Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદમાં બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન

સંસદમાં બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન


નમસ્તે મિત્રો,

આ દાયકાનું આ પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દાયકો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહત્વનો છે. અને તેથી જ પ્રારંભથી જ આઝાદીના પ્રેમીઓએ જે સ્વપ્ન જોયા હતા તે  સ્વપ્નોને, તે સંકલ્પોને ગતિ સાથે સિદ્ધ કરવાની આ સુવર્ણ તક હવે દેશ પાસે આવી છે. આ દાયકાનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને તેથી આ સત્રમાં આ સમગ્ર દાયકાને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ થવી જોઈએ, તમામ પ્રકારના વિચારોની રજૂઆત અને શ્રેષ્ઠ મંથનમાંથી શ્રેષ્ઠ અમૃત મળે, તે આ દેશની અપેક્ષાઓ છે.

મને વિશ્વાસ છે કે જે આશા અને અપેક્ષા સાથે દેશના લોકોએ સંસદમાં આપણને સૌને મોકલ્યા છે,  આપણે લોકશાહીની તમામ મર્યાદાઓને અનુસરીને સંસદના આ પવિત્ર સ્થાનનો પૂરો ઉપયોગ કરીશું, અને લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણા યોગદાનમાં પાછળ રહીશું નહીં, તેનો મને પૂર્ણ વિશ્વાસ છે. બધા સાંસદો આ સત્રને વધુ સારું બનાવશે, એવો મને પૂર્ણ વિશ્વાસ છે.

આ બજેટ સત્ર પણ છે. જોકે સંભવત: ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે 2020માં આપણને એક નહીં, નાણાં પ્રધાનને એક અલગ પેકેજ તરીકે ચાર-પાંચ મિનિ બજેટ આપવા પડ્યા. એટલે કે 2020, એક રીતે મિનિ બજેટનું ચક્ર સતત ચાલતું રહ્યું. અને તેથી આ બજેટ પણ તે ચાર-પાંચ બજેટ્સની શ્રેણીમાં જ જોવામાં આવશે, તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

આજે ફરી એકવાર માનનીય રાષ્ટ્રપતિના માર્ગદર્શન હેઠળ બંને ગૃહોના તમામ સાંસદો સાથે મળીને તેમનો સંદેશ આગળ વધારવા કટિબદ્ધ છે, પ્રયત્નશીલ છે.

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP