પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે એક સમગ્ર દ્રષ્ટિકોણની સાથે સાતમા કેન્દ્રીય વેતન પંચ (સીપીસી)ની ભલામણોને સંસાધિત કરવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોની એક અધિકાર સંપન્ન સમિતિની રચનાને મંજૂરી આપી દીધી છે.
સચિવોના અધિકાર સંપન્ન સમિતિ એક ત્વરિત, વિસ્તૃત તેમજ સમગ્ર રીતથી સાતમાં કેન્દ્રીય વેતન પંચના બધા મહત્વપૂર્ણ પરિબળોથી સબંધિત અનુશંસાઓનું સંસાધન કરવા માટે એક મોનીટરીંગ સમિતિના રૂપમાં કાર્ય કરશે.
UM/AP/J.KHUNT/GP