નમસ્કાર
ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાજી, જસ્ટિસ યુ. યુ. લલિતજી, કાનુન મંત્રી શ્રી કિરણ રિજીજુજી, જસ્ટિસ ડીય વાય. ચંદ્રચૂડજી, એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ જી, સર્વોચ્ચ અદાલત બાર એસોસિયેશનના અધ્યક્ષ શ્રી વિકાસ સિંહજી, અને દેશની કાનૂની વ્યવસ્થા સાથે સંકળાયેલાં દેવીઓ અને સજ્જનો.
આજે સવારમાં વિધાયિકાઓ અને કાર્યપાલિકાઓના સાથીઓ સાથે હતો. અને હવે ન્યાયપાલિકાઓ સાથે સંકળાયેલા આપ તમામ વિદ્વાનોની વચ્ચે છું. આપણા તમામની અલગ અલગ ભૂમિકાઓ, અલગ અલગ જવાબદારીઓ અને કાર્ય કરવાનો પ્રકાર પણ અલગ હોઈ શકે છે પરંતુ આપણી આસ્થા, પ્રેરણા અને ઊર્જાનો સ્ત્રોત એક જ છે – આપણું બંધારણ. મને આનંદ છે કે આજે આપણી આ સામૂહિક ભાવનાઓ બંઘારણ દિવસ પર આ આયોજનના રૂપે વ્યક્ત થઈ રહી છે. આપણા બંધારણીય સંકલ્પોને મજબૂત કરી રહી છે. આ કાર્ય સાથે સંકળાયેલા લોકો અભિનંદનના અધિકારી છે.
માનનીય,
સ્વતંત્રતા માટે જીવનારા-મરનારા લોકોએ જે સ્વપ્ન નિહાળ્યા હતા, તે સ્વપ્નના પ્રકાશમાં અને હજારો વર્ષની ભારતની મહાન પરંપરાને આવરી લેતા આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને બંધારણ આપ્યું છે. સેંકડો વર્ષોની ગુલામીએ ભારતને અનેક મુશ્કેલીઓમાં મૂકી દીધું હતું. કોઈ યુગમાં સોને કી ચીડિયા તરીકે ઓળખાતું ભારત ગરીબી, ભૂખમરો અને બીમારી સામે ઝઝૂમી રહ્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં દેશને આગળ ધપાવવામાં બંઘારણે હંમેશાં આપણી મદદ કરી છે. પણ, આજે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં જોઇએ તો જે દેશો લગભગ આપણી સાથે સાથે જ સ્વતંત્ર થયા હતા તેઓ આજે આપણા કરતાં ઘણા આગળ છે. એટલે કે હજી ઘણું બધું કરવાનું બાકી છે. આપણે સાથે મળીને લક્ષ્યાંક સુધી પહોંચવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બંધારણમાં સમાવેશ પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ એ વાસ્તવિકતા રહી છે કે આઝાદીના દાયકાઓ પછી પણ મોટી સંખ્યામાં દેશના લોકો એક્સ્ક્લુયઝનને ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે. એવા કરોડો લોકો જેમના ઘરમાં શૌચાલય પણ ન હતા, એ કરોડો લોકો જેઓ વીજળીના અભાવે અંધારામાં જીવન જીવી રહ્યા હતા, એ કરોડો લોકો જેમના જીવનમાં સૌથી મોટો સંઘર્ષ હતો પરિવાર માટે થોડું પાણી પ્રાપ્ત કરવું. તેમની તકલીફ, તેમનું દર્દ સમજીને, તેમનું જીવન સરળ બનાવવા માટે જાતને હોમી દેવી, હું બંધારણનું અસલી સન્માન કરું છું. અને તેથી જ આજે મને સંતોષ છે કે દેશના બંધારણની આ મૂળ ભાવનાને અનુરૂપ આ બાદબાકીને સમાવેશમાં ફેરવવાનું ભગીરથ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. અને તેનો સૌથી મોટો લાભ શું થયો છે તે પણ આપણે સમજવું પડશે. જે બે કરોડથી વધુ લોકોને આજે પાક્કું મકાન મળ્યું છે, જે આઠ કરોડથી વધુ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ જોડાણ મળ્યું છે, જે 50 કરોડથી વધુ ગરીબોને મોટી મોટી હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવાર સુનિશ્ચિત થઈ છે, જે કરોડો ગરીબોને પહેલી વાર વીમા અને પેન્શન જેવી પાયાની સવલતો મળી છે, તે ગરીબોના જીવનની ઘણી મોટી ચિંતા દૂર થઈ છે તે યોજનાઓ માટે મોટી મજબૂતી બની છે. આ જ કોરોના કાળમાં છેલ્લા ઘણા મહિનાઓથી 80 કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ મળે તે સુનિશ્ચિત કરાયું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પર સરકાર બે લાખ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને મફતમાં અનાજ આપી રહી છે. આપણા જે ડાયરેક્ટ પ્રિન્સિપાલ કહે છે “નાગરિકો, પુરુષ અને મહિલાઓને એક સમાન રીતે પર્યાપ્ત આજીવિકાનો અધિકાર છે.” તે આ જ ભાવનાનું પ્રતિબિંબ છે. તમે સૌ એ માનશો કે જ્યારે દેશનો સામાન્ય માનવી, દેશનો ગરીબ, વિકાસની ધારા સાથે જોડાય છે જ્યારે તેને સમાનતા અને સમાન તક મળે છે તો તેનું આખું જીવન બદલાઈ જાય છે. હવે લારી, ગલ્લા અને પાથરણવાળાઓ પણ બેંક ક્રેડિટ વ્યવસ્થાથી જોડાયા છે તો તેને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારીનો અહેસાસ થાય છે. જ્યારે દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો, જાહેર પરિવહન અને અન્ય સુવિધાઓનું નિર્માણ થાય છે, જ્યારે તેને આઝાદીના 70 વર્ષ બાદ પહેલી વાર કોમન સાઇન ભાષા મળે છે તો તેનામાં આત્મવિશ્વાસનું સંપાદન થાય છે, જ્યારે ટ્રાન્સજેન્ડરને કાનૂની સંરક્ષણ મળે છે, ટ્રાન્સજેન્ડરને પદ્મ પુરસ્કાર પ્રાપ્ત થાય છે તો તેમની પણ સમાજ માટે બંઘારણ માટે આસ્થા વધારે મજબૂત બને છે. તમે જ્યારે ટ્રિપલ તલાક જેવી કૂરિતીની વિરુદ્ધમાં આકરો કાયદો ઘડો છો તો એ બહેન-દિકરીઓનો બંધારણ પર ભરોસો વધારે સશક્ત બને છે, જે બહેનો દિકરીઓ તમામ બાજુએથી નિરાશ થઈ ગઈ હતી.
મહાનુભાવો
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ બંઘારણની ભાવનાનું સૌથી મજબૂત પ્રગટીકરણ છે. બંઘારણ માટે સમર્પિત સરકાર, વિકાસમાં ભેદભાવ રાખતી નથી અને આ બાબત અમે કરી દેખાડી છે. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને ગુણવત્તાસભર માળખા સુધી પ્રવેશ મળી રહ્યો છે જે એક સમયે માત્ર સાધન સંપન્ન લોકો સુધી જ મર્યાદિત હતું. આજે લદ્દાખ, આંદામાન અને નિકોબાર, ઉત્તર પૂર્વના વિકાસ પર દેશ જેટલું ધ્યાન કેન્દ્રીત કરે છે જેટલું ધ્યાન દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેર માટે કરે છે. પરંતુ આ દરમિયાન હું એક અન્ય વાત પર તમારું ધ્યાન દોરવા માગીશ. તમે પણ ચોક્કસ અનુભવ કર્યો હશે કે જ્યારે સરકાર કોઈ એક વર્ગ માટે, કોઈ એક નાનકડા ટુકડા માટે કાંઈ કરે છે તે ઘણી ઉદારવાદી કહેવાય છે, તેની પ્રંશસા થતી હોય છે કે જૂઓ તેમના માટે કાંઈક કર્યું પણ મને આશ્ચર્ય થાય છે કે ક્યારેક ક્યારેક આપણે જોઇએ છીએ કે કોઈ સરકાર એક રાજ્ય માટે કાંઇક કરે, રાજ્યનું ભલું થાય તો મોટા મોટા ગુણગાન ગાય છે. પરંતુ જ્યારે સરકાર તમામ માટે કાંઇક કરે છે તો તેને એટલું મહત્વ આપવામાં આવતું નથી. તેનો ઉલ્લેખ પણ થતો નથી. સરકારની યોજનાઓથી કેવી રીતે દરેક વર્ગનું, દરેક રાજ્યનું એક સમાન રીતે ભલું થઈ રહ્યું છે તે બાબત પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. છેલ્લા સાત વર્ષમાં અમે જરાય ભેદભાવ વિના, કોઈ પક્ષપાત કર્યા વિના, વિકાસને પ્રત્યેક વ્યક્તિ, દરેક વર્ગ અને દેશના ખૂણા ખૂણામાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે 15મી ઓગસ્ટે મેં ગરીબ કલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓના અમલની વાત કરી અને તેના માટે અમે મિશન મોડ પર પણ છીએ. સર્વજન હિતાય, સર્વજન સુખાય આ મંત્રને લઈને કામગીરી કરવાનો અમારો પ્રયાસ છે. આજે તેનાથી દેશનો ચહેરો કેવી રીતે બદલાયો છે તે આપણને તાજેતરના રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના અહેવાલમાં પણ જોવા મળી રહ્યો છે. આ અહેવાલમાં ઘણી હકીકતો એ બાબતને પુરવાર કરે છે જ્યારે સાચી દાનત સાથે કાર્ય કરવામાં આવે, સાચી દિશામાં આગળ વધવામાં આવે અમે તમામ શક્તિ સાથે લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો સુખદ પરિણામ ચોક્કસ આવે છે. જાતિય સમાનતાની વાત કરીએ તો હવે પુરુષોની સરખામણીએ પુત્રીઓની સંખ્યા વધી રહી છે. ગર્ભવતી મહિલાઓની હોસ્પિટલમાં ડિલિવરી થાય તેવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. આ કારણસર જ માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર ઘટી રહ્યો છે. આ ઉપરાંત એવા પણ ઘણા સંકેતો છે જેમાં આપણે એક દેશના સ્વરૂપમાં ઘણુ સારું કાર્ય કરી રહ્યા છીએ. આ તમામ સંકેતોમાં દરેક ટકાવારી પોઇન્ટનો વધારો માત્ર આંકડા માટે જ નથી આ કરોડો ભારતવાસીઓને મળી રહેલા તેમના અધિકારનો પુરાવો છે. આ અત્યંત આવશ્યક છે કે જન કલ્યાણ સાથે સંકળાયેલી યોજનાઓનો સંપૂર્ણ લાભ લોકોને મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી તમામ પરિયોજનાઓ સમયસર પૂર્ણ થાય. કોઈ પણ કારણથી થયેલો બિનજરૂરી વિલંબ, નાગરિકને તેના અધિકારથી વંચિત રાખે છે. હું ગુજરાતનો રહેવાસી છું.
તો હું સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપવા માગું છું. સરદાર પટેલે માતા નર્મદા પર આ પ્રકારના ડેમનું સ્વપ્ન નિહાળ્યું હતું. પંડિત નહેરુએ તેનો શિલાન્યાસ કર્યો હતો પરંતુ આ પરિયોજના દાયકાઓ સુધી અપપ્રચારમાં ફસાયેલી રહી. પર્યાવરણના નામે ચાલેલા આંદોલનમાં ફસાયેલી રહી. અદાલતો પણ તે અંગે ફેંસલો લેવામાં ખચકાટ અનુભવતી રહી. વર્લ્ડ બેંકે પણ તેના માટે નાણા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ નર્મદાના પાણીથી કચ્છમાં જે વિકાસ થયો, વિકાસના કાર્યો થયા તેમાં આજે ભારતમાં સૌથી ઝડપી ગતિથી આગળ ઘપી રહેલા જિલ્લાઓમાં કચ્છ પણ છે. કચ્છ તો એક રીતે રણપ્રદેશનો વિસ્તાર છે પણ ઝડપી ગતિથી આગળ ધપી રહેલા ક્ષેત્રમાં તેની ગણતરી થઈ રહી છે. એક સમયે રેગિસ્તાન તરીકે જાણીતા કચ્છ, પલાયન માટે ઓળખાતું કચ્છ આજે એગ્રો-એક્સપોર્ટને કારણે પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. આથી મોટો ગ્રીન એવોર્ડ બીજો કયો હોઈ શકે?
માનનીય,
ભારત માટે, અને વિશ્વના અનેક દેશો માટે, આપણી અનેક પેઢીઓ માટે, ઉપનિવેશવાદના બંધનમાં જકડાઈને જીવવું એક મજબૂરી હતી. ભારતની આઝાદીના સમયથી સમગ્ર વિશ્વમાં એક ગુલામી પછીના કાળખંડનો પ્રારંભ થયો, અનેક દેશો આઝાદ થયા. આજે સમગ્ર વિશ્વમાં કોઈ દેશ એવો નથી જે પ્રગટરૂપે અન્ય દેશના ઉપનિવેશના સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે ઉપનિવેશવાદી માનસિકતા, ગુલામીની વિચારધારા સમાપ્ત થઈ ગઈ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ માનસિકતા અનેક વિકૃત્તિઓને જન્મ આપી રહી છે. તેનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ આપણને વિકાસશીલ દેશોની વિકાસયાત્રામાં આવી રહેલા અવરોધોમાં જોવા મળી રહી છે. જે સાધનોથી, જે માર્ગો પર ચાલતા વિકસીત વિશ્વ આજના મુકામ પર પહોંચ્યું છે, આજે એ જ સાધન, એ જ માર્ગ વિકાસશીલ દેશો માટે બંધ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા દાયકાઓથી તેના માટે અલગ અલગ શબ્દાવલિની જાળ રચવામાં આવી રહી છે. પરંતુ આશય એ જ રહ્યો છે – વિકાસશીલ દેશોની પ્રગતિને રોકવાનો. આજકાલ આપણે જોઇએ છીએ કે પર્યાવરણના વિષયને પણ આ જ કામ માટે હાઇજેક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેટલાક સપ્તાહ અગાઉ આપણે સીઓપી-26 શિખરમાં તેનું ઉદાહરણ નિહાળ્યું. જો એબ્સોલ્યુટ ક્યુમ્યુલેટિવ એમિશનની વાત કરીએ તો વિકસીત દેશોએ મળીને 1850થી અત્યાર સુધી ભારતે 15 ગણું વધુ ઉત્સર્જન કર્યું છે. જો આપણે પર-કેપિટા બેઝિઝની વાત કરીએ તો વિકસીત દેશોએ ભારતની સરખામણીએ 15 ગણું વધારે ઉત્સર્જન કર્યું છે. અમેરિકા અને યુરોપ સંઘે મળીને ભારતની સરખામણીએ 11 ગણું વધુ એબ્સોલ્યુટ ક્યુમ્યુલેટિવ એમિશન કર્યું છે. તેમાંથી પર કેપિટા બેઝિઝને આધાર બનાવીએ તો અમેરિકા અને યુરોપિયન સંઘોએ ભારતની સરખામણીએ 20 ગણું વધારે ઉત્સર્જન કર્યું છે. આમ છતાં આજે આપણને ગર્વ છે ભારત જેની સભ્યતા અને સંસ્કૃતિમાં જ પ્રકૃતિના કણ કણમાં જ્યાં પથ્થરમાં પણ ભગવાન જોવામાં આવે છે તેનુ સ્વરૂપ જોવામાં આવે છે, જ્યાં ધરતીને માતાના રૂપમાં પૂજવામાં આવે છે એ ભારતને પર્યાવરણ સંરક્ષણના ઉપદેશ સંભળાવવામાં આવે છે. અને આપણા માત્ર આ મૂલ્ય માત્ર પુસ્તકીયું નથી, પુસ્તકની વાતો માત્ર નથી. આજે ભારતમાં સિંહ, વાઘ, ડોલ્ફિન વગેરેની સંખ્યા અને અનેક પ્રકારની જૈવિકપ્રાણીના આંકમાં સુધારો થઈ રહ્યો છે. ભારતમાં વન ક્ષેત્ર વધી રહ્યું છે. ભારતમાં જમીનમાં સુધારો થઈ રહ્યો છે. ગાડીઓના ઇંધણનો આંક આપણે સ્વેચ્છાએ વધાર્યો છે. દરેક પ્રકારની રિન્યૂએલબલ ઊર્જામાં આપણે વિશ્વના અગ્રણી દેશોમાં છીએ. અને પેરિસ સમજૂતિના લક્ષ્યાંકોને સમય અગાઉ પ્રાપ્ત કરવામાં જો કોઈ અગ્રેસર હોય તો તે એકમાત્ર હિન્દુસ્તાન છે. જી20 દેશોના સમૂહમાં સારામાં સારી કામગીરી કરનારો કોઈ દેશ હોય તો તે ભારત છે. દુનિયાએ કબૂલ્યું છે કે તે ભારત છે અને તેમ છતાં આવા ભારત પર પર્યાવરણના નામે વિવિધ વિવિધ દબાણ લાદવામાં આવી રહ્યા છે. આ તમામ બાબત ઉપનિવેશવાદી માનસિકતાનું પરિણામ છે. પરંતુ કમનસીબી એ છે કે આપણા દેશમાં આવી જ માનસિકતાને કારણે આપણા જ દેશમાં વિકાસના કાર્યોમાં અવરોધ નાખવામાં આવે છે. ક્યારેય કે રજૂઆતની સ્વતંત્રતાના નામે તો ક્યારેક કોઈ અન્ય બાબતોની મદદ લઈને અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે. આપણા દેશની પરિસ્થિતિ, આપણા યુવાનોની અપેક્ષા, સ્વપ્નોને જાણ્યા સમજ્યા વિના ઘણી વાર અન્ય દેશોના બેન્ચમાર્ક પર ભારતની સરખામણી કરવાનો પ્રયાસ થાય છે અને તેની આડશમાં વિકાસના માર્ગો બંધ કરવાનો પ્રયાસ થાય છે. તેનું નુકસાન જે લોકો આમ કરે છે તેમણે ભોગવવું પડતું નથી. પણ તેનું નુકસાન ભોગવવું પડે છે એ માતાઓને જેમના સંતાનો વીજળી પ્લાન્ટ નખાયો નહીં હોવાને કારણે અભ્યાસથી વંચિત રહે છે. તેનું નુકસાન ભોગવવું પડે છે એ પિતાને જે રોકાઈ પડેલા એ સડક પ્રોજેક્ટને કારણે પોતાના સંતાનને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકતો નથી. તેનું નુકસાન ભોગવવું પડે છે એ મધ્યમવર્ગીય પરિવારને જેના માટે આધુનિક જીવનની એ સવલતો પર્યાવરણના નામે તેની આવક કરતાં વધી જતી હોય છે. આ ગુલામીની વિચારધારાને કારણે કરોડો અપેક્ષાઓ ભાંગી પડે છે, આકાંક્ષાઓ શ્વાસ છોડી દે છે. આઝાદીના આંદોલનમાં જે સંકલ્પશક્તિ પેદા થઈ હતી તેને વધુ મજબૂત કરવા ગુલામીની વિચારધારા મોટો અવરોધ છે. આપણે તેને દૂર કરવાની છે. અને તેના માટે આપણી સૌથી મોટી શક્તિ, આપણો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત આપણું બંઘારણ છે.
માનનીય,
સરકાર અને ન્યાયપાલિક બન્નેનો જન્મ બંઘારણની કોખમાંથી થયો અને માટે જ તે બન્ને જોડીયા સંતાનો છે. બંધારણને કારણે જ આ બંને અસ્તિત્વમાં આવ્યા છે. અને માટે જ વ્યાપક દ્રષ્ટિકોણથી જોઇએ તો અલગ અલગ હોવા છતાં તેઓ એકબીજાના પૂરક છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે,
ऐक्यम् बलम् समाजस्य, तत् अभावे स दुर्बलः।
तस्मात् ऐक्यम् प्रशंसन्ति, दॄढम् राष्ट्र हितैषिण:॥
અર્થાત કોઇપણ સમાજની દેશની તાકાત તેની એક્તા અને એકજૂટ પ્રયાસોમાં હોય છે. એટલે કે જેઓ મજબૂત રાષ્ટ્રના હિતેચ્છુ હોય તેઓ એક્તાની પ્રશંસા કરતા હોય છે અને તેના પર ભાર મૂકે છે. રાષ્ટ્રના હિતોને સર્વોપરિ રાખીને આ એક્તા દેશની દરેક સંસ્થાના પ્રયાસોમાં હોવી જોઇએ. આજે જયારે દેશ અમૃતકાળમાં પોતાના માટે અસાધારણ લક્ષ્યાંકો નક્કી કરી રહ્યો છે, દાયકાઓ જૂની સમસ્યાઓના સમાધાન શોધીને નવા ભવિષ્ય માટે સંકલ્પ લઇ રહ્યો છે તો તે આ સિધ્ધિ તમામના સાથથી જ પુરી થશે. એટલે દેશ આવનારા 25 વર્ષમાં જયારે દેશની આઝાદીની 25મી શતાબ્દી મનાવતો હશે અને માટે જ તમામનો પ્રયાસ એવું દેશને આહવાન કર્યું છે. આ આહવાનમાં એક મોટી ભૂમિકા ન્યાયપાલિકાની પણ હશે તે નક્કી છે.
મહોદય,
અમારી ચર્ચામાં ભૂલ્યા વગર એક વાત સતત સાંભળવામાં આવે છે, વારંવાર તેનું પુનરાર્તન કરવામાં આવે છે Separation of power । Separation of power ની વાત ન્યાયપાલિકા હોય, કાર્યપાલિકા હોય અથવા તો વિધાયક, દરેક પોતાની રીતે મહત્વપૂર્ણ રહ્યા છે. આ સાથે જ આઝાદીના આ અમૃતકાળમાં, ભારતની આઝાદીના 100 વર્ષ પુરા થાય ત્યાંસુધી, આ જે અમૃતકાળ છે, આ અમૃત કાળખંડમાં, બંધારણની ભાવનાને અનુરૂપ, Collective Resolve દેખાડવાની જરૂર છે. આજે દેશના સામાન્ય માણસ પાસે જે કાંઇ છે તે તેના કરતાં વધારેનો હક્કદાર છે. જયારે આપણે દેશની આઝાદીની શતાબ્દી મનાવીશું, તે સમયનું ભારત કેવું હશે, તેના માટે આપણે આજથી જ કામ કરવું પડશે. આ માટે દેશની પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સહિયારી જવાબદારી સાથે ચાલવું જરૂરી છે. Separation of Powerના મજબૂત અધિષ્ઠાન પર આપણે સહિયારી જવાબદારીનો માર્ગ નિર્ધારિત કરવાનો છે, રોડમેપ બનાવવાનો છે, લક્ષ્યાંક નક્કી કરવાનો છે અને મંઝિલ સુધી દેશને પહોંચાડવાનો છે.
માનનીય,
કોરોના કાળે ન્યાય આપવામાં ટેકનોલોજીના ઉપયોગથી લઈને નવો ભરોસો પેદા થયો છે. ડિજિટલ ભારતના મેગા મિશનમાં અદાલતોની સહ ભાગીદારી છે. 18 હજાર કરતાં વધારે કોર્ટનું કમ્પ્યુટરાઇઝેશન થવું, 98 ટકા કોર્ટ કોમ્પલેક્સનું વાઇડ એરિયા નેટવર્ક સાથે જોડાઈ જવું, રિયલ ટાઇમમાં જ્યુડિશિયલ ડાટાના ટ્રાન્સમિશન માટે નેશનલ જ્યુડિશિયલ ડાટા ગ્રીડને કાર્યાન્વિત કરવી, ઇ-કોર્ટ પ્લેટફોર્મનું લાખો લોકો સુધી પહોંચવું એજ દર્શાવે છે કે આજે ટેકનોલોજી આપણી ન્યાય પ્રક્રિયાની કેવડી મોટી શક્તિ બની ગઈ છે. અને આવનારા સમયમાં આપણે એક એડવાન્સ જ્યુડિશિયરી સિસ્ટમને કામ કરતી જોઇશું. સમય પરિવર્તનીય છે, દુનિયા બદલતી રહે છે પરંતુ આ પરિવર્તન માનવતા માટે ક્રાંતિનો માર્ગ બને છે. આવું એટલા માટે કેમ કે માનવતાએ આ પરિવર્તનનો સ્વિકાર કર્યો છે. અને સાથે સાથે માનવતાના મૂલ્યોને શાશ્વત બનાવી રાખ્યા છે. ન્યાયની અવધારણા એ આ માનવીય મૂલ્યોનું સૌથી મોટો પરિસ્કૃત વિચાર છે. અને બંધારણ એ આ ન્યાયની અવધારણાની સૌથી મોટી પરિસ્કૃત વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવી રાખવાની જવાબદારી આપણા સૌ પર છે. આપણી આ ભૂમિકાનું પાલન આપણે સૌ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરીશું અને આઝાદીના 100 વર્ષ અગાઉ એક નવા ભારતનું સ્વપ્ન સાકાર થશે. આપણે આ બાબતોથી સતત પ્રેરિત છીએ, જે વાત માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ અને જે મંત્ર આપણા માટે છે – સંગચ્છધ્વં, સંવદધ્વં, સં વો મનાંસિ જાનતામ. આપણા લક્ષ્યાંક સમાન હોય, આપણા મન સમાન હોય અને આપણે સૌ સાથે મળીને આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરીએ. આ જ ભાવના સાથે હું આજે બંઘારણ દિવસના આ પવિત્ર માહોલમાં આપ તમામ દેશવાસીઓને અનેક અનેક શુભકામના પાઠવતા મારી વાત પૂર્ણ કરું છું. ફરી એક વાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 <a href=”https://www.instagram.com/pibahmedabad” …
Addressing the Constitution Day programme at Vigyan Bhawan. https://t.co/xzmEhl5wzi
— Narendra Modi (@narendramodi) November 26, 2021
सुबह मैं विधायिका और कार्यपालिका के साथियों के साथ था।
— PMO India (@PMOIndia) November 26, 2021
और अब न्यायपालिका से जुड़े आप सभी विद्वानों के बीच हूं।
हम सभी की अलग-अलग भूमिकाएं, अलग-अलग जिम्मेदारियां, काम करने के तरीके भी अलग-अलग हो सकते हैं, लेकिन हमारी आस्था, प्रेरणा और ऊर्जा का स्रोत एक ही है - हमारा संविधान: PM
आजादी के लिए जीने-मरने वाले लोगों ने जो सपने देखे थे, उन सपनों के प्रकाश में, और हजारों साल की भारत की महान परंपरा को संजोए हुए, हमारे संविधान निर्माताओं ने हमें संविधान दिया: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2021
कोरोना काल में पिछले कई महीनों से 80 करोड़ से अधिक लोगों को मुफ्त अनाज सुनिश्चचित किया जा रहा है।
— PMO India (@PMOIndia) November 26, 2021
PM गरीब कल्याण अन्न योजना पर सरकार 2 लाख 60 हजार करोड़ रुपए से अधिक खर्च करके गरीबों को मुफ्त अनाज दे रही है।
अभी कल ही हमने इस योजना को अगले वर्ष मार्च तक के लिए बढ़ा दिया है: PM
सबका साथ-सबका विकास, सबका विश्वास-सबका प्रयास, ये संविधान की भावना का सबसे सशक्त प्रकटीकरण है।
— PMO India (@PMOIndia) November 26, 2021
संविधान के लिए समर्पित सरकार, विकास में भेद नहीं करती और ये हमने करके दिखाया है: PM @narendramodi
आज गरीब से गरीब को भी क्वालिटी इंफ्रास्ट्रक्चर तक वही एक्सेस मिल रहा है, जो कभी साधन संपन्न लोगों तक सीमित था।
— PMO India (@PMOIndia) November 26, 2021
आज लद्दाख, अंडमान और नॉर्थ ईस्ट के विकास पर देश का उतना ही फोकस है, जितना दिल्ली और मुंबई जैसे मेट्रो शहरों पर है: PM @narendramodi
Gender Equality की बात करें तो अब पुरुषों की तुलना में बेटियों की संख्या बढ़ रही है।
— PMO India (@PMOIndia) November 26, 2021
गर्भवती महिलाओं को अस्पताल में डिलिवरी के ज्यादा अवसर उपलब्ध हो रहे हैं।
इस वजह से माता मृत्यु दर, शिशु मृत्यु दर कम हो रही है: PM @narendramodi
आज पूरे विश्व में कोई भी देश ऐसा नहीं है जो प्रकट रूप से किसी अन्य देश के उपनिवेश के रूप में exist करता है।
— PMO India (@PMOIndia) November 26, 2021
लेकिन इसका मतलब यह नहीं है कि उपनिवेशवादी मानसिकता, Colonial Mindset समाप्त हो गया है।
हम देख रहे हैं कि यह मानसिकता अनेक विकृतियों को जन्म दे रही है: PM @narendramodi
इसका सबसे स्पष्ट उदाहरण हमें विकासशील देशों की विकास यात्राओं में आ रही बाधाओं में दिखाई देता है।
— PMO India (@PMOIndia) November 26, 2021
जिन साधनों से, जिन मार्गों पर चलते हुए, विकसित विश्व आज के मुकाम पर पहुंचा है, आज वही साधन, वही मार्ग, विकासशील देशों के लिए बंद करने के प्रयास किए जाते हैं: PM @narendramodi
पेरिस समझौते के लक्ष्यों को समय से पहले प्राप्त करने की ओर अग्रसर हम एकमात्र देश हैं।
— PMO India (@PMOIndia) November 26, 2021
और फ़िर भी, ऐसे भारत पर पर्यावरण के नाम पर भाँति-भाँति के दबाव बनाए जाते हैं।
यह सब, उपनिवेशवादी मानसिकता का ही परिणाम है: PM @narendramodi
लेकिन दुर्भाग्य यह है कि हमारे देश में भी ऐसी ही मानसिकता के चलते अपने ही देश के विकास में रोड़े अटकाए जाते है।
— PMO India (@PMOIndia) November 26, 2021
कभी freedom of expression के नाम पर तो कभी किसी और चीज़ का सहारा लेकर: PM @narendramodi
आजादी के आंदोलन में जो संकल्पशक्ति पैदा हुई, उसे और अधिक मजबूत करने में ये कोलोनियल माइंडसेट बहुत बड़ी बाधा है।
— PMO India (@PMOIndia) November 26, 2021
हमें इसे दूर करना ही होगा।
और इसके लिए, हमारी सबसे बड़ी शक्ति, हमारा सबसे बड़ा प्रेरणा स्रोत, हमारा संविधान ही है: PM @narendramodi
सरकार और न्यायपालिका, दोनों का ही जन्म संविधान की कोख से हुआ है।
— PMO India (@PMOIndia) November 26, 2021
इसलिए, दोनों ही जुड़वां संतानें हैं।
संविधान की वजह से ही ये दोनों अस्तित्व में आए हैं।
इसलिए, व्यापक दृष्टिकोण से देखें तो अलग-अलग होने के बाद भी दोनों एक दूसरे के पूरक हैं: PM @narendramodi
In line with the spirit of our Constitution, we are undertaking a development journey at the core of which is inclusion. pic.twitter.com/dy9WVoSfEP
— Narendra Modi (@narendramodi) November 26, 2021
सबका साथ-सबका विकास, सबका विश्वास-सबका प्रयास, ये संविधान की भावना का सबसे सशक्त प्रकटीकरण है।
— Narendra Modi (@narendramodi) November 26, 2021
आज गरीब से गरीब को भी क्वालिटी इंफ्रास्ट्रक्चर तक वही एक्सेस मिल रहा है, जो कभी साधन-संपन्न लोगों तक सीमित था। pic.twitter.com/g1QBuveBlr
Something to think about... pic.twitter.com/rnZldhSnOs
— Narendra Modi (@narendramodi) November 26, 2021
अमृतकाल में भारत अपनी दशकों पुरानी समस्याओं के समाधान तलाशकर नए भविष्य के लिए संकल्प ले रहा है। इसीलिए, देश ने आने वाले 25 सालों के लिए ‘सबका प्रयास’ का आह्वान किया है, जिसमें एक बड़ी भूमिका Judiciary की भी है। pic.twitter.com/pexWjtxC7X
— Narendra Modi (@narendramodi) November 26, 2021
अमृतकाल में भारत अपनी दशकों पुरानी समस्याओं के समाधान तलाशकर नए भविष्य के लिए संकल्प ले रहा है। इसीलिए, देश ने आने वाले 25 सालों के लिए ‘सबका प्रयास’ का आह्वान किया है, जिसमें एक बड़ी भूमिका Judiciary की भी है। pic.twitter.com/pexWjtxC7X
— Narendra Modi (@narendramodi) November 26, 2021