Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો

સપ્ટેમ્બર 27, 2015ના રોજ કેલિફોર્નિયા ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો


ફેસબુક

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયા ખાતેના ફેસબુક હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી અને ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ટાઉનહોલ ખાતે સવાલ જવાબના સત્રમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું કે દુનિયાએ ભારતને કેમ મહત્વ આપવું જોઇએ અને ભારતીય અર્થતંત્રને 20 ટ્રિલિયન ડોલરનો દેશ બનાવવાનું તેમનું સપનું છે. મિ.માર્ક ઝુકરબર્ગને સ્ટિવ જોબ્સે ભારતના મંદિરોની મુલાકાત લેવા અંગેની સલાહનો વડાપ્રધાને ઉત્તર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે અનોખો નાતો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 મહિનામાં દુનિયાનું ભારત તરફ જોવાનું વલણ બદલાયું છે.

સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ એ સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતૂ તરીકે કામ કરી શકે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં તેમણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાએ સરકારને જે તે સમયે તરત જ ફિડબેક મેળવવામાં મદદ કરી છે. તેમણે પોતાના ચાઇનીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો અંગેની માહિતી આપી હતી અને તેમણે ઇઝરાયેલના નાગરિકોને હિબ્રુમાં હનુક્કાહના દિવસે ટ્વિટર પર કેવી રીતે ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હુએ હિન્દીમાં ટ્વિટ કરીને તેમનો કેવી રીતે આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે એ કૂટનિતીમાં એક નવો અધ્યાય હતો.

લાગણીસભર બનેલા પ્રધાનમંત્રીએ ભાવનાત્મક રીતે તેમના માતા અને પિતાની વાત કરી હતી, વિશેષ રીતે તેમની માતાની વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે માતાએ કેવો સંઘર્ષ કરીને પોતાના બાળકોને ઉછેર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંઘર્ષની આ વાત ફક્ત એક જ માતાની નથી, પરંતુ ભારત દેશની ઘણી માતાઓની છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સરકારની નિર્ણય લેવાની પદ્ધતિમાં મહિલાઓને સમાવવા અંગે કટિબદ્ધ છે.

ગૂગલ

વડાપ્રધાને ગૂગલના વડામથકની મુલાકાત લીધી હતી, જ્યાં તેને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ આવકાર્યા હતા. તેમને ભવિષ્યમાં ગૂગલની શોધ અને તેમના પ્લાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મિ. એરિક સેમીડ્ટ અને મિ. લેરી પેજ ઉપસ્થિત હતા. ગૂગલ સ્ટ્રીટવ્યુના ડેમોસ્ટ્રેશન વખતે, વડાપ્રધાને ગૂગલ અર્થને ખગોળ દર્શાવવા માટે જણાવ્યું હતું, ખગોળ એ પટનાની નજીક આવ્યું છે જ્યાં મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની વેધશાળા છે.

ઉર્જાના નવીનિકરણ અંગેની ગોળમેજી

પ્રધાનમંત્રી મિ. અર્નેસ્ટ મોનિઝ, અમેરિકન સેક્રેટરી, ઉર્જાને મળ્યા. તેમણે ત્યાર બાદ ઉર્જાના નવીનિકરણ અંગેની ગોળમેજીની અધ્યક્ષતા કરી હતી.

ડો. અર્નેસ્ટ મોનિઝ, ઉર્જા સેક્રેટરી, અમેરિકા અને પ્રો. સ્ટિવન ચૂ, ભૂતપૂર્વ અમેરિકન સેક્રેટરી, ઉર્જા ગોળમેજી સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉચ્ચ ઉર્જાના સીઇઓ અને રોકાણકારો, અહેમદ ચટાલિયા, સીઇઓ સનએડિન્સન, નિકેશ અરોરા, પ્રમુખ અને સીઓઓ, સોફ્ટબેન્ક, કે.આર.શ્રીધર, સીઇઓ, બ્લૂમ એનર્જી, જોનાથન વૂલ્ફસન, સીઇઓ, સોલાઝમે, જ્હોન દોઇર, વેન્ચર કેપિટાલિસ્ટ અને ઇરા એન્ટરપ્રાઇઝ ઓફ ડીબીએલના સાથીદાર પણ ઉપસ્થિત હતા.

સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના પ્રો. અરુણ મઝુમદાર, પ્રો, રોજર નોલ, ડો. અંજલી કોચ્ચર, પ્રો, સેલી બેન્સને પણ ભાગ લીધો હતો.

ગોળમેજી બેઠક દરમિયાન વ્યક્ત કરવામાં આવેલા મુદ્દાથી એ સ્પષ્ટ દાવો થાય છે કે ભારત પાસે ‘દુનિયામાં ભારત સ્વચ્છ ઉર્જાનું વડુમથક’ છે.

સહભાગીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છ અને નવીનિકરણીય ઉર્જા ટૂંક સમયમાં જ બિનખર્ચાળ ઉર્જાના વિકલ્પ તરીકે ઉભરશે તથા વિજળીનો સંગ્રહ પણ સસ્તો થશે.

સહભાગીઓએ એમ પણ જણાવ્યું હતું કે ભારતના રાજ્યો અને શહેરોએ સ્વચ્છ ઉર્જાની પહેલને આવકારવી જોઇએ. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન ગ્રીડને 175 ગીગા વોટ્સ (જીડબ્લ્યુ)નો ભાર ઉંચકી શકે તેવી ઉર્જાનું ભારતનું જે લક્ષ્યાંક છે તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી નથી અને એટલા માટે જ ગ્રીડ સાઇડ માટે માનાર્થ પ્રયાસની જરૂર છે. 175 જીડબ્લ્યુના સપના માટે ખાનગી રોકાણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ઉદાહરણ તરીકે ઇઝરાયેલે ખાનગી રોકાણની મદદથી કેવી રીતે પાણીના સંગ્રહનો પ્રશ્ન ઉકેલ્યો હતો તે અંગે સમજાવવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સહભાગીઓને તેમના દ્રષ્ટિકોણ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભારતની 175 ગીગા વોટ્સની સ્વચ્છ ઉર્જા અંગેના તેમના સપનાની કટિબદ્ધતા અંગે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રોકાણ માટે ઘણી ઉજળી તકો છે, દાખલા તરીકે, રેલવે દ્વારા, જ્યાં 100 ટકા એફડીઆઇને મંજૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિનિયમનના મુદ્દા પર કાર્ય કરી રહી છે.

પ્રધાનમંત્રી એ આ ઉપરાંત ઉર્જાના નવિનીકરણિય માટે લેવામાં આવેલા પગલા અંગે પણ માહિતી આપી હતી, જેમ કે કોચ્ચિ એરપોર્ટને સોલર પાવર એરપોર્ટ બનાવવામાં આવ્યું, અને ગુજરાતમાં કેનાલ આગળ સોલર પેનલ નાંખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આગામી મહિનાની શરૂઆતમાં, ઝારખંડના આદિવાસી પટ્ટા ખાતે આવેલું જિલ્લા ન્યાયાલય સોલર પાવરથી સજ્જ થશે. પ્રધાનમંત્રીએ આ ઉપરાંત જણાવ્યું હતું કે કોલસાનું ગેસિકરણ પણ એક મહત્વનો રિસર્ચનો વિષય છે. તેમણે આગામી એક દાયકામાં ઉર્જાના નવિનીકરણમાં એક ક્રાંતિ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સ્ટાર્ટઅપ કનેક્ટ

પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ અપ કનેક્ટ ઇવેન્ટને સંબોધી હતી, તે ભારતીયોને તેમની શોધખોળ દર્શાવવા માટેનું એક માધ્યમ છે.

તેમણે ભારતમાં પોતાના સ્ટાર્ટ અપના વિઝન અંગે વક્તવ્ય આપ્યું હતું.

ટેક્નોલોજીની પ્રગતિના કારણે, જુદા-જુદા ક્ષેત્રોના સંકલન, આર્કિટેક્ચર તથા લોકોની નવી નવી યુક્તિઓની ઇચ્છાએ ઉદ્યોગ સાહસ માટે નવી દુનિયા શરૂ કરી છે. એ ઇકોસિસ્ટમનો જન્મ સિલિકોન વેલી ખાતે થયો હતો. કેલિફોર્નિયા વિસ્તાર આપણી દુનિયાને એક આકાર આપવા માટે જે પ્રયત્નો કરે છે એટલું બીજો કોઇ સમુદાય કરતો નથી. તે કંઇ મોટા નામ નથી, તે નાના સાહસિકો છે કે જેઓ રોજેરોજ નવી શોધથી માનવીના જીવનને આનંદ અને કલાથી સમૃદ્ધ કરે છે. તે અમેરિકાના વિકાસને રેખાંકિત કરે છે તથા દુનિયાને પ્રેરણા આપે છે. મને લાગે છે કે સ્ટાર્ટ અપ્સ, ટેક્નોલોજી અને શોધખોળ એ ભારતમાં યુવાનો માટે નોકરીના પરિવર્તન અંગે આકર્ષક અને અસરકારક માધ્યમ છે. આપણી પાસે 800 મિલિયન યુવાનો છે કે જેઓ 35 વર્ષથી ઓછી ઉંમરના છે. તેઓ પરિવર્તન માટે આતુર છે. તેને મેળવવા માટેની શક્તિ અને આત્મવિશ્વાસ પણ છે. આપણા 500 નગરો 10 સ્ટાર્ટ અપ શરૂ કરે અને છ લાખ ગામડાઓ છ નાના વેપાર શરૂ કરે તો આપણે જબરદસ્ત આર્થિક વેગ ઉત્પન્ન કરી શકીએ છીએ કે જે દેશમાં મોટા પ્રમાણમાં નોકરીઓ ઉભી કરી શકે છે. ભારતની પોતાની ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે. તે આપણા યુવાનોની ઉર્જા, ઉદ્યોગ સાહસ અને શોધખોળને આભારી છે.

પ્રધાનમંત્રીએ ભારત ફંડ, સારું આરોગ્ય, કૃષિ, નવિનીકરણ અને ટેક્નોલોજીનો આરંભ કરાવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન 7 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારતીય સમુદાયને સંબોધન

પ્રધાનમંત્રીએ સેપ વિસ્તારમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી અંગે વાત કરી હતી, લોકતંત્ર અને શોધખોળના મૂલ્યો સમજાવ્યા હતા. તેમણે છેલ્લા 15 મહિનામાં તેમની સરકારે કરેલા કાર્યો અંગે માહિતી આપી હતી. તેમણે સિલિકોન વેલી ખાતે ભારતીય આઇટી વ્યવસાયિકો કે જેમણે દુનિયાને વધુ યોગ્ય બનાવવાના વૈશ્વિક સ્તરે ભારત માટે કરેલા યોગદાનને બિરદાવ્યું હતું.

AP/J.Khunt/GP