના કાર્યોની શક્તિ તેમના કાર્બન સ્પેસના અનુરૂપ થવી જોઇએ.

અને તેમની વિકાસશીલ દેશોને આગળ વધારવા માટે અમારા કાર્બન સ્પેસને છોડવું પડશે.

તેમને સંસાધનો તથા ટેક્નોલોજી તેમની સાથે શેર કરવી જોઇએ જે આવશ્યકતા તથા આશા વચ્ચે રહી છે જેથી અાપણે સ્વચ્છ ઉર્જા માટે સાર્વભૌમિક આકાંક્ષાઓને પૂરી કરી શકીએ.

એનો અર્થ એ પણ થશે કે વિકાસશીલ વિશ્વ પ્રગતિની પોતાની રાહ પર કાર્બનની આછી છાપ છોડવાનો પ્રયાસ કરશે.

આપણે વિશ્વની દ્રઢતાનો મેળ અે પ્રયાસોની સાથે ઇચ્છીએ છીઅે જે આપણી સફળતાના લાયક પરિસ્થિતીઓ બનાવે.

કારણ કે અાપણા પડકારો વિશાળ છે, આપણા પ્રયાસ તત્કાલ હોવા જોઇએ.

આગામી અમુક દિવસોમાં ચર્ચા થશે.

હું ભારતીય પેવેલિયનમાં કંઇક અલગ કહેવા માટે આવ્યો છું. તથા હું ફક્ત વિશ્વ માટે જ નથી બોલતો પરંતુ પોતાના લોકો માટે પણ બોલું છું.

ભારતની પ્રગતિ અમારી નિયતી તથા અમારા લોકોનો અધિકાર છે. પરંતુ અમે એક રાષ્ટ્ર છીએ જેને જળવાયુ પરિવર્તનથી મુકાબલો કરવામાં આગળ આવવું પડશે.

અમે અમારા લોકોને સ્વચ્છ હવા, સ્વચ્છ નદીઓ, લીલા ખેતરો, સ્વસ્થ નિવાસ તથા જીવન સંપન્ન વન આપવાની અમારી જવાબદારી છે.

એ આપણા સંકલ્પમાં આવે છે કે અાપણો ઉદ્દેશ્ય ફક્ત ઉંચી આવક જ નહીં પરંતુ ગુણવત્તા સંપન્ન જીવન હોવું જોઇએ.

આ વિશ્વની પ્રત્યે અમારા સંકલ્પમાં આવે છે.

તથા સૌથી મોટી વાત કે અમારી પ્રાચીન પરંપરાઓ તથા માન્યતાઓથી ઉઠે છે.

લોકો જે પસંદ વ્યક્ત કરે છે તે એમની સંસ્કૃતિ તથા માન્યતાઓથી બને છે.

ભારતમાં પ્રકૃતિને હંમેશાથી માતા માનવામાં અાવી છે.

પ્રાચીન સમયથી અમે માનવતાને પ્રકૃતિના હિસ્સાના રૂપે જોઇ છે, પ્રકૃતિથી ઉપર નહીં.

હંમેશાં અમારો વિશ્વાસ રહ્યો છે કે પ્રકૃતિ માનવ જાતિ માટે નથી રહેતી પરંતુ પ્રકૃતિ વગર અાપણું અસ્તિત્વ નથી. એટલા માટે જ પ્રકૃતિનો અર્થ આપવાનું તથા પાળવાનું થાય છે. શોષણ કરવાનું નહીં.

જ્યારે પ્રકૃતિ સંમતુલિત થશે તો અાપણું વિશ્વ સમતુલિત થશે.

એ અમે અમારા ઋગ્વેદમાંથી શીખીએ છીએ.

ક્ષેત્રસ્ય પતે મધુમન્તુમૂર્મિ ધેનુરિવ પયો અસ્માસુ ધુક્ષ્વ .

મધુશ્ચુતં ધૃતમિવ સુપુતમૃતસ્ય ન: પતયો મૃલયન્તુ .

એનો અર્થ થાય છે

હે પૃથ્વીના દેવતા, પ્રકૃતિ માના આશિર્વાદની સાથે ગાય દુગ્ધની સમાન અમારી પૃથ્વીને દુગ્ધમય કરે. માતા પ્રકૃતિની પ્રચુરતાની સાથે માખણની સમાન અમારી પર કૃપા કરો.

એટલા માટે અથર્વ વેદ કહે છે કે પૃથ્વીની રક્ષા અાપણું કર્તવ્ય છે જેથી જીવન સતત રહે.

એ જ અમે ગાંધીજીના જીવમાં જોઇએ છીએ. તેમનો મત હતો કે વિશ્વમાં ઘણું બધુ તમામની આવશ્યકતા માટે છે, પરંતુ કોઇના લોભ માટે નથી.

આજે જારી પોતાના પ્રકાશન પરંપરામાં અમે એ જ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

એટલા માટે પુન : ચક્રીકરણ તથા સરંક્ષણ અમારા માટે સ્વભાવિક છે. અને એટલા માટે અમારા દેશમાં પવિત્ર ઉપવન છે

મિત્રો,

આ ભાવના છે જે આપણને જળવાયુ પરિવર્તનથી લડવાની આકાંક્ષા તથા વ્યાપક રણનિતી પ્રદાન કરે છે.

અમારું લક્ષ્ય 2022 સુધી 175 ગિગાવોટ નવીકરણીય ઉર્જા ઉત્પાદન છે. અમે સારી શરૂઆત કરી છે. અમે 2016 સુધી લગભગ 12 ગિગાવોટ સ્થાપિત કરીશું જે વર્તમાન ક્ષમતાથી ત્રણ ગણી વધારે છે.

પહેલાના સેલુલર ફોનની જેમ અમે 1800 વગર સંપર્ક વાળા ગામને વિજળી આપવા માટે નવીકરણીય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ.

2030 સુધી અમારી 40 ટકા સ્થાપિત ક્ષમતા ગેર ફોસિલ ઇંધણ પર આધારિત હશે.

અમે કચરાને ઇંધણમાં ફેરવીશું. અમે અમારા શહેરોને સ્માર્ટ તથા ટકાઇ બનાવીશું તથા સાર્વજનિક પરિવહનમાં બદલીશું. એમાં 50 નવી મેટ્રો રેલ પરિયોજનાઓ હશે.

અમે તાપ ઉર્જા સંયંત્રોમાં વધારે મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં રોકાણ કરી રહ્યા છીએ. અમે કોલસા પર કર લગાવ્યો છે તથા પેટ્રોલિયમ ઉત્પાદનો પર સબ્સીડી ઓછી કરી છે. અમે ઓટોમોબાઇલ માટે ઇંધણ માનક વધારી રહ્યા છીએ. તથા અમે નવીનીકરણીય ઉર્જા માટે કર મુક્ત બોન્ડ લાવ્યા છીએ.

પોતાના વન ક્ષેત્રને વધારવા તથા જૈવ વિવિધતાની રક્ષા માટે અમારો વ્યાપક કાર્યક્રમ છે.

છેલ્લા અમુક મહિનાઓથી લાખ્ખો લોકોએ એલઇડી બલ્બ લગાવવાનું શરૂ કર્યું છે. અમારી યોજનાઓ છે કે હજાર દૂરસંચાર ટાવરોને ઇંધણ આપવા માટે ડીઝલના સ્થાને ઇંધણ સેલ્સ લગાવીએ.

વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્રના રૂપમાં ભારતનું અમારું વિઝન ‘શૂન્ય દોષ, શૂન્ય પ્રભાવ સિદ્ધાંત પર આધારિત છે. જે ઉત્પાદન જે સાચું હોય તથા પર્યાવરણ પર કોઇ છાપ ન છોડે. અમારું મિશન પ્રતિ બૂંદ વધારે ફસલ છે. તે ફક્ત ખેડૂતોના જીવનમાં જ સુધારો નહીં લાવે પરંતુ સંસાધનોની ઉણપના દબાણને પણ ઓછું કરશે. સ્વચ્છ ઉર્જામાં અનુસંધાન તથા નવાચાર ઉચ્ચ પ્રાથમિકતા છે. અમે કોલસા જેવા પારંપરિક ઉર્જાને સ્વસ્છ બનાવવા માગીએ છીએ. અમે નવીનીકરણીય ઉર્જાને સસ્તી તથા પોતાના ઘરોમાં લગાવવા માટે સહજ બનાવીશું. અમે પોતાની ટ્રાન્સમિશન લાઇનો માટે એનાથી વધારે વિશ્વસનીય તથા સહજ બનાવવા માગીએ છીઅે.

સરકારોથી લઇને સમુદાયો સુધી નવાચારો તથા ઉદ્યમો અગણિત ઉદાહરણ છે, જે અાપણા પર્યાવરણની સેહત પુનસ્થાપિત કરી રહ્યા છે.

મેં મારા પુસ્તક વિનિયેંટ એક્સનમાં અમુક વિષયો પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે તેને આજે પ્રસ્તુત કરવામાં આવશે.

મિત્રો,

આ અમારી જનતાનો અવાજ છે, અમારા રાષ્ટ્રનું આહ્વાન છે તથા અમારા રાજકારણની સહેમતિ છે. 1975માં સ્ટોકહોમથી લઇને 2009માં કોપેનહેગન સુધી પર્યાવરણ પર અમારું નેતૃત્વ ભારતીય નેતાઓ તથા અત્યાર સુધીની તમામ સરકારોનું વિઝન છે. અમે અમારા રાષ્ટ્રીય પ્રયાસને સમગ્ર રીતે નવા સ્તર પર ઉઠાવી રહ્યા છીએ તથા અમે પોતાની આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધારી રહ્યા છીએ.

એટલા માટે અમે સંકલ્પ સાથે પેરિસ આવ્યા છીએ, પરંતુ આશાની સાથે પણ. અમે ભાગીદારીની ભાવનાથી જવળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર રૂપરેખા કરાર અંતર્ગત વાતચીત ઇચ્છીએ છીએ. આ સમાનતા પર આધારિત થવી જોઇએ પરંતુ અલગ અલગ જવાબદારીઓની સાથે. આજે હું પ્રમુખ વિકસીત તથા વિકાસશીલ દેશના નેતાઓની સાથે નવાચારી સંમેલનમાં સામેલ થઇશ, કારણ કે હું માનું છું કે અમારી સામૂહિક સફળતાની પૂંજી નવાચાર તથા ટેક્નોલોજી છે.

હું રાષ્ટ્રપતિ ઓલાંદની સાથે 121 સૌર સંપન્ન રાષ્ટ્રોમાં સૌર ઉર્જાના ઉપયોગને વધારવા માટે આંતરરાષ્ટ્રીય સૌર સહયોગની સહ અધ્યક્ષતા કરીશ.

મેં રાષ્ટ્રપતિ ઓલાંદને અનુરોધ કર્યો છે કે તે સમગ્ર વિશ્વની ઉક્તિઓનું એક પુસ્તક લાવે જેથી અપાણી સભ્યતાઓ, સંસ્કૃતિઓ તથા ધર્મોના ગુણોને વિશ્વ જોઇ શકે.

હું જીવન શૈલીમાં પણ પરિવર્તનનો આગ્રહ કરીશ જેથી ધરતી પર બોજ ઓછો થાય. અાપણા પ્રયાસોની સફળતા આપણા રહેવાની તથા વિચારવાની રીત પર નિર્ભર રહેશે.

નિષ્કર્ષમાં મને ભારતમાં પરિભાષિત કરનારી વિષય વસ્તુઓ પર જવા દો – ભાગીદારીની ભાવના, એકતામાં વિશ્વાસ, ભારતના લોકો તથા વિશ્વના મિત્રોથી કહીશ કે તે લોકો : સમસ્ત સુખીન: ભવન્તુના સંકલ્પ સાથે જિવીત રહે. કલ્યાણની ઇચ્છામાં આપણી ધરતી, આપણી પ્રકૃતિ, તમામ દેશ તથા સમગ્ર માનવતા સામેલ થવી જોઇએ.

જો આપણા વિચાર સાચા છે તો આપણે ક્ષમતાઓ તથા આવશ્યકતાઓની વૈશ્વિક ભાગીદારી બનાવીશુ જે આપણને ઓછા કાર્બન યુગ તરફ લઇ જશે.

ધન્યવાદ.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt