કોમન વિઝન
ભારત અને ફ્રાન્સ તેમનાં સમાજમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા, સતત વિકાસ તથા સુરક્ષિત રીતે ઇન્ટરનેટની સુલભતામાં વધારો કરવા ડિજિટલ ટેકનોલોજી દ્વારા પરિવર્તન કરવાનો ઇરાદો ધરાવે છે, જે ડિજિટલ અસમાનતા દૂર કરવા માટે સેતરૂપ છે.
એટલે ભારત અને ફ્રાન્સ ડિજિટલ ટેકનોલોજીઓનાં વિઝનની હિમાયત કરે છે, જે નાગરિકોને સક્ષમ બનાવે છે, અસમાનતામાં ઘટાડો કરે છે અને સતત વિકાસને પ્રોત્સાહન આપે છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને રાજદ્વારી પ્રયાસ
ભારત અને ફ્રાન્સ ખુલ્લી, વિશ્વસનિય, સુરક્ષિત, સ્થિર અને શાંતિપૂર્ણ સાયબરસ્પેસ પ્રત્યે તેમની કટિબદ્ધતા વ્યક્ત કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદો અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્ર લાગુ પડે છે તથા ખુલ્લાં, સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુલભ ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવા શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી છે. તેઓ સાયબરસ્પેસ તેમજ સંયુક્ત રાષ્ટ્રનાં માળખાગત કાર્યની અંદર વિકસાવવામાં આવેલા આત્મવિશ્વાસ અને ક્ષમતા નિર્માણનાં પગલાં તેમજ સાયબરસ્પેસમાં દેશની વર્તણૂક માટે જવાબદાર સ્વૈચ્છિક નિયમનોનો અમલ કરે છે અને એનાં પ્રોત્સાહનનાં મહત્ત્વનો પુનરોચ્ચાર કરે છે. આ જોડાણ સાયબર સ્પેસમાં શાંતિ અને સુરક્ષાનો પાયો છે.
ભારત અને ફ્રાન્સ સાયબરસ્પેસમાં વિશ્વાસ, સુરક્ષા અને સ્થિરતા વધારવા તેમની સંબંધિત ભૂમિકાઓમાં વિવિધ પ્રકારનાં પરિબળોની સહિયારી જવાબદારીઓને સમજે છે. તેઓ ખુલ્લું, સુરક્ષિત, સ્થિર, સુલભ અને શાંતિપૂર્ણ ડિજિટલ વાતાવરણ પ્રત્યે વિવિધ હિતધારકનાં અભિગમને મજબૂત કરવા અને તણાવને દૂર કરવા અપીલ કરે છે, જે માટે સરકાર, ઉદ્યોગ, એકેડેમિયા અને નાગરિક સમાજ દ્વારા સહિયારા પ્રયાસો જરૂરી છે.
શાસન, સાર્વભૌમિકતા અને ટેકનોલોજી સાથે સંબંધિત નિયમનો
ભારત અને ફ્રાન્સ વિવિધ દેશો સહિત તમામ હિતધારકોનાં હિતનાં સંબંધમાં ઇન્ટરનેટનાં વિવિધ હિતધારક અને બહુપક્ષીય અભિગમને જાળવીને સર્વસમાવેશક અને પારદર્શક, ખુલ્લું ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટેનો આશય ધરાવે છે.
ભારત અને ફ્રાન્સ ડિજિટલ ટેકનોલોજીનાં ઝડપી વિકાસને માન્યતા આપે છે તથા ઇન્ટરનેટ સમુદાય દ્વારા સહકારી, સુસંગત, નિર્ધારિત અને દ્રઢ કામગીરી સાથે થવો જોઈએ, જેનો ઉદ્દેશ દેશોનાં વિસ્તારની અંદર સ્થિત ડિજિટલ માળખા પર રાજ્યોની સાર્વભૌમિકતા તેમજ ઓનલાઇન માનવાધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે.
સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર
ભારત અને ફ્રાન્સ સાયબર સંવાદ હાથ ધરવા અને એને વધારે ગાઢ બનાવવાનું મહત્ત્વ સમજે છે, જેની ત્રીજી એડિશન પેરિસમાં 20 જૂન, 2019નાં રોજ લોંચ થઈ હતી તથા એનાં અંતે સંયુક્ત નિવેદનનાં સ્વીકારને આવકાર આપવામાં આવ્યો હતો.
આ સંબંધમાં તેઓ અગાઉ યુએન જીજીઇ રિપોર્ટમાં સાયબર ક્ષેત્રમાં સ્વીકારેલા જવાબદાર રાષ્ટ્રનાં વર્તન માટે નિયમોનાં અમલીકરણ અને આંતરરાષ્ટ્રીય કાયદાની ઉપયોગિતા પર ચર્ચા કરવા પ્રતિબદ્ધ વિવિધ બહુસ્તરીય મંચમાં ચાલુ ચર્ચાને ટેકો આપવામાં તેમનાં સંકલનને મજબૂત કરવા ઇચ્છે છે.
ભારત અને ફ્રાન્સે તેમનાં સાથસહકારને મજબૂત કરવાની તેમની ઇચ્છાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો, ખાસ કરીને નુકસાનકારક પ્રવૃત્તિઓને નિવારવા, તાત્કાલિક સુધારા હાથ ધરવા, તેમની સંભવિત અસરને શમાવવા અને તેમનાં કારણોને ઓળખવા પોતાની સાયબર સુરક્ષા સંસ્થાઓ વચ્ચે માહિતીની વહેંચણી દ્વારા.
ડિજિટલ પ્રક્રિયાઓ, ઉત્પાદનો અને સેવાઓને મજબૂત કરવાની જરૂરિયાતને ઓળખીને ભારત અને ફ્રાન્સે કાયદેસર અને નિયમનકારી માળખા પર માહિતીની વહેંચણી કરવાનો ઇરાદો તથા શ્રેષ્ઠ પ્રેક્ટિસ વહેંચવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે, જેમાં રાષ્ટ્રીય સ રક્ષાને અસર કરતાં ઇકોનોમિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં રક્ષણ તથા ડિજિટલ ઉત્પાદનોનાં પરીક્ષણ અને સર્ટિફિકેશન પર. આ સંદર્ભમાં ભારત અને ફ્રાન્સ 5જી ટેકનોલોજીઓની સ્થાપના સાથે સંબંધિત જોખમો પર તથા તેમનું સમાધાન કરવા ટેકનિકલ સોલ્યુશન્સ પર સંયુક્તપણે કામ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
ઉપરાંત ભારત અને ફ્રાન્સે સાયબર ક્ષેત્રમાં મેલિશિયસ ટૂલ્સ અને પ્રેક્ટિસનાં પ્રસારમાંથી ઊભી થતી સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂરિયાતને ઓળખી છે, ખાસ કરીને વાસ્સેનાર એરેન્જમેન્ટ હેઠળ પ્રસ્તુત ચર્ચામાં સક્રિય સહભાગી બનીને, જેમાં બંને પક્ષો સભ્યો છે. આ માટે ભારત અને ફ્રાન્સનો આશય તેમનાં સંબંધિત કાયદેસર અને નિયમનકારક માળખાને વહેંચવાનો આશય ધરાવે છે, ખાસ કરીને ઇકોનોમિક ઇન્ફોર્મેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચનાં રક્ષણનાં સંબંધમાં.
ભારત અને ફ્રાન્સે સાયબર સુરક્ષા પ્રત્યે તમામ સ્તરીય જોખમોનું સમાધાન કરવા તમામ દેશો વચ્ચે ગાઢ સંબંધનું મહત્ત્વ દર્શાવ્યું છે, ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતાં ઇકોનોમિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં.
સાયબર અપરાધ સામે લડાઈનાં ક્ષેત્રમાં સહકાર
ભારત અને ફ્રાન્સે સ્વીકાર્યું છે કે, સાયબર અપરાધ બહુરાષ્ટ્રીય અપરાધ છે, જેને નિયંત્રણમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે સાથસહકાર વધારવાની જરૂર છે, જેથી સાયબર અપરાધીઓને અસરકારક રીતે સજા મળે. આ માટે તેમણે આ ક્ષેત્રમાં તેમનાં સાથસહકારને વધારે મજબૂત કરવાની યોજના બનાવી છે, ખાસ કરીને માહિતી, પુરાવાનું એકત્રીકરણ, અપરાધીઓની ઓળખ, ખાસ કરીને માલવેર ડેવલપર્સ, હોસ્ટર્સ/હોસ્ટિંગ પ્લેટફોર્મ પ્રોવાઇડર્સ કે બ્રોડકાસ્ટર્સને દ્રષ્ટિએ. તેમણે પેમેન્ટનાં ઇલેક્ટ્રોનિક માધ્યમોની સુરક્ષાનાં સંબંધમાં તેમની ચિંતાઓ પણ વ્યક્તિ કરી હતી અને એટીએમ કેશ આઉટ સહિત ઓનલાઇન નાણાકીય ગોટાળા સામે ગ્રાહકોનાં રક્ષણ પ્રત્યે તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. છેલ્લે, તેમણે સર્વિસ પ્રોવાઇડર્સ, સોશિયલ મીડિયા કંપનીઓ સાથે સાયબર અપરાધ અટકાવવા માહિતી વહેંચણી માટે ઉચિત વ્યવસ્થા કે તંત્ર ઊભું કરવાની યોજનાની ચર્ચા કરશે.
ડિજિટલ વહીવટ પર સહકાર
નિયમનકારક પડકારો
ભારત અને ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ ક્ષેત્રને સુરક્ષિત બનાવવા કાયદેસર, વાજબી અને સંતુલિત અભિગમનાં વિકાસન ટેકો આપવા બંને દેશો વચ્ચે સંકલનને વધારે મજબૂત બનાવવા ઇચ્છે છે. ભારત અને ફ્રાન્સે એ સુનિશ્ચિત ક રવા જરૂરી માળખું વિકસાવવાની જરૂરિયાતને ઓળખી પણ છે, જેમાં વિવિધ ટેકનોલોજી જાહેર હિત, ડિજિટલ સાર્વભૌમિકતા અને મૂળભૂત સ્વતંત્રતાનું રક્ષણ કરે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ભારત અને પ્રશંસા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ કરીને, ખાસ કરીને નોંધપાત્ર વિકાસ, ઇ-ગવર્નન્સ, સ્વાયત્ત પરિવહન, સ્માર્ટ સિટીઝ, સાયબર સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિનાં ક્ષેત્રમાં સંભવિત ઓફરને આવકારે છે.
ભારત અને ફ્રાન્સે નાગરિક કેન્દ્રિત સેવાઓ, કાયદા, નિયમનકારી અને સાયબર સુરક્ષાનાં પરિપ્રેક્ષ્યોમાંથી ડેટા સાર્વભૌમિકતાનાં સંદર્ભમાં એઆઈ નીતિઓ/કાર્યક્રમો વિકસાવવા અને અમલીકરણ માટેની જરૂરિયાતને ઓળખી છે. ભારત અને ફ્રાન્સે કુશળતા અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ વહેંચીને એઆઈમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે.
ભારત અને ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સુસંગત રીતે માનવજાતની સેવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ઝડપી વિકાસને સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય કાયદેસર અને નૈતિક ભંડોળ ઊભું કરવાનાં મહત્ત્વની પુનઃપુષ્ટિ કરે છે. તેઓ વિવિધ બહુપક્ષીય મંચ (જી7, જી20, સંયુક્ત રાષ્ટ્ર)માં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આંતરરાષ્ટ્રીય પેનલ (આઇપીએઆઈ)માં સહભાગી બનીને આ દિશામાં કામ કરવા તેમની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે.
આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને નફરત ફેલાવતી ઓનલાઇન કન્ટેન્ટ સામે લડાઈ
ભારત અને ફ્રાન્સ આતંકવાદીઓ અને હિંસક ઉગ્રવાદનાં આધુનિકીકરણનાં સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તેમજ ઓનલાઇન ધિક્કારયુક્ત ભાષણોની જવાબદારી અને ઉત્તરદાયિત્વની પુનઃપુષ્ટિ કરે છે તેમજ ક્રાઇસ્ટચર્ચ કોલમાં નિયત સિદ્ધાંતો માટે તેમને ફરી સપોર્ટ કરે છે.
માહિતીનાં વિનિમયને અટકાવવું
ભારત અને ફ્રાન્સે માહિતીનાં વિનિમયને અટકાવવા, ખોટાં સમાચારો ફેલાવવા અને ઓનલાઇન અભિવ્યક્તિની આઝાદીનાં મહત્ત્વ પ્રત્યેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને દેશોએ ઉપજાવેલી કાઢેલી માહિતી, ખોટાં સમાચારો અને વ્યક્તિગત ડેટાની પ્રોફાઇલનાં સર્ક્યુલેશન દ્વારા ઊભા થઈ શકતાં જોખમો પર પ્રકાશ ફેંક્યો છે. ભારત અને ફ્રાન્સ આ જોખમ પર આંતરરાષ્ટ્રીય વિનિમય માટે અપીલ કરે છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમન કરવા માળખું વિકસાવવા પર.
વ્યક્તિગત માહિતીનું રક્ષણ
ભારત અને ફ્રાન્સ ઇનોવેટિવ ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસાવવા ઇચ્છે છે, જે યુઝર્સનાં ડેટાનું રક્ષણ કરે છે અને ગોપનીયતાનું સન્માન કરે છે. ઇયુ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર)નાં અમલીકરણ અને આ ક્ષેત્રમાં પર્યાપ્ત નિયમન સ્થાપિત કરવાનાં ભારતનાં ઉદ્દેશનાં સંદર્ભમાં બંને પક્ષોએ માન્યતા આપી છે કે, યુરોપ અને ભારતનાં ડેટા માળખાનો સમન્વય થવાથી માહિતી અને ડેટાનાં પ્રવાહની સુવિધા વધશે.
ડિજિટલ અસમાનતામાં ઘટાડો
નાગરિકોનાં જીવનમાં ટેકનેલોજીનાં મહત્ત્વ અને એની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભારત અને ફ્રાન્સનો આશય ડિજિટલ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો, ડિજિટલ અસમાનતા ઘટાડવાનો અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે, જે માટે આ સંબંધમાં તેમની રાષ્ટ્રીય નીતિઓ અને સારી પ્રેક્ટિસ પર માહિતીનું આદાનપ્રદાન કરશે.
ઇન્ડો-ફ્રેંચ ડિજિટલ ભાગીદારી
ફ્રાન્સનું આર્થિક અને નાણાં મંત્રાલય અને ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (એમઆઇટીવાય) ઉચિત વ્યવસ્થા મારફતે આ ઇન્ડો-ફ્રેંચ ડિજિટલ પાર્ટનરશિપનાં અમલમાં સંકલન સ્થાપિત કરવા નોડલ પોઇન્ટ્સ બનશે.
આ આદાનપ્રદાન કે વિનિમયને વધારવા બંને દેશો ફિઝિકલ બેઠકો અને વીડિયો કોન્ફરન્સ દ્વારા “ઇન્ડો-ફ્રાન્સ ડિજિટલ પાર્ટનરશિપ” પર નિયમિત મંત્રણા યોજવાનો ઇરાદો ધરાવે છે.
આ રોડમેપ અંતર્ગત સંસ્થાઓ ભારત અને ફ્રાન્સમાં સંસ્થાઓ વચ્ચે અન્ય કટિબદ્ધતાઓ સાથે ઉચિત લાગે તેમ આદાનપ્રદાન કરશે અને સંકલન સ્થાપિત કરશે.
વ્યવસાય અને ઇનોવેશન
ભારત અને ફ્રાન્સ તેમનાં સંબંધિત બજારોમાં કામગીરીની વ્યાપક તકો ઓફર કરીને ડિજિટલ સેક્ટરમાં વ્યવસાયિક સાથસહકારને વેગ આપવા ઇચ્છે છે. ઉપરાંત ફ્રેંચ અને ભારતીય ડિજિટલ કંપનીઓ બજારની તકનાં અવકાશને વધારવા માટે સંયુક્તપણે કામ કરીને એને નવા સ્તરે લઈ જશે તથા તેમની જીવંત ટેક ઇકોસિસ્ટમ વચ્ચે વધારે જોડાણ ઊભું કરશે.
ભારત અને ફ્રાન્સે ડિજિટલ ક્ષેત્રમાં મજબૂત આર્થિક આદાનપ્રદાન કર્યું છે – જેમ કે કેટલીક ફ્રેંચ કંપનીઓ દ્વારા દ્વિપક્ષીય રોકાણો કર્યા છે, જે ભારતમાં ડિજિટલ પહોંચમાં સહભાગી છે તેમજ ભારતીય કંપનીઓ ફ્રાન્સમાં ઓફિસો સ્થાપિત કરી છે.
ભારત અને ફ્રાન્સ બંને દેશોમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનાં ઝડપી સમન્વયનાં મહત્ત્વ પર ભાર મૂકે છે, ઉદ્યોગસાહસિકોને તેમનાં વિચારો વહેંચવા અને તેમનાં પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરવાની સુવિધા આપતી પહેલોને આવકારે છે, જેમાઃ ભારતમાં કાર્યરત ફ્રેંચ ડિજિટલ કંપનીઓ અને ફ્રાન્સમાં કાર્યરત ભારતીય ડિજિટલ કંપનીઓ, જે રોજગારીનું નોંધપાત્ર સર્જન કરે છે.
એનાં શ્રેષ્ઠ ઉદાહરણો છેઃ
– અગાઉ ફ્રેંચ ટેક ટિકિટ્સ પહેલ, જે 13 ભારતીય સ્ટાર્ટ-અપ્સને ફ્રાન્સમાં ઇન્ક્યુબેશન-એક્સલરેશન પ્રોગ્રામને અનુસરવા સક્ષમ બનાવતી હતી
– તાજેતરમાં શરૂ થયેલી ફ્રેંચ ટેક બેંગલોર ઇન્ડિયા કમ્યુનિટી, જેનો આશય બંને દેશોની બે ટેક ઇકોસિસ્ટમ વચ્ચે વધારે આદાનપ્રદાન કરવાનો છે
– સંપૂર્ણપણે નવી ફ્રેંચ ટેક વિઝા, જે ભારતીય કર્મચારીઓ, સ્થાપકો અને રોકાણકારોને ફ્રેંચ ટેક ઇકોસિસ્ટમમાં સામેલ કરવા અને ફ્રાન્સ અને ભારત વચ્ચે નવો સેતુ ઊભો કરવા માટે પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક્સ પર લઈ જાય છે,
– ફ્રાન્સ અ ભારતમાં ટેક ઇકોસિસ્ટમ વચ્ચે સહકારનાં સેતુરૂપ ફ્રેંચ ટેક કમ્યુનિટી બેંગલોર ઇન્ડિયા અને એમઇઆઇટીવાય સ્ટાર્ટ અપ હબ.
1.2. સંશોધન, તાલીમ અને શિક્ષણ
સુપર કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ
ભારત અને ફ્રાન્સ એ હકીકત પર ભાર મૂકે છે કે, ડિજિટલ ક્ષેત્રમાં બંને દેશોનાં દ્વિપક્ષીય સહકારનો મહત્ત્વપૂર્ણ ભાગ હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ છે. તેમણે નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશનનાં માળખાની અંદર તેમનાં સાથસહકારમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. આ મિશન હાઈ પર્ફોર્મન્સ કેલ્ક્યુલેશન ટૂલ્સને સંયુક્ત વિકાસને સક્ષમ બનાવે છે.
બંને દેશોએ મહાનદી રિવર બેસિનમાં જળપ્રવાહનાં સિમ્યુલેશન માટેની અસર માટે હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરવા ઇન્ડો-ફ્રેંચ પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરવાની પ્રશંસા કરી છે.
ભારત અને ફ્રાન્સ આ સાથસહકારને મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોમાં વધારવા અને ગાઢ બનાવવાની ઇચ્છા ધરાવે છેઃ
– હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ પડે છે
– ક્વોન્ટમ કેલ્ક્યુલેશન, આ સંબંધમાં તેમણે પૂણેમાં ઇન્ડો-ફ્રેંચ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ક્વોન્ટમ કેલ્ક્યુલેશનની રચના કરવાની પ્રશંસા કરી છે
– એક્સાસ્કેલ કેલ્ક્યુલેશન.
બંને પક્ષો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્માર્ટ ઉત્પાદન અને ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ સહિત વિકસતી ટેકનોલોજીઓમાં સહભાગી થવા માટે પરિવર્તન પામતા કાર્યક્રમો અને પદ્ધતિઓમાં સંમત થયા હતાં.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પહેલ
કમ્પ્યુટર સાયન્સ અને તેમની શાળાઓમાં ગણિતમાં સંબંધિત અભ્યાસક્રમોની ઉત્કૃષ્ટતાનો લાભ લેવાની આશા સાથે ફ્રાન્સ અને ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યે કટિબદ્ધ ભારત-ફ્રેંચ સંશોધન અને નવીન કાર્યક્રમ વિકસાવવા
ઇચ્છે છે.
શૈક્ષણિક સંસ્થાઓ, મંત્રાલયો અને સાંદર્ભિક કંપનીઓને સંયુક્તપણે એકમંચ પર લાવીને એક કોન્સોર્ટિયમ ભારત અને ફ્રાન્સનાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમામ સંભવિતતાને વેગ આપશે, જેમાં સ્વાસ્થ્ય, આબોહવા અને પરિવહન, કૃષિ, આપત્તિ નિવારણ, સ્માર્ટ સિટીઝ વગેરે ક્ષેત્રોમાં સંકળાયેલા પ્રોજેક્ટ્સ સામેલ સંકળાયેલા હશે.
આ કોન્સોર્ટિયમનાં ભાગરૂપે બંને દેશો મૂળભૂત અને એપ્લાયડ રિસર્ચ પ્રોજેક્ટ્સને ભંડોળ આપવા, તાલીમ અને સંશોધન માટે શિષ્યાવૃત્તિઓ આપવા, નિષ્ણાતો અને સંશોધિત પ્રોજેક્ટનાં આદાનપ્રદાન તથા જાગૃતિ લાવતાં પગલાં માટે વર્ષે 2 મિલિયન યુરો ડોલરનું ભંડોળ ઊભું કરવા માટે કામ કરશે.
આ કોન્સોર્ટિયમ નોલેજ સમિટનાં ભાગરૂપે વાર્ષિક બેઠકનું આયોજન કરશે, જેમાં પ્રથમ બેઠક ઓક્ટોબર, 2019માં લીઓનમાં યોજાશે.
RP