Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાયબર સ્પેસ તથા સાયબર અપરાધનો સામનો કરવા માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે થયેલી સમજુતીને મંજુરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સાયબર સ્પેસ અને સાયબર અપરાધનો સામનો કરવા માટે ગયા મહીને થયેલી સમજુતીને આજે મંજુરી આપી દીધી છે.

આ સમજુતીથી બંને દેશોને સાયબર અપરાધ જેવા વિષયોનો ઉકેલ લાવવામાં મદદ મળશે. બંને દેશ દરેક પ્રકારે ખાસ કરીને તાલમેલ,માહિતીનું આદાન પ્રદાન, સાયબર અપરાધની તપાસમાં સહયોગના માધ્યમથી સાયબર અપરાધોનો મુકાબલો કરશે.

ભારત તરફથી ગૃહ મંત્રાલય નોડલ એજન્સી હશે, જે આ સમજુતી લાગુ કરવા માટે જવાબદાર હશે. એજ રીતે સંયુક્ત આરબ અમીરાત તરફથી અપરાધિક સુરક્ષાના મહાનિદેશક, આંતરિક સુરક્ષા મંત્રાલય તથા રાજ્ય સુરક્ષા વિભાગ રાજ્ય સુરક્ષા, આતંકવાદ, અને ગેર-પારંપરિક હથિયારોની બાબતમાં નોડલ એજન્સી હશે.

સાયબર સ્પેસ અને સાયબર અપરાધનો સામનો કરવા માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સહયોગમાં વૃદ્ધિ સાયબર અપરાધના ગંભીર જોખમો અને લોકોની સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને થઇ છે.

J.Khunt