પ્રધાનમંત્રીએ શ્રી ગોહ ચોક ટોંગને ચાલુ વર્ષની શરૂઆતમાં લી કુઆન યૂ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીનાં ગવર્નિંગ બોર્ડનાં ચેરમેન તરીકે હોદ્દો સંભાળવા બદલ અભિનંદન આપ્યાં હતાં અને તેમની વચ્ચેનાં લાંબા જોડાણને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તાજેતરનાં વર્ષોમાં કેટલીક ઉચ્ચ-સ્તરીય મુલાકાતનાં આદાનપ્રદાન દ્વારા ભારત અને સિંગાપોર વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધોમાં ઝડપથી થઈ રહેલા વધારાને આવકાર આપ્યો હતો તથા વેપાર અને રોકાણ, જોડાણ તથા સંરક્ષણ અને સલામતી સહિત તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સિંગાપોર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીમાં વિશેષ સ્થાન ધરાવે છે, જે ભારત-આસિયાન વચ્ચેનાં મજબૂત સંબંધોના પાયા પર નિર્મિત છે. પ્રધાનમંત્રીએશ્રી ગોહ ચોક ટોંગને ભારત સાથે આસિયાનનાં જોડાણનેમજબૂત બનાવવાનાહિમાયત ગણાવ્યા હતા.
બંને નેતાઓએ પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
J.Khunt