Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા


ઓછી ઉપયોગિતા અને કચરો ઉત્પાદિત કરવાની ઉચ્ચ સંભાવના વાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવા અંગે ફ્રાન્સ અને ભારત દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

પ્લાસ્ટિકનાં ઉત્પાદનોના કચરા અને ગેરવ્યવસ્થાપનના કારણે ફેલાતું પ્રદૂષણ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા છે, જેના પર તાકીદના ધોરણે ધ્યાન આપવું આવશ્યક છે. સામાન્ય રીતે, ઇકોસિસ્ટમ પર અને ખાસ કરીને સમુદ્રી ઇકોસિસ્ટમ પર તેની પ્રતિકૂળ અસર પડે છે (પ્લાસ્ટિકનો 80% કચરો ભૂમિગત સ્રોતોમાંથી નીકળે છે. 1950થી અત્યાર સુધીમાં 9.2 બિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાંથી 7 બિલિયન ટન કચરો પેદા થયો છે. દર વર્ષે, 400 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, જેમાંથી એક તૃતીયાંશ ઉત્પાદન સિંગલ યુઝ માટે થાય છે અને લગભગ 10 મિલિયન ટન સમુદ્રમાં ઠાલવવામાં આવે છે[1]).

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ (UNEP) દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોને વિવિધ પ્રકારનાં ઉત્પાદનો માટે એક સામાન્ય શબ્દ તરીકે પરિભાષિત કરવામાં આવે છે, જે સામાન્ય રીતે એવા ઉત્પાદનો હોય છે જેને એક જ વખત ઉપયોગમાં લીધા પછી ફેંકી દેવામાં આવે છે અથવા તેને રિસાયકલ કરવામાં આવે છે“[2], જેમાં ફૂડ પેકેજિંગ, બોટલ, સ્ટ્રો, ડબા, કપ, કટલરી અને શોપિંગ બેગનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિકના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા બાબતે પ્રગતિ કરવામાં આવી છે. નોંધનીય પગલાંઓમાં નિરંતર કાર્બનિક પ્રદૂષકો પર સ્ટોકહોમ સંમેલન, પ્લાસ્ટિકના કચરાની સરહદપાર હેરફેરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બેસલ સંમેલનના જોડાણમાં સુધારા, પ્રાદેશિક સમુદ્રી સંમેલનો હેઠળ સમુદ્રી કચરા માટે પગલાં લેવાની યોજના અને જહાજોમાંથી નીકળતા સમુદ્રી કચરા માટે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) એક્શન પ્લાનનો સમાવેશ થાય છે. 2014થી અત્યાર સુધીમાં શ્રેણીબદ્ધ UNEA સંકલ્પોએ પડકારો પર ધ્યાન આપ્યું છે અને સંભવિત ઉકેલોને ઓળખી કાઢવા માટે 2017માં UNEA3 દ્વારા સમુદ્રી કચરા બાબતે એક હંગામી ઓપનએન્ડેડ નિષ્ણાત જૂથ (AHEG)ની સ્થાપના કરવામાં આવી હતી. તે જૂથે 13 નવેમ્બર 2020ના રોજ સિંગલયુઝ પ્લાસ્ટિક સહિત પ્લાસ્ટિકના બિનજરૂરી અને ટાળી શકાય તેવા ઉપયોગની પરિભાષાઓ“[3] તૈયાર કરવા સહિત, પ્રતિભાવ આપવા માટેના સંખ્યાબંધ વિકલ્પોની વિગતો પૂરી પાડીને તેમનું કામ સંપન્ન કર્યું હતું.

તેથી, ખાસ કરીને સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોનો વપરાશ ઘટાડવાની અને વૈકલ્પિક ઉકેલો પર વિચાર કરવાની જરૂર છે. માર્ચ 2019માં, ચોથી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરમ સભા (UNEA-4) દ્વારાસિંગલયુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનોથી ફેલાતા પ્રદૂષણનો ઉકેલ લાવવો” (UNEP/EA.4/R.9) એ બાબતે એક ઠરાવ અપનાવવામાં આવ્યો હતો, જે યોગ્ય હોય તે રીતે, સભ્ય દેશોને સિંગલયુઝ પ્લાસ્ટિકના બદલે પર્યાવરણ માટે અનુકૂળ વિકલ્પોના સંપૂર્ણ જીવનચક્રને અમલમાં મૂકી શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને આવા વિકલ્પોને ઓળખી કાઢવા અને વિકસાવવા માટે પ્રોત્સાહન આપવા માટે સભ્ય દેશોને પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે”. IUCNએ સિંગલયુઝ પ્લાસ્ટિકની સમસ્યાનો સામનો કરવા માટે ત્રણ ઠરાવ (WCC 2020 ઠરાવ 19 અને ઠરાવ 69 અને 77) અપનાવ્યા છે. ઠરાવ 69 “સભ્યો દેશોને 2025 સુધીમાં સંરક્ષિત વિસ્તારોમાં પ્લાસ્ટિકના તમામ પ્રદૂષણને નાબૂદ કરવાના અંતિમ ધ્યેય સાથે, સિંગલયુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનોને કારણે સંરક્ષિત વિસ્તારોમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે અગ્રતાપૂર્ણ પગલાં લેવાનો અનુરોધ કરે છે“.

વલયાકાર અર્થતંત્રના અભિગમના આધારે, ઓછી ઉપયોગિતા અને કચરો ઉત્પાદિત કરવાની ઉચ્ચ સંભાવના ધરાવતા સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોને તબક્કાવાર રીતે બહાર કાઢવા જોઇએ અને તેના સ્થાને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવાં ઉત્પાદનોને અપનાવવા જોઇએ. ઉકેલો અસ્તિત્વમાં છે જ અને સ્પષ્ટપણે તેને ઓળખવામાં આવ્યા છે[4] અને આ સમસ્યાનો ઉકેલ લાવવાથી આવિષ્કાર, સ્પર્ધાત્મકતા અને રોજગારી નિર્માણ માટે નવી તકો મળી શકે છે. આવા ઉકેલોમાં નીચે ઉલ્લેખિત ઉપાયોનો સમાવેશ થઇ શકે છે:

જ્યાં વિકલ્પો સહેલાઇથી ઉપલબ્ધ હોય અને સસ્તા હોય ત્યાં, ઓળખી કાઢેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો;

ઉત્પાદકો પર્યાવરણ માટે યોગ્ય કચરાના વ્યવસ્થાપન માટે જવાબદાર હોય તે માટે ઉત્પાદનોની વિસ્તૃત જવાબદારી (EPR) નક્કી કરવી;

પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવું, પ્લાસ્ટિકના પેકેજિંગના કચરાના રિસાઇકલિંગ માટે લઘુતમ સ્તર સૂચવવું, રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનેલી સામગ્રીનો ઉપયોગ કરવો;

ઉત્પાદનોની વિસ્તૃત જવાબદારી (EPR)ના પાલનની તપાસ/નિરીક્ષણ કરવું;

ઉત્પાદકોને સિંગલયુઝ પ્લાસ્ટિકનાં વિકલ્પો તૈયાર કરવામાં મદદ કરવા માટે પ્રોત્સાહનો આપવા;

કચરાનો કેવી રીતે નિકાલ થવો જોઇએ તે દર્શાવતું લેબલિંગ આવશ્યક કરવું;

જાગૃતિ વધારવા માટે પગલાં લેવા;

ફ્રાન્સ અને ભારતે અમુક ચોક્કસ સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોના વપરાશ અને ઉત્પાદનને તબક્કાવાર ઘટાડવા માટે અને તેને દૂર કરવાની તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું છે અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે નીચે જણાવ્યા પ્રમાણે પગલાં લીધા છે:

ફ્રાન્સે વલયાકાર અર્થતંત્ર[5] માટે કચરા સામે 10 ફેબ્રુઆરી 2020ના રોજ લાવવામાં આવેલા કાયદા હેઠળ અને યુરોપિયન સંઘ સિંગલયુઝ પ્લાસ્ટિક નિર્દેશો[6]ને અનુસરીને, જાન્યુઆરી 2021થી, કટલરી, પ્લેટ્સ, સ્ટ્રો અને સ્ટિરર, પીણાં માટેના કપ, ખાદ્યસામગ્રી ભરવાના ડબા, ફુગ્ગાઓ માટે લાકડીઓ, ટોપકાવાળી પ્લાસ્ટિકની લાકડીઓ જેવા સિંગલયુઝ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા સંખ્યાબંધ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રાન્સે 2040 સુધીમાં સિંગલયુઝ પ્લાસ્ટિક પેકેજિંગનો અંત લાવવાનું પણ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે;

ભારતે 12 ઓગસ્ટ 2021ના રોજ ઓછા વજનની પ્લાસ્ટિકની થેલીઓ, ટોપકાવાળી પ્લાસ્ટિકની લાકડીઓ, ફુગ્ગા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની લાકડીઓ, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી માટેની લાકડીઓ, આઇસક્રીમની લાકડીઓ અને પોલિસ્ટરીન, પ્લાસ્ટિકની પ્લેટો, ચશ્મા, કટલરી (પ્લાસ્ટિકના કાંટા, ચમચી, છરીઓ, ટ્રે), પ્લાસ્ટિકનાં સ્ટિરર વગેરે નાબૂદ કરીને 1 જુલાઇ 2022 સુધીમાં ઓછી ઉપયોગિતા અને કચરો ઉત્પાદિત કરવાની ઉચ્ચ સંભાવના ધરાવતી ઓળખી કાઢવામાં આવેલી સિંગલયુઝ પ્લાસ્ટિકની વસ્તુઓને તબક્કાવાર રીતે બહાર કરવા માટેના નિયમોને અમલમાં મૂક્યા છે.

ફ્રાન્સ 1993થી ઘરેલું પેકેજિંગ માટે ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી યોજનાઓનો અમલ કરી રહ્યું છે અને 2023થી કેટરિંગ પેકેજિંગ પર, 2024થી ચ્યુઇંગમ પર અને 2025થી ઔદ્યોગિક તેમજ વ્યાપારી પેકેજિંગ અને માછીમારી સંબંધિત પેકેજિંગ પર ધ્યાન આપવના માટે EPR તૈયાર કરશે.

ભારતે 2016માં પ્લાસ્ટિક પેકેજિંગના કચરા માટે ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકો માટે ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી ફરજિયાત કરી હતી.

ભારતે ફેબ્રુઆરી 2022માં પ્લાસ્ટિકના પેકેજિંગ પર ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી માટેની માર્ગદર્શિકા અધિસૂચિત કરી છે, જે ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકોને (i) પ્લાસ્ટિક પેકેજિંગની વિવિધ શ્રેણીઓના રિસાયક્લિંગ, (ii) ઓળખી કાઢવામાં આવેલા કઠોર પ્લાસ્ટિક પેકેજિંગના કચરાના પુનઃઉપયોગ અને iii) પ્લાસ્ટિક પેકેજિંગમાં રિસાયકલ કરેલાં પ્લાસ્ટિકની સામગ્રીના ઉપયોગ માટે લાગુ કરવા પાત્ર લક્ષ્યોનો ફરજિયાત અમલ કરવાનો આદેશ આપે છે.

ભારત અને ફ્રાન્સ ઐતિહાસિક UNEA 5.2 ઠરાવને અનુસરીને, પ્લાસ્ટિકના પ્રદૂષણને નાબૂદ કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદેસર બંધનકર્તા સાધન સંબંધિત વાટાઘાટોને મજબૂત કરવા માટે સમાન વિચારધારા ધરાવતા અન્ય દેશોને રચનાત્મક રીતે જોડશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com