સચિવોના એક સમૂહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ ‘સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત’ પર પોતાના વિચાર અને મંતવ્યો રજૂ કર્યા. પ્રધાનમંત્રીએ શાસનના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તનકારી બદલાવ માટે પોતાના શીર્ષ નોકરશાહોને વિચારો રજૂ કરવા આહ્વાન કર્યું હતું.
આ અવસર પર કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી મનોહર પારિકર અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા ઉપસ્થિત હતા. પ્રસ્તુતિકરણ બાદ દર્શક ગેલેરીમાં બેઠેલા કેટલાક સભ્યોએ આ વિષય પર પોતાના મંતવ્યો અને ટિપ્પણિઓ આપી.
અત્યાર સુધી સચિવોના કુલ ચાર સમૂહોએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રસ્તુતિકરણ આપ્યું છે.
Interacted with Secretaries, who shared innovative ideas on 'Swasth Bharat, Shikshit Bharat .' https://t.co/qchvkwCL6r
— Narendra Modi (@narendramodi) January 17, 2016