Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસ્કૃતિ દિવસે પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત દિવસે દેશને શુભેચ્છા આપી હતી અને સંસ્કૃતમાં લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

સંસ્કૃત પાઠ નીચે મુજબ છેઃ

“भारतस्य समृद्धः इतिहासः संस्कृतिः परम्परा च संस्कृते अस्ति। संस्कृतस्य ज्ञानम् अस्मान् तेन समृद्ध-वैभवोपेत-अतीतेन सह योजयति।“

“संस्कृतप्रेमिभ्यः तथा च अस्याः सुन्दर्याः भाषायाः पठितृभ्यः सर्वेभ्यः संस्कृतदिवस-सन्दर्भे मम हार्दिक-शुभकामनाः।”

તેનો અર્થ એ થાય છે કે, ભારતનો સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા સંસ્કૃતમાં છે. સંસ્કૃતનું જ્ઞાન આપણને આપણાં સમૃદ્ધ સાહિત્ય, વારસા અને સોનેરી ભૂતકાળ સાથે જોડે છે. સંસ્કૃત દિવસ નિમિત્તે હું આ સુંદર ભાષાનાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું.

******

J.Khunt