સિંગાપોરનાં નાયબ પ્રધાનમંત્રી થર્મન શનમુગરત્નમ, નાણાકીય ક્ષેત્રના વિશ્વ પ્રસિદ્ધ નિષ્ણાત શ્રી રવિ મેનન, ફિનટેક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા મોનેટરી ઑથોરિટી ઑફ સિંગાપોરનાં મેનેજિંગ ડાયરેક્ટર, એકસોથી વધારે દેશોમાંથી અહીં ઉપસ્થિત દસ હજાર પ્રતિનિધિઓ,
નમસ્કાર!
સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલમાં મુખ્ય સંબોધન કરનાર કોઈ પણ દેશનાં પ્રથમ વડા હોવાનું સન્માન પ્રાપ્ત થવા બદલ હું ખુશી અનુભવ છું. મારા માટે આ ગર્વ અને સન્માનની વાત છે.
આ ભારતીય યુવા પેઢીનું ઉચિત સન્માન છે. ભારતની યુવા પેઢીની નજર ઉજ્જવળ ભવિષ્ય પર સ્થિર છે.
આ નાણાકીય ક્ષેત્રમાં થઈ રહેલી ક્રાંતિનું યોગ્ય સન્માન છે, જેમાં ભારત અગ્રણી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નાણાકીય ક્ષેત્રમાં વિવિધ કામગીરી માટે થઈ રહેલી ટેકનોલોજીની ક્રાંતિ ભારતનાં 1.3 બિલિયન લોકોનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકી રહી છે.
આ કાર્યક્રમ ફાઇનાન્સ અને ટેકનોલોજીનો છે. આ કાર્યક્રમ એક ઉત્સવ પણ છે.
અત્યારે ભારતમાં પ્રકાશનાં પર્વ દિવાળીની ઉજવણી થઈ રહી છે. દિવાળીની ઉજવણી વિશ્વમાં થાય છે. આ પર્વ સદગુણો, આશા, ઉત્સાહ, જ્ઞાન અને સમૃદ્ધિનું છે. સિંગાપોરમાં દિવાળીનો પ્રકાશ હજુ પણ ઝગમગી રહ્યો છે.
ફિન્ટેક ઉત્સવ શ્રદ્ધા અને વિશ્વાસનો ઉત્સવ પણ છે.
નવીનતાનાં જુસ્સા અને કલ્પનાશક્તિમાં વિશ્વાસ રાખો.
યુવાશક્તિ અને પરિવર્તન માટે તેમનાં ઉત્સાહમાં વિશ્વાસ રાખો.
દુનિયાને શ્રેષ્ઠ સ્થાન બનાવવાની તાકાતમાં શ્રદ્ધા રાખો.
અને એમાં કોઈ નવાઈ નથી કે, પોતાનાં ફક્ત ત્રીજા વર્ષે આ ઉત્સવ વિશ્વનો સૌથી મોટો ફિનટેક ફેસ્ટિવલ બની ગયો છે.
સિંગાપોર ફાઇનાન્સ માટે દુનિયાનું કેન્દ્ર છે અને હવે એ ફાઇનાન્સનાં ડિજિટલ ભવિષ્યમાં હરણફાળ ભરી રહ્યું છે.
ચાલુ વર્ષે હું જૂનમાં અહીં આવ્યો હતો. મેં ભારતનું રુપે કાર્ડ લોંચ કર્યું હતું અને ભારતની વિશ્વ કક્ષાની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ કે યુપીઆઇનો ઉપયોગ કરીને પ્રથમ આંતરરાષ્ટ્રીય રેમિટન્સ મોબાઇલ એપ પણ લોંચ કરી હતી.
આજે મને ફિનટેક કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને જોડવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો શુભારંભ કરવાનું સન્માન મળ્યું છે, જેની શરૂઆત આસિયાન અને ભારતીય બેંકો અને ફિનટેક કંપનીઓથી થઈ છે.
ભારત અને સિંગાપોર ભારતીય અને આસિયાન દેશોનાં નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસોને જોડવા માટે પણ કામ કરે છે, જેનું સંચાલન ભારતીય પ્લેટફોર્મ પર થાય છે અને એનું વિસ્તરણ વિશ્વભરમાં થાય છે.
મિત્રો,
મને સ્ટાર્ટ-અપ વર્તુળોની આસપાસ આ પ્રકારની વાતો સાંભળવા મળી છે.
આ તમને ફાઇનાન્સની બદલાતી દુનિયાને વિકસતી ટેકનોલોજીઓનો રોમાંચ અને અસરકારકતા વિશે જણાવે છે.
હકીકતમાં ઇતિહાસ સાક્ષી છે કે ફાઇનાન્સ ઘણી વાર નવી ટેકનોલોજી અને જોડાણને અપનાવે છે.
મિત્રો,
આપણે ટેકનોલોજી દ્વારા ઐતિહાસિક પરિવર્તનનાં યુગમાં જીવી રહ્યાં છીએ.
ડેસ્કટોપથી ક્લાઉડ, ઇન્ટરનેટથી સોશિયલ મીડિયા, આઇટી સેવાઓથી ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સુધી આપણે ટૂંકા સમયગાળામાં લાંબી મજલ કાપી છે. વ્યવસાયોમાં દરરોજ પરિવર્તન થઈ રહ્યું છે.
વૈશ્વિક અર્થતંત્રનું ચારિત્ર્ય બદલાઈ રહ્યું છે.
ટેકનોલોજી નવી દુનિયામાં સ્પર્ધાત્મકતા અને ક્ષમતાને પરિભાષિત કરે છે.
અને એનાથી જીવનમાં પરિવર્તન લાવવા અનેક તકોનું સર્જન થયું છે.
મેં વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું, આપણે માનવું પડશે કે ફેસબુક, ટ્વીટર કે મોબાઇલ ફોનનો જે ઝડપે પ્રસાર થયો એ જ ઝડપે વિકાસ અને સશક્તિકરણનો પ્રસાર થઈ શકે છે.
દુનિયાભરમાં એ દ્રષ્ટિકોણ ઝડપથી વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
ભારતમાં તેનાથી પ્રશાસનની રીત અને સરકારી સેવાઓની ડિલિવરીમાં પરિવર્તન આવ્યું છે. તેનાથી નવીનતા આવી છે, આશા અને તકોનું સર્જન થયું છે. તે નબળાઓને સક્ષમ બનાવે છે અને જેઓ હાંસિયામાં ધકેલાયેલા હતાં એમને મુખ્ય પ્રવાહમાં લાવે છે, તે વધારે લોકતાંત્રિક રીતે આર્થિક સુલભતા ઊભી કરે છે.
મારી સરકારે વર્ષ 2014માં સત્તા સંભાળી હતી. અમારો ઉદ્દેશ સર્વસમાવેશક વિકાસ કરવાનો હતો, જેનાથી દરેક નાગરિક – અંતરિયાળ ગામડામાં વસતા નબળા નાગરિકની પણ જીવનની જીવવાની ગુણવત્તામાં સુધરો થાય.
એ અભિયાન માટે નાણાકીય સર્વસમાવેશકતાના મજબૂત પાયાની જરૂર હતી. ભારત જેવા વિશાળ દેશ માટે નાણાકીય સર્વસમાવેશકતાની કામગીરી સરળ નહોતી.
છતાં અમે વર્ષોમાં નહીં, મહિનાઓમાં આ સફળતા હાંસલ કરવા ઇચ્છતાં હતાં.
ફિનટેકની ક્ષમતા અને ડિજિટલ જોડાણની પહોંચ સાથે અમે અભૂતપૂર્વ ઝડપ અને વ્યાપની ક્રાંતિ શરૂ કરી છે.
નાણાકીય સર્વસમાવેશકતા સાથે શરૂઆત કરીએ. નાણાકીય સર્વસમાવેશકતા 1.3 બિલિયન ભારતીયો માટે વાસ્તવિકતા બની છે. અમે છેલ્લાં થોડાં વર્ષમાં આધાર અથવા ફાઉન્ડેશન નામની 1.2 અબજથી વધારે બાયોમેટ્રિક ઓળખ જનરેટ કરી છે.
અમારી જન ધન યોજના સાથે અમારો ઉદ્દેશ દરેક ભારતીયને બેંકમાં ખાતુ આપવાનો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે નવા 330 મિલિયન બેંક ખાતાં ખોલ્યાં છે. આ 330 મિલિયન ઓળખ, સન્માન અને અવસરોનાં સ્રોતો છે.
વર્ષ 2014માં 50 ટકાથી ઓછા ભારતીયો બેંકમાં ખાતા ધરાવતાં હતાં, જ્યારે અત્યારે લગભગ દરેક ભારતીય પાસે બેંકમાં ખાતું છે.
એટલે અત્યારે એક બિલિયનથી વધારે બાયોમેટ્રિક ઓળખો, એક બિલિયનથી વધારે બેંક ખાતાઓ અને એક બિલિયનથી વધારે સેલ ફોન ભારતને દુનિયામાં સૌથી મોટું સરકારી માળખું આપે છે.
સરકાર પાસેથી રૂ. 3.6 લાખ કરોડથી વધારે રૂપિયા કે 50 અબજ ડોલરનાં વિવિધ લાભ લોકોને સીધેસીધા મળી રહ્યાં છે.
હવે અંતરિયાળ ગામડામાં રહેતાં ગરીબ નાગરિકને એનાં અધિકારો મેળવવા માટે લાંબું અંતર કાપવું નહીં પડે કે વચેટિયાને લાંચ નહીં આપવી પડે.
હવે બનાવટી અને નકલી ખાતાઓ સરકારને નુકસાન નહીં કરી શકે. અમે લીકેજ અટકાવીને રૂ. 80,000 કરોડ કે 12 બિલિયન ડોલરથી વધારેની બચત કરી છે.
અત્યારે અનિશ્ચિતતાનાં યુગમાં જીવતી યુવા પેઢીને તેમનાં ખાતામાં વીમો મળશે અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુરક્ષા મળે છે.
કોઈ પણ વિદ્યાર્થીને તેનાં એકાઉન્ટમાં સીધી શિષ્યાવૃત્તિ મળી શકે છે. તેને કાગળિયાઓમાં આ શિષ્યાવૃત્તિ ગુમાવવી નહીં પડે.
આધાર પર આધારિત 400,000 માઇક્રો એટીએમ મારફતે અંતરિયાળ ગામડાઓમાં પણ બેંકિંગ સુવિધા ઘરઆંગણે પહોંચી છે.
અને હવે આ ડિજટિલ માળખું ચાલુ વર્ષે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાની શરૂઆત કરવામાં મદદરૂપ થઈ છે. ‘આયુષમાન’ 500 મિલિયન ભારતીયોને વાજબી ખર્ચે આરોગ્ય વીમો પ્રદાન કરશે.
આ અમને મુદ્રા યોજના મારફતે લઘુ ઉદ્યોગસાહસિકો માટે 145 મિલિયન લોન આપવામાં મદદરૂપ થાય છે. છેલ્લાં ચાર વર્ષમાં મુદ્રા યોજના મારફતે રૂ. 6.5 લાખ કરોડ કે 90 અબજ ડોલરની લોન આપવામાં આવી છે. એમાંથી આશરે 75 ટકા લોન મહિલાઓને આપવામાં આવી છે.
થોડાં અઠવાડિયાઓ અગાઉ અમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કર્યો હતો. ભારતભરમાં 150,000 પોસ્ટ ઑફિસ અને પોસ્ટલ સેવાનાં 300,000 કર્મચારીઓ ઘરે-ઘરે બેંકિંગ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
નાણાકીય સર્વસમાવેશકતાને ડિજિટલ કનેક્ટિવિટીની પણ જરૂર પડે છે.
ભારતમાં 120,000થી વધારે ગ્રામ પરિષદો આશરે 300,000 કિલોમીટરનાં ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા જોડાઈ ગઈ છે.
300,000થી વધારે કોમન સર્વિસ સેન્ટર ગામડાઓને ડિજિટલ સુલભતા આપી રહ્યા છે. તેમણે આપણાં ખેડૂતોને જમીનનાં રેકોર્ડ, ધિરાણ, વીમો, બજાર અને શ્રેષ્ઠ કિંમત મેળવવા અમારા ખેડૂતોને સક્ષમ બનાવ્યાં છે. આ સેન્ટર મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અને સ્વચ્છતાલક્ષી ઉત્પાદનો પ્રદાન કરે છે.
આમાંથી એક પણ સેન્ટરને સફળતા ન મળી હોત, જો ભારતમાં પેમેન્ટ અને નાણાકીય વ્યવહારોનાં ડિજિટાઇઝેશનની પ્રક્રિયા ફિનટેક દ્વારા અન્ય મોટું પરિવર્તન લાવવામાં આવ્યું ન હોત.
ભારત વિવિધ સ્થિતિસંજોગો ધરાવતો અને પડકારો ધરાવતો દેશ છે. અમારા સમાધાનો પણ વિવિધતાસભર હોવા જોઈએ. અમારી ડિજિટાઇઝેશનની પ્રક્રિયાને સફળતા મળી છે, કારણ કે અમારી વિવિધ પેમેન્ટ પ્રોડક્ટ દરેકને સેવા પ્રદાન કરે છે.
મોબાઇલ અને ઇન્ટરનેટ ધરાવતાં લોકો માટે વર્ચ્યુઅલ પેમેન્ટનો ઉપયોગ કરવા એકાઉન્ટ વચ્ચે ભીમ-યુપીઆઈ દુનિયાનું સૌથી અત્યાધુનિક, સરળ અને સાતત્યપૂર્ણ પ્લેટફોર્મ છે.
મોબાઇલ ધરાવતાં, પણ ઇન્ટરનેટ ન ધરાવતાં લોકો માટે યુએસએસડી સિસ્ટમ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
અને જે લોકો મોબાઇલ કે ઇન્ટરનેટ – બેમાંથી કશું ધરાવતાં નથી એમનાં માટે આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ છે, જે બાયોમેટ્રિકનો ઉપયોગ કરે છે. અને એનાં પર બે વર્ષમાં એક અબજથી વધારે નાણાકીય વ્યવહારો નોંધાયા છે અને આ પ્રકારનાં વ્યવહારોમાં છ ગણો વધારો થયો છે.
રુપેથી પેમેન્ટ કાર્ડ તમામની પહોંચમાં આવી ગયા છે. એમાંથી 250 મિલિયન કાર્ડ એવા લોકો પાસે છે, જેમની પાસે 4 વર્ષ અગાઉ બેંક ખાતા જ નહોતાં.
કાર્ડથી ક્યુઆર અને વોલેટ સુધી ભારતમાં ડિજિટલ નાણાકીય વ્યવહારોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યારે ભારતમાં 128 બેંકો યુપીઆઈ સાથે જોડાયેલી છે.
છેલ્લાં 24 મહિનાઓમાં યુપીઆઈ પર નાણાકીય વ્યવહારોમાં 1500 ગણો વધારો થયો છે. દર મહિને નાણાકીય વ્યવહારોનાં મૂલ્યમાં 30 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે.
પણ આ ઝડપથી વધારે હું એમાં રહેલી તકો, કાર્યદક્ષતા, પારદર્શકતા અને સુવિધાથી પ્રેરિત છું, જે ડિજિટલ પેમેન્ટ પેદા કરે છે.
એક દુકાનદાર પોતાનો છુટક ખર્ચ ઘટાડવા અને ઝડપથી ઉઘરાણી કરવા ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
ફળ ઉત્પાદક ખેડૂત કે ગામડાનો કારીગર બજાર સાથે સીધો જોડાય છે અને વધારે આવક કરી શકે છે તેમજ ઝડપથી નાણા મેળવે છે.
એક કામદાર આખો દિવસ કામ બગાડ્યાં વિના એનાં ઘરે ઝડપથી પગાર કે નાણાં મોકલે છે.
દરેક ડિજિટલ પેમેન્ટ સમય બચાવે છે. એનાથી દેશને મોટી બચત થાય છે. એ વ્યક્તિઓ અને આપણા અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરે છે.
આ કરવેરાની આવકમાં વધારો કરવામાં અને અર્થતંત્રમાં વાજબીપણું લાવવામાં પણ મદદ કરે છે.
એટલું જ નહીં ડિજિટલ પેમેન્ટ સંભવિતતાઓની દુનિયાનું પ્રવેશદ્વાર છે.
ડેટા એનાલીટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અમને લોકો માટે મૂલ્ય સંવર્ધિત સેવાઓની સંપૂર્ણ રેન્જ ઊભી કરવામાં મદદ કરે છે. એમાં ધિરાણનો ઓછો રેકોર્ડ ધરાવતાં કે બિલકુલ રેકોર્ડ ન ધરાવતા લોકોને ધિરાણ આપવાની સેવા પણ સામેલ છે.
નાણાકીય સર્વસમાવેશકતા અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસોને પણ મદદરૂપ છે.
તેઓ રાષ્ટ્રીય સ્તરે વસ્તુ એન્ડ સેવા કરનાં નેટવર્કમાં આવે છે, જેનો અમલ વર્ષ અગાઉ થયો છે.
બેંકો ધિરાણ સાથે તેમનાં સુધી પહોંચી છે. ધિરાણનાં વૈકલ્પિક પ્લેટફોર્મ નવીન ફાઇનાન્સિંગ મોડલ ઑફર કરે છે. તેમને ધિરાણ માટે ઊંચા વ્યાજદર ધરાવતાં અનૌપચારિક બજારમાં જવાની જરૂર નથી.
અને આ મહિને અમે 59 મિનિટની અંદર લઘુ, નાના અને મધ્યમ કદ ઉદ્યોગસાહસોને રૂ. 1 કરોડ કે 150,000 ડોલરની લોન 59 મિનિટમાં જ મંજૂર કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે અને એ માટે લોનધારકને બેંકની મુલાકાત લેવાની પણ જરૂર નથી. આ પ્રક્રિયા જીએસટી રિટર્ન, આવકવેરા રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટને આધારે હાથ ધરવામાં આવે છે અને ધિરાણનો નિર્ણય લેવામાં આવે છે. થોડાં જ દિવસોમાં આ પ્રકારનાં 150,000 ઉદ્યોગસાહસિકોએ આ લોન માટે અરજી કરી છે.
ઉદ્યોગસાહસિકતા, રોજગારી પેદા કરવાનો અને સમૃદ્ધિ લાવવાની આ ક્ષમતા ફિનટેકની છે.
ડિજિટલ ટેકનોલોજી સરકારી ઇ-માર્કેટ અથવા જીઇએમ જેવી નવીનતાઓ મારફતે પારદર્શકતા લાવે છે અને ભ્રષ્ટાચાર દૂર કરે છે. આ સરકારી સંસ્થાઓ દ્વારા ખરીદી માટેનું સંકલિત પ્લેટફોર્મ છે.
આ તમામ સુવિધાઓ પ્રદાન કરે છે – શોધ અને સરખામણી, ટેન્ડર, ઓનલાઇન ઓર્ડર, કોન્ટ્રાક્ટ જનરેશન અને ચુકવણી.
આ મંચ પર 600,000 ઉત્પાદનો છે. આશરે 30,000 ગ્રાહક સંસ્થાઓ અને 150,000 વિક્રેતાઓ તથા સેવા પ્રદાતાઓની નોંધણી આ મંચ પર થઈ છે.
મિત્રો,
ભારતમાં ફિનટેક નવીનતા અને ઉદ્યોગસાહસોનો વિસ્ફોટ થયો છે. ભારતમાં આ ક્ષેત્ર સારું એવું ખીલ્યું છે. એનાં પરિણામે ભારતે દુનિયામાં અગ્રણી ફિનટેક અને સ્ટાર્ટઅપ દેશોમાં સ્થાન મેળવ્યું છે. ફિનટેક અને ઇન્ડસ્ટ્રી 4.0નું ભવિષ્ય ભારતમાં વિકસી રહ્યું છે.
આપણાં યુવાનો એપ વિકસાવી રહ્યાં છે, તેઓ પેપરલેસ, કેશલેસ, પ્રેઝન્સ-લેસ અને છતાં સુરક્ષિત અને સલામત, નાણાકીય વ્યવહારોનાં સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. દુનિયામાં આટલા મોટા પાયે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનો મોટો સેટ વિકસાવીને દુનિયાને ચકિત કરી દીધી છે.
તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, બ્લોકચેઇન અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બેંકો, નિયમનકારો અને ઉપભોક્તાઓ માટે નવા સમાધાનો વિકસાવી રહ્યાં છે.
અને તેઓ આપણાં દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણથી લઈને માઇક્રો ક્રેડિટ અને વીમા સુધીનાં સામાજિક અભિયાનોને પણ આગળ વધારી રહ્યાં છે.
ભારતમાં મોટી સંખ્યામાં પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ છે, જેમને ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલો દ્વારા ઊભી થયેલી ઇકોસિસ્ટમ તથા પૂરક નીતિઓ, પ્રોત્સાહનો અને ભંડોળ કાર્યક્રમોનો લાભ મળે છે.
એનાથી ભારતને દુનિયામાં ડેટાનો સૌથી મોટો ઉપભોક્તા દેશ અને ડેટાનો સૌથી સસ્તા દર ધરાવતો દેશ બનવામાં મદદ પણ મળી છે. ફિનટેક સ્વીકાર્યતામાં ભારત ટોચનાં રાષ્ટ્રોમાંનું એક છે. એટલે મારે કહેવું છે કે તમામ ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ માટે ભારત સૌથી શ્રેષ્ઠ સ્થાન છે.
એલઇડી બલ્બ ઊર્જા ઉદ્યોગમાં ભારતમાં ઇકોનોમિઝ ઑફ સ્કેલ સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવી હતી, જેનાથી આ ઊર્જાદક્ષ ટેકનોલોજીને જગતભરમાં વાજબી બનાવવામાં મદદ મળી છે. એ જ રીતે ભારતનું વિશાળ બજાર ફિનટેક ઉત્પાદનોને સ્કેલ હાંસલ કરવા, જોખમો અને ખર્ચ ઘટાડવા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા સક્ષમ બનાવી શકે છે.
મિત્રો,
ટૂંકમાં ભારતીય વિકાસગાથા ફિનટેકનાં છ મહાન લાભ દર્શાવે છેઃ સુલભતા, સર્વસમાવેશકતા, કનેક્ટિવિટી; જીવનની સરળતા; તક; અને જવાબદારી.
દુનિયાભરમાં ભારત-પ્રશાંતથી આફ્રિકા અને આફ્રિકામાં લેટિન અમેરિકા સુધી અમે સામાન્ય લોકોનાં જીવનમાં અસાધારણ રીતે નવીન પરિવર્તન કરતી પ્રેરક વાતો જોઈ રહ્યાં છીએ.
પણ હજુ ઘણું કરવાનું બાકી છે.
આપણું ધ્યાન તમામનો વિકાસ કરવા પર કેન્દ્રિત હોવું જોઈએ, જેમાં વંચિતોનો વિકાસ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
આપણે દુનિયામાં ઔપચારિક નાણાકીય બજારમાં બેંકની સુવિધાઓથી વંચિત 1.7 અબજ લોકોને બેંકિંગની સુવિધા આપવી જોઈએ.
આપણે દુનિયાભરમાં અનૌપચારિક ક્ષેત્રોમાં એક અબજ કામદારોથી વધારે લોકોને વીમા અને પેન્શનની સુરક્ષા આપવી જોઈએ, જેઓ હજુ પણ આ સુવિધાઓથી વંચિત છે.
આપણે ફિનટેકનો ઉપયોગ એ સુનિશ્ચિતતા માટે કરી શકીએ કે તમામ સ્વપ્નો સાકાર થાય અને નવું કોઈ પણ ઉદ્યોગસાહસ ધિરાણની સુવિધાથી વંચિત ન રહે.
આપણે જોખમોનું વધારે સારી રીતે વ્યવસ્થાપન કરવા, ગોટાળાઓ સામે લડવા અને પરંપરાગત મોડલ્સને સ્થાને આધુનિક મોડલ સ્થાપિત કરવા બેંકો અને નાણાકીય સંસ્થાઓને વધારે મજબૂત કરવી જોઈએ.
આપણે નીતિનિયમોનું પાલન કરવા, નિયમનો અપનાવવા અને નિરીક્ષણ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, જેથી નવીનતા વિકસે અને જોખમો ધરાવે.
આપણે મની લોન્ડરિંગનો સામનો કરવા અને અન્ય નાણાકીય અપરાધોનો સામનો કરવા ફિનટેક સાધનોનો ઉપયોગ કરવો પડશે.
જ્યારે આપણી એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં આપણો ડેટા અને આપણી સિસ્ટમ વધારે વિશ્વસનિય અને સલામત બનશે, ત્યારે ફાઇનાન્સની વિકસતી દુનિયાને સફળતા મળશે.
આપણે આપણી આંતરરાષ્ટ્રીય વાયર સિસ્ટમને સાયબર જોખમોથી સુરક્ષિત બનાવવી પડશે.
આપણે એવી ખાતરી પણ કરવી પડશે કે ફિનટેકની કામગીરીની ઝડપ અને એને મહત્ત્વ આપવાથી લોકોને ફાયદો થાય, નહીં કે નુકસાન; ફાઇનાન્સમાં ટેકનોલોજી અતિ વંચિત સાથે સીધા જોડાણ મારફતે માનવીય સ્થિતિમાં સુધારો કરે એવી ખાતરી કરે.
આપણે લોકો વચ્ચે જાગૃતિ વધારવાની અને તેમને વિવધ તકો વિશે જાણકારી આપવાની પણ જરૂર છે, જેમાં સર્વસમાવેશક નીતિઓ અને તેમનાં માટે ટેકનોલોજીનો ઉપયોગ સામેલ છે.
આ માટે ફિનટેકને વ્યવસ્થાને બદલે એક અભિયાન બનાવવાની જરૂર છે.
અને આપણે ડેટા ઑનરશિપ અને પ્રવાહ; ગોપનીયતા અને સંમતિ; ખાનગી અને સરકારી ચીજવસ્તુ; કાયદો અને નૈતિકતા જેવા આવશ્યક પ્રશ્નોનું સમાધાન કરવું પડશે.
છેલ્લે, આપણે ભવિષ્ય માટે કૌશલ્યોનાં સર્જનમાં રોકાણ કરવું પડશે. અને લાંબા ગાળા માટે વિચારોને સમર્થન આપવા અને રોકાણ કરવા તૈયાર રહેવું પડશે.
મિત્રો,
દરેક યુગ એનાં પડકારો અને એમાં રહેલી તકોથી ઓળખાય છે. દરેક પેઢી ભવિષ્યને ઘડવાની પોતાની જવાબદારી ધરાવે છે.
આ પેઢી દુનિયામાં દરેક હાથની હથેળીમાં ભવિષ્યને આકાર આપશે.
ઇતિહાસમાં અગાઉ ક્યારેય આપણે અબજો લોકો માટે તકો ઊભી કરવાની અને એમને વાસ્તવિક સ્વરૂપે સમૃદ્ધ બનાવવાની આટલી બધી સંભવિતતા ધરાવતાં નહોતાં.
ગરીબ અને ધનિક વચ્ચે, શહેરો અને ગામડાં વચ્ચે, આશા અને સિદ્ધિઓ વચ્ચે દુનિયાને વધારેમાં વધારે માનવીય અને સમાન બનાવવા માટેની સંભવિતતા અગાઉ ક્યારેય નહોતી.
જેમ ભારત અન્ય દેશોમાંથી શીખશે, તેમ અમે અમારો અનુભવ અને કુશળતા દુનિયા સાથે વહેંચીશું.
કારણ કે, ભારત માટે પ્રેરક પરિબળ અન્ય લોકો માટે આશા ઊભી કરે છે. અને અમે ભારત માટે જે સ્વપ્નો સેવ્યાં છે એ સ્વપ્નો દુનિયામાં પણ સાકાર થાય એવી અમારી ઇચ્છા છે.
આ આપણાં બધાની સહિયારી સફર છે.
જેમ પ્રકાશનું પર્વ દિવાળી જેમ બીજા લોકોનાં જીવનમાં અંધકાર દૂર કરીને પ્રકાશ પાથરવાનું, નિરાશા દૂર કરીને આશાનો સંચાર કરવાનું અને દુઃખો દૂર કરીને ખુશીઓ આપવાનું શીખવે છે, તેમ આ ઉત્સવ માનવતા માટે શ્રેષ્ઠ ભવિષ્યનાં સંબંધમાં આપણે બધાને એક થવા પ્રેરિત કરે છે.
ધન્યવાદ.
NP/J.Khunt/RP
It is a great honour to be the first Head of Government to deliver the keynote address at Singapore Fintech Festival: PM pic.twitter.com/48PSYr7m46
— PMO India (@PMOIndia) November 14, 2018
The Fintech Festival is also a celebration of belief: PM pic.twitter.com/x7azo0chtb
— PMO India (@PMOIndia) November 14, 2018
We are in an age of a historic transition brought about by technology: PM pic.twitter.com/7XyV8R0xId
— PMO India (@PMOIndia) November 14, 2018
My government came to office in 2014 with a mission of inclusive development that would change the lives of every citizen, even the weakest in the remotest village: PM pic.twitter.com/tBgE2oIOpo
— PMO India (@PMOIndia) November 14, 2018
Financial inclusion has become a reality for 1.3 billion Indians: PM pic.twitter.com/FMqRSdqZOs
— PMO India (@PMOIndia) November 14, 2018
India is a nation of diverse circumstances and challenges.
— PMO India (@PMOIndia) November 14, 2018
Our solutions must also be diverse.
Our digitization is a success because our payment products cater to everyone: PM pic.twitter.com/5bYsSrVIPV
Rapidly rising Digital Transactions in India powered by Rupay & BHIM: PM pic.twitter.com/zK8f3rJuwm
— PMO India (@PMOIndia) November 14, 2018
Digital technology is also introducing transparency and eliminating corruption through innovation such as the @GeM_India : PM pic.twitter.com/pZTyWC1uPJ
— PMO India (@PMOIndia) November 14, 2018
There is an explosion of fintech innovation and enterprise in India: PM pic.twitter.com/wvbO2xP4Ci
— PMO India (@PMOIndia) November 14, 2018
i say this to all the fintech companies and startups – India is your best destination: PM pic.twitter.com/BXOpt7T32v
— PMO India (@PMOIndia) November 14, 2018
The Indian story shows six great benefits of fintech: PM pic.twitter.com/i33NgALjjZ
— PMO India (@PMOIndia) November 14, 2018
We see inspiring stories of extraordinary innovation changing ordinary lives.
— PMO India (@PMOIndia) November 14, 2018
But, there is much to be done.
Our focus should be on सर्वोदय through अन्तयोदय: PM pic.twitter.com/RDlpjMcA57
Fintech can be used to make the world a better place: PM pic.twitter.com/fzNUEaW3XO
— PMO India (@PMOIndia) November 14, 2018
At no time in history were we blessed with so many possibilities:
— PMO India (@PMOIndia) November 14, 2018
To make opportunities and prosperity a reality in a lifetime for billions.
To make the world more humane and equal –
between rich and poor,
between cities and villages,
between hopes and achievements: PM
The Singapore Fintech Festival celebrates the power of belief and showcases the wide range of opportunities in the Fintech world. pic.twitter.com/KiuVid0QG0
— Narendra Modi (@narendramodi) November 14, 2018
We live in an age where technology is bringing historic transitions.
— Narendra Modi (@narendramodi) November 14, 2018
In India, technology has helped ensure better service delivery. pic.twitter.com/Ab3KyWAdut
India's efforts towards digitisation are successful because the payment products cater to all sections of society.
— Narendra Modi (@narendramodi) November 14, 2018
Digital payments are increasing rapidly and so is efficiency as well as transparency. pic.twitter.com/Vt1ayA2ExW
In India, Fintech is driving enterprise, employment and prosperity. pic.twitter.com/pVdf8TawRH
— Narendra Modi (@narendramodi) November 14, 2018
The way ahead for the Fintech Sector. pic.twitter.com/8QmLEq7yLp
— Narendra Modi (@narendramodi) November 14, 2018