પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીની પ્રશંસા કરીને કહ્યું હતું કે, રાજ્યસભાનાં સભાપતિ તરીકે તમામ સ્થિતિસંજોગોમાં શાંતિ અને ધૈર્ય રાખવું પડે છે તથા ગૃહમાં 10 વર્ષ સુધી આ રીતે કામ કરવું તેમની કુશળતા, ધૈર્ય અને બૌદ્ધિકતા સૂચવે છે.
સંસદમાં શ્રી હામિદ અન્સારી માટે યોજાયેલા વિદાય સમારંભમાં બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી અન્સારી લાંબા સમયથી જાહેર જીવનમાં છે અને એ પણ કોઈ પણ પ્રકારનાં વિવાદ વિના.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી અન્સારીનો પરિવાર પેઢીઓથી જાહેર જીવનમાં છે. આ પ્રસંગે તેમણે બ્રિગેડિયર ઉસ્માનને યાદ કર્યા હતાં, જેઓ 1948માં દેશનું સંરક્ષણ કરતા શહીદ થયાં હતાં.
પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, રાજ્યસભાની કામગીરીનું સંચાલન કરવાનાં બહોળા અનુભવ સાથે શ્રી અન્સારીએ સંસદનું ઉપલું ગૃહ વધારે સારી રીતે કેવી રીતે કામ કરી શકે એ વિશે વિચારો વ્યક્ત કરવા જોઈએ.
J.khunt
Joined the farewell programme for Vice President Shri Hamid Ansari. pic.twitter.com/q7ruIVTYDn
— Narendra Modi (@narendramodi) August 10, 2017