પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા વિદ્યુત દર નીતિમાં સંશોધન કરવા સંદર્ભ અંગે વિદ્યુત મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. વીજ ક્ષેત્રમાં પ્રથમ વખત સમગ્ર સ્તરે સમીક્ષા કરવામાં આવી છે અને વિદ્યુત દર નીતિ 2006માં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનનો લક્ષ્ય ચાર ‘ઈ’- સહુ માટે વીજળી, સસ્તા ભાવ સુનિશ્ચિત કરવા માટેની દક્ષતા, સ્થાયી ભવિષ્ય માટે પર્યાવરણ, રોકાણ આકર્ષવા માટે અને આર્થિક લાભપ્રદતા સુનિશ્ચિત કરવા માટે વેપાર કરવામાં સુગમતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા સહિત ઉજ્જવળ ડિસ્કોમ આશ્વાસન યોજના (ઉદય)ના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે છે.
સંશોધનોના મુખ્ય મુદ્દાઃ
વીજળીઃ
– દરેક ગ્રાહકો અને રાજ્ય સરકારોને 24×7 પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે અને વિનિયામક તેને હાંસલ કરવા માટે વીજળી આપૂર્તિ પ્રક્ષેપપથ (ટ્રજેક્ટરી) વિકસિત કરશે.
– અંતરિયાળ વિસ્તારોના છુટા છવાયા ગામડાંઓને માઇક્રો ગ્રિડસના માધ્યમથી વીજળી પૂરી પાડવામાં આવશે. સાથે સાથે જ્યારે પણ ગ્રિડ્સ ત્યાં પહોંચશે તેમના માટે વીજળી ખરીદવા માટેની જોગવાઈ પૂરી પાડવામાં આવશે.
– કોલ વાશરી રિજેક્ટ આધારિત પ્લાન્ટોથી વીજળીની ખરીદી સક્ષમ બનાવતા કોલસા ખાણોની નજીક રહેનારા લોકોને સસ્તા ભાવે વીજળી પૂરી પાડવામાં આવશે.
દક્ષતાઃ
– વર્તમાન વીજ પ્લાન્ટોના વિસ્તારના માધ્યમથી ગ્રાહકો માટે વીજળીની કિંમતમાં ઘટાડો કરવો.
– માંગ રહિત વીજળીના વેચાણથી થનાર લાભ વહેંચવામાં આવશે, જેનાથી વીજળીની સમગ્ર પડતર કિંમતમાં ઘટાડો થશે.
– પ્રતિસ્પર્ધાત્મક બોલી પ્રક્રિયાના માધ્યમથી પારેષણ પરિયોજનાઓ વિકસિત કરવામાં આવશે, જેથી તેમને ઓછી પડતર કિંમતે ઝડપથી સંપન્ન કરવામાં આવી શકે.
– ‘ટાઈમ ઓફ ધી ડે’ મીટરિંગ, ચોરીમાં ઘટાડો અને નેટ-મીટરીંગ સમર્થ બનાવવા માટે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીમાં ઝડપ લાવવી.
– સમગ્ર દેશમાં વીજળી સુધી પહોંચ બનાવવા માટે પારેષણ ક્ષમતા વિકસિત કરવાની સાથે વીજળીની પડતર કિંમતમાં ઘટાડો કરવો.
પર્યાવરણઃ
– નવીનીકરણીય ઉર્જા દાયિત્વ (આરપીઓ) – નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પનવીજળીને છોડીને કુલ વિદ્યુત વપરાશનો 8 ટકા માર્ચ 2022 સુધી સૌર ઉર્જાથી મેળવવામાં આવશે.
– નવીનીકરણીય ઉત્પાદન ફરજઃ નિર્ધારિત તારીખ પછી કોલસા /લિગ્નાઇટ આધારિત નયા તાપ પ્લાન્ટ પણ નવીકરણીય ક્ષમતા સ્થાપિત- હાંસલ- ખરીદારી કરશે.
– આવા પ્લાન્ટોથી મળનાર વીજળીની સાથે નવીનીકરણીય ઉર્જાના એકત્રીકરણ (બંડલિંગ)ના માધ્યમથી સસ્તી નવીનીકરણીય ઉર્જા, જેમના પીપીએની અવધિ અથવા તો સમાપ્ત થઇ ગઇ છે અથવા જેનો ઉપયોગી જીવનકાળ પૂરો થઇ ગયો છે.
– સૌર અને પવન ઉર્જા માટે કોઇ આંતર-રાજ્ય પારેષણ પ્રભાર અને નુકસાન નહીં નાખવામાં આવે.
– કચરાથી ઉર્જા પેદા કરનારા પ્લાન્ટોમાં ઉત્પાદિત આખે આખી વીજળીની ખરીદારીથી સ્વચ્છ ભારત મિશનને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન મળી શકશે.
– શહેરો માટે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા અને ગંગા જેવી નદીઓનું પ્રદૂષણ ઘટાડવા માટે સુએજ સોધન સુવિધાઓના 50 કિલોમીટરના વિસ્તારમાં અવસ્થિત તાપ સંયંત્ર શોધિત સુએજ જળનો ઉપયોગ કરવામાં આવશે.
– લાંબા ગાળા માટેના પીપીએ અને ઓગસ્ટ, 2022 સુધી પ્રતિસ્પર્ધી બોલીથી છુટના માધ્યમથી પનવીજળી પરિયોજનાઓને પ્રોત્સાહન.
– સહાયક સેવાઓ નવીકરણીય ઉર્જા માટે વિસ્તારીકરણ માટે ગ્રીડ પરિચાલનમાં મદદગાર સાબિત થઇ શકશે.
વેપાર કરવામાં સુગમતાઃ
– રોકાણને પ્રોત્સાહનના માધ્યમથી કોલસા સમૃદ્ધ પૂર્વી રાજ્યો જેવા કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં રોજગારનું નિર્માણ. નિયંત્રિત ભાવે ડિસ્કોમ દ્વારા 35 ટકા સુધી વીજળીની ખરીદારી સાથે રાજ્યોને પ્લાન્ટો સ્થાપિત કરવા માટેની મંજૂરી આપવામાં આવી.
– પ્રતિસ્પર્ધી બોલી વાળી પરિયોજનાઓમાં ઘરેલું શુલ્ક, લેવી ઉપકર અને કરવેરામાં કોઇ પણ બદલાવની અસર માટે નિકાસીની મંજૂરી આપીને બજાર અનિશ્ચિતતાને સમાપ્ત કરવી.
– બહુ રાજ્યો વેચાણ માટે દર નિર્ધારિત કરાવનારા પ્રાધિકરણ પર સ્પષ્ટીકરણ. કેન્દ્રીય નિયામક આવી સમગ્ર યોજનાઓ માટે શુલ્ક દરનું નિર્ધારણ કરશે, જેની હેઠળ 10 ટકાથી વધારે વીજળી રાજ્યોની બહાર વેચવામાં આવે છે.
આ સંશોધનોથી વીજળી ગ્રાહકોને અનેક પ્રકારથી લાભ મળી શકશે. દક્ષતાના માધ્યમથી વીજળીની પડતર કિંમત ઘટાડીને આ સંશોધન સ્વચ્છ પર્યાવરણની સાથે સાથે ભારતની ઉર્જા સુરક્ષાના સંરક્ષણ માટે નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપશે. આ સંશોધન કચરાથી ઉર્જામાં તબદીલી અને ઉત્પાદન માટે સુએજ પાણીનો ઉપયોગ કરવા માટે સ્વચ્છ ભારત મિશનની સાથે સાથે નમામિ ગંગે મિશનના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં પણ મદદગાર બની રહેશે અને આ પ્રકારના સંશોધન એ સુનિશ્ચિત કરશે કે પીવાના પાણી અને સિચાંઈ માટે સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવશે.
આ સંશોધન ઉચિત અને પ્રતિસ્પર્ધી દરો પર ગ્રાહકોને વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે, આ ક્ષેત્રની આર્થિક લાભપ્રદતા સુનિશ્ચિત કરવા માટે વેપારમાં વધારે સુગમતા લાવવામાં આવશે તથા રોકાણ આકર્ષવામાં આવશે, પારદર્શિતાને પ્રોત્સાહન આપશે તથા સમસ્ત ક્ષેત્રાધિકારોને નિયામકીય વલણમાં નિરંતરતા અને સ્થિરતા લાવશે. આટલું જ નહીં, આ સંશોધન પ્રતિસ્પર્ધાનો માર્ગ આગળ વધારશે, પરિચાલનમાં દક્ષતા સુનિશ્ચિત કરશે અને વિદ્યુત આપૂર્તિની ગુણવત્તાને શ્રેષ્ઠ બનાવશે. વિદ્યુત દર (ટેરિફ) નીતિમાં આ સમગ્ર સંશોધન, જે ઉદય જેવી યોજનાઓનું પૂરક છે, દરેકને ચોવીસ કલાક સસ્તી વીજળી પૂરી પાડવા સંદર્ભે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવાનું સુનિશ્ચિત કરશે.
UM/AP/J.Khunt/DK
Cabinet approves amendments in Power Tariff Policy to ensure 24X7 affordable Power for all. https://t.co/QYJl6xDAWe
— PMO India (@PMOIndia) January 20, 2016