Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિંગાપોરની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન


મહામહિમ પ્રધાનમંત્રી લી સિયન લૂંગ,

આદરણીય પ્રતિનિધિમંડળ
મીડિયાના સદસ્યો

સૌપ્રથમ તો હું પ્રધાનમંત્રી લી નો તેમના આતિથ્ય અને સદભાવ માટે આભાર વ્યક્ત કરું છું. ભારતની સાથે સંબંધો મજબૂત કરવા પ્રત્યે તેમના સતત પ્રયાસો માટે અને અંગત મિત્રતા માટે પણ હું તેમનો આભાર માનું છું.
ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો સાચા અર્થમાં સામૂહિક ભાગીદારીની કસોટીમાં પાર ઉતર્યા છે. અમારા સંબંધોમાં કોઈ અસહતા નથી પરંતુ ફક્ત હૂંફ, આદર અને વિશ્વાસ છે. આજની અમારી વાતચીતમાં પ્રધાનમંત્રી લી અને મેં સાથે મળીને આપણા દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી છે અને ભવિષ્યના રોડમેપ વિશે ચર્ચા કરી છે.

ખાસ કરીને મને અમારા વ્યાપક આર્થિક સહકાર સંધિની બીજી સમીક્ષા પૂર્ણ થવાનો આનંદ છે. પરંતુ અમે બંને એ વાત પર સહમત છીએ કે બીજી સમીક્ષા જ અમારો લક્ષ્યાંક નથી આ તો એક પડાવ માત્ર છે, લક્ષ્ય નથી. અમારા અધિકારીઓ ટૂંક સમયમાં જ આ સમજૂતીને વધુ અપગ્રેડ કરવા અને સુધારવા માટે મંત્રણા શરૂ કરી દેશે.
ભારત માટે સિંગાપોર વિદેશી મૂડી રોકાણ માટેનો એક મહત્વપૂર્ણ સ્રોત છે અને ભારતથી વિદેશમાં થનારા રોકાણ માટે ભારતનું મુખ્ય કેન્દ્ર છે. મને આનંદ છે કે ભારતીય કંપનીઓ સિંગાપોરનો ઉપયોગ આસિયાન ક્ષેત્ર અને અન્ય દેશો માટે સ્પ્રિંગ બોર્ડ તરીકે કરે છે. સિંગાપોરની કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ વધી રહ્યું છે. ભારતની પ્રગતિ સિંગાપોરને તેના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અમૂલ્ય અવસર પ્રદાન કરે છે. કાલે સાંજે સિંગાપોરની મહત્વની કંપનીઓના સીઇઓ સાથે ગોળમેજી પરિષદમાં મને ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ જોઇને અત્યંત આનંદ થયો.
ભારત અને સિંગાપોર વચ્ચે હવાઈ ટ્રાફિક પણ ઝડપથી વધી રહ્યો છે. બંને પક્ષ ટૂંક સમયમાં જ હવાઈ સેવા કરાર પર સમીક્ષા શરૂ કરી દેશે.

અમે બંને દેશો આપણી ડિજિટલ ભાગીદારીનો પ્રારંભ થવા અંગે પણ ખુશ છીએ. આ અસિમિત સંભાવનાઓ સાથે પ્રાકૃતિક ભાગીદારીનું ક્ષેત્ર છે. રૂપે, ભીમ અને યુપીઆઈ આધારિત રેમિટેન્સ એપનું કાલે સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય લોંચિંગ ડિજિટલ ઇન્ડિયા અને અમારી ભાગીદારીની નવીનતાને દર્શાવે છે. ડિજિટલ ઇન્ડિયા મારફતે અમે ભારતમાં એક ડેટા સેન્ટર નીતિ બનાવીશું.

આજે હું નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઘણી સમજૂતીઓ થતી જોઇશ, જે ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણમાં આપણા સહકારને વેગ આપશે. કૌશલ્ય વિકાસ, આયોજન અને શહેરી વિકાસ ક્ષેત્રમાં આપણા સહકારમાં પણ પ્રગતિ થઈ છે.

અમે ભારતમાં 115 જેટલા સંભવિત જિલ્લાઓમાં પાણી માટે નવી પહેલની શરૂઆત જોઈ છે. આજે અને કાલે અમે જે કરારો કર્યા છે તે આ સહકારને નવા સ્તર પર લઈ જશે. તે ગ્રામીણ ક્ષેત્રો સહિત ભારતના યુવાનોને અંતે તો લાભ પહોંચાડશે.

અમે અમારી આ ભાગીદારીમાં સંરક્ષણ અને સુરક્ષાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે. આ સંબંધોમાં સતત વૃદ્ધિનું અમે સ્વાગત કરીએ છીએ. સિમબેક્સના 25માં વર્ષે હું ભારત અને સિંગાપોરની નૌસેનાને પણ અભિનંદન પાઠવું છું. ટૂંક સમયમાં જ અમે ત્રિપક્ષીય નૌસૈનિક અભ્યાસનો પણ પ્રારંભ કરીશું. વારંવાર થતી તાલીમ અને નૌસૈનિકના સહકારને ધ્યાનમાં રાખતાં નૌસેનાઓ વચ્ચે લોજિસ્ટિક કરાર સંપન્ન થવાનું પણ હું સ્વાગત કરું છું.
આવનારા સમયમાં સાયબર સુરક્ષા અને અતિવાદ તથા આતંકવાદનો સામનો કરવો તે આપણા સહયોગના મહત્વપૂર્ણ તબક્કા હશે. આપણે તેને આપણા દેશો માટે સૌથી મોટું જોખમ માનીએ છીએ.

પ્રધાનમંત્રી લી અને મેં વૈશ્વિક અને ક્ષેત્રીય પડકારો પર પોતાપોતાની ચિંતા વ્યક્ત કરી છે અને તેની રજૂઆત કરી છે. અમે બંનેએ દરિયાઇ સુરક્ષા પર પોતાના સૈદ્ધાંતિક વિચારોનું પુનઃસમર્થન કર્યું છે અને નિયમો આધારિત આદેશો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

અમે ખુલ્લા, સ્થિર અને યોગ્ય આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રને જાળવી રાખવાની જરૂર પર પણ સહમતિ વ્યક્ત કરી છે.

મેં આસિયાનના નેતૃત્વવાળા સંસ્થાનોના માધ્યમ સહિત આસિયાનની એકતાનું મહત્વ, તેની કેન્દ્રીયતા અને ક્ષેત્રિય સ્થિરતા વધારવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે. મેં આરસીઈપી સમજૂતી ઝડપથી થાય તે માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા અંગે પણ જણાવ્યું હતું તથા યોગ્ય, સંતુલિત તથા વ્યાપક સંધિની આશા વ્યક્ત કરી છે.

આજે સાંજે શાંગ્રી-લા સંવાદમાં, હું ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રત્યે ભારતના દ્રષ્ટિકોણને અભિવ્યક્ત કરવા ઈચ્છું છું. શાંગ્રી-લા સંવાદ માટે આમંત્રણ આપવા બદલ હું વડાપ્રધાન લીનો આભાર માનું છું.
મેં વડાપ્રધાન લી અને તેમની પૂરી ટીમને સફળતાપૂર્વક નેતૃત્વ સંક્રાંતિ માટે મારી શુભેચ્છાઓ પાઠવી છે. હું જાણું છું કે સિંગાપોરના નવા નેતા પોતાના શાનદાર વારસાને જાળવી રાખશે. આ મહાન દેશને જનસેવાની તેની ભાવના અને પરંપરા સાથે આગળ લઈ જશે.

આભાર, ખૂબ-ખૂબ આભાર.

NP/J.Khunt/GP/RP