Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાઉથ એશિયન સેટેલાઇટ – કેટલીક મુખ્ય બાબતો

સાઉથ એશિયન સેટેલાઇટ – કેટલીક મુખ્ય બાબતો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ એશિયાના પડોશી દેશોને આકાશમાં સેટેલાઇટની વિશિષ્ટ ભેટ સાથે સ્પેસ ડિપ્લોમસી નવી ઊંચાઈએ પહોંચી છે.

પડોશી દેશોને નિઃશુલ્ક સંચાર ઉપગ્રહની ભેટ દુનિયામાં કોઈ પણ દેશએ સ્થાપિત કરેલું પ્રથમ ઉદાહરણ છે.

2 ટનનું વજન ધરાવતો આ ઉપગ્રહ રૂ. 230 કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં બન્યો છે.

તેની પહોંચ સમગ્ર દક્ષિણ એશિયા સુધી છે.

સાઉથ એશિયન સેટેલાઇટ 12 કુ બેન્ડ ટ્રાન્સપોન્ડર્સ ધરાવે છે, જેનો ભારતના પડોશી દેશો સંચાર વધારવા ઉપયોગ કરી શકે છે.

દરેક દેશ ઓછામાં ઓછું એક ટ્રાન્સપોન્ડરની સુલભતા મેળવશે, જેના મારફતે તેઓ તેમના પોતાના પ્રોગ્રામિંગ બીમ કરી શકશે.

સેટેલાઇટ ડીટીએચ ટેલિવિઝન, વીસેટ લિન્ક, ટેલિ-એજ્યુકેશન, ટેલિમેડિસિન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટની સુવિધા આપશે. તે ધરતીકંપ, ચક્રવાત, પૂર અને સુનામી જેવી આફતોમાં સંચારની મહત્વપૂર્ણ સુવિધા પ્રદાન કરશે.

આ સેટેલાઇટનો લાભ મેળવનાર દક્ષિણ એશિયાના તમામ સાત દેશોના વડા આ સફળ લોન્ચની વિશિષ્ટ ઉજવણી કરવા વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા.

TR