Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદના શિયાળૂ સત્ર શરૂ થવા પર સંસદ ભવનની બહાર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આપ સૌને નમસ્કાર સાથીઓ,

આજે સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે.

પાછલા સત્રમાં જીએસટી જેવા મહત્વપૂર્ણ નિર્ણયો થવાના કારણે એક દેશમાં એક ટેક્સ વ્યવસ્થાનું જે સ્વપ્ન છે, એ દિશામાં ઘણું મોટું કાર્ય સદને કર્યું. મેં એ દિવસે પણ દરેક પક્ષનો આભાર માન્યો હતો. દેશહિતમાં જ્યારે સૌ પક્ષ સાથે મળીને ચાલે છે, તો નિર્ણય પણ સારા થાય છે, ઝડપથી થાય છે, પરિણામ પણ સારું મળે છે.

આ સત્રમાં પણ ખૂબ સારી ચર્ચા થશે. દરેક વિષયો પર ચર્ચા થશે. પક્ષોની પોતાની, રાજનીતિક વિચારના આધાર પર પણ ચર્ચા થશે. સામાન્ય નાગરિકની અપેક્ષા તેમજ આવશ્યક્તાઓની બાબતમાં ચર્ચા થશે. સરકાર જે વિચારી રહી છે તેના પર પણ ચર્ચા થશે અને મને લાગે છે કે ખૂબ સારી ચર્ચા પણ સત્રમાં થશે. દરેક પક્ષોનું ઘણું સારું ઉત્તમ યોગદાન પણ હશે.

સરકાર તરફથી જે, પ્રસ્તાવિત કામકાજના વિષય છે, તેને પણ પૂર્ણ કરવા માટે દરેક પક્ષોને સાથે લઈને આગળ વધવાનો ભરપૂર પ્રયત્ન કરાશે. જીએસટીના, કાર્યને આગળ વધારવા માટે દરેક રાજ્ય સરકારોની સાથે, એમાં પણ દરેક પક્ષ એક પ્રકારથી છે જ, સતત બેઠકો થઈ રહી છે, સદનના પૂર્વ પણ, દરેક પક્ષોની સાથે સતત વિચાર-વિમર્શ થતા રહ્યા છે.

સરકારનો એ મત રહ્યો છે કે દરેક વિષય માટે ચર્ચા માટે અમે તૈયાર છીએ. ખુલ્લી રીતે ચર્ચા થઈ શકે માટે અમે તૈયાર છીએ. અને તેના કારણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો માટે અનુકૂળતા બનશે.

હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.